બુલેટ ટ્રેન નો ઈતિહાસ | બુલેટ ટ્રેન ગુજરાત

બુલેટ ટ્રેન નો ઈતિહાસ | બુલેટ ટ્રેન ગુજરાત :આજકાલ ભારતમાં દરેક જગ્યાએ બુલેટટ્રેનની જ ચર્ચા ચાલે છે. જોકે આમ તો આ ચર્ચા રેલવે બજેટ દરમિયાન વીતેલા કેટલાય દસકાથી ચાલી આવે છે. પરંતુ હવે કાંઈક કાર્યાન્વિત થવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ તો પ્રારંભિક સ્તર છે આમ છતાં આપણને પ્રશ્ન અવશ્ય થાય કે આખરે આ બુલેટ ટ્રેન શું છે? આપણે વિદેશમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન અને ભારતમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના સંચાલન વિષેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું.

બુલેટ ટ્રેન નો ઈતિહાસ |બુલેટ ટ્રેન ગુજરાત

બુલેટ ટ્રેન નો ઈતિહાસ - બુલેટ ટ્રેન ગુજરાત
બુલેટ ટ્રેન નો ઈતિહાસ – બુલેટ ટ્રેન ગુજરાત

શિકાનસેનઃ

જાપાનમાં કે જાપાનની બહાર ફરતી હાઇસ્પીડ રેલવેને જાપાનની ચાર રેલવે ગ્રુપ કંપનીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તેની સૌ પ્રથમ શરૂઆત સન ૧૯૬૪માં થઈ હતી તે સમયે તેની સ્પીડ ૨૧૦ પ્રતિકલાકની હતી અત્યારે તેની નિયમિત સ્પીડ ૩૨૦પ્રતિકલાકની છે.

શિકાનસેનનો શાબ્દિક અર્થ થાય છે ન્યુ અર્થ લાઇન. જાપાન તેમજ જાપાનની બહાર ચાલતી આ રેલવેને શિકાનસેન કહેવામાં આવે છે. શિંકાનસેન જૂની રેલવે લાઇનો સ્ટાન્ડર્ડ ગેજવાળી છે તથા તે લાઈનો પુલો અને સુરંગો તેમજ જ જટીલ માર્ગોમાંથી પસાર થાય છે. આ હોંશુ અને કવાયશુ દ્વીપના મુખ્ય શહેરોને રેલવે લાઇન દ્વારા એકબીજાને જોડે છે તેમજ સાથે સાથે હોકેડુની દરિયામાં અંદર ચાલનારી રેલવે પણ તેમાં સામેલ છે.

રેલવે લાઈન પ્રકારઃ

આખા વિશ્વમાં જાપાન એકમાત્ર દેશ છે કે જેણે સૌ પ્રથમ હાઇસ્પીડની રેલવે લાઇનનું નિર્માણ કર્યું. તેમાં પર્વતીય પ્રદેશોમાં રેલવે લાઇન ૧,૦૬૭ મિલિમિટર પહોળાઈવાળી નેરોગેજ રેલવે લાઇન છે કે જે ઓછી ગતિવાળી છે અને તે મુખ્ય લાઈનમાં આવતી નથી. જ્યારે જાપાનના બાકીના ભાગમાં આવેલી રેલવે લાઇન હાઇસ્પીડવાળી, સ્ટાન્ડર્ડ ગેજવાળી અથવા બ્રોડગેજ રેલવે લાઇન છે.

બુલેટ ટ્રેન નામ કેમ પડ્યું ?

જાપાનની આ રેલવેને શિકાનસેન કહેવાય છે તો પછી બુલેટ ટ્રેન કઈ રીતે કહેવાય ? જાપાનનો એક શબ્દ છે ‘ડુંગન રેશા’ જેનો સામાન્ય અર્થ અંગ્રેજીમાં બુલેટ ટ્રેન થાય છે. તેનું નામ વર્ષ ૧૯૩૦માં અસ્તિત્વમાં આવ્યું હતું. આ સમયે હાઇસ્પીડ રેલવેની પરિયોજના વિશે વિચારવિમર્શ શરૂ થયો હતો. બુલેટ ટ્રેન નામ એટલા માટે પડ્યું કે શિંકાનસેન એન્જિન એસેમ્બલ કરવા માટે બુલેટનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેની ગતિ ઘણી ઝડપી હતી. આ બુલેટની ઝડપી ગતિને કારણે જ આ શિંકાનસેન રેલવેને બુલેટ ટ્રેનથી ઓળખવા લાગી. જે તે સમયે વરાળ અને વીજળીના એન્જિનથી ચાલતી હતી તેની ઝડપ પ્રતિકલાક બસો કિલોમિટરની હતી.

શિંકાનસેનનો ઇતિહાસઃ ( બુલેટ ટ્રેન નો ઈતિહાસ |બુલેટ ટ્રેન ગુજરાત )

બુલેટ ટ્રેન નો ઈતિહાસ |બુલેટ ટ્રેન ગુજરાત : જાપાનમાં પ્રથમ રેલવેની શરૂઆત વર્ષ ૧૮૭૨ થઈ હતી. પરંતુ ઝડપી રેલવે ચલાવવાનો પ્રસ્તાવ ૧૯૩૦માં મૂકવામાં આવ્યો હતો જેમાં શૂન્ય સિરીઝ અને શિંકાનસેન રેલવેનો સમાવેશ થતો હતો. વર્ષ ૧૯૪૦માં ટોકિયો અને શિમનોસરી વચ્ચે પ્રસ્તાવિત સ્ટાન્ડર્ડ ગેજવાળી મુસાફર ટ્રેન તેમજ માલગાડીને શિંકાનસેન નામ આપવામાં આવ્યું. વર્ષ ૧૯૪૩માં બીજા વિશ્વયુદ્ધના કારણે રેલવેની યોજનાઓમાં રૂકાવટ આવી હતી. વર્ષ ૧૯૫૭માં ઓડાક્યુ ઇલેક્ટ્રીક રેલવે રોમાંસકારની ૩૦૦૦ એસ. ઇ. સિરીઝમાં સંચાલિત કરવામાં આવી. આ રેલવેની સ્પીડ ૧૪૫ કિલોમિટર પ્રતિકલાકની હતી ને એ સમયનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ત્યા૨પછી શિંકાનસેન શૂન્ય સિરીઝ રેલવે બનાવવામાં રોમાંસકારનો સફળતાપૂર્વક વિકાસ કરવામાં આવ્યો જેને પાછળથી બુલેટ ટ્રેનથી ઓળખવા લાગી. વર્ષ ૧૯૫૮માં ટોકિયો અને ઓસાકાની વચ્ચે ટોકૈડો શિંકાનસેન રેલવે ખંડનું નિર્માણ કાર્ય શરૂ થયું. તેનો રોલિંગ સ્ટોકનું પરીક્ષણ વર્ષ ૧૯૬૨માં ઓડાવારામાં કરવામાં આવ્યું હતું. તેમજ ટોકૈડો શિંકાનસેનને ૧લી ઓકટોબ૨, ૧૯૬૪માં ખોલવામાં આવી હતી. જે સમયે ટોકિયોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરેલું હતું. આ પ્રથમ શિંકાનસેનની ઝડપ ૨૧૦ કિલોમીટર પ્રતિકલાકની હતી જે પાછળથી ૨૨૦ કિલોમિટર પ્રતિકલાક સુધી વધારવામાં આવી હતી.

પ્રાથમિક સફળતા પછી આ લાઇનોના વિસ્તારમાં પ્રથમ વેસ્ટ યાર્ડથી હિરોશીમા તથા કુઓકા સુધી બનાવવામાં આવી જે વર્ષ૧૯૭૫માં પૂરી થઈ. બે અન્ય લાઇનો ટોકૂ શિંકાનસેન અને જ્યોત્તુ શિકાનસેનનું નિર્માણ ટ્રેક લાઇનનું રૂપ આપવામાં આવ્યું. વર્ષ ૧૯૮૦માં જાપાન નેશનલ રેલવે અસ્તિત્વમાં આવી અને વર્ષ ૧૯૮૭માં તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું. તેની જે આર ઇસ્ટ શિંકાનસેનને હૈચિનોથી શિન-અભોરી, ઉત્સોનોમિયાથી શિન-અમોરી, કયાશુ-શિકાનસેન, કાગાશિમાથી યાત્સુશિયા, ઔચિનો-અમોરી તેમજ નાગૈના-કાનાજાવા જેવા રેલ ખંડનું નિર્માણ કરવામાં આવ્યું. વિશ્વમાં શિંકાનસેન ટેકનિકથી ચાલતી રેલવે ફકત જાપાનમાં જ નહિ પણ વિશ્વમાં તાઇવાન, ચીન, યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, વિયેટનામ, બેલ્જિયમ તેમજ અન્ય દેશોમાં શિંકાનસેન ટેકનિકવાળી રેલવે ઘણી જ સફળતાપૂર્વક ચાલી રહી છે. શિંકાનસેન રેલવેમાં ૧૬ કા૨ (આપણી રેલવેમાં ડબ્બાઓને કોચ કહીએ છીએ) હોય છે. શિકાનસેન રેલવેમાં પ્રત્યેક કારની લંબાઈ પચીસ મિટરની હોય છે અને એક ગાડીની લંબાઈ ૪૦૦ મિટરની હોય છે. આ ટેકનિકવાળી બુલેટ ટ્રેન ભારતમાં લાવવાની અને તેનું પરિચાલન કરવાની યોજના છે.

શિકાનસેન ટ્રેનના પ્રકારઃ

શિકાનસેન ટ્રેનમાં મુસાફર રેલવેના ટોકૈડો શિંકાનસેન તથા સાયનો શિંકાનસેનના છ સિરિજ, કવાશુ શિંકાનસેનના બે સિરિજ, ટોહોકુ જ્યોત્સુ તથા નાગોની શિકાનસેનના છ સિરિજ, યામાગાતા અને આકિતા શિંકાનસેનના ત્રણ સિરિજ, હકૈડો શિંકાનસેનની એક સિરિજ સૌથી વધારે પ્રચલિત છે.

શિંકાનસેન ટ્રેનનું નેટવર્કઃ

આપણે જાણીએ છીએ કે ભારતની તમામ રેલવે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે જાપાનમાં રેલવે કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે; જે.આર. ઇસ્ટ, જે. આર. સેન્ટ્રલ, જે. આર. વેસ્ટ અને જે.આર. ક્યૂશૂનો સમાવેશ થાય છે. શિંકાનસેનની મુખ્ય રેલવે લાઇન ટોકેડો શિંકાનસેનની અંતગર્ત શિંકાનસેન-ઓશાકા, સાયો શિંકાનસેનની અંતર્ગત શિન-ઓસાકા-હાકાટા રેલવે લાઇન, ટોહેકુદ શિંકાનસેન અંતગર્ત ટોકિયો-હાચિનો રેલવે લાઇન, જ્યોત્સે શિકાનસેનની અંતર્ગત ઓમિયો-નગારા રેલવે લાઇન, હોકુરીકુ શિકાનસેન અથવા નાગાની શિકાનસેન અંતર્ગત ટાકાસારી નાગાની રેલવે લાઇન તથા કવાશૂ શિંકાનસેન અંતર્ગત શિન યાસુસિરો-કાગાસિમા- શિનંજો રેલવે લાઇનનો સમાવેશ થાય છે.

મિની ફિકાનસેનની અંતર્ગત યામાગાય ચિંકાનર્સન કિશમા-શિનો. રેલવે લાઇન, અંકિતા શિનર્સનમાં મોરિઓકા-અકિતા રેલવે લાઇન આવેલી છે. તેની બીજી બે સ્ટાન્ડર્ડ ગેજવાળી રેલવે લાઇન શિકાનસેન સેવા કેટા મિમામી લાઇન, હાકેટામિનામી અને ગાલા યુજાવા પ્રચલિત છે. આ એ લાઇનો છે જેને નેરોગેજમાંથી સ્ટાન રોજમાં બદલવામાં આવેલી છે. કેટલાક ખંડોમાં ડબલ ગેજવાળી રેલવે લાઇનો છે.

શિકાનસેન ટ્રેનની વિશિષ્ટતાઓ :

શિકાનસેન રેલવે જેને બુલેટ ટ્રેન કહે છે તેની સ્પીડ ઘણી વધારે હોય છે. તેની મૈગ્લેવ ટ્રેનની પરીક્ષણ ગતિ પ૧ કિલોમિટર પ્રતિકલાક હતી જેનું પરીક્ષણ ૨જી ડિસેમ્બર,૨૦૦૩માં કરવામાં આવ્યું હતું. મૈગ્લેવ ટ્રેનને ટોકિયોથી ઓસાકા સુધી ચલાવવાનું કાર્ય વર્ષ ૧૯૭૦માં શરૂ થયું હતું.

L P શિકાનસેન રેલગાડીની સ્પીડ નિયમિત રીતે ૩૦૦ કિલોમિટર પ્રતિ કલાકની હોય છે. આ રીતે વિશ્વમાં ઝડપી ટ્રેનોમાં ફ્રાંસની ટીવી, ઈટાલીની ટીએવી, સ્પેનની એવી, જાપાનની આઈસીઈ કરતાં પણ વધારે સ્પીડથી ચાલે છે.

શિકાનસેનનાં ૫૦ વર્ષ જૂના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ધાત્રી ડિરેલમેન્ટ(દુર્ઘટના) અથવા ટર કે પછી ભૂકંપ અથવા તોફોનના કારણે મર્યો નથી. એટલે સુધી કે અત્યાર સુધી ભૂકંપના કારણે એક જ દુર્ઘટના ૨૪ માર્ચ, ૨૦૧૩માં થઈ હતી પણ તેમાં કોઈ ઘાયલ થયું નહોતું.

શિકાનસેન રેલલાઇન એકદમ અલગ એટલે કે સેપરેટ રેલલાઇન છે. પરંપરાગત રેલલાઇનો કરતાં અલગ છે. આના કારણે લોકલ ટ્રેન અથવા માલ ગાડીની તેના ઉપર કોઈ અસર થતી નથી

તેના રેલમાર્ગમાં કોઈ સડકનું ક્રોસિંગ થતું નથી. તે સુરંગો, ઊંચા પુલો તેમજ રેલવેના કિનારે બનેલા વાડો અથવા દિવાલો વચ્ચેથી પસાર થાય છે. આ સ્ટાન્ડર્ડ ગેઝ (પહોળાઈ ૧૪૩૫ મિલિમિટર / ૪ ફૂટ ૮.૫ ઇંચ) વાળી રેલવે લાઇન છે જ્યારે નેરોગેજ લાઇન ૧૦૭૬ મિલીમિટર ૩ ફૂટ ૬ ઇંચ પહોળાઈવાળી છે. જે જૂની લાઈનમાં છે તેની રેલલાઈન પથ્થર તથા સ્લેબ ટ્રેકના સંયોજનથી બનાવવામાં આવેલ છે. તેની સિગ્નલ સિસ્ટમ ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ છે. જેના કારણે રેલ લાઇનના કિનારે કે બાજુમાં સિગ્નલ સિસ્ટમની જરૂર રહેતી નથી. તેનો પૂરો કંટ્રોલ સેન્ટ્રલાઇઝડ ટ્રાફિક કંટ્રોલ દ્વારા સંભાળવામાં આવે છે. તેની બધી જ સિસ્ટમ જેવી કે ટ્રેન પરિચાલન, ટ્રેનની ગતિ, ટ્રેક, સ્ટેશન, ટ્રેન શિડ્યુલ બધું જ કમ્પ્યુટરાઇઝડહોયછે.

આ ઇલેકટ્રીકલ રેલવેમાં ૨૫,૦૦૦ વૉલ્ટ એ.સી. સપ્લાયથી ચાલે છે જ્યારે મીની શિકાનસેન લાઇનમાં ૨૦,૦૦૦ વૉલ્ટ એ.સી. હોય છે. આ રેલવેમાં ઇલેકટ્રીકલ મલ્ટીપલ યુનિટવાળી સિસ્ટમ અપનાવવામાં આવે છે. આ કારણે જ તે તરત જ હાઇસ્પીડ પ્રાપ્ત કરે છે અને બ્રેક મારવાની સિસ્ટમ તરત જ કાર્યરત થઈ જાય છે. આથી કોચ તેમજ રેલ ટ્રેકને કોઈ નુકસાન થતું નથી.

આ રેલવેમાં ધરતીકંપ સંબંધી માહિતી માટે અર્થક્વિક વૉર્નિંગ સિસ્ટમ વર્ષ ૧૯૯૨માં લગાડવામાં આવી હતી. જેના કારણે મોટો ધરતીકંપ આવે ત્યારે ઓટોમેટીક બ્રેક લાગી જાય છે. આ રેલવે લાઈનમાં ઉપર બફ જમા થઈ જાય તો બરફ પ્રતિરોધી સિસ્ટમ કામ કરવા લાગે છે અને થોડીક મિનિટોમાં જ ગાડી ચાલુ થઈ જાય છે. દરિયાની અંદર ચાલતી રેલવે :

સમુદ્રની અંદર સુરંગ બનાવીને તીવ્ર ઝડપી ગતિવાળી રેલગાડી બનાવવાનો પ્રથમ રેકોર્ડ જાપાનની શિકનસેન રેલવે એક્સપ્રેસના નામે છે. જે હોંશૂદીપ અને હક્કાઇડો દ્વીપને જોડે છે. જેનું નિર્માણ જૂન ૧૯૭૨થી માર્ચ ૧૯૮૫ની વચ્ચે થયું હતું અને તેને ૧૩મી માર્ચ, ૧૯૮૮માં ખુલ્લી મૂકવામાં આવી હતી. તેની કુલ લંબાઈ ૫૩.૮૫ કિલોમિટર છે જેમાં ૨૩.૩૦ કિલોમીટર લાંબો રેલમાર્ગ સમુદ્રની અંદર છે. સમુદ્રની અંદર સમુદ્ર જમીનથી ૧૦૦ મિટર તેમજ જળસ્તરથી ૨૪૦ મિટર અંદર ચાલે છે. આ લાઇન રોગેજ ટ્રેક છે. તેના બે રેલવે સ્ટેશન સમુદ્રની અંદર બનેલા છે. તેની માલિકી જાપાન રેલવે કન્સ્ટ્રકશન, ટ્રાન્સપોર્ટ એન્ડ ટેક્નોલોજી એજન્સી પાસે છે. જે.આર. હોકેડો ઑપરેટર દ્વારા ચલાવવામાં આવે છે. સુરંગમાં રેલવેની ગતિ પ્રતિકલાકે ૧૪૦ કિલોમિટરની છે. મૈગ્લેવ (ચાઓ શિકાનસેન)ટ્રેનઃ ચુંબકીય સિદ્ધાંત ઉપર કાર્ય કરતી રેલવેને ચુંબકીય ટ્રેન અથવા મૈગ્લેવ ટ્રેન કહે છે. મૈગ્લેવ ટ્રેન ઇલેક્ટ્રોમૅગ્નેટીક સસ્પેશન તથા ઇલેક્ટ્રોડાયનેમિક્સ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ પ્રકારની રેલવેને પૈડાં નથી હોતા. જાપાનમાં મૈગ્લેવ ટ્રેનનું સૌ પ્રથમ પરીક્ષણ વર્ષ ૧૯૯૭માં યામાનાસી ટેસ્ટ ૧૮.૪ કિલોમિટર લાંબા ટ્રેક ઉપર કરવામાં આવ્યું હતું. જેની સ્પીડ ૫૦૦ કિલોમિટર પ્રતિકલાકથી પણ વધારે હતી. જૂન ૨૦૧૩માં આ ટ્રેકની લંબાઈ વધારીને ૪૨.૮ કિલોમીટર કરી દેવામાં આવી હતી. ટોકિયોથી નાગીયા સુધી વર્ષ ૨૦૨૭ સુધીમાં મૈગ્લેવ ટ્રેન ચલાવવાની યોજના છે. બીજા કેટલાક વિસ્તારોમા વર્ષ ૨૦૪૫ સુધીમાં મૈગ્લેવ ટ્રેન ચલાવવાની યોજના જાપાનની છે.

ગેઝચેન્જ ટ્રેનઃ

જાપાનમાં એવી રેલવે છે જેને નેરોગેજ તથા સ્ટાન્ડર્ડ ગેજ ઉપર ચલાવવામાં આવે છે. તેમાં પૈડાં એક્સેલ ઉપર ટ્રેક ગેજ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તેમાં મયામાની ઓસન લાઇન સપ્ટેમ્બર ૨૦૧૩માં તથા શિન-યસુસિરિયો લાઈનને ૨૦૧૪માં ખોલવામાં આવી હતી તથા આગળની લાઇન શિંકાનસેન લાઇનથી કોગોસીમાની વચ્ચે ખોલવામાં આવી.

શિકાનસેન રેલવેના ગૌરવપૂર્ણ ૫૦વર્ષ:

પ્રથમ શિકાનસેન (બુલેટ ટ્રેન) ૧લી ઓકટોબર, ૧૯૬૪માં ટોકિયો સ્ટેશનથી સવારે ૫:૫૯ વાગ્યે શરૂ થઈ હતી. આ રેલવે પરિચાલનને ૧લી ઓકટોબર, ૨૦૧૪માં પચાસ વર્ષ પૂરા થયા. આ પ્રસંગે જાપાનમાં કેટલાક સંભારભો આયોજિત કરવામાં આવ્યા હતા. તે સમયે પ્રથમ રેલવેની સ્પીડ ૨૧૦ કિલોમિટર પ્રતિકલાકની હતી ને અત્યારે તેની સ્પીડ૩૨૦ કિલોમિટર પ્રતિકલાકની છે.ભારતમાં બુલેટ ટ્રેનઃ

આપણે સૌ જાણીએ છીએ ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે તંત્ર છે. પરંતુ વિશ્વમાં જે હાઇસ્પીડથી ચાલતી રહેલી ટ્રેન જેવી રેલલાઇન ભારતમાં નથી.

હાઇસ્પીડ રેલલાઇન ઉપર ઓછામાં ઓછી સ્પીડ ૨૫૦ કિલોમિટર પ્રતિકલાક ગતિવાળી રેલવે ચલાવી શકાય. આજે આ પ્રકારની રેલવે ચલાવી હોય તો રેલલાઇનને અપગ્રેડ કરવી જરૂરી છે. અપગ્રેડ થયા પછી વધુમાં વધુ બસો કિલોમીટર પ્રતિકલાકની ગતિ ચલાવી શકાય તેમ છે. ભારતમાં અત્યારે વધુમાં વધુ ૧૨૦થી ૧૪૦ સુધી કિલોમિટરની પ્રતિકલાકની ગતિએ કેટલીક ટ્રેનો ચાલે છે પણ આ રેલલાઇનને ભવિષ્યમાં પ્રતિકલાકે ૧૬૦થી ૨૦૦ કિલોમિટરની ગતિ લઈ જવાની યોજનાની શરૂઆત થઈ ચૂકી છે તે માટે વર્તમાન રેલલાઇન નવી ટેકનિક પ્રમાણે સુધારો કરીને વધુ ગતિથી ચાલતી રેલગાડી માટે યોગ્ય બનાવવામાં આવશે.

બુલેટ ટ્રેન ગુજરાત :જુલાઇ ૨૦૧૪માં સેમી હાઇસ્પીડ ટ્રેન નામથી ૧૦ કોચવાળી રેલગાડીને ન્યુ દિલ્હીથી આગ્રા વચ્ચે ૧૬૦ કિલોમિટર પ્રતિકલાકની ગતિએ ટ્રાયલ રન પર સફળતાપૂર્વક દોડાવવામાં આવી હતી. આ માટે કોચ સહિત સંપૂર્ણ તૈયારી લગભગ પૂરી થવામાં આવી છે. વર્તમાન સમયમાં ભારતમાં સેમી હાઇસ્પીડ કોઈ રેલલાઇન નથી પણ ન્યુ દિલ્હીથી આગ્રા વચ્ચે ગતિમાન એક્સપ્રેસની સફળતા મળ્યા પછી ન્યુ દિલ્હીથી ભોપાલ, ન્યુ દિલ્હીથી ચંદીગઢ, ન્યુ દિલ્હીથી લખનૌ રેલખંડોને સેમી હાઇસ્પીડ પ્રમાણે અપગ્રેડ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન ગુજરાત : સેમી હાઇસ્પીડ કોરીડોરના રૂપમાં દિલ્હી-આગ્રા, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-કાનપુર, મુંબઈ-ગોવા, મૈસુર- બેંગલુર-ચૈન્નાઇ, ચૈન્નાઇ-હૈદ્રાબાદ, નાગપુર-રાયપુર- બિલાસપુર, નાગપુર-સિકંદરાબાદ, રેલખંડને ૧૬૦ કિલોમિટર પ્રતિકલાક ગતિમાં રેલલાઇનને વિકસિત કરવાનું આયોજન છે. આ રેલલાઇનને અપગ્રેડ કરવા માટે ભારતીય રેલવેએ ૨૫મી જુલાઈ, ૨૦૧૩માં હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન નામની એક કંપનીની સ્થાપના કરી છે જે રેલ વિકાસ નિગમલિમિટેડને આધીન કાર્ય કરશે.

આ કોર્પોરેશન પી.પી.પી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે ડિઝાઇન કરવાનું છે ને તેને બનાવવા માટેની નાણાકીય વ્યવસ્થા કરવાનું તેમજ ચાલુ કર્યા પછી તેનું હસ્તાંતરણ કરવાના સિદ્ધાંત ઉપર ચાલશે. આ યોજના ૨૯મી ઓકટોબર, ૨૦૧૩માં કાર્યાંવિત થઈ ગઈ છે. એક અભ્યાસ અનુસાર ૨૫૦થી ૩૦૦ કિલોમિટર પ્રતિકલાકની સ્પીડથી ચાલતી રેલવે ચલાવવા જે રેલલાઇન બનશે તેનો અંદાજિત ખર્ચ લગભગ રૂ.૭૦૦-૧૦૦૦ મિલિયન પ્રતિ કિલોમિટરનો થશે. આ પ્રકારની હાઇસ્પીડ રેલવે સૌ પ્રથમ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન નામથી ચલાવવાની યોજના છે તેનો અનુમાનિત ખર્ચ રૂ. ૬૫૦ બિલિયન(૬,૫૦,૦૦૦ કરોડ) થશે.

આ પછી રેલવેની સ્પીડ ૩૦૦થી ૩૫૦ કિલોમિટર પ્રતિકલાકની કરવાની યોજના છે. હાઇસ્પીડ કોરીડોરના રૂપમાં દિલ્હી-મુંબઈ-ચૈન્નાઈ-કલકત્તા, નવી દિલ્હીની સ્વર્ણિમ ચતુર્ભુજ(ડાયમંડ-કવાડ્રીલેટ્રેલ) માર્ગ, હાવડા હલદિયા માર્ગ, દિલ્હી-કલકત્તા, દિલ્હી-અમૃતસર, દિલ્હી- જોધપુર, અમદાવાદ-દ્વારકા, હૈદ્રાબાદ-ચૈન્નાઈ, મુંબઈ- અમદાવાદ, મુંબઈ-નવી મુંબઈ, ચૈન્નાઈ તિરૂવનંતપુરમ, તિરૂવનંતપુરમ-બેંગલુર-મૈસુર રેલલાઈનનો સમાવેશ થશે.

સપ્ટેમ્બર ૨૦૧૩માં નવી દિલ્હીમાં જાપાન અને ભારત વચ્ચે એક સમજૂતી થયેલ છે કે જેના અનુસાર અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઇસ્પીડ રેલલાઈન બનાવવા માટેનું સર્વેનું કામ ૧૮ મહિનામાં પૂરું કરવાનું છે અને આ અધ્યયનમાં થનારો ખર્ચ ભારત અને જાપાન વચ્ચે અડધોઅડધ વહેંચવાનો છે. મુંબઈ ક્ષેત્રમાં રેલવે ભૂમિગત રેલલાઇનના હિસાબે હાઇસ્પીડટ્રેન બનાવવાની યોજના છે.

આજે દિનપ્રતિદિન વિમાનોમાં ઘટતા રહેલા ભાડાના દર એક રેલવે માટે ચેલેન્જ પેદા કરી શકે છે. આપણા દેશ માટે શું આટલી મોંઘી રેલલાઇન બનાવવાની તેમજ બુલેટ ટ્રેન ચલાવવાનું શકય બનશે કે કેમ એ આપણને આવનારો સમય જ દર્શાવશે.

Leave a Comment