મધ્યાહન ભોજન યોજના 

મધ્યાહન ભોજન યોજના 

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

મુખ્ય કામગીરી:

  • આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે..
  • બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
  • સમાજના ગરીબ વિધ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
  • શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
  • આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.
  • સેવા શ્રેણી : મધ્યાહન ભોજન યોજનાનું જીલ્લા કક્ષાએ સંચાલન કરવું.
  • સંબંધિત શાખા : ગાંધીનગર કક્ષાએ કમિશનરશ્રી, મભોયો અને તેની ઉપર તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના શાખા.

મુખ્ય કાર્યો:

  • બાળકોને ગરમ રાંધેલો ખોરાક પુરો પાડવો.
  • બાળકોનું પોષણ સ્તર વધારવું.
  • ગરીબ બાળકોનો શાળામાં હાજરીનો દર વધારવા, નિયમિત શાળાએ આવવા તથા શાળાકિય પ્રવ્રુત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.
  • બાળકોનો શાળા છોડવાનો દર ઘટાડવો.
  • નવા મેનુના અસરકારક અમલીકરણ પર દેખરેખ.
  • યોજનાના અસરકારક અમલીકરણ માટે મધ્યાહન ભોજન યોજના ના કેન્દ્રોની તપાસણી
  • મધ્યાહન ભોજન યોજના સંદર્ભે થયેલ ખર્ચની વિગતો તાલુકા પાસેથી મેળવી કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગરની કચેરીએ મોકલી આપવી.
  • ડી.સી. બિલની તપાસણી તથા એ.જી.શ્રીની કચેરી, રાજકોટને મોક્લી આપવા.
  • એમ.આઇ.એસ પર ડેટા એંટ્રી
  • પગારબિલ તથા કંટીજંસી બિલ બનાવવા
  • લાભાર્થી બાળકોની સંખ્યા આધારે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોને ઘઉં, ચોખા તથા અન્ય આવશ્યક તુવરદાળ, ચણાદાળ, મગદાળ, દેશી ચણા તથા કપાસિયા તેલ નો જથ્થો પુરો પાડવો.
  • જિલ્લા કક્ષાની ૧ જિલ્લા કો-ઓર્ડીનેટરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.
  • તાલુકા કક્ષાની ૯ મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇજરની ૧૧ માસ કરાર આધારીત ભરતી પ્રક્રિયા કરવી.

મધ્યાહન ભોજન યોજનાનો લાભ કોને મળે ?

1 થી 8 ધોરણમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળે !

કેટલો લાભ મળે ?

શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 220 દિવસ વિદ્યાથીઓ અને વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે જેમાં અઠવાડિક નીચેના મેનુ મુજબ ભોજન આપવામાં આવે છે!

ક્રમ વાર પ્રથમ ભોજન નાસ્તો
1સોમવારવેજીટેબલ ખીજડસુખડી
2મંગળવારથેપલા , સૂકી ભાજીચણા ચાટ
3બુધવારવેજીટેબલ પુલાવમિક્ષ દાળ /કઠોળ/ઉસળ
4ગુરુવારદાળ ઢોકળી ચણા ચાટ
5શુક્રવારદાળ ભાત મુઠીયા
6શનિવારવેજીટેબલ પુલાવચણા ચાટ

રાજ્ય સરકારશ્રી દ્વારા જિલ્લાના જે તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવા તાલુકાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન તેમજ દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) ૨૦૦ML ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.

લાભ ક્યાથી મળે ?

દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અનેવિદ્યાર્થીનીઓને લાભ મળે છે.|

કયા કયા પુરાવા જોઈએ

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઇએ.

તમારા ગામમાં અને શહેરમાં સરકારી શાળાઓમાં ભણતા ૧ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતાં તમામ બાળકો આ યોજનનો લાભ મેળવી શકે છે ! મોટાભાગે તમામ સરકારી શાળાઓમાં આ યોજના કાર્યરત છે !!

Leave a Comment