વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અને વિદ્યાદીપ યોજના

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

લાભ કોને મળે

બી.પી.એલ. કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, ૦ થી ૫૦% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે.

કેટલો લાભ મળે

ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂા.૨૦૦૦/-નો બોન્ડ મળવાપાત્ર છે. જે બોન્ડની રકમ ધોરણ-૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.

લાભ ક્યાથી મળે

જે તે શાળામાંથી

શરૂઆતમાં આ યોજના અંતર્ગત રૂ. 1 હજારના બોન્ડ આપવામાં આવતા હતા. જોકે, ત્યારબાદ આ રકમ વધારીને રૂ. 2 હજાર કરવામાં આવી હતી.આ યોજનાનો અમલ 2002-03થી કરવામાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષે 1.10 લાખ કન્યાઓને આ યોજનાનો લાભ અપાયો હતો. ત્યાર બાદ 2003-04માં 1.54 લાખ, 2004-05માં 1.30 લાખ, 2005-06માં 1.51 લાખ, 2006-07માં 1.46 લાખ, 2007-08માં 1.47 લાખ, 2008-09માં 1.27 લાખ અને 2009-10માં 1.11 લાખ જેટલી કન્યાઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, માત્ર 7 વર્ષમાં જ 7 લાખ જેટલી કન્યાઓને આ યોજનાનો લાભ લીધો હતો. જોકે, હવે અન્ય યોજનામાં તેમને સમાવી લેવાશે તેવી અંતિમ માહિતી ઉપલબ્ધ થયેલ છે ! જેમાં અપડેટ આવશે તેમ આ લેખ અપડેટ કરવામાં આવશે !

વિદ્યાદીપ વિમા યોજના

લાભ કોને મળે

ધોરણ-૧થી ૮ માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઇપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર

કેટલો લાભ મળે

વાહન અકસ્માત, સાપ-વિંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂ।.૫૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે

સબંધિત સ્કૂલમાંથી

ક્યા ક્યા પુરાવા જોઇએ

  • પોસ્ટમોર્ટમ રીપોર્ટ એફ.આઇ.આર. (F.I.R.)ની નકલ• પંચનામુંમરણનું પ્રમાણપત્ર
  • પેઢીનામુંઇન્ડેન્ડીટી બોન્ડ નમુનો રૂ।.૧૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર

Sharing Is Caring:

Leave a Comment