સરસ્વતી સાધના સાયકલ યોજના
આ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને અંતર મર્યાદા બાધવિના રહેઠાણના સ્થળથી અન્ય ગામ/શહેર/સ્થળે માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા માટે સાયકલ ભેટ આપવાનું ઠરાવવામાં આવેલ છે.આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાઓના વાલીની નિયત કરેલ વાર્ષિક આવક મર્યાદા વંચાણ-૧૨ મુજબ ગ્રામ્ય વિસ્તાર માટે ૪૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે ૬૮,૦૦૦/- નું રાખવામાં આવ્યું છે. આ અંગેનું પ્રમાણપત્રશાળાના આચાર્યશ્રીએ આ ઠરાવની જોગવાઇઓ ધ્યાને લઇને જે તે વર્ષ માટે પાત્રતા ધરાવતીઅનુસૂચિત જાતિની ધો-૯માં અભ્યાસ કરતી કન્યાઓની યાદી સહિતની દરખાસ્ત સમયમર્યાદામાં તૈયાર કરીને શહેરી વિસ્તાર માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક(અનુસૂચિત જાતિ કલ્યાણ) તથા ગ્રામ્યવિસ્તાર માટે સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત) ને મોકલી આપવાની હોય છે. સંબંધિત અધિકારીઓએ પાત્રતા ધરાવતી કન્યાઓની યાદી સહિત મળેલ દરખાસ્ત જોગવાઇઓઅંતર્ગત ચકાસીને સંબંધિત શાળાના આચાર્યશ્રીને મંજૂરી સહિત પરત કરવાની હોય છે અને લાભાર્થીઓની યાદી નિભાવવાની હોય છે. ચોક્કસ લોગો વાળી એક જ રંગની સાયકલ પંસદગી કરી સંસ્થા મારફત ખરીદીને લાભાર્થી કન્યાઓને શાળા મારફત વિતરણ કરવાની હોય છે.
શરતો
- આ અંગેનો ખર્ચ જેતે વર્ષની બજેટ જોગવાઇ અને નાણાં વિભાગ ધ્વારા વખતો વખત ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે.
- પ્રર્વતમાન નિયમોને આધિન ચાલુ તથા જરૂરિયાત પ્રમાણે આગામી નાણાંકીય વર્ષમાં પર્યાપ્તબજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
- આ અંગેનું ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો વખતના લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અનેજોગવાઇઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનો રહેશે.
- આ મંજૂરી અન્વયે કરવાના થતાં ખર્ચ અંગે નાણાંકીય ઔચિત્યના સિધ્ધાંતોનું પાલન કરવાનું રહેશે.આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહિ.
- બચત રહેતી રકમવર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે.
- આ મંજુરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજય સરકારની પ્રવર્તમાન ખરીદ નિતિની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- આ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોને લાભ મળે
અનુસૂચિત જાતિની ધો.માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના હેતુથી કન્યાઓને અંતરની મર્યાદા વગર શાળાએ આવ-જા કરતી કન્યાને સાયકલ સહાય આપવામાં આવે છે.આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા.૧,૫૦,૦૦૦/- તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦/- છે.
લાભ ક્યાંથી મળે
નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ (શહેરી વિસ્તાર માટે).જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત (ગ્રામ્ય વિસ્તાર માટે).સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી (સંબંધિત તાલુકામાં) સહાય માટે અરજી કરી શકે છે.
કેટલો લાભ મળે
આ યોજનામાં ભેટ સ્વરૂપે સાયકલ સહાય આપવામાં આવે છે.
કયા કયા પુરાવાઓ જોઇએ
આવકનો દાખલો.જાતિનો દાખલો.
નોંધઃ આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીનીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.ગુજરાત સરકારનીસરસ્વતીસાધનાયોજનાગરીબ વિદ્યાર્થીનીઓને વિતા મૂલ્યે સાયકલ આપવામા આવે છે.