જૈન ધર્મ

જૈન ધર્મ

વાત એમ છે કે ઈ.સ. પૂર્વે સાતમી સદીના મધ્યભાગથી ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી સુધીના અનુ-મૌર્યકાળ દરમિયાન ભારતમાં બે મહાન ધર્મો જૈન અને બૌદ્ધનો ઉદય થયો. કેટલાક તેને “મહાવીર અને બુદ્ધનો યુગ” અથવા ‘બૌદ્ધ યુગ’ કહે છે. આદિકાળથી ભારતમાં બ્રાહ્મણ પરંપરામાં હિન્દુધર્મ અને તેની શાખાનો તથા શ્રમણપરંપરામાં જૈન અને બૌદ્ધધર્મનો વિકાસ થયો છે. જોકે ઇતિહાસની ચોપડિયુમાં આ બંને – જૈન અને બૌદ્ધ ધર્મો વૈદિક ધર્મ (બ્રાહ્મણ ધર્મ) સામેની ક્રાંતિરૂપે હતા એવું લખવામાં આવે છે. પણ વાસ્તવમાં આ સાચું નથી. કેમકે અનેક ગ્રંથોમાં જૈન અને બૌદ્ધ બન્ને ધર્મના અનુયાયીઓ બ્રાહ્મણો સાથે રહેતા અને એકબીજાને સનમાન આપતાં. આ વાત માત્ર જૈન , બૌદ્ધ અને હિંદુ વચ્ચે ફૂટ પડાવવા માટે જ ચગાવવામાં આવી છે. આપણી ચોપડિયું માત્ર આટલું કહી અટકતી નથી એમાં તો એવુંય લખેલું આવે છે કે  વૈદિક પરંપરાએ ઉત્પન્ન કરેલ સામાજિક, ધાર્મિક માન્યતાઓ અને જીવન પ્રણાલી અમાન્ય ઠરે છે. જોકે આજે સાબિત થઈ ચૂક્યું છે કે વૈદિક પરંપરા જેટલું ઉન્નત અને વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ બીજી કોઈ છે જ નહીં. એવું નથી કે આ બન્ને ધર્મ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં ઉદભવ્યા , આ બન્ને ધર્મ હિન્દુ ધર્મના જ એક ભાગ છે અને આજે પણ એની સાથે રહી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. ભારતમાં આ બન્ને સપ્રદાયની સાથે સાથે બીજા અનેક સંપ્રદાયો પણ ભારતમાં હતા અને છે ! એમાંથી જૈન અને બૌદ્ધ ધર્મ વધુ પ્રસિદ્ધિ પામ્યા. કેમકે અનેક મહાન રાજા અને મુનિ દ્વારા તેમનું અનુકરણ કરવામાં આવ્યું ! નાગ , અઘોરી , નાથ જેવા અનેક સંપ્રદાયો આજે પણ છે જ પણ તેમનું અનુકરણ કરવું દરેક માનવી માટે સરળ નથી, આથી જ એ વિષય કોઈ રહસ્યમય સત્ય વચ્ચે છુપાયેલો છે.

હવે વાત આવે છે કે આ નવા સંપ્રદાય અને ધાર્મિક આંદોલન થયા કેમ ? તો સૌપ્રથમ તો પાઠ્ય પુસ્તકમાં આવતા ધાર્મિક આંદોલનની ઉત્પત્તિના કારણો વિશે વાત કરીએ ! જોકે સાથે સાથે એ કારણો વાસ્તવમાં કારણો છે જ કે કેમ એની પણ વાત કરીશું ! જોકે આ મુદ્દા અને તેની સ્પષ્ટતા અમારી સમજણ મુજબ આપવા પ્રયાસ કર્યો છે. બની શકે કે તેમાં કોઈ ત્રુટિ હોય ! જોકે એક વાત બાબતે જણાવવાનું કે તમામ બાબતો આધારભૂત ગ્રંથોનો આધાર લઈ અમે રજૂ કરી રહ્યા છીએ. છતાં કોઈ અન્ય રજૂઆત આપની પાસે હોય તો આપ અમને જણાવી શકો છો.

ધાર્મિક આંદોલનની ઉત્પત્તિના કારણો

1. વૈદિક ધર્મની જટિલતા / યજ્ઞોની પરંપરા

ૠગ્વેદકાલીન વૈદિક ધર્મ ખૂબ સરળ અને શુદ્ધ હતો. સ્તુતી પાઠ તથા યશ સામૂહિક રીતે કરવામાં આવતા, પરંતુ ઉત્તર વૈદિક કાળમાં ધર્મમાં અનેક જટિલતાઓનો સમાવેશ થયો. ધર્મ પર એક વર્ગ વિશેષનું પ્રભુત્વ સ્થાપિત થઈ ગઈ અને વેદકાળના ઉતરાર્ધમાં શુદ્ધ વૈદિક વિચારધારાનું સ્થાન યશ અને નિરર્થક કર્મકાંડોએ લીધું. તેથી હિંદુ ધર્મ અસંતુષ્ટ વર્ગો જૈન તથા બૌદ્ધ જેવા અન્ય ધર્મ તરફ વળ્યા.સરળ લાગતી આ રજૂઆત હ્યું એન સંગ અને મેગેષ્ટનીજ જેવા યાત્રીઓ ખોટી પાડી દીધી છે. કેમકે હ્યું એન સંગ કે મેગેષ્ટનીજ એક પણ નથી લખતા કે ભારતના સમાજમાં કોઈ ભેદભાવ કે ઊંચનીચના વાડા નથી. ત્યાં સુધી કે આખા ભારતનું ભ્રમણ કરી ખૂબ વખણાયેલો પણ ભારતની ગુરુકુળ પરંપરાનો નાશ કરનારા મેકોલે પણ બ્રિટનની સંસદમાં કહે છે કે મેં આખા ભારતમાં ક્યાંય ભિખારી નથી જોયો ! ભારતમાં ૯૮% સાક્ષરતા છે ! હવે જો અંગ્રેજો આ વાત કહેતા હોય તો કર્મકાંડોનાં કારણે ધાર્મિક આંદોલન થયા એ અજુગતું કારણ છે.

2. જાતિપ્રથાની જટિલતા

વૈદિક કાળમાં આર્યોએ વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થાની સ્થાપના કરી હતી પરંતુ ઉત્તર વૈદિક કાળમાં વર્ણવ્યવસ્થા જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થામાં ફેરવાઈ ગઈ. તેનાથી ઊંચનીચના ભેદભાવો વધ્યાં હતાં. કોની સ્થિતિ વધુ દયાજનક બની હતી. ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં આ પ્રથાએ રૂઢિનું સ્થાન લીધું, જૈન તથા બૌદ્ધ ધર્મએ શુદ્ર તથા વૈશ્ય સમાજમાં સમાન સ્થાન પ્રાપ્ત કરાવ્યું હતું.જોકે આ વાત સાચી નથી. કેમકે મુગલ અને અંગ્રેજો જેવા વિદેશી આક્રંતાઓ જ્યાં સુધી આ દેશમાં નોહતા આવ્યા ત્યાં સુધી તો આ દેશમાં સમાનતા જ હતી. કેમકે હ્યુ એન સંગ અને મેગેસ્થનીજ જેવા પ્રાચીન મુસાફરોએ આવી કોઈ અસમાનતા વિશે વાત જ નથી કરી ! કેમકે બ્રાહ્મણ , ક્ષત્રિય , વૈશ્ય અને શૂદ્ર એ કોઈ ઉપર નીચે સ્થાન આપનારી વ્યવસ્થા નથી ! એ સમાંતર સ્થાન આપતી વ્યવસ્થા છે. કેમકે આ  મુદ્દો જે આધારે બનાવવામાં આવ્યો છે અને લગભગ દરેક ઇતિહાસની ચોપડીઓમાં આપવામાં આવે છે એનું મૂળ બહુ જૂનું નથી ! મૂળ અંગ્રેજો દ્વારા રોપવામાં આવેલું ! જેની સાબિતી એ વાતે મળે કે ભારતને ગુલામ બનાવવા માટે ” અંગ્રેજોએ ભારતની કોઈ સ્પષ્ટ શિક્ષણનીતિ બનાવતાં પહેલાં તે સમયે અસ્તિત્વ ધરાવતા દેશી શિક્ષણનાં કેટલાંક સર્વેક્ષણો કરાવ્યાં હતાં. આવું જ એક વિસ્તૃત સર્વેક્ષણ ૧૮૨૨ થી ૧૮૨૫ની વચ્ચે ચેન્નાઇ પ્રેસિડેન્સીમાં કરાવાયું હતું, જેમાં આજનું આખું તમિળનાડુ અને આંધ્ર પ્રદેશનો ઘણો મોટો ભાગ તથા કર્ણાટક, કેરળ અને ઓરિસ્સાના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થતો હતો. સર્વેક્ષણ દ્વારા એ પણ જાણી શકાયું કે પ્રેસિડેન્સીમાં તે સમય સુધી ૧૧,૫૭૫ શાળાઓ અને ૧,૦૬૪ કૉલેજો મોજૂદ હતી. તેમાં ૧,૫૭,૧૬૫ અને ૫,૪૩૧ વિદ્યાર્થીઓ ભણતા હતા. આથી પણ વધુ મહત્ત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓની જાતિ વિશે મળે છે, જે પ્રાચીન ભારતીય શિક્ષણ બાબતમાં આપણા આજના પૂર્વગ્રહોને ખોટા પાડે છે. આ સર્વેક્ષણ અનુસાર તમિળભાષી પ્રદેશોમાં શાળામાં ભણનારા વિદ્યાર્થીઓમાં ૭૦ થી ૮૦ ટકા વિદ્યાર્થીઓ શૂદ્ર મનાતી જાતિના હતા. ઉડિયા ભાષી પ્રદેશોમાં તેમાંના ૬૨ ટકા વિદ્યાર્થીઓ હતા.”  ( ભારતની પરંપરા – ધર્મપાલ, પૃષ્ઠ નંબર ૨૬-૨૭ ) તો જાતિ પ્રથાના કારણે આ આંદોલન થયા એ કારણ સંશોધન માંગી લે છે.

3. વૈદિક ગ્રંથોની જટિલ ભાષા

સંપૂર્ણ વૈદિક સાહિત્યની રચના સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી કારણ કે તેને પવિત્ર ભાષા માનવામાં આવતી હતી. આથી ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીની શરૂઆત સુધીમાં આ ભાષા સામાન્ય લોકોની ભાષાના સ્થાને માત્ર વિદ્વાનોની ભાષા બની ગઈ. જેના કારણે સમાજમાં ધાર્મિક કર્મકાંડોને બળ મળ્યું. જ્યારે ભગવાન મહાવીર તથા ભગવાન બુદ્ધે સામાન્ય
જનતાની ભાષા અનુક્રમે પ્રાકૃત અને પાલી અપનાવી હતી. જોકે આ વાત પણ સંપૂર્ણ સાચી નથી. કેમકે કૃષ્ણદેવરય અને વિજયનગર જેવા સામરજ્યોના અનેક અભિલેખ અને આદેશો સંસ્કૃત ભાષામાં લખેલાં છે. એ સમયે પણ સંસ્કૃત ભાષા આખા દેશમાં ઉપયોગમાં લેવાતી જ હતી. રહી વાત વૈદિક ગ્રંથોની જટિલતાની તો પ્રાથમિક શાળાથી લઈ કોલેજ સુધીનાં જે પાઠ્ય પુસ્તકો છપાય છે એની ભાષા સંસ્કૃત ભાષાના ગ્રંથો કરતા વધુ જટિલ છે. કેમકે એકવીસમી સદીના મહાન ઇતિહાસકાર વિલ દુરાંટ પોતાના પુસ્તક ભારત કા પક્ષમાં લખે છે કે સંસ્કૃત દુનિયાની તમામ ભાષાની જનની છે અને ભારતીય સભ્યતા દુનિયાની તમામ સભ્યતામાં પ્રાચીન છે. અહીંથી આગળ ચોખવટ કરવાની અમને જરૂર લાગતી નથી.

4. નવી કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાનો વિસ્તાર

કહેવાય છે કે આશરે ઈ.સ.પૂર્વે 600 ના સમયગાળા દરમિયાન લોખંડના ઓજારોના ઉપયોગ દ્વારા જંગલોને કાપીને કૃષિયોગ્ય જમીનનો વિસ્તાર કરવામાં આવ્યો. સાથેસાથે કૃષિમાં ઉપયોગી પશુધન (બળદ)ની માંગમાં વૃદ્ધિ થવા માંડી. આમ, વૈદિકકાલીન ધર્મ કર્મકાંડોમાં આપવામાં આવતી પશુબલી વિરુદ્ધ અવાજ ઊઠાવવામાં આવ્યો.
  સૌથી પહેલી વાત એ કે પશુબલિ આપવાના ઇતિહાસની વાત જ આધાર વિનાની છે. મેક્સમુલર જેવા લોકોએ કઈ રીતે શ્લોકનો અર્થ બદલાવી તેને વિકૃત કર્યા તેનો ચિતાર અમે અગાઉના લેખમાં આપી ચૂક્યા છીએ.રહી વાત કૃષિ પ્રધાન વ્યવસ્થાની તો ભારતમાં પ્રાચીન સમયથી જ ઉન્નત ટેકનોલોજી અને વિજ્ઞાન અસ્તિત્વમાં છે જેની સાબિતી આપતાં અનેક મંદિરો આજે પણ ભારતથી લઈ ઈન્ડોનેશિયા સુધી ઊભા છે.

5. રાજનૈતિક પરિસ્થિતિઓ

ઇતિહાસની ચોપડીઓ કહે છે કે ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સૌથી શકિતશાળી રાજ્ય મગધ હતું તેમજ તેના શાસકો બિંબિસાર અને અજાતશત્રુ પુરોહિતોના પ્રભાવથી મુકત હતા.જોકે આ બાબત થોડો વિચાર માંગી લે છે. કેમકે પુરોહિતનો આજના સમયમાં જે અર્થ થાય છે એનાથી વિપરીત સ્થિતિ ત્યારે હતી. કેમકે રાજાને માર્ગદર્શન આપનાર રાજ્યગુરુનું સ્થાન પ્રાચીન સમયથી જ ભારતીય રાજ્ય વ્યવસ્થામાં છે. જેમાં કૌટિલ્ય જેવા ગુરુ પ્રસિદ્ધ છે. હવે આ સ્થાનને આજની ચોપડીઓ પુરોહિત બનાવી રજૂ કરી દે તો એનો અર્થ એ જ કે ક્યાંક લોચો લગાવવામાં આવી રહ્યો છે. જાણી જોઈને કે પછી અન્ય કારણથી ! તો રાજ નીતિક કારણથી આ આંદોલન થયા એ મુદ્દો જૈન અને બૌદ્ધ ધર્મને હિન્દુ ધર્મથી અલગ સાબિત કરવા માટે જ પેદા કર્યો હોય એવી આશંકા વધુ લાગે છે.

6. ઉત્તરવૈદિકયુગની નવી ભૌતિક સુવિધાવાદી નીતિનો પ્રતિકાર

આપણી ઇતિહાસની ચોપડિયું કહે છે કે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો વિસ્તાર થવાના પરિણામે નવા નવા નગરોની સ્થાપના થઈ જ્યાં શિલ્પીઓ તથા વ્યાપારીઓ આવીને વસ્યા. તેથી ભૌતિક સુવિધાવાદી સંસ્કૃતિનો જન્મ થયો. તે સમયે સમાજનો એક વર્ગ એવો પણ હતો. જે આ ભૌતિક સુવિધાવાદી સંસ્કૃતિનો વિરોધી હતો. તેઓ નવા સંસાધનો, પરિવહનની નવી પ્રણાલીઓ, નવા રહેઠાણોને ટાળતા હતા તથા યુદ્ધ અને હિંસાને ધૃણા કરતા હતા. આમ તેઓ વૈદિક યુગનું સંયમિત, સરળ અને શુદ્ધ જીવન તરફ પાછા વળવા માંગતા હતા. જૈન તથા બૌદ્ધ ધર્મ શરૂઆતના સમયમાં આવા જ સંયમિત અને સરળ જીવનની તરફેણમાં હતા.

આ ઉટપટાંગ રજૂઆત છે ! કેમકે પહેલા માત્ર કૃષિ વ્યવસ્થા હતી ને પછી નગરમાં ભૌતિક સુવિધા વધતાં એનો વિરોધ થયો ! અરે ભાઈ ! જે ભૌતિક સુવિધાની દુહાઈ દેવામાં આવે છે એ પ્રાચીન ભારતમાં પોતાના ઉન્નત શિખર પર હતી ! ભગવાન શ્રી રામ થી લઇ હમણાંનાં રાજપૂત સામ્રાજ્યના કિલ્લા અને મહેલો જોઈ લો ! ભૌતિક અને આધ્યાત્મક બન્ને પરમ્પરા એક સાથે એકબીજાની સમાંતર પ્રાચીન સમયથી જ ભારતમાં અસ્તિત્વમાં છે. આશ્રમ વ્યવસ્થામાં આખરમાં તો આત્માનું કલ્યાણ જ ભારતીય પરંપરાનો ઉદ્દેશ્ય રહ્યો છે. તો પછી ભારતમાં ઉત્તર વૈદિકકાળમાં  ભૌતિક સુવિધાના કારણે ધાર્મિક આંદોલન થયું એમ કહેવું એ તો…..! રહેવા દો ભાઈ રહેવા દો !!!

જૈન ધર્મ

હવે આપણે જૈન ધર્મ વિશે વાત કરીએ ! સૌ પ્રથમ તો જૈન શબ્દ વિશે જાણી લઈ તો જૈન  શબ્દ શરતના ‘જિન’ શબ્દથી બનેલ છે. જિન’ એટલે કે ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર ! ટુંકમાં કહીએ તો ઈન્દ્રિયોને જીતનારને જૈન કહેવાય !

જૈન ધર્મ શ્રમજ્ઞપરંપરાની એક શાખા ગજાય છે. જૈન અનુશ્રુતિઓ અને પરંપરાઓ અનુસાર જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થયા છે, જેમાં મહાવીર સ્વામી 4મા તીર્થંકર છે. તીર્થંકર શબ્દનો અર્થ ‘પવિત્ર કરનાર’ થાય છે, જૈનધર્મના તમામ 24 તીર્થંકરો ક્ષત્રિય કુળના છે ! આ વાત ધ્યાનમાં રાખો જૈન તીર્થંકર હિન્દુ રાજપૂત હતા ! તો પછી એ હિંદુથી અલગ કઈ રીતે થાય ?ભગવાન મહાવીર દ્વારા ‘જૈન શબ્દ’ આપવામાં આવ્યો. આ પહેલાના તીર્થંકરો ‘નિગ્રંથી’ તરીકે ઓળખાતા હતાં. જેમાં શ્વેતાંબરો 19મા તીર્થંકર મલ્લિનાથને એકમાત્ર મહિલા તીર્થંકર સ્વરૂપે સ્વીકારે છે, જેઓ મીથીલાના રાજાના પુત્રી હતા.

તીર્થંકર તીર્થંકરનું પર્તિક
ઋષભદેવ (આદિનાથ)વૃષભ (બળદ)
અજિતનાથહાથી
સંભવનાથઘોડો
અભિનંદનવાનર
સુમિતનાથઢીંચ (બગલો)
પદ્મપ્રભકમળ
સુપાર્શ્વનાથસ્વસ્તિક
ચંદ્રપ્રભુચંદ્ર
સુવિધિનાથમગર
શીતલનાથશ્રીવત્સ
શ્રેયાંસનાથગેંડો
વાસુપૂજ્યપાડો
વિમલનાથસુવર
અનંતનબાજ
ધર્મનાથવ્રજ
શાંતિનાથહરણ
કુંથુનાથ બકરો
અરનાથનન્ધાવર્ત
મલ્લિનાથ (એકમાત્ર સાધ્વી)કળશ
મુનિસુવ્રતકાચબો
નિખનાથનીલકમલ
અરિષ્ટનૈમિ (નૈમિનાથ)શંખ
પાર્શ્વનાથસર્પ
મહાવીરસ્વામીસિંહ

ૠષભદેવ (આદિનાથ)

ઋષભ દેવની વાત કરીએ તો તેમનો સૌથી પહેલો ઋગ્વેદમાં જોવા મળે છે. આ ઉપરાંત યર્વેદ, વિષ્ણુપુરાણ તથા ભાગવત પુરાણમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે.વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં વૃષભદેવનો ઉલ્લેખ નારાયણના અવતારના રૂપમાં મળે છે. ઋષભદેવને આદિનાથ તથા કેસરિયાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ જૈન ધર્મના સંસ્થાપક તરીકે પણ ઓળખાય છે. જૈન શ્રુતિ અનુસાર ૠષભદેવે પોતાનું રાજપાટ તેમના પુત્ર ભરતને સોપીને તપસ્યાનો માર્ગ અપનાવ્યો હતો. હિમાલયના કૈલાશ પર્વત પર તેમનું નિર્વાણ થયું હતું. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પુસ્તક સાહિત્યકાર શાલીભદ્રસુરીએ ઈ. સ. 1185માં ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ નામથી મળે છે. જેમાં ભરત અને બાહુબલી પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવના પુત્રો હોવાનો ઉલ્લેખ મળે છે.

જન્મ: અયોધ્યા
કુળ ઈક્ષ્વાકુ કુળના ક્ષત્રિય
પિતા  નબી (કૌશલના રાજા)
ખાતા : મરુદેવી
પ્રતીક : વૃષભ (બળદ)

અરિષ્ટ નેમિ (નેમિનાથ)

પ્રતીક: શંખ

અરિષ્ટનેમિ (નેમિનાથ)ને ભગવાન શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હોવાનું માનવામાં આવે છે. જૈન ગ્રંથ ઉત્તરાધ્યાયન સૂત્ર અનુસાર પણ અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણને સમકાલીન હતા.
તેઓએ ગુજરાતના ‘ગિરનાર પર્વત’ પર તપસ્યા કરી હતી તથા ત્યાં જ નિર્વાણ પ્રાપ્ત કર્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નૈમિનાથ અને તેમની પ્રેમિકા રાજીમતી વિશે વધારે સાહિત્ય લખાયું છે. ગુજરાતી સાહિત્યમાં નેમિનાથ વિશે વિનયચંદ્રસુરી નામના જૈન કવિએ ‘નેમિનાથ ચતુષ્પર્દિકા’ અને રાજશેખરસુરીએ ‘નેમિનાથ ફાગુ’ નામની રચના કરેલી છે.

જન્મ  કાશીના ક્ષત્રિય કુળમાં
પિતાઃ અશ્વસેન (કાશીના રાજા)
માતા : વામાદેવી
પત્નીઃ પ્રભાવતી
પ્રતીક : સર્પ (સાપ)

જૈન ગ્રંથોમાં પાર્શ્વનાથને પુરુષાદનીયમ (મહાન પુરુષ) કહેવામાં આવે છે. તેમણે ચાર સિદ્ધાંત સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ આપ્યા. તેઓને ચતુર્થી કહેવામાં આવ્યા. તેમના સમયે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ મળ્યો. 30 વર્ષની વય સુધી ગૃહસ્થ આશ્રમમાં રહ્યા પછી સંન્યાસી બન્યા. 84 દિવસની તપસ્યા બાદ સમેત પર્વત પર તેમને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.

મહાવીર સ્વામી

જન્મ : ઈ.સ. પૂર્વે 599માં બિહારના વૈશાલીના કુંડગ્રામ (ક્ષત્રિયકુંડ) ખાતે થયો. મહાવીર જયંતી ચૈત્ર સુદ તેરસનાં રોજ મનાવવામાં આવે છે.

મૂળ નામઃ વર્ધમાન
કુળ : ઈશ્વાકુ કુળના ક્ષત્રિય
ગોત્ર : કશ્યપ
પિતા : સિદ્ધાર્થ
માતા : ત્રિશલા દેવી, વૈશાલીના રાજકુમારી (રાજા ચેચકના બહેન) હતા.
પત્નીઃ યશોદા
જૈન—બૌદ્ધ ધર્મ ધાર્મિક માંદોલનો ( 5.5
પુત્રી : પ્રિયદર્શના (વાસ્તવિક નામ અર્ણોજ્જા)
જમાઈ :  જામાલી (જે તેમના પ્રથમ શિષ્ય હતાં. જેમણે જૈન ધર્મમાં પ્રથમ ભેદ ઉત્પન્ન કર્યો)
પ્રથમ શિષ્યા : ચંદના અથવા ચંદા
પ્રથમ ઉપદેશ : રાજગૃહમાં વિપુલાંચલ પર્વત પર વારાકર નદીના કિનારે, તેમના ઉપદેશો અર્ધમાગધી ભાષામાં આપેલા છે.
ગૃહત્યાગ : 30 વર્ષની ઉંમરે મોટાભાઈ નંદીવર્ધનની આજ્ઞાથી.
શિષ્ય : મખલીપુત્તસ ગોશાલ (આજિવક સંપ્રદાયના સંસ્થાપક)
મહાજ્ઞાન–પ્રાપ્તિઃ 12 વર્ષની તપશ્ચર્યા બાદ 42 વર્ષની ઉંમરે જમ્ભિક ગામમાં ઋપાલિકા નદીના કાંઠે સાલ વૃક્ષની નીચે આત્મજ્ઞાન (કૈવલ્યજ્ઞાન) મળ્યું. કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ બાદ મહાવીર ‘કેવલિન’ કહેવાયા.
પ્રતીક : સિંહ
મહાવીર જયંતીઃ દર વર્ષે ચૈત્ર સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે
મુખ્ય ઉપાધિ : કેવલિન (કૈવલ્ય – સર્વોચ્ચ જ્ઞાનપ્રાપ્ત વ્યકિત), જિન (વિજેતા), અર્હત્ (પૂજ્ય), નિગ્રંથ (બંધનરહિત),

મહાવીર (અતિશય પરાક્રમી હોવાથી મહાવીર કહેવાયા) કુંડગ્રામથી પંડવન ઉદ્યાનમાં પહોંચી સમસ્ત અલંકાર ઉતારી સાંસારિક જીવનનો પરિત્યાગ કરી સંન્યાસી બન્યા. શરૂઆતમાં તેમણે વસ્ત્ર ધારણ કર્યા પરંતુ 13 મહિના પછી તેમને પૂર્ણ રીતે વસ્ત્રનો ત્યાગ કર્યો. નાલંદામાં તેમની મુલાકાત મખલીપુત્તસ ગોશાલ સાથે થઈ અને તેમના શિષ્ય બની ગયા પરંતુ 6 વર્ષ પછી બંનેમાં ઝઘડો થયો તથા ગોશાલે આજીવક સંપ્રદાયની સ્થાપના કરી. કુંડગ્રામમાં તેમણે દેવાનંદા બ્રાહ્મણી તથા ઋષભદત્ત બ્રાહ્મણને શિક્ષા અપાવી. કૌશામ્બીમાં તેમણે રાજા શતાનિકતાના પુત્ર ઉદયનને શિક્ષા આપી.

મહાવીર સ્વામી કર્મ અને આત્માના પુર્નજન્મમાં વિશ્વાસ રાખતા હતા. તેઓ માનતા હતા કે મનુષ્ય પોતાના વર્તમાન તથા પાછળના જન્મોના કર્મ અનુસાર આવનારા જન્મમાં દંડિત અથવા પુરસ્કૃત થાય છે. મહાવીર સ્વામીએ વેદો તથા વૈદિક કર્મકાંડોનો અસ્વિકાર કર્યો હતો. તેઓ સામાન્ય તથા સંયમિત જીવનના સમર્થનમાં હતા અને માનતા હતા કે જીવનનો અંતિમ લક્ષ્ય કૈવલ્ય(મોક્ષ)ની પ્રાપ્તિ જ છે.

નિર્વાણ (મૃત્યુ) : ત્રીસ વર્ષ ધર્મ સંદેશ બાદ 72 વર્ષની વયે ઈ.સ. પૂર્વે 527માં મગધની રાજધાની રાજગૃહ નજીક આવેલ પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. અજાતશત્રુ અને બિંબિસાર તેમના સમયમાં થઈ ગયા.

ખાસ વાત યાદ રાખજો કે જુમ્બિક ગ્રામ હજારીબાગની પાસે પાર્શ્વનાથના પર્વતોમાં આવેલ છે. અનેક વિદ્વાનો દ્વારા મહાવીરની જન્મજયંતી ઈ.સ.પૂર્વે 30 માર્ચ 599 અને નિર્વાણ તિથિ ઈ.સ.પૂર્વે 15 ઓકટોબર 527 ના રોજ માનવામાં આવે છે. જ્યારે પ્રાચીન ઈતિહાસ (જૂની NCERT) મુજબ જન્મ ઈ.સ.પૂર્વે 540 અને નિર્વાણ ઈ.સ.પૂર્વે 468 પુણ્યતિથીને યોગ્ય માનવામાં આવે છે.

જૈન ધર્મનો ઉદય અને વિકાસ

હવે વાત કરીએ કે જૈન ધર્મનો ઉદય અને વિકાસ કઈ રીતે થયો ? તો મહાવીરના પ્રથમ અનુયાયી તેના જમાઈ જામાલી બન્યા. પ્રથમ જૈન ભિક્ષુન્ની ચંદા બન્યા હતા. જૈન ધર્મમાં મહાવીર પહેલા 23મા તીર્થંકર પાર્શ્વનાથે ઈ.સ. પૂર્વે 700ની આસપાસ જૈનધર્મની વિચારસરણીનો ઉપદેશ આપ્યો. પાર્શ્વનાથના અનુગામી મહાવીરે લોકભાષા અર્ધ-માગધીમાં ઉપદેશ આપ્યો હતો. મહાવીર સ્વામીએ તેમના અનુયાયીઓને 11 (ગણ) ભાગોમાં વિભાજિત કર્યા હતાં. પ્રત્યેક ગણનો પ્રમુખ ‘ગબ્રધર’ કહેવાય છે, જેનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરવાનું હતું. તેમના નિર્વાણના 200 વર્ષ બાદ જૈન ધર્મનો ફેલાવો થયો. આર્ય સુધર્મી ભગવાન મહાવીરના મૃત્યુ બાદ પ્રથમ શેરા (મુખ્ય ઉપદેશક) બન્યા હતા.

પ્રાચીન સમયમાં જૈન ધર્મ કલિંગ (વર્તમાનમાં ઓડિશા) રાજ્યમાં પ્રસર્યો હોય તેમ લાગે છે. ચીની યાત્રી હ્યુએન–સાંગે કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવસ્થાન તરીકે દર્શાવ્યું હતું. બિહારમાં નંદ વંશના શાસકોએ જૈન ધર્મને આશ્રય આપ્યો હતો. સંપ્રતિ અને ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મી હતા. ઓડિશામાં કટક નજીક ઉદયગિરીમાંથી ચોલવંશી શાસક ખારવેલના ઈ.સ. પૂર્વે બીજી સદીના હાથીગુફાના લેખમાં તેમણે જૈન ધર્મનું અનુસરણ કર્યાનો ઉલ્લેખ છે. મથુરા પણ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું. જૈન સંઘના સભ્યોને ચાર વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા.
૧. ભિક્ષુ
૨. ભિક્ષુણી
૩.શ્રાવક
૪.શ્રાવિકા

શ્રાવક અને શ્રાવિકાને ગૃહસ્થ જીવન પસાર કરવાની મંજૂરી હતી જ્યારે ભિક્ષુ અને ભિક્ષુણી ફકત સંન્યાસી જીવન પસાર કરતા હતા.

જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો

ભગવાન મહાવીરે પૂર્વજન્મના કર્મફળને સમાપ્ત કરવા અને વર્તમાન જન્મના કર્મફળથી બચવા ‘ત્રિરત્નનો સિદ્ધાંત’ આપ્યો.જૈનદર્શનમાં આત્મજ્ઞાન(મોક્ષ) મેળવવા શ્રદ્ઘા, જ્ઞાન અને આચરણ્ણ માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ દર્શન સમ્યક્ચરિત્ર જેવાં ‘ત્રિરત્નનો સિદ્ધાંત’ પ્રસિદ્ધ છે. આ ત્રિરત્નો સિદ્ધાંતનું પાલન કરવાથી કર્મના બંધનમાંથી મુકિત મળે છે. દૂર રહેવું અને સંસારિક સુખની ઈચ્છા ન કરવી.

1.સમ્યક્દર્શનઃ મનુષ્યએ તીર્થંકરો અને જૈન સિદ્ધાંતોમાં વિશ્વાસ કરવો તથા શંકાથી દૂર રહેવું. માયા મોહથી ત્રિરત્ન સિદ્ધાંત
સમ્યક્ શાન સમ્યક્ ચરિત્ર સમ્યજ્ઞાન છે.

2.સમ્યજ્ઞાનઃ મનુષ્યએ ધર્મના સિદ્ધાંતોને પૂર્ણ રૂપે સમજવા તથા તે અંગેનુ શંકા વિહીન અને વાસ્તવિક જ્ઞાન જ સમ્યક્ જ્ઞાન છે.

3.સમ્યક્ચરિત્ર : મનુષ્યએ હાનિકારક હોય તેવા કર્મોથી દૂર રહેવું જોઈએ તથા કલ્યાણકારી હોય તેવા સત્કર્મો કરવા
જોઈએ.

જૈન ધર્મમાં સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચરિત્ર માટે નીચે પ્રમાણેનાં પાંચ વ્રતો, પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જરૂરી છે.

પાંચ વ્રત
અહિંસા
સત્ય
અસ્તેય
બ્રહ્મચર્ય
અપરિગ્રહ
પાંચ સમિતિ
ઈર્યાસમિતિ
ભાષાસમિતિ
એષણાસિમિત
આદાનનિક્ષેપણ સમિતિ
પરિષ્કાયનસમિતિ

કાયગૃપ્તિ

ત્રણ ગુપ્તીઓ
માનો ગુપ્તી
વાક ગુપ્તી
કાય ગુપ્તિ
ચાર ભાવના
મૈત્રી
પ્રમાદ
કરુણા
મધ્યસ્થ

પાંચમહાવ્રત

1. સત્ય : મનુષ્યએ સત્યનું પાલન કરવું જોઈએ અને કદી અસત્ય બોલવું જોઇએ નહીં.
2. અહિંસા : મનુષ્યએ મન, કર્મ અને વચનથી અહિંસાનું પાલન કરવું જોઈએ તેણે પ્રાણી, પક્ષી, વનસ્પતિ કે જીવજંતુની પણ હિંસા કરવી જોઈએ નહીં. 3. અપરિગ્રહ : મનુષ્યએ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં. 4. અસ્તેય  અસ્તેય એટલે ચોરી ન કરવી.
5. બ્રહ્મચર્ય : મનુષ્યએ મન, વચન અને કર્મથી બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગૃહસ્થે એક પત્નીત્વનું પાલન કરવું.

ભાવનાઓ

1. મૈત્રી સર્વપ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ કેળવવો
2. કરુણા : દીન દુઃખી કે અનાથ પ્રત્યે કરૂણાભાવ પ્રગટ કરવો.
3.પ્રમાદ : ઇર્ષા ન કરવી 4 .મધ્યસ્થ : ક્ષમા આપવી

પાંચ મિતિઓ


1. ઇર્યા સમિતિ  : જીવજંતુ ન મરે તેવા રસ્તા ઉપર ચાલવું.
2. ભાષાસમિતિ : વિનમ્ર અને મધુર વાણીનો ઉપયોગ કરવો તથા વાક્ હિંસાને રોકવી.
3. એષણાસમિતિ : જીવ હિંસા ન થાય તેવા આહારનું ગ્રહણ કરવું, 4. આદાનનિક્ષેપણ સમિતિ : પોતાની વસ્તુને ઉઠાવતી અથવા મુકિત વખતે હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું. 5. પરિષ્ઠાયનસમિતિ : મળમુત્રના ત્યાગ દરમિયાન હિંસા ન થાય તે માટે તકેદારી રાખવી.

યાદ રાખજો કે ઉપરનાં 4 સિદ્ધાંતો 23મા તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા જ્યારે અંતિમ સિદ્ધાંત બ્રહ્મચર્ય મહાવીર સ્વામીએ આપેલ છે.

ત્રણ ગુપ્તિઓ

1. મનોગુપ્તિઃ મન ઉપર સંયમ કેળવવો. 2. વાંક ગુપ્રાતી : વાણી ઉપર સંયમ કેળવવો અને મૌન પાળવું . 3. કાય ગુપ્તી : શારીરિક પ્રવૃત્તિ ઉપર સયમ કેળવવો.

ચાર શિક્ષા વ્રત

શ્રાવક અને ગૃહસ્ય દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે ચાર શિક્ષાવ્રતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
1. દેશાવકાશીવ્રતઃ અમુક પદાર્થ કે આહારનો કે અમુક સમય સુધી પ્રદેશ ન છોડવાનો નિયમ
2. સામયિકવ્રત : સામયિક એટલે મનની ક્ષમતા પ્રાપ્ત કરવી. જેમાં પ્રતિક્રમણનો પણ સમાવેશ કરવામાં આવે છે
એટલે કે પાપમાંથી પ્રાયશ્ચિત કરીને પાછા ફરવું,
3. પૌષધવ્રત દરેક માસનાં આઠમ અને ચૌદસનાં દિવસે ઉપવાસ કરવો.
4. અતિથિ સંવિભાગવ્રત : અતિથિ અને બ્રાહ્મણોને આદર સત્કાર અને દાન દક્ષિણા આપવી.

સ્યાદવાદ

સ્યાદવાદએ જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત છે. સ્યાદવાદ એટલે એક જ વસ્તુને ભિન્ન-ભિન્ન દ્રષ્ટિથી જોવું તે આથી તેને અનેકાંતવાદ પણ છે. માનવજીવનનાં વ્યવહારો સ્યાદવાદનાં સિદ્ધાંતથી સમજી શકાય છે. સ્યાદવાદના
દર્શનમાં સાત સત્ય સામેલ હોવાથી તેને સપ્તભંગીય સિદ્ધાંત પણ કહેવાય છે. ભારતીય દર્શન શાસ્ત્રમાં સ્યાદવાદનો વિશેષ પ્રભાવ જોવા મળે છે.

સંલેખના

અહિંસા અને કાયાકલેશ પર આધારિત આ પ્રથામાં જૈન સાધુઓ અપનાવવામાં આવેલી પ્રાણ ત્યાગની આ પ્રક્રિયા સંલેખના
(રાષ્ટ્રકુટ)એ સંલેખના દ્વારા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો.

સંથારા

સંથારા પ્રથા અનુસાર કોઈ વ્યકિત પોતાની ઈચ્છા અને મરથી એકાંતવાસમાં જાય, મૌન વ્રત ધારણ કરી, અન્ન-જળનો ત્યાગ કરી છેવટે દેહનો ત્યાગ કરે. શ્વેતાંબરો દ્વારા અપનાવવામાં આવેલી પ્રાણ ત્યાગની આ પ્રક્રિયા સંથારા તરીકે ઓળખવામાં આવે છે.

કૈવલ્ય

દિગંબરો દ્વારા ઓળખાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ઈન્દ્ર ચતુર્થ જૈન ધર્મમાં આત્માને મોક્ષ
તે રીતે પ્રાપ્ત થાય તે વિચાર કેન્દ્ર સ્થાને હોવાથી, જીવમાંથી કર્મના અવશેષ સમાપ્ત
કરી મોક્ષની પ્રાપ્તિ માટે કૈવલ્ય કરવામાં આવે છે.

જૈન ધર્મમાં સંઘના સભ્યો માટે કૈવલ્યનો નિયમ લાગુ પડે છે. ગૃહસ્ય માટે કેવલ્યનો નિયમ લાગુ પડતો નથી. સામાન્ય ગૃહસ્થ જ્યારે ભિક્ષુ બનવા માટે તત્પર થાય ત્યારે કૈવલ્યમાંથી પસાર થવું પડે છે, જે કષ્ટદાયી હોય છે. જૈન ધર્મ પુનર્જન્મ અને કર્મવાદમાં વિશ્વાસ રાખે છે. જૈનો વેદોની અપૌરુપેયતા તથા ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર
કરે છે.

જૈન પ્રતીક ચિન્હ અને આદર્શ વાક્ય

વર્ષ 1974-75નાં સમયમાં ભગવાન મહાવીર સ્વામીના 2500 વર્ષ નિર્વાણ જા અવસરે જૈન સમુદાય દ્વારા નવા પ્રતીક ચિન્હોનો સ્વીકાર કરવામાં આવ્યો. જે ત્રણ ભાગમાં વિભાજીત થયેલું છે. જેમાં ઉપરનો ભાગ અર્ધવલોક , વચ્ચેનો ભાગ મદ્યલોક અને નીચેનો ભાગ અધોલોક તરીકે ઓળખવામાં આવે છે. નીચેના ભાગમાં હાથ અભયનું પ્રતીક છે. જે સૃષ્ટિના દરેક જીવો પ્રત્યે અહિંસાના ભાવનું સૂચન કરે છે. હાથના મધ્યમાં ચોવીરા આરા જે ચોવીસ તીર્થંકરોનું પ્રતીક છે.ઉપરના ભાગમાં પ્રદર્શિત સ્વસ્તિકની ચાર બાજુ ચાર ગતિ જેમ કે નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવતાનું પ્રતીક છે. સ્વસ્તિકના ઉપર રહેલ ત્રણ બિંદુ સમ્યક્દર્શન, સમ્યક્શાન અને સમ્યક્ ચરિત્રનું સૂચન કરે છે, સૌથી નીચે સૂત્ર છે. ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્’ જેનો અર્થ પ્રત્યેક જીવન પરસ્પર એકબીજા પર ઉપકાર કરે તેવું વર્ણિત કરવામાં આવેલ છે.

જૈન  ધર્મના સંપ્રદાયો

બિહારમાં નંદ વંશના સામ્રાજ્યના અંતિમ દિવસોમાં જૈન સિદ્ધાંતોનો બે ઘેર (મુખ્ય ઉપદેશક) મારફતે વહીવટ ચાલતો. (1) સંભૂતિ વિજય (2) ભદ્રબાહુ. 

ગણધર ભદ્રબાહુ છઠ્ઠા ઘેર હતા. તેઓ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન હતા. ચંદ્રગુપ્ત મૌર્યના શાસન સમયે લગભગ ઈ.સ.પૂર્વે 300 આસપાસ મગધમાં 12 વર્ષના દુષ્કાળને લીધે ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણ ભારત (કર્ણાટક) ગયા. ગણધર સ્થૂલભદ્રે મહાવીર સ્વામીના ઉપદેશોને વ્યવસ્થિત ગ્રંથસ્ત કરવા અને જૈન ગ્રંથોની પુનઃરચના માટે પાટલીપુત્રમાં પ્રથમ જૈનસભા બોલાવી.

દક્ષિણમાં ગયેલા ભદ્રબાહુના અનુયાયીઓ મગધ પાછા ફરતા ગણધર સ્થૂલભદ્ર સાથે તેમના સૈદ્ધાંતિક મતભેદો ઊભા થતા ‘શ્વેતાંબર’ અને ‘દિગંબર’ । બે જૈનસંપ્રદાયો ઊભા થયા. સ્થૂલભદ્ર દ્વારા શ્વેતાંબર અને ભદ્રબાપુ દ્વારા દિગંબર એમ બે ભાગમાં જૈન ધર્મ વિભાજિત થયો.

શ્વેતાંબર

આ સંપ્રદાયના પ્રમુખ સ્થૂળભદ્ર હતા. શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓના અનુયાયી લોકો. તે મૂર્તિપૂજાના હિમાયતી હતા. મહિલાઓને નિર્વાણનો અધિકાર પ્રાપ્ત હતો. તેઓ જૈન સાહિત્યને માને છે. શ્વેતાંબરના સાધુ ‘છલ્લુક’ અને ‘નિગ્રંશ’ કહેવાયા. શ્વેતાંબરના પણ ઉપસંપ્રદાય છે જેમાં પૂજેરા, સ્થાનકવાસી અને તેરાપંથીનો સમાવેશ થાય છે. જેમાં પૂજેરાની વાત કરીએ તો તેઓ મંદિરવાસી તથા ડેરાવાસી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મૂર્તિઓને આભૂષણ અને વસ્ત્રોથી સજાવે છે. સ્થાનકવાસી ઢૂંઢિમાં તથા વિષ્ટોલા તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ મંદિરમાં રહેતા ત્યાં મૂર્તિ પૂજા કરતા ન હતા. તેરાપંથી સ્થાનકવાસી સાધુઓએ તેરાપંથી સંપ્રદાયની સ્થાપના કરી.

દિગંબર

દિગમ્બર સંપ્રદાયના પ્રમુખ ભદ્રબાહુ હતા. દિગંબર (દિક્ – દિશા પરથી અપભ્રંશ શબ્દ દિગ અને અંબર–વસ્ત્ર) એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર (જૈન સાધુઓએ વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ તેવો મત ધરાવનાર). તેઓ પણ મૂર્તિપૂજાના હિમાયતી હતા. મહિલાઓને નિર્વાણનો અધિકાર પ્રાપ્ત ન હતો. તેઓ પ્રાચીન જૈન સાહિત્યને માનતા નથી. દિગંબર સાધુ ‘યતિ’ અને ‘આચાર્ય’ કહેવાયા. તેઓ ગણધર ભદ્રબાહુની શિક્ષાને માને છે. દિગંબરના ઉપસંપ્રદાય નીચે મુજબ છે. – વીસપંથી, તારણપંથી, થેરાપંથી, ગુમાનપંથી, તોતાપંથી વીસપંથી મંદિરમાં તીર્થંકરોની મૂર્તિ સિવાય ક્ષેત્રપાળ, ભૈરવ વગેરેની મૂર્તિઓ રાખે તારણપંથી : તેરાપંથનો ઉપસંપ્રદાય હતો. 15મી શતાબ્દીમાં તારાપંથી સ્વામીએ સ્થાપના કરી. આ પંથના અનુયાયીઓ મૂર્તિઓની પૂજા ન કરતા પરંતુ ધર્મગ્રંથની પૂજા કરે છે. જેને સમૈયા પંથી પણ કહે છે. તેરાપંથી : આ સંપ્રદાયના અનુયાયીઓ મંદિરમાં ફકત તીર્થંકરોની મૂર્તિ રાખે છે.

જૈન ધર્મના ઉપરોકત ફાંટાઓ, કડક વ્રત–નિયમો, સિદ્ધાંતો, અહિંસાનું સૂક્ષ્મતત્વ તત્વજ્ઞાન, અસરકારક ધર્મપ્રચારનો અભાવ અને સમકાલીન બૌદ્ધ ધર્મ પ્રવર્તાવલો સરળ મધ્યમ માર્ગ તેમજ એ ધર્મનો પ્રાપ્ત થયેલો બહોળો રાજ્યાશ્રય વગેરે કારણોને લીધે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની સરખામણીએ વધુ લોકપ્રિય થઈ શક્યો નહિ.

શ્વેતામ્બર દિગંબર
પ્રમુખ સ્થૂલભદ્ર હતા. નગ્નતાનું પાલન કરવું જરૂરી નથી.
પ્રમુખ ભદ્રબાહુ હતા. મોક્ષ પ્રાપ્તિ માટે નગ્નતાનું પાલન કરવું જરૂરી હોય છે.
સમર્થક મગધવાળા કહેવાતાસમર્થક દક્ષિણવાળા કહેવાતા
મોક્ષ પ્રાપ્તિ માટે શ્વેત વસ્ત્ર ત્યાગ કરવાની આવશ્યકતા હોતી નથી.મોક્ષ પ્રાપ્તિ માટે વસ્ત્ર ત્યાગ કરવાની આવશ્યકતા હોય છે.
કૈવલ્ય પ્રાપ્તિ સિવાય જમવાની જરૂરિયાત હોય છે.કૈવલ્ય પ્રાપ્તિ સિવાય જમવાની જરૂરિયાત હોતી નથી.
શ્વેતાંબર પરંપરામાં તીર્થંકરોની મૂર્તિને લંગોટ પહેરાવી વસ્ત્રાભૂષણથી સજજ કરવામાં આવે છે.દિગંબર પરંપરામાં તીર્થંકરોની મૂર્તિની નગ્ન અવસ્થામાં અલંકૃતરહિત હોય છે.
મહાવીરને પરણિત માનવામાં આવે છે.મહાવીરને અપરિષ્ઠત માનવામાં આવે છે.
ધર્મ આધારિત વિચારોમાં તેઓ પ્રથમ ધર્મ સભામાં  આચાર્ય સ્થૂલભદ્રની અધ્યક્ષતામાં થયેલ નિયમોને માને છે અથવા તો ચાલી આવતી જૈન પરંપરામાં  ૧૨ અંગો અને સૂત્રનો સ્વીકાર કરે છે,જૈઓ પ્રથમ જૈનસભાનો અસ્વીકાર કરે છે. જેના પરિણામ સ્વરૂપે તેમણે અલગ નિયમો બનાવ્યા.
જેઓ અલગ અલગ ઘરોમાંથી ભોજન એકત્રિત કરતા.મુનિઓ ભોજન બાબતે માત્ર એક ઘરમાં જઈને જે મળે તેનો સ્વીકાર કરતા અને વધારે ભોજનનો અસ્વીકાર કરતા.
19માં તીર્થંકર મલ્લિનાથને સ્ત્રી માનતા હતા.19માં તીર્થંકર મલ્લિનાથને પુરુષ માનતા હતા.
જૈન આગમ ગ્રંથને માન્યતા આપે છે. જૈન આગમ ગ્રંથને માન્યતા આપતા નથી.
આ ફાટામાંથી એક જૂથ કે જેણે મૂર્તિપૂજા સાથે સાથે શાસ્ત્રીય ગ્રંથોની પૂજા શરૂ કરી. તેઓ ‘તેરાપંથી’ કહેવાયા.આ ફાટામાંથી એક જૂથ કે જેણે મૂર્તિપૂજાને ત્યજી શાસ્ત્રીય ગ્રંથોની પૂજા શરૂ કરી. તેઓ ‘સમૈયા ‘ કહેવાયા.
વર્તમાન સમયમાં આ સંપ્રદાય ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે.વર્તમાન સમયમાં આ સંપ્રદાય દક્ષિણ ભારતમાં જોવા
મળે છે.

જૈન ધર્મસભા

જૈન ધર્મની બે પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રથમ ધર્મ પરિષદ ઈ.સ.પૂર્વે ચોથી સદીમાં યોજાઈ હતી, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતોનો નિરૂપણ કરતાં બાર અંગો ની રચના થઈ હતી. તે પછી ઈસુની છઠ્ઠી સદીમાં જૈન ધર્મની બીજી ધર્મ પરિષદમાં 12 અંગો ને ‘આગમ’ ગ્રંથો રૂપે ગ્રંથસ્થ કરવામાં આવ્યો. આ અંતર્ગત 12 ઉપાંગ, 10 પ્રકીર્દ, 6 છેદસૂત્ર, 4 મૂળસૂત્ર આવે છે.

સભા સભા થયાનું વર્ષ સ્થાન અધ્યક્ષ સભાના કર્યો
પ્રથમ ઈ.સ. પૂર્વ ૨૯૮ પાટલીપુત્ર સ્થૂળભદ્ર જૈન ધર્મના બે સંપ્રદાયો શ્વેતાંબર અને દિગંબર વિભાજિત થયા
જૈન ધર્મના મહત્વના 12 અંગોની
ધારણાનો ખ્યાલ
દ્વિતીય ઈ.સ. ૫૧૨ વલભી { ગુજરાત } દેવ્ર્ધી ક્ષમાશ્રવણ જૈન ધર્મના આગમોની (84) અને
ઉપાંગોની (12) રચના કરવામાં
આવી.


જૈન ધર્મમાં તત્વજ્ઞાન અને આધ્યાત્મિક બાબતો

જૈનધર્મદર્શનમાં જીવ પોતાના પુણ્યના આધારે દેવ, મનુષ્ય કે પ્રાણી બને છે. જૈનધર્મદર્શનમાં જીવની બદ્રદત્ મુકતજીવ અને નિત્ય સિદ્ધજીવ એ ત્રણ કક્ષા કહી છે.

આધ્યાત્મિક બાબતો

પ્રતિક્રમણ દ્વારા શુભ તરફ પ્રયાણ કરવું તેમજ સામાયિક દ્વારા એક જગ્યાએ બેસી આત્મચિંતન, સ્તુતિ, વંદના કરવી. મહિને ‘પાંચવારપોષ’ કે ‘પોષધવ્રત’ કરી ઈચ્છાઓ ત્યાગવી. નિશ્ચિત દિવસે શેત્રુંજય, ગિરનાર, ચંપાપુરી, પાવાપુરી, સમેતશિખરની યાત્રા નું વિશેષ મહત્વ છે. જૈનોની પ્રાર્થનામાં નવકારમંત્રનું ઉચ્ચારણ, પર્વધિરાજ, પર્યુષણ અને મિચ્છામિદુક્કડમ (મિ ક્ષમામી દુષ્કૃત્યમ) જેવા વાકયોમાં જૈન ધર્મની આધ્યાત્મિકતાનો પરિચય છે. જૈન ધર્મનો પવિત્ર તહેવાર પર્યુષણ છે. જેમાં જૈન ધર્મમાં અન્ન અને પાણીનો ત્યાગ કરીને જીવનની આકરી કસોટી થાય છે. પર્યુષણને દિગંબર પંથીઓ ‘દસ લક્ષણા’ ભકિત તરીકે પણ ઓળખાવે છે.

જૈન ધર્મગ્રંથો

ધર્મગ્રંથોમાં આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરના સ્ત્રોતો મુખ્ય છે. જૈન ધર્મ ગ્રંથો મુખ્યત્વે પ્રાકૃત ભાષામાં રચાયા છે. આર્ય તેમજ આર્યેતર (દ્રવિડીયન) ભાષાઓ અને ઉપભાષાઓમાં જૈનસાહિત્ય લખાયું છે. મહાવીર સ્વામીએ અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યા છે.
જૈન મૂર્તિઓ : ધર્મસ્થાનોમાં અંબિકા, ચેક્રશ્વરી, જ્વાલિની, પદ્મ મુખ્ય દેવીઓ છે.
ચામુંડા, મહાદેવી, ભારતી અથવા સરસ્વતી મુખ્ય દેવીઓ છે.
તીર્થંકરોની મૂર્તિ સાથેના યક્ષ, શાસનદેવી અને લાંછન (પ્રતીક) પરથી તીર્થંકરની ઓળખ થાય છે. પ્રાણીઓના લાંછન એ જીવો પ્રત્યે અહિંસાની ભાવના સૂચવે છે.

જૈન ધર્મનો પ્રચાર અને સંરક્ષણ

ચન્દ્રગુપ્ત મૌર્યએ જૈન આચાર્ય ખાતે પોતાના જીવનના અંતિમ વર્ષો ભદ્રબાહુના સંપર્કમાં આવ્યા બાદ જૈન ધર્મ અપનાવ્યો હતો અને કર્ણાટકના ચંદ્રગિરિ જૈન ધર્મના પ્રચાર માટે પસાર કર્યા હતા.અશોકના પૌત્ર સંપ્રતિએ પ્રસિદ્ધ જૈન આચાર્ય સુહસ્તિના સંપર્કમાં આવ્યા બાદ તથા તેમના ઉપદેશોથી પ્રભાવિત થઈ જૈન ધર્મ અપનાવ્યો હતો. આ અંગેનો ઉલ્લેખ જૈન ગ્રંથ ‘પરિશિષ્ટપર્વતન’માં જોવા મળે છે. કર્ણાટકમાં આ ધર્મનો પુરાતાત્વિક અવશેષ ઈસુની ત્રીજી સદીથી પ્રાપ્ત થાય છે. 5 મી સદીથી કર્ણાટકમાં જૈન મઠ સ્થાપિત થવા લાગ્યા. જૈન મઠોને ‘બસાદી’ (બસદિસ) કહે છે. જૈન ધર્મના પ્રચાર માટે પાવાપુરીમાં એક જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી.

‘કુવલયમાલા’ ગ્રંથમાં આચાર્ય હરિગુપ્તના શિષ્ય પૂર્ણ શાસક તોરમાણને જૈન ધર્મના સંરક્ષક બતાવવામાં અવ્યા છે. પહેલી સદી ઈ.સ.પૂર્વમાં કલિંગના શાસક ખારવેલે સંરક્ષણ આપ્યું હતું. તેઓએ બીજી જૈન મહાસભાનું આયોજન પણ કર્યુ હતું. આ ઉપરાંત જૈન ભિક્ષુકોના રહેઠાણ માટે ખંડગિરિમાં ગુફાઓનું નિર્માન્ન કર્યુ હતું. બીજી સદી ઈ.પૂ. અથવા પહેલી સદી ઈ.પૂ.માં તેનો પ્રસાર તમિલનાડુમાં થયો.દિગંબર સંપ્રદાય દક્ષિણ ભારતમાં વિશેષ કર્ણાટક, ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પ્રચલિત હતો.

શ્વેતાંબર સંપ્રદાયનું ગુજરાત, રાજસ્થાન, મધ્યભારત, પંજાબ તથા હરિયાણામાં પ્રસાર થયો. ઈસુની પહેલી સદી આસપાસ મૈસૂરમાં શ્રવણબેલગોડા, ઈસુની પાંચમીથી બારમી સદીમાં ગંગ, કદમ્બ, ચાલુકય અને રાષ્ટ્રકૂટ શાસકોએ જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે પ્રયાસ કર્યો. મૈસૂરના ગંગવંશના મંત્રી ચામુંડ રાજે દસમી સદીની આસપાસ ભગવાન બાહુબલીની (ગોમતેશ્વર) મૂર્તિનું નિર્માણ કરાવ્યું. રાષ્ટ્રકૂટ કાળમાં જિનસેન અને ગુણભદ્ર નામક જૈન કવિ થયા. રાષ્ટ્રકૂટ શાસક અમોઘવર્ષ સ્વયં એક જૈન હતા તથા તેમણે ‘રત્નમાલિકા’ નામના ગ્રંથની રચના કરી છે.
11મી તથા 12મી શતાબ્દીમાં ગુજરાતમાં બે મહત્વપૂર્ણ જૈન શાસક સિદ્ધરાજ અને કુમારપાળ થયાં.કુષાણ કાળમાં મથુરા જૈન કળાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

જૈન ધર્મની પ્રમુખ માન્યતાઓ

જૈન ધર્મમાં અહિંસાને માનવામાં આવે છે. જેમાં ખેતી અને યુદ્ધ જેવા કાર્યોમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જૈન ધર્મ પુર્નજન્મ અને કર્મવાદમાં વિશ્વાસ રાખે છે. તે માને છે કે કર્મનું ફળ એ જ જ અને મૃત્યુનું કારણ છે. બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ વર્ણ વ્યવસ્થાનો બહિષ્કાર કરવામાં આવેલ નથી. જૈનોએ સમાજમાં સમાનતા પર વધુ જોર આપ્યું છે. મહાવીર સ્વામીએ જાતિ પ્રથામાં સ્વીકાર કર્યો હોવા છતાં તેઓ માનતા હતા કે માનવી પોતાના જન્મ અનુસાર નહી પરંતુ પોતાના કર્મ અનુસાર ખરાબ અથવા સારો હોય છે. જૈન ધર્મ સંસારની વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે પરંતુ સૃષ્ટિના સર્જક ઈશ્વર (ભગવાન) છે તેમ તેનો સ્વીકાર કરતા નથી. જૈન ધર્મમાં દેવતાઓનાં અસ્તિત્વને સ્વીકાર કરવામાં આવેલ છે. પરંતુ તેઓનું સ્થાન જિનથી નીચલું ગણવામાં આવેલ છે.

પ્રમુખ જૈન તીર્થધામ

અયોધ્યા : જૈન પરંપરાગતમાં અયોધ્યાનું ઘણું મહત્વ છે. જ્યાં 5 તીર્થંકરોએ જન્મ લીધો, જેમાં પહેલા તીર્થંકર ઋષભદેવનું નામ વિશેષ રીતે ઉલ્લેખનીય છે.
શ્રાવસ્તી : ઉત્તરપ્રદેશમાં આવેલ આ તીર્થંકર ત્રીજા તીર્થંકર સંભવનાથજી ની જન્મભૂમિ છે. જેને સહેત–મહેત પણ કહેવાય
કૌશામ્બી : પ્રયાગરાજ (અલાહાબાદ) કાનપુરની વચ્ચે આવેલ આ સ્થળ પર છઠ્ઠા તીર્થંકર ‘પદ્મપ્રભુ’ નો જન્મ થયો હતો. જ્યાં તેઓએ પ્રભાસ નામના પર્વત ઉપર તપ કર્યું હતું.
હસ્તિનાપુર : કુરુવંશની રાજધાની હસ્તિનાપુરમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ તીર્થંકરોનો જન્મ થયો હતો.
સમ્મેત શિખર : સમેત શિખર ઝારખંડ રાજ્યમાં ગિરિદીહ નજીક પારસનાથ ડુંગર પર આવેલુ મહત્વનું જૈન યાત્રા સ્થળ છે. આ શિખર પર 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતાં. તેમાં પાર્શ્વનાથ અંતિમ હતાં.
પાવાપુરી : બિહારમાં નાલંદા પાસે આવેલ આ સ્થળ પર મહાવીર સ્વામીને નિર્વાણ પ્રાપ્ત થયું હતું.
રાજગૃહઃ આ સ્થળ પર આવેલ 5 પર્વતોમાંનો પર્વત વિપુલોંચલ પર મહાવીર સ્વામીની પ્રથમ ધર્મદેશના થઈ હતી.

માઉન્ટ આબુ : માઉન્ટ આબુના દેલવાડા વિસ્તારમાં ભીમદેવ પહેલા નાં મંત્રી વિમલ દ્વારા વિમલ વસહી અને ધોળકાના શાસક વિર ધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાળે ‘હુલ વાહી’ દેરાસરો બનાવેલા. તેજપાળ અને તેની પત્ની અનુપમાદેવીના પુત્ર લાવસિંહના નામ પરથી આ દેરાસર લુણવરાહી કહેવાયું. આ દેરાસરને આરસપહાણ પર કોતરેલી કવિતા’ ની ઉપમા મળેલી છે. અહીંયા વસ્તુપાળ અને તેજપાળની પત્ની લલિતાદેવી અને અનુપમાદેવીની યાદમાં ‘દેરાણી જેઠાણીના ગોખલા’ આવેલા છે. આ દેરાસરના પતિ શોભનદેવ હતા.
ગોમતેશ્વર : કર્ણાટક રાજ્યના શ્રવણબેલગોડા ખાતે ગોમટેશ્વરની મૂર્તિ એક જ પથ્થરમાંથી બનેલી છે. જે પ્રથ તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલીની યાદમાં બનાવવામાં આવેલી છે.

ગુજરાતમાં આવેલા જૈન તીર્થ સ્થળ

ગિરના૨ : સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢના આ સ્થળ પર તીર્થંકર નેમિનાથને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત અહીંયા મુસ્લિમ અને હિન્દુ ધર્મના સ્થળો આવેલા છે.
મહુડી : ગાંધીનગર જિલ્લામાં ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આવેલું છે. જે સૃખડીના પ્રસાદ માટે જાણીતું છે.
પાલીતાણા : પાલીતાણા જૈનોનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુંજય પર્વત (કુંદિરેકિંગરી) પર 863 કરતાં પણ વધારે જૈન દેરાસરો આવેલા છે,
તારંગા : તે ઉત્તર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. જ્યાં એક જ શીલામાંથી કંડારેલી ભગવાન અજિતનાથની પ્રતિમા આવેલી છે.
શંખેશ્વર : પાટણ જિલ્લામાં આવેલ પાર્શ્વનાથનું આ દેરાસર પાલીતાણા પછી મહત્વનું સ્થાન ધરાવે છે.
ભોયણી : મહેસાણા જિલ્લામાં આવેલું તીર્થંકર મલ્લીનાથનું મંદિર છે.
ભદ્રેશ્વર : કચ્છ જિલ્લામાં આવેલું ભગવાન મહાવીરનું મંદિર છે.
અમદાવાદ : અમદાવાદમાં હાજા પટેલની પોળમાં કાષ્ટકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકેનું શાંતિનાથનું મંદિર તથા દિલ્લી દરવાજા પાસે હઠીસિંહના દેરાસરમાં 15 માં તીર્થંકર ધર્મનાથની પ્રતિમાં આવેલી છે. આ દેરાસરનું નિર્માણ હરકુંવર શેઠાણીએ પોતાના પતિની યાદમાં કરાવેલ છે. જેના સ્થપતિ પ્રેમચંદ સલાટ હતા.
કચ્છઃ કચ્છમાં આવેલા સુથરી, કોઠારા, જખૌ, નલિયા અને તેરા જૈન ધર્મનાં પંચતીર્થ તરીકે જાણીતા છે.
પાનસરઃ ગાંધીનગર જિલ્લામાં આવેલું ધર્મનાથજીનું દેરાસર.
કુંભારિયા : બનાસકાંઠા જિલ્લામાં આવેલ સોલંકી કાળના વિમલમંત્રી દ્વારા જૈન દેરાસરો બનાવેલા છે.

ભારતીય સંસ્કૃતિને જૈન ધર્મ તરફથી પ્રાપ્ત થયેલ વિશિષ્ટ પ્રદાન

સાહિત્ય ક્ષેત્ર

જૈન તીર્થંકરોનું જીવન ચરિત્ર ભદ્રબાહુ દ્વારા રચિત ‘કલ્પસૂત્ર’માં છે. જે જૈન ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ ગણાય છે. અર્ધમાગધી ભાષામાં લખાયેલ આ ગ્રંથ જૂની જૈન પોથીઓમાં અગ્ર સ્થાને છે.મહાવીર સ્વામી અને તેમની પહેલાના તીર્થંકરોએ મૌખિક ભાષામાં જ ઉપદેશો આપ્યા હતા. પરંતુ તેમના ગણધરો અને શિષ્યોએ તેમના ઉપદેશોને ગ્રંથસ્થ કર્યા હતા. જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેમાં સાધુ-સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે. અંગ અને દશવૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા અર્ધમાગધી ભાષામાં થયેલ છે. ઇસુની સાતથી આઠમી સદીમાં જૈન દર્શન શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયા છે.

ગુણાઢય રચિત ‘બૃહત્કથા’, જૈનસૂરિ જિનસેન રચિત ‘હરિવંશપુરાણ’, સંઘદાસગણિ રચિત ‘વાસુદેવહેંડી’ નામના ગ્રંથો ઘણા પ્રસિદ્ધ છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ‘કલિકાલસર્વશ’ તરીકે ઓળખાતા રાજકવિ આચાર્ય હેમચંદ્રાચાર્ય (ચાંગદેવ) જેમણે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું મહાકાવ્ય ‘દ્રયાશ્રય’ ની રચના કરી હતી. જેમણે કુમારપાળ સોલંકીના સમયમાં પણ મહત્વની સેવા આપી. ‘પરિશિષ્ટ પર્વ’ ની રચના પણ તેમણે કરી હતી. લખ્યાં છે. વસ્તુપાળ તેજપાળ સમર્થ સાહિત્યકાર હતા. વસ્તુપાળે ‘આદીનાથ સ્ત્રોત’, ‘નરનારાયણનંદ’ જેવા મહાકાવ્ય કવિ સોમેશ્વર રચિત ‘કીર્તિકૌમૂદી’ નામનું મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે. જેમાં વસ્તુપાળનું જીવનચરિત્ર આલેખવામાં આવેલ છે. જૈનસાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રતો ગુજરાતના પાટણમાં સચવાયેલી છે. ‘દેવાસનો પડો. જૈન હસ્તપ્રતની ગુજરાતી, સંસ્કૃત, કન્નડ, તમિલ, તેલુગુ, રાજસ્થાની વગેરે ભાષાઓમાં રચના થયેલી છે. કહ્કાચાર્ય કથા’ કે જેમાં જૈન ધર્મના આચાર્ય પરની કથા આપવામાં આવેલી છે. તમિલ ભાષાના પ્રસિદ્ધગ્રંથ ‘કુરલ’ના કેટલાક ભાગની રચના જૈનો દ્વારા થઈ છે. પ્રાચીન જૈનસાહિત્યની પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષા, આધુનિક ભારતીય ભાષાઓ અને પ્રાચીન સંસ્કૃત ભાષાને જોડતી કડી સમાન ગણાય છે.

ભગવતીસૂત્ર – ૧૬ મહાજનપદનો ઉલ્લેખ , મહાવીર સ્વામીના જીવનની ઘટનાનો ઉલ્લેખ
ન્યાધામ્મકહાસૂત્ર – મહાવીર સ્વામીની શિક્ષાનો સંગ્રહ
ઉવાસગદસાઓ – ઉપાસકોના જીવન સંબંધિત નિયમો
આચારાંગસૂત્ર – મહાવીર સ્વામીની કઠોર તપસ્યાનું વર્ણન છે

સામાજિક ક્ષેત્ર

જૈનસાધુઓનું દેહદમન, કઠોર સંયમ અને તપસ્યામય જીવન તેમજ વિશેષરૂપે અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે પ્રેરણા આપે છે.
ગાંધીજીના મતે “અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા.’
ૐ પ્રાણીમાત્ર પ્રત્યે મન, વચન અને કર્મથી અહિંસાના આચરણ પર જૈનધર્મ ભાર મૂકે છે.
જૈ જૈન ધર્મએ જાતિ, જ્ઞાતિ, ભાષા કે સ્ત્રી-પુરૂષના ભેદભાવ વગર દરેકને જૈન સમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો આપ્યો હતો. સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો, સાધ્વી જીવન જીવવાનો, કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર હતો.

કલા ક્ષેત્ર

મથુરા કલા શૈલીનો સંબંધ જૈન ધર્મ સાથે છે કારણ કે, મથુરા અને ઉજ્જૈન જૈન ધર્મના મુખ્ય કેન્દ્રો હતા.

મૂર્તિકલા

પ્રારંભિક સમયની પ્રાપ્ત જૈન મૂર્તિઓમાંની એક મૌર્યકાળની મૂર્તિ લોહાનીપુર (પટના)થી પ્રાપ્ત થઈ છે. પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવની કાંસાની પ્રતિમા ચૌસા(બિહાર)થી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત અકોટા (ગુજરાત) અને
હાંસી (હરિયાણા) માંથી પણ અનેક જૈન ક્રાંસાની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અયોધ્યા ખાતેથી જૈનધર્મની ટેરાકોટાથી નિર્મિત અનેક પ્રાચીનતમ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. દક્ષિણનાં કર્ણાટકના ચંદ્રગિરી (દેવગિરી) પહાડ પર આવેલી ઊંચી અને ભવ્ય ગોમટેશ્વર બાહુબલીની મૂર્તિ જે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી અને ખુલ્લા પ્રાંગણમાં સ્થિત છે. જેને જૈન શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. જ્યાં દર 12 વર્ષે ‘મહામસ્તિકાભિષેક’નું આયોજન કરવામાં આવે છે.

ગુફા સ્થાપત્ય

ઓડિશાના પૂરી જિલ્લામાં રાજા ખારવેલે ઉદયગિરી અને ખંડિંગરી પર્વતમાં કોતરાવેલી 35 ગુફા મળે છે, જેમાં રાણીગુફા અને ગણેશગુફા સૌથી વધુ આકર્ષક છે. આ ઉપરાંત રાજા ખારવેલે પ્રસિદ્ધ અભિલેખ સહિત હાથીગુફાનું નિર્માણ કર્યુ હતું. આ હાથીગુફા અભિલેખ જૈન ધર્મમાં મૂર્તિ પૂજાનો પ્રાચીનતમ પૂરાવો છે. પણ પી શઈલોરામાં આવેલી જૈનગુફાઓમાં ઈન્દ્રસભા નામની બે માળની ગુફા પ્રસિદ્ધ છે. આ ગુફા જૈનધર્મની સાથે સાથે
હિન્દુ અને બૌદ્ધ ધર્મની શિલ્પકલા માટે જાણીતી છે.

શિલ્પકલા

ઈ.સ.ની પ્રારંભિક સદીઓમાં બૌહોની જેમ જૈન ધર્મ અનુયાયીઓએ સ્તૂપોનું નિર્માણ કર્યુ હતું. જેમાં તોરણો અને સ્તંભો પર નકશીકામ કરવામાં આવતું હતું.

ખજૂરાહો ખાતે રાજપૂત ચંદેલ શાસકોએ પાર્શ્વનાથ, શક્તિનાથ અને આદિનાથ નામનાં મંદિરો બંધાવ્યા છે.
પાલીતાણા(શેત્રુંજય), પર્વતો,કુંભારિયાનાં દેરાસરો, રાણકપૂરનાં જૈન દેરાસરો અને માઉન્ટ આબુ પર આવેલા વિમલ મંત્રી દ્વારા બંધાવામાં આવેલા ‘વિમલવસહી’ ના દેરાસરો અને વસ્તુપાલ અને તેજપાલ દ્વારા
‘ લુણવસહી’ નામના દેરાસરો શિલ્પ સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેના સ્થપતિ શોભન દેવ હતા. પાલીતાણામાં નાના-મોટાં 863 જેટલાં જૈન મંદિરો આવેલા છે. જેને ભારતનું ‘મંદિરોનું શહેર’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ જૈન ધર્મનું કાશી ગણાય છે.
જૈન દેરાસરોની છતો અને દિવાલો, રાજમહેલો, જૈન શ્રેષ્ઠીઓના નિવાસ સ્થાનોની દિવાલો, ધાર્મિક વિધી માટે ઉપયોગમાં લેવાતા કપડાં પર તેમજ હસ્તલિખીત પુસ્તકોના હાંસિયા પર રંગબેરંગી ચિત્રો અને વલ્લરિયો–વેલબુટ્ટાઓ જોવા મળે છે. જે પૂર્વ મધ્યકાલીન ભારતીય લઘુચિત્રકલાની
સમૃદ્ધિ પ્રદર્શિત કરે છે.

જૈન ધર્મના પતનના કારણો

સૌથી પહેલી વાત તો એ કે જૈન સંપ્રદાયનું પતન થયું નથી. આજે પણ ભારતમાં જૈન ધર્મના લોકો વસી રહ્યા છે અને પોતાની પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. ભલે તેમની સંખ્યા ઓછી છે જે પહેલા પણ ઓછી જ હતી છતાં આજે પણ જૈન સંપ્રદાય ભારતમાં છે. જૈન ધર્મના કઠોર નિયમો સામન્ય લોકો માટે સરળ નથી. કદાચ આ જ કારણ છે કે લોકો તેનું અનુસરણ નાં કરી શક્યા અને તેનો વિસ્તાર નાં થઈ શક્યો ! જોઈએ અન્ય ક્યાં ક્યાં કારણો ગણવામાં આવે છે.

1.રાજધર્મના રૂપમાં પ્રતિષ્ઠિત ન થવું

ભારત દેશમાં રાજધર્મ નામનો કોઈ વિષય જ અસ્તિત્વમાં નોહતો ! હા રાજધર્મ નો અર્થ તમે રાજાની ફરજ ગણાવી શકો. બાકી રાજાનો પોતાનો અંગત ધર્મ કોઈ રહ્યો જ નથી ! પ્રજા કલ્યાણ એ જ આજ પર્યંત રાજધર્મ ગણવામાં આવે છે. તો આ મુદ્દો જ વાસ્તવમાં અધૂરો છે. હા રાજ્યાશ્રય મળતા પણ એમાં કોઈ ભેદભાવ નોહતો ! માત્ર જૈન ને આશ્રય બાકીના ને કોઈ આશ્રય નહિ ! પ્રાચીન સમયથી જ ભારતમાં પ્રજા કલ્યાણ કરનારા દરેકને રાજ્યાશ્રય આપવામાં આવતું રહ્યું છે. ઘણાં રાજવંશોએ મહાવીરનાં સમયમાં જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. આમેય ભારતના રાજાઓ દરેક ધર્મ પ્રત્યે ઉદાર રહેતા હતાં. જોકે ઇતિહાસ નાં પાઠ્ય પુસ્તકો એવું કહે છે એક જૈનધર્મમાં અશોક, હર્ષ અને સમુદ્રગુપ્ત જેવા રાજાઓ થયા હોત તો જૈન ધર્મનો પ્રચાર મર્યાદિત ન હોત. જોકે આ વાત સાચી નથી ! આ દરેક રાજાએ દરેક ધર્મને આશ્રય અને સન્માન આપ્યા જ હતા ! એવું નથી કે સમ્રાટ અશોક માત્ર બૌધ્ધ ધર્મના જ અનુયાયી હતા. તેમના માટે દરેક સમાન હતા ! આથી જ તેમના રાજ્યના દરેક ભાગમાં તેમણે સમાન પ્રજા કલ્યાણનાં કાર્યો કર્યા હતા. 

2. જાતિપ્રથામાં ભેદભાવ

આ મુદ્દા વિશે અમે અગાઉ લખી ચૂક્યા છીએ. તો અહી તેને ફરી લખવું જરૂરી નથી.

૩. આંતરિક ભેદભાવ

શરૂઆતમાં જૈન ધર્મ એક ધાર્મિક આંદોલન તરીકે પ્રસ્થાપિત થયો હતો. જોકે આ વાક્યમાં આંદોલન શબ્દ ગેર સમજણ પેદા કરનારો છે . કેમકે ભારતમાં ધર્મના નામે આંદોલન થયા નથી. પ્રાચીન જ્ઞાનને સમજી કોઈ માનવી જ્યારે તેને મેળવવા પોતાની કોઈ નવી પદ્ધતિ શોધી લે ત્યારે લોકો તેને નવા ધર્મ તરીકે માની લે છે. પણ વાસ્તવમાં તે એમનું એમ જ હોય છે. જેમકે ભગવાન બુદ્ધન જ્ઞાનની વાત કરીએ તો એ ઉપનિષદ પર આધારિત છે. આથી છે તો મૂળભૂત રીતે ઉપનિષદ જ પણ ભગવાન બુદ્ધનાં વિચાર મુજબ ! જોકે આ સામન્ય લાગતી વાત ભગવાન બુદ્ધના અનુયાયી પોતે કહેતા નથી. સમય પસાર થયા બાદ બુદ્ધના વિચારને માનનારાઓમાં ભેદભાવ આવે છે અને તેમાં પણ ફાંટા પડતા જાય છે. જૈન ધર્મમાં પણ સમય પસાર થયા બાદ  શ્વેતાબંર અને દિગંબર એમ બે ફાંટા પડી ગયા. જેમાં આગળ જતાં તેમાંથી અનેક ઉપશાખાઓ બની.વિવિધ શાખાઓ વચ્ચેના મતભેદો અને વિચારોમાં સામંજસ્ય ન હોવાને કારણે તેમનો આગળ વિસ્તાર નાં થયો.

4. પ્રચારનો અભાવ

જૈન ધર્મનો યોગ્ય પ્રચાર ક્યારેય થયો જ નહીં. વિદેશમાં પણ તેનો ખાસ પ્રચાર પ્રસાર નાં થયો. સમયની સાથે સાથે તેનો પ્રભાવ ઘટતો ગયો.

5. અન્ય ધર્મનો પ્રભાવ

ભારતમાં જૈન ધર્મની સાથે સાથે બૌદ્ધધર્મનો પણ ઉદય થયો હતો. બૌદ્ધધર્મમાં અશોક, કનિષ્ક અને હર્ષર્વધન જેવા મહાન રાજવીઓ દ્વારા સંરક્ષણની બૌદ્ધધર્મને સ્વયંમ અંગીકાર કર્યો. સમ્રાટ અશોકએ બૌદ્ધધર્મની 14 જેટલી
આજ્ઞાનો કોતરાવી અને સમાજમાં બૌદ્ધધર્મનો ફેલાવો કર્યો. મદુરાઈમાં ચૌલ શાસકોએ જૈન મંદિરોને શિવમંદિરમાં પરિવર્તિત કરી દીધા. તો બીજી બાજુ ચાલુકય શાસકોએ હિન્દુ દેવી–દેવતાની મૂર્તિ પ્રસ્થાપિત કરી.

6. કષ્ટદાયક નિયમો

શરૂઆતમાં જૈન ધર્મમાં ઉત્સાહનું પ્રમાણ વિશેષ જોવા મળે છે પરંતુ પાછળથી કઠોર વ્રત, ઈચ્છાઓનું દમન, શરીરની કષ્ટ દ્વારા આત્મશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. જેનાથી સામાન્ય વર્ગ તેનાથી અલિપ્ત રહ્યો

7 ભાષાનો પ્રભાવ

મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશો અને ત્યારબાદ તેમના અનુયાયી દ્વારા લખાયેલ સાહિત્ય માગધી ભાષામાં આપવામાં આવ્યું હતું. સમાજના સામાન્યને વર્ગને સમજાય તેવી ભાષાને કારણે મોટા ભાગનો વર્ગ તેનાથી પ્રભાવિત થયો હતો. કાળક્રમે જૈન ધર્મમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ વધ્યો. જેને સમજવા માટે ગુરુકુળ જરૂરી હતા. પણ અંગ્રેજો દ્વારા અંગ્રેજી શિક્ષણ શરૂ કરતા સંસ્કૃત જાણનારા ધીરે ધીરે ઓછા થઈ ગયા અને આજે પણ આ સ્થતિ છે કે ભારતના મૂળભૂત જ્ઞાનને સમજવા મોટાભાગના ભારતીયો પણ સક્ષમ નથી !

Sharing Is Caring:

Leave a Comment