મહિલાઓમાં મેકઅપ તરીકે ખૂબ લોકપ્રિય એવી લિપસ્ટીક શેમાંથી બને છે?

મહિલાઓમાં મેકઅપ તરીકે ખૂબ લોકપ્રિય એવી લિપસ્ટીક શેમાંથી બને છે?

લીપ એટલે હોઠ અને સ્ટિક એટલે લાકડી. હોઠ પર રંગ લગાડતી ટચૂકડી રંગીન લાકડીને લિપસ્ટિક એવું નામ મળી ગયું. આજે લિપસ્ટિક લગાડવાને આધુનિકતાનું પ્રતિક ગણતા હો તો ભૂલ કરો છો કારણે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા પણ વિશ્વની જુદી જુદી સભ્યતાની મહિલાઓ લિપસ્ટિક લગાવતી હતી. આમાં ઇજિમ, લિપીંસ અને આપણી સિંધુ સંસ્કૃતિમાં મહિલાઓ હોઠને વધુ આકર્ષક બનાવવા લિપસ્ટિક વાપરતા હતા. આ હજારો વર્ષો પુરાણી લિપસ્ટિક રંગીન પથ્થરોના બારીક પાવડર, મોતી કે છીપલાના પાવડરમાં લાલ રંગ, ફળોનો રસ,વનસ્પતિનો રસ કે કાથી(પાનમાં નખાતી વનસ્પતિમાંથી બનતો પદાર્થી વગેરેમાં ચીળાં પદાર્થો મેળવી હોઠ ઉપર લગાડતા હતા. મુગલકાળમાં અને રાજા-મહારાજાઓના સમયમાં પાન ખાઈને કાથા દ્વારા હોઠને લાલ અને સુંદર કરતાં હતાં.

લિપસ્ટીક શેમાંથી બને છે?

આજે લિપસ્ટિક ધન-ટયુબ જેવી પ્રવાહી લિપ ક્લર સ્વરૂપે મળે છે. આ લિપસ્ટિક બનાવવા માટે વિવિધ રંગીન રાસાયણિક તત્ત્વો કે જેને પીગમેન્ટ કરે છે. તેને ધન સામગ્રીમાં મેળવીને હોઠ પર લગાડી શકાય તેવા સ્વરૂપ બનાવવામાં આવે છે. બજારમાં પાંચ રૂપિયાથી માંડીને હજારો રૂપિયા સુધીની લિપસ્ટિક આજે મળે છે જેવો ભાવ એવી સામગ્રી તેમાં વાપરી હોય છે. રંગને જમાવવા અને હોઠ ઉપર ઘસીને લગાડાય અને તે ચમકતા પણ લાગે તે માટે લિપસ્ટિકમાં અલગ અલગ પ્રકારના તેલ જેમાં એરંડિયું, નારિયેળ તેલ, ઓલીવનું તેલ, કોકોના ફળમાંથી નીકડતો ચીકણો તેલ જેવો પદાર્થ જેને કોકોબટર કર્યો છે તેમાં તેનોલીન નામનો પદાર્થ અને વેસેલીનને મળતું આવતું પેરાફીન ઓઈલ કે પેટ્રોલિયમ વેક્સનો ઉપયોગ થાય છે. મધપુડામાંથી મળતું મીણ, કાર્નબુઆ મીણ કેડેલીલા મીણ પણ લિપસ્ટીકમાં ઉમેરાય છે, જેથી લિપસ્ટીક ચીલી, હોય પર ચોંટીને એક લેયર બનાવે તેવી અને લાંબો સમય ટકી રહે તેવી બને છે. વિદેશમાં બનતી મોટા ભાગની લિપસ્ટિકમાં પીગ ફેટ તરીકે ઓળખાતી ડુક્કર અને કતલખાનામાં નીકળતી પ્રાણીજ ચરબી” પણ ઉમેરાય છે. આ ઉપરાંત લિપસ્ટિકમાં ઉમરેલા તૈલી પદાર્થો ગરમી અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરા થઈને વાસ ના મારે એટલે તેમાં એન્ટિઓક્સિડન્ટ તરીકે ઓળખાતા પદાર્થો અને કૃત્રિમ વિટામિન-ઇ ઉમેરાય છે.

અમુક મહિલાઓ હોઠ ચમકતા લાગે તેવી લિપસ્ટિક પસંદ કરે છે. આ લિપસ્ટિકમાં તેલ, ચરબી અને મીણ વધુ માત્રામાં હોય છે. પણ જો હોઠ ઉપર સૂકો રંગ લગાડતી ‘મેટ ફિનીશ’ લિપસ્ટિક હોય તો તેમાં તૈલી પદાર્થો ઓછા અને સીલીકા(રેતી) પાવડર વધુ માત્રામાં નાખેલો હોય છે. લિપસ્ટિકને રંગ આપવા માટે ખાસ પ્રકારની ડાઇ વપરાય છે જે મૂળભૂત રીતે લાલ અને કેસરી રંગ આપે છે જયારે ટાઈટેનિયમ ઑક્સાઇડ નામનો પદાર્થ રંગવિહીન હોય છે. આ ટાઇટેનિયમ ઑકસાઇડને રંગીન ડાઇમાં અલગ અલગ માત્રામાં મિશ્રણ કરવાથી આછાથી લઈને અતિ ઘેરા રંગોની લિપસ્ટિક બને છે. આજની યુવાપેઢીઓમાં શીમીંગ કે ગ્લીટરીંગ (ચમકતી) લિપસ્ટીક વધુ આકર્ષે છે. આવી લિપસ્ટિકમાં સિલિકાની સાથે સાથે કૃત્રિમ મોતી જેવો પદાર્થોનો ભૂકો પણ નખાય છે જેને લગાવ્યા પછી ચળકાટ મારતી હોય છે.

અમેરિકામાં થયેલા સર્વે મુજબ મોટાભાગની અને ખાસ કરીને લાલ રંગ ધરાવતી લિપસ્ટિકમાં સીસું નોંધપાત્ર માત્રામાં હોય છે. સીસું એક ભારે ધાતુ છે જે ગંભીર સ્વાસ્થ્યકીય સમસ્યાઓ સર્જી શકે છે. લિપસ્ટિકનો ઉપયોગ સમજીને અને આપણા શરીરને અનરૂપ ઉપયોગ કરવો જરૂરી છે. લિપસ્ટીક ખરીદતી વખતે પૂર્ણ તપાસ કરીને ખરીદવી જોઈએ.

Sharing Is Caring:

Leave a Comment