ગુજરાતમાં છેલ્લાં ચારેક વર્ષથી ઝેરી મધમાખીના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વિજ્ઞાનનિષ્ઠ નાગરિકોને પ્રશ્ન જરૂર થતો હશે કે મધમાખીઓ આટલી હુમલાખોર અને ઝેરી ડંખ દેનારી શા માટે બની રહી છે?
સામાન્ય રીતે મધમાખી જો કરડે તો આપણા વડીલો એ ડંખ પર ભીની માટી લગાવી દેવાની સલાહ આપે છે. પરંતુ હવે જે મધમાખી હુમલો કરે છે તે સામાન્ય મધમાખી નથી. આપણે ત્યાં ચાર પ્રજાતિની મધમાખીઓ પેદા થાય છે. જેમાં ‘એપિસ ઇન્ડિકા’ નામની પ્રજાતિએ સામાન્ય મધમાખી છે જે મધપૂડા ઉછેરકેન્દ્રમાં ઉછેરી શકાય છે. બાકીની ત્રણ “જાતિઓ આક્રમક છે.
એક માહિતી અનુસાર ’એપિસ ઇન્ડિકા’ એ રચેલા મધપૂડામાં સરેરાશ પંદર હજાર મધમાખીઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા મધનો પૂરતો જથ્થો પ્રાપ્ત ન થતો હોવાથી ભારતે સાઠ હજાર મધમાખીઓને સમાવી શકે તેવા તોતીંગ મધપૂડા રચતી જંગલી પ્રજાતિની ઇટાલિયન મધમાખીઓ ભારતમાં થોડા વર્ષો પહેલા આયત કરી હતી. આ વિદેશી મધમાખીઓ ભારતમાં આવી તો ખરી પરંતુ અમુક પ્રકારના પ્રતિરોધકશક્તિ ધરાવતી એ મધમાખી પોતાના શરીર પર ઝેરી વાઇરસને પણ ઊંચકી લાવી અને તેનો ચેપ આપણી દેશી ‘એપિસ ઇન્ડિકાને’ લાગતા હજારો સંખ્યામાં આપણી સામાન્ય મધમાખીઓ નાશ પામી.

- દુષ્પરિણામએ આવ્યું કે આજે ઘણાં ઉછેરકેન્દ્રો પર સ્વદેશીને બદલે આ ઇટાલિયન મધમાખીઓએ કબજો જમાવી લીધો છે.
આમ, અત્યારે જે મધમાખી હુમલા કરે છે તે ‘એપિસ ડોરસાટા’ પ્રજાતિની જંગલી મધમાખીઓ સ્વભાવગત જ આક્રમક અને ઝેરી છે. મોટેભાગે જંગલમાં તોતીંગ વૃક્ષો પર વિશાળ કદના મધપૂડા રચતી આ મધમાખીઓ મનુષ્ય કે અન્ય પ્રાણીઓની દખલગીરીથી જરાય ટેવાયેલી નથી. વળી જંગલમાં થતાં ફૂલોમાંથી અઢળક ફૂલરસ તેને મળી રહેતો હોવાથી શરીરે પણ ખૂબ કદાવર હોય છે. આપણી એપિસ ઇન્ડિકાના શરીરનું કદ વધુમાં વધુ અડધો ઇંચ હોય છે જયારે આ જંગલી મધમાખી એકથી સવા ઇંચ લાંબી અને હૃષ્ટપુષ્ટ હોયછે. એમાંય તે ઊડતી હોય ત્યારે તે ભયાનક લાગે છે.
માનવજાતે જયારથી જંગલોનો ખાત્મો બોલાવવાનો શરૂ કર્યો છે ત્યારથી આ મધમાખીઓએ જંગલ છોડીને શહેર, ગામડાંઓમાં જ્યાં ઘટાદાર વૃક્ષો અને ભેજવાળું વાતાવરણ હોય તથા આસપાસમાં ફળ, ફૂલના બગીચા પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં પોતાના મધપૂડા બનાવવા માંડ્યા છે.
આમ, ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી ખેતરોમાં મધપૂડા હોય તે સામાન્ય બાબત છે. પરંતુ જો મધપૂડાની ઊંચાઈ ૩૦ ફૂટ કરતાં વધારે હોય અને મોટા કોથળા જેવા જંગી સાઇઝના મધપૂડા હોય તો ચેતી જવું કેમકે એ ઝેરી મધમાખીના મધપૂડા હોઈ શકે. મધમાખી કોઈ પણ પ્રજાતિની હોય, મધમાખીના બે મુખ્ય પ્રકાર છે; એક શ્રમજીવી અને બીજી નર, નર મધમાખી મધપૂડામાં માત્ર આરામ કરવાનો હોય છે. પ્રત્યેક મધપૂડામાં એક રાણી તરીકે ઓળખાતી મધમાખી થાય છે. જેનું કાર્ય છે દરરોજ લગભગ ૧૫૦૦ જેટલા ઇંડા મૂકવાનું. પોતાની પ્રજાતિની વસતિ સતત વધારતા રહેવાનું મહત્ત્વનું કાર્ય કરતી રાણીને પોષ્ટિક ખોરાક પૂરો પાડતા રહેવાની જવાબદારી શ્રમજીવી મધમાખીની. શ્રમજીવી મખમાખી ફૂલોની પરાગરજને પોતાના મોંની લાળ સાથે ભેળવી તેમાં મધ ઉમેરીને પૌષ્ટિક રૉયલ જેલી બનાવ્યા કરે છે અને રાણીને જમાડ્યા કરે છે.
ફૂલરસની શોધમાં સતત ભટકતી રહેતી શ્રમિક મધમાખી સ્વભાવે ઉગ્ર હોય છે. એક શ્રમિક મધમાખી સરેરાશ ૧૦૦ ફૂલો પરથી પરાગરજ લે ત્યારે માંડ ૪૦ મિલિગ્રામ જેટલો ફૂલરસ પ્રાપ્ત કરે છે. જે તેના આગળના જઠરમાં એકઠો થાય છે. ફૂલરસ એકઠો કરતી શ્રમિકને છંછેડવાનો જરાય પ્રયાસ ન કરવો જોઈએ. મધમાખીને જો તેનું અતિ મહત્ત્વનું કાર્ય કરવામાં દખલ કરીએ તો એ ડંખ મારી બેસે છે. એટલું જ નહિ, તેને આપણા તરફથી વધારે ખતરો જણાય તો તરત જ એ પોતાના શરીરમાંથી ‘ફોરોમોન’ તરીકે ઓળખાતું ગંધદ્રવ્ય છોડે છે. જેની ગંધ નજીકમાં રહેલા મધપૂડા સુધી પહોંચે કે તમારું આવી જ બને! મધમાખીનું આખુંય ઝૂંડ થોડીક સેકંડમાં ત્યાં આવી પહોંચે છે અને તમારા આખા શરીરે ડંખ મારવાનું ચાલુ કરી દેશે. મધમાખીના ડંખની પીડા અસહ્ય હોય છે. મધમાખી શરીરના પાછળના અણીદાર ભાગ વડે ડંખ મારે છે. શરીરમાં એક વખત પેસી ગયેલો ડંખ આપણી હલનચલન કરીએ તો એ વધુ ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. જરૂર પડ્યે તો એ ડંખ તોડીને મધમાખી ઊડી જાય અને તે આપણા શરીરમાં રહી ગયેલો કાંટો તેનું ઝેર ફેલાવતો રહે છે. એ કાંટો તાત્કાલિક બહાર કાઢી લેવાય તો જ અસર ઓછી થાય છે. પરંતુ હજુ તો આપાને ખબર પડે કે મધમાખી કરડી ત્યાં જ આપણે બી હાથથી એ ભાગને ઘસવા લાગીએ એટલે વધુ ઝેર શરીરમાં પ્રસરવા લાગે છે.
વાત અહીં અટકતી નથી. ઝેરી મધમાખી એક વખત કોઈને કરી એટલે તે મનુષ્યની ગંધ એ પોતાની મેમરીમાં સ્ટોર કરી લે છે પછી એ રસ્તેથી તે સંયુક્ત ધરાવતો માક્કસ નીકળ્યો તે મરી જ ગયો સમજવું! જયાં સુધી મધમાખીનો ગુસ્સો શાંત ન થાય ત્યાં સુધી તે પસાર થતા મનુષ્ય હોય કે પ્રાણીઓને પરેશાન કરતી રહેછે.
હવે આપણને આવી ઝેરી મધમાખીથી બચવાનો ઉપાય શું?
- ભારતનું આયુર્વેદ ચિકિત્સક મુજબ મધના જે ઔષધીય ગુણો વર્ણવે છે તે અનુસાર મધના ઉત્પાદનમાં ઊણપ ચાલે નહીં તેથી મધપૂડા ઉછેરકેન્દ્રો વધુ ને વધુ વિક્સાવવા તેને જેથી મધમાખીઓને નિવાસસ્થાનોન આસપાસ મધપૂડા ન રચવા પડે.
- મધમાખીઓ પરાગનયનનું અતિ મહત્વનું કા વનસ્પતિ સંવર્ધનમાં કરે છે તેથી વૃક્ષો અને વેલાઓના વિકાસમાં તેનો ઘણો ફાળો છે તેથી મધપૂડા દૂર કરવાને બદલે આપો જ મધપૂડાથી દૂર રહેવું.
- ફૂલોનો રસ ચૂંટતી મધમાખીને ઉડાડવાનો કદી પ્રયાસ ન કરવો.
- મધપૂડો જે વૃક્ષ પર હોય તેની આસપાસ કામ કરતી વખતે કે પસાર થતી વખતે ફ્લોની સુંગધવાળું અત્તર ન છાંટવું.
- એ અચાનક મધમાખી હુમલો કરે તો ચહેરાને સૌ પ્રથમ ઢાંકી દો અને બને એટલા દૂર ભાગો. જેથીતમારી કંપ મધમાખી સુધી ન પહોચે