કેમેરાનો ઈતિહાસ

કેમેરાનો ઈતિહાસ

૭મી જાન્યુઆરી, ૧૮૩૯ના રોજ બપોરના સમયે બરફની ચાદર પથરાયેલી હતી ત્યારે એક પેરીસની વેધશાળામાં નિર્દેશક તેમજ તે સમયના પ્રખ્યાત ખગોળવિદ્ ફ્રેકોઈ અરાનો એક ખીચોખીચ ભરેલા હોલમાં પ્રવચન કરતા હતા. વિષય હતો, ‘પ્રકૃતિમાં આપોઆપ પુનઃઉત્પાદન કરવાની ક્ષમતા પ્રદાન કરતી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવા મળતી જટીલતા’ આ વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. શ્રોતાઓમાં પણ એક પ્રકારની દ્વિધા હતી કે આ વિષય પર શું બોલશે, એટલે ધ્યાનથી સર્વે સાંભળી રહ્યા હતા. આ પહેલા તે સમયના વિખ્યાત સામાયિક ‘દેશ આર્ટિસ્ટસ’માં બતાવવામાં આવ્યું હતું કે લુઇ-જેક્સ-મૈડી ડેગ્યુર નામના એક કલાકાર ટાઇપ નામની એક પ્રક્રિયાનો વિકાસ કર્યો. એટલું જ નહિ પરંતુ તેમણે દાવો કર્યો હતો કે મેં તૈયાર કરેલી પ્લેટ પર જે પ્રતિબિંબ મેળવેલું તે કેમેરા ‘આબઝેક્યુસ’ દ્વારા મેળવેલું છે, જેમાં અંધકારમાં રાખેલ ભાગ ઉપર બહાર રાખેલા ઓબેજેકટનું ઊંધું પ્રતિબિંબ નાના એવા કેમેરાના હોલ અથવા કે લૅન્સ દ્વારા તેની સામે રાખવામાં આવેલ સ્તર ઉપરથી મેળવેલું છે અને તેમણે આ પ્રતિબિંબ તેની પ્લેટ પર મેળવેલ. જેથી એક ચિત્ર પ્રોટેઇટ પ્રકારના લૅન્ડસ્કેપનું દૃશ્ય મેળવી શકાય. જે સંપૂર્ણપણે અંકિત કરેલું ચિત્ર હતું. એટલું જ નહિ પરંતુ આ પ્લેટને લાંબા સમય સુધી સાચવી શકાય તેમ હતી. આવું આ પ્રથમવાર ભૌતિકવિજ્ઞાનમાં બન્યું હતું.

આરાનોએ જણાવ્યું હતું કે વધુ સંશોધનકાર્ય આ ક્ષેત્રે જરૂરી છે જેથી તેનો પ્રાયોગિક રીતે ઉપયોગ થઈ શકે તેવી ભલામણ કરી હતી કે સરકાર આને ખરીદે. થોડા મહિના પછી ડેગ્યુરેને વાર્ષિક છ હજાર ફ્રાંક આ પ્રોજેકટ માટે ફાળવવામાં આવ્યા હતા. ૧૮ ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ એકેડેમી ઑફ સાયન્સ અને એકેડેમી ઑફ ફાઇન આટર્સ મિટિંગ મળે તે પહેલા લોકો માટે આ પ્રક્રિયા જાહેર કરવામાં આવી જેમાં જમીન અથવા મોટાં મકાનો, ઘાટ ઉપર પડેલો સામાન, તેમજ નદીના કિનારે પાણીમાં પડેલા નાના પથ્થરો તથા અન્ય સૂક્ષ્મ વસ્તુઓ તેમજ પાણીની પારદર્શકતાની વિવિધ અવસ્થાઓને પ્રદર્શિત કરવામાં આવી.

૭મી જાન્યુઆરી ૧૯૩૯માં આરાનોનું પ્રવચન સાંભળવાવાળામાં વિલિયમ હેનરી ફોક્સ ટેબલોટ નામના એક સજ્જન પણ હતા. તેઓ બિટિશ સંશોધનકાર હતા. તેઓ ૧૯૩૪થી આવી જ ટેકનિકથી પ્રયોગો કરી રહ્યા હતા. પરંતુ તેઓ જ્હોન હર્ષલ અને થોમસ વૈજવુડ નામના બે વિજ્ઞાનીઓના કાર્યનું અનુકરણ કરી રહ્યા હતા. તેઓએ ડેગ્યુરે ટાઇપ દ્વારા કરવામાં આવેલી ધાતુની પ્લેટની જગ્યાએ રસાયણો દ્વારા આવરણ માટે કાગળની પ્લેટનો ઉપયોગ કરેલો. પરંતુ રૂગ્યુરૈના પ્રવચનને કારણ કે તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તેઓ વર્ણન કરતા કહે છે કે હું ઘણા સમયથી આજ સ્થિતિમાં હતો. જેની તુલના વિજ્ઞાનના ઇતિહાસમાં ભાગ્યે જ કરવામાં આવી શકે. મને એક ભય હતો કે ડેગ્યુરેની પ્રક્રિયામાંની પ્રક્રિયા એ એકબીજાને મળતી હો તો મેં કરેલી અત્યાર સુધીની મહેનત પર પાણી ફરી વળે. પરંતુ સદનસીબે એવું હતું નહીં. પછીના થોડા દિવસોમાં મેં રોયલ સૌસાયટીમાં મારા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રક્રિયા ધરાવતી પ્લેટોની અણકારી આપતો પત્ર લખ્યો. ૨૫મી જાન્યુઆરીના રોજ આ સંસ્થાના સભ્યો શુક્રવારના રોજ નિયમિત યોજાતી બેઠકમાં માઇક્સ ફેરાએ કેમેરા ઓબ્ઝક્યુસ દ્વારા બનાવવામાં આવેલી પ્લેટ મેં બતાવી જેમાં ફૂલ અને પાંદડાંઓ, લાખમાં જોવા મળતી રચના, કાચ ઉપર દોરવામાં આવેલી રંગીન કૃતિઓ તેમજ અનેક સૂક્ષ્મ વસ્તુઓ સાથે ચિત્રો રજૂ કર્યા હતા.

૩૧મી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ વિલિયમ હેનરી ફોક્સ ટેલોટનું સંશોધનપત્ર સમએકાઉન્ટ ઓફ ધ આર્ટ ઓફ ફોટોજેનિક ડ્રોઈંગને રોયલ સોસાયટીની સમક્ષ રજૂ થયું ત્યારે પણ રોયલ સોસાયટીનો હોલ ખીચોખીચ સભ્યોથી ભરેલો હતો. ને સૌએ આ ચિત્રોની પ્રશંસા કરી. અને વિલિયમ હેનરી ફોક્સ ટેલોટને નવાજયા હતા. આ એક એવી નિર્ણયની પળો હતી કે એક બાજુ ડેગ્યુરે ટાઇપે ધાતુની પ્લેટ ઉપર ચિત્રો રજૂ કર્યા હતા તો બીજી બાજુ કાગળની પ્લેટ ઘટનાઓને આધારે ૧૮૩૯માં ફોટોગ્રાફીની શોધ થઈ. આપણે જાણીએ છીએ કે ફોટોગ્રાફી એટલે પ્રકાશ વ

મળતા ચિત્રો. ઇતિહાસની થોડીક્ષણોને ચિત્રમાં કેદ કરવાની આ પદ્ધતિ છે. જેને આપણે યાદગાર બનાવી શકીએ છીએ. પરંતુ ફોટોગ્રાફમાં આપણે કોઈપણ કલાકૃતિને કેદ કરી તેવી શક્તિશાળી આ પદ્ધતિને વિજ્ઞાનને લગતા સંશોધન જેવા કે મંદાકિનીઓ, તારાઓ અને બ્રહ્માંડ તથા તેની સંરચનાઓ તથા જીવવિજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસમાં તથા સંસારનાં રહસ્યોને મેળવવા માટે આ પદ્ધતિ એટલે કે ફોટોગ્રાફીનો ઉપયોગ થતો રહ્યો છે. એટલું જ નહિ માનવીય જીવનમાં બનતી ઘટનાઓ તથા પત્રકારત્વ તથા વિવિધ માધ્યમો, કરવામાં આવતા અહેવાલો, તેના લગતા વિષયો વસ્તુઓની ડિઝાઇન, ન્યાયતંત્રમાં અને કોઈ અપરાધની તપાસ, ઉત્પાદનના પ્રચાર, વાણિજ્ય તથા વેપાર, પ્રવાસ તેમજ પર્યટન વગેરેમાં આપણા જીવનની અમૂલ્ય ક્ષણોને સહજ રીતે માણી શકાય તે રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. રૂામ તો કેમેરાનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો હતો, જેના અલગ પ્રયોગ ઈ.સ ૧૮૨થી શરૂઆત થઈ. એક ફ્રાન્સના સંશોધક નિલોફેર નિએપ્સને કેમેરા ઑબ્ઝવક્યોરોની સાથે પ્રકાશીથ સંવેદનશીલ એક પ્લેટનો ઉપયોગ કરેલો જે આઠ કલાક પછી તેમાં ફોટાનું નિર્માણ થતું હતું. ‘વ્યુ ફ્રોમ ધીંડો એટ લેગ્રાસ’ શીર્ષક ધરાવતી આ તસવીર વિશ્વની સૌ પ્રથમ અને સૌથી જૂની જે કેમેરા દ્વારા લેવામાં આવેલી હતી. આ પ્રવાસનો મુખ્ય પડાવ ઈ.સ. ૧૮૩૯માં વિકસિત ડેગ્યુરે ટાઇપ હતો; જે આપણે સૌ જાણીએ છીએ. ઈ.સ. ૧૮૩૯થી ૧૮૯૦ના વચ્ચેનાં વર્ષોમાં ફોટોગ્રાફી પ્રારંભનાં વર્ષો તરીકે માનવામાં જે આવે છે. આ દરમિયાન વિજ્ઞાન જે રીતે આગળ વધી રહ્યું હતું તેની સાથે ફોટોગ્રાફીની કલાનો વિકાસ થતો ગયો. ઑસ્કર ગુસ્તાવ રેંજલેંડર દ્વારા અમૃતસ્વરૂપે જીવનના સારાપણા અને બુરાઈઓના ચરિત્રાર્થી કરતાં દૃષ્ટાંત સાથેના ફોટોગ્રાફ ધ ટૂ વેઝ લાઇફ’ની ૩૦ નેગેટીવને એક સાથે મેળવીને કર્યો હતો. આ ફોટોગ્રાફ એક સફળ સચિત્ર ફોટોગ્રાફ અથવા કલાના સ્વરૂપે મેળવેલો. આ ફોટોગ્રાફમાં નવીનતા એ જોવા મળી જે સમયે અનોખો માનવામાં આવતો હતો. રેન્જલેન્ડર એક ચિત્રકાર હતો પરંતુ આજે તેને ચિત્રકાર કરતાં ફોટોગ્રાફર તરીકે યાદ કરવામાં આવે છે.

ઈ.સ. ૧૮૪૭માં યુ.એસ.એ.ના લુઈ ડૉસિરે બ્લેકવાર્ટએગ્વાડે ઈંડાની સફેદી દ્વારા કાગળ પર પાથરી સપાટીને સંવેદનશીલ બનાવી કાગળનો પ્રયોગ કર્યો. આ કાગળને એલ્બેચેન નામઆપી ફોટોગ્રાફી માટે ઉપયોગ કર્યો. આ પ્રથમ અર્ધપારદર્શક નેગેટીવ કાગળ હતો. ચાર વર્ષ પછી લંડનમાં ફ્રેડરીક સ્કોટ આર્ચર નામના મૂર્તિકારે ભેજયુક્ત કલોડિયન અથવા સાંદ્રપ્લેટ એટલે ભેજપ્લેટની પ્રક્રિયા આપી જેમાં કોલોડીયન મિશ્રણ એટલે કે સેલ્યુલોઝ નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી, આવી ભેજયુક્ત કાચની પ્લેટને કેમેરાની અંદર મૂકી જેથી તેના પ્રકાશની અસર ન થાય. આ કાચની પ્લેટને ડેવલોપ કરવી જરૂરી હતું. આ પ્રક્રિયા ઘણી મુશ્કેલ ભરેલી હોય છે પરંતુ તેના દ્વારા ખૂબ જ સારી રીતે ફોટાગ્રાફ મળતા હતા. ઉપરાંત ડેગ્યુરે ટાઇપ કરતા આ પ્રક્રિયા સરળ હતી. વધુમાં એક્સપ્લોઝરનો સમય પણ ઓછો થયો.

ઈ.સ. ૧૮૭૧માં રિચર્ડ લીચ મેડોકસે કાચની પ્લેટ પર કોલોડીયનની જગ્યાએ જીલેટીન સાથે સિલ્વર બ્રોમાઈડના પ્રયોગને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું. તેમણે આ રીતે સૂકી પ્લેટની પ્રક્રિયાની શોધ કરી. આઠ વર્ષ પછી જ્યોર્જ ઇન્સ્ટમેન વ્યવસાયિક રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરવાની શરૂઆત કરી. ભેજયુક્ત પ્લેટને બદલે સૂકી પ્લેટ વાપરવાના પ્રયોગો શરૂ થવા લાગ્યા. જેથી સૂકી પ્લેટ લાંબા સમય સુધી સાચવી રખાય અથવા તેનો ઉપયોગ સરળતા રહે. આને પરિણામસ્વરૂપ આધુનિક ફોટોગ્રાફીનો યુગ શરૂ થયો.

આ બધી જ પ્રક્રિયાઓમાં મહત્ત્વનું એ છે કે જે રસાયણો પ્લેટ માટે વપરાતા હતા તે પ્રકાશ સંવેદી હોય તેમજ બીજા અસાધારણ ગુણધર્મો ધરાવતાં હોવા જોઈએ. ફોટોગ્રાફીને અનુકૂળ હોય તેવાં રસાયણોમાં સિલ્વર હેલાઇડ સંયોજન જે પ્રકાશીય સંવેદનશીલ છે તેમજ જીલેટીન સાથે તેનું પારદર્શક લેયરનો લેપ કરી શકાય છે. તેમજ તેના પર પ્રકાશ પડતા સિલ્વર હેલાઈડનું સિલ્વરમાં રૂપાંતર થયા પછી તેને ઇમલ્સન ઉપર ચિત્ર અંકિત થઈ શકે છે. જેને ખાસ પ્રક્રિયા વડે એવાં રસાયણોનો ઉપયોગ કરી સિલ્વરમાં પરિવર્તિત કરી શકાય. અંધકારમય રૂમમાં ચિત્રનો વિકાસ કરવામાં આવે છે જેમાં સિલ્વરના કણો જે પ્રકાશ પ્રતિ સંવેદનશીલ થઈ જાય છે જે કાચ પર તસ્વીર પાડી હોય તેજ આપણને મળી શકે છે. પરંતુ વસ્તુ દ્વારા ઇમલ્સનનો એ ભાગ જે પ્રકાશના સંસર્ગમાં નથી આવ્યો તે પ્રકાશ પ્રતિ સંવેદનશીલ હોય તેનું ફિકસીંગ કરવાવાળી એક પ્રક્રિયા છે જેને હાઇપો એટલે કે સોડિયમ થાયોસલ્ફેટથી ધોવામાં આવે છે. આ પ્રક્રિયા પછી નેગેટીવ પ્રયોગ માટે તૈયાર થઈ જાય છે. આ નેગેટીવથી પોઝિટીવ ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવે છે.

રંગીન ફોટોગ્રાફી

ઈ.સ.૧૮૬૦ના દશકમાં રંગીન ફોટોગ્રાફીની શરૂઆત થઈ હોય તેમ માનવામાં આવે છે. મનુષ્ય પોતાની આંખો દ્વારા લાલ રંગ જોઈને તેના તફાવત જાણી શકે છે. પરંતુ માત્ર ભૂખરારંગના લગભગ ૧૦૦ શેડ જુદા જુદા હોય છે. સફેદ અને કાળા રંગના ચિત્રો કરતાં રંગીન ચિત્રો દ્વારા ઘણી બધી જાણકારી મળે છે.

૧૮૦૨માં થોમસ યંગે જણાવ્યું હતું કે માનવીય આંખ ત્રણ મુખ્ય રંગો જોઈ શકે છે જે માટે તેમને કોનકોષ આપેલા હોય છે. જે પ્રાથમિક રંગોથી સંવેદિતતા અનુભવતા હોય છે. આ ત્રણ રંગોથી તેના જુદા જુદા પ્રમાણોથી બીજાં ઘણાં નવા રંગોનું નિર્માણ થાય છે. દરેક રંગો ખાસ પ્રકારના વર્ણપટ ધરાવે છે. દરેક રંગો ખાસ પ્રકારના વર્ણપટ ધરાવે છે. બધા રંગોનું એકસરખું મિશ્રણ થાય તો સફેદ રંગ જોવા મળે છે. જેનાથી ખ્યાલ આવે છે કે વિવિધ રંગના મિશ્રણથી જુદા જુદા રંગો જોવા મળે છે. યોગિકક્રિયા જેમાં ત્રણ રંગો હોય છે. પીળો, મજેન્ટા અને સાયન જેઓ ક્રમશઃ ભૂરો, લીલો અને લાલ રંગોના પૂરક હોય છે. જેમાંથી બીજા રંગો તૈયાર થઈ શકે છે.

આ રંગ અમુક રંગોનું શોષણ કરે છે તો અમુક રંગો દર્શાવતા નથી તે રીતે તેઓ પૂરક બનતા હોય છે. ઉદાહરણ તરીકે પીળો રંગ બ્લ્યુ રંગનું શોષણ કરે છે, મજેન્ટા રંગ લીલા રંગનું શોષણ કરે છે. જ્યારે સાયન લાલ રંગનું શોષણ કરે છે. આ કારણે પ્રાથમિક રંગોનું નિર્માણ કરે છે અને સફેદ અને કાળા રંગ એકબીજાની અસર નાબૂદ કરે છે.

૧૮૬૧માં ૧૭મી મેના રોજ રોયલ ઇન્સ્ટિટયૂટ, લંડન ખાતે એક સમારંભ યોજાયેલ જેમાં સ્કોટિશ વિજ્ઞાની જેમ્સ મેક્સવેલ એક પ્રયોગનું નિર્દેશન કરેલું. તેમાં તેમણે રંગીન ફોટોગ્રાફીના સિદ્ધાંત આપ્યા હતા. તેમણે ત્રણ કાચની પ્લેટને નેગેટીવ બનાવી તેમાં તેમણે રંગીન રીબીન રાખેલી. ત્યારબાદ તેમણે લાલ, લીલા અને બ્લ્યુ રંગો વડે એક્સપોઝિંગ વડે ફીલ્ટર કર્યું ત્યારબાદ એ જ રંગના ફિલ્ટરનું મેળવણી કરીને દર્શાવ્યું કે મૂળ રંગો પાછા જોવા મળે છે. તેનું કારણ રંગોનું યોગીકરણથી આમ થયું.

૧૯૬૯માં લૂસ આર્થર ડ્યુકોસ ડ્યુ હોરોને ફ્રાંસમાં એકબીજાની અસર નાબૂદ કરતા રંગોની પ્રક્રિયા શોધી. આને કારણે ફોટોગ્રાફી ક્ષેત્રે બદલાવ આવેલો. તેમણે દર્શાવેલી પદ્ધતિમાં રંગના પૃથક્કરણ નેગેટીવ પ્રયોગ કરી ત્રણ પોઝિટીવ તસવીરો તૈયાર કરી. ત્યારબાદ આ ત્રણ તસવીરને પૂરક રંગો જેવા કે સાયન, મજેન્ટા અને પીળા રંગોમાં રંગવામાં આવી. પ્રત્યેક પૂરક રંગો એક પ્રાથમિક રંગનું શોષણ કરે છે. આ રીતે સાયન રંગ લાલ રંગનો પ્રકાશને અવશોષિત કરે છે, બ્લ્યુ અને લીલાના મિશ્રણને પરાવર્તિત કરે છે. આવા પૂરક રંગોની રેન્જને ફરી પાછી મેળવી શકાય છે. આગળ જતા રંગીન નેગેટીવ મેળવીને કેમેરા મૂકવા માટે રંગીન ફિલ્મોનું નિર્માણ શકય બન્યું.

યોગશીલ પ્રક્રિયા કરતા અમુક રંગોને દૂર કરી શકાય અથવા બાદ કરી શકાય તે વધુ સફળ થઈ. ફોટોગ્રાફિક પેપર પર બધા જ રંગો માટે જે ખાસ ટેકનિક વપરાય છે તેના ખાસ સાધનોની જરૂર પડે તેમજ તેને દર્શાવવા માટે ખાસ પ્રકારની સ્લાઇડ જોઈએ. તેને વધુ સમય એકપોઝર આપવું પડે છે અને આ ઉપરાંત તેમાં ઘણી મુશ્કેલીઓ હતી. જ્યારે બાદબાકીની પદ્ધતિ શરૂઆતમાં તેને છૂટા પાડવા માટે ખાસ ત્રણ જુદી જુદી ફોટોગ્રાફી પ્લેટને એક જ કેમેરામાં સમાવેશ કરી નેગેટીવ બનાવવામાં આવતી ત્યારબાદ ત્રણેય ફિલ્મ અથવા પ્લેટને એક સાથે જ બનાવવામાં આવતી. જેને ટ્રાયપેક તરીકે ઓળખવામાં આવતું. ત્યારપછી તેમાં રંગો લાવવા માટે ખાસ પ્રક્રિયા કરવામાં આવતી જેવી કે ‘કોડાક્રોમ’. આ પદ્ધતિનો લાંબા સમય સુધી ફોટોગ્રાફીમાં ઉપયોગ કરવામાં આવ્યો. આ સાથે જ રંગીન ફોટોગ્રાફી અસ્તિત્વમાં આવી.

ઈ.સ.૧૮૮૦થી ૧૯૪૫ દરમિયાન ફોટોગ્રાફી ક્ષેત્રે ટેક્નોલોજી અને નવા દષ્ટિકોણ સાથે વિકાસ થયો. આ તબક્કા દરમિયાન ફોટોગ્રાફીનું આધુનિકીકરણ થયું એમ ગણાય. ફોટોગ્રાફીના ઇતિહાસકાર એગ્મોન્ટ એરેન્સ કહ્યું છે કે નવા કેમેરા દ્વારા તારાઓની ગણતરી તેમજ આપણી પૃથ્વી પરથી બીજા ગ્રહની શોધ કેમેરાથી થઈ શકે છે. નીચે પડેલા એક પાણીના ટીપાંથી લઈને બ્રહ્માંડમાં સંશોધન કાર્ય કરી શકાશે. કેમેરો ફૂલ અને તેની પાંખડીઓ તેમજ જંતુ- પંતગિયાની પાંખો તેમજ ક્રોંક્રીટના રસ્તાની સપાટી ઉપર વસ્તુ શોધી શકે છે. આ એક લાકડાના ટુકડાના વળાંકની સાથે સ્ટીલના સળીયાની રચના સંબંધી જાણકારી આપે છે. આ એક એવો સમય હતો કે ફોટોગ્રાફીની કલા અને આજે સાર્વજનિક રીતે ખૂબ વિકાસ થયો છે. જેમજેમ ફોટોગ્રાફીના રસાયણનો વિકાસ થયો તેમતેમ કેમેરાની ડિઝાઇન તેમજ તેની ક્ષમતાનો વિકાસ થતો ગયો. વિન્ટેઝ ડિઝાઇન બોલ કેમેરા, ફોલ્ડિંગ કેમેરા આ ઉપરાંત પ્રતિબિંબ કેમેરા તથા ફરી સૂક્ષ્મક્લાકૃતિ માટેના કેમેરાનો વિકાસ આ સાથે થયો છે. તેને કારણે અપર્વર અને શટરની ગતિ કેમેરામાં આધુનિક રીતે નિયંત્રણ થઈ શકે તેવા કેમેરા ઉપલબ્ધ બન્યા. પ૦ મિલિમિટરના ફોક્સ દૂરથી સામાન્ય લેન્સ વડે ૮૦૦ મિલિમિટરનો ફોક્સ દૂર સુધી કરી શકાય

તેવા ટેલિફોટો લેન્સ વિકસિત થવા લાગ્યા છે. જેમાં એકથી બા અંશ સુધીનાં સંકીર્ણ દશ્યો એકથી લઈને ચાર મિલિમિટર ફિશઆઈ લેન્સ સુધીનો વિકાસ થયો છે. જે નજીકની ૧૮૦ અંશ સુધીના દશ્ય ક્ષેત્રમાં ફોટોગ્રાફ લેવામાં સક્ષમ છે. ૧૯૮૫માં ઓટોફોક્સ લેન્સનો વિકાસ થયો અને છેલ્લે ડિજિટલ કેમેરા દ્વારા ફોટોગ્રાફી શરૂ થતા નેગેટીવ અને પોઝીટીવ પતિનો અંત આવી ગયો.

ટેક્નોલોજી અને ટેકનિક હજુ બદલાઈ રહી છે પરંતુ જીવનમાં ફોટોગ્રાફીનું ઘણું મહત્ત્વ છે. જીવનના ખાટામીઠાં સંસ્મરણોને આપણે ફોટોગ્રાફ જોઈને માણી શકીએ છીએ

Sharing Is Caring:

Leave a Comment