ભારત કા પક્ષ – વિલ દુરાંટ

ભારત કા પક્ષ – વિલ દુરાંટ

ભારતનો ઇતિહાસ ! આજે પણ વિવાદાસ્પદ છે કેમકે આજે પણ તે વિદેશીઓ દ્વારા લિખિત ( વિકૃત કરેલ ) થોથાં પર આધારિત છે. જોકે બધાં જ વિકૃત થયેલાં નથી. આ સદીના સૌથી મહાન ઇતિહાસકાર વિલ દુરાંટ જેવા વિરલાઓએ સત્ય ઇતિહાસ લખવાની હિમ્મત કરી છે. પણ તેમના એક પણ પુસ્તકનો ઉલ્લેખ ક્યાંય આવતો નથી એ આખી અલગ ચર્ચાનો વિષય છે. જે. ટી. સુંદરલેન્ડ, પ્રોદોશ આઇચ જેવા વિદ્વાનોના ગ્રંથો નગ્ન ઇતિહાસથી ભરેલાં છે. પણ અફસોસ કે આખી જિંદગીમાં ભારતીયો તેમના નામ પણ સાંભળી શકતા નથી કેમકે વિકૃત થયેલાં ગ્રંથના રટણ રટી રટી ફૂલેલા મગજવાળા તેમના ડીજેના સ્ટીરિયો જોરજોરથી વગાડી તેમનાં ખતરનાક મનસૂબા પાર પાડવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. જેમાં યુરોપ અમેરિકાથી આવતાં અઢળક ધન અને લાલચનું એન્જિન ચાલી રહ્યું છે. આજે આપણે વિલ દુરાંટની એક અદ્ભુત રચના ભારત કા પક્ષ વિશે વાત કરવાના છીએ. આ પુસ્તક કોઈ સામન્ય ઇતિહાસ પુસ્તક નથી પણ અનેક સંદર્ભ અને આધારોના આધારે લખાયેલું એવું બેનમૂન પુસ્તક છે જે તમારા રુંવાડા ઉભા કરી દેશે ! ચાલો જાણીએ કે આ પુસ્તકમાં છે શું ?
સૌથી પહેલા તો આ પુસ્તક લખનારા વિલ દુરાંટ વિશે જાણી લઈએ ! આ કોઈ સામન્ય માનવી નથી ! એકવીસમી સદીના મહાન ઇતિહાસકાર તરીકે તેમની નામના છે. આખી જિંદગી તેમણે ઇતિહાસને સમર્પિત કરી દીધી છે. તેમના એક એક પુસ્તક કોઈ મહામૂલા રત્નથી કમ નથી !

ભારત કા પક્ષ પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી જોઈએ તો પુસ્તકમાં આ મુજબ માહિતી આપવામાં આવી છે કે समय घटनाओं का साक्षी होता है परन्तु उन घटनाओं को लेखनीबद्ध कर अतीत के एक दस्तावेज़ के रूप में जब प्रस्तुत किया जाता है तो वह इतिहास बन जाता है। वर्तमान के घटनाक्रमों को अतीत से जोड़कर प्रस्तुत करने का अद्भुत् कार्य एक इतिहासकार ही
कर सकता है। विल ड्यूरान्ट एक ऐसे ही अमेरिकी इतिहासकार एवं दार्शनिक हैं, जिन्होंने ग्यारह खण्डों में “स्टोरी ऑफ सिविलाइज़ेशन लिखकर इतिहास के पृष्ठों में अपना नाम एक इतिहासकार और दार्शनिक के रूप में स्थापित किया है। ड्यूरान्ट की नज़र में इतिहास घटनाओं का क्रम या तारीखों की कहानी नहीं बल्कि मानव सभ्यता की कहानी है।

विल ड्यूरान्ट का असली नाम विलियम जेम्स ड्यूरान्ट है। 1885 में नॉर्थ एडम्स, मेसाचुसेट्स, संयुक्त राज्य अमेरिका में उनका जन्म एक कैथलिक परिवार में हुआ। उनकी शिक्षा सेंट पीटर प्रेपरेट्री स्कूल से प्रारम्भ हुई। 1907 में उन्होंने सेंट पीटर्स कॉलेज, न्यू जर्सी से अपनी ग्रेजुएशन पूरी की और अपने करियर की शुरुआत, पहले एक रिपोर्टर के रूप में और कुछ समय बाद एक अध्यापक के रूप में की। उन्होंने सेटन हॉल विश्वविद्यालय, साउथ ऑरेंज, न्यू जर्सी में लैटिन, फ्रेंच, अंग्रेज़ी और ज्योमेट्री पढ़ाना शुरू किया । 1911 में, उन्होंने सेटन हॉल छोड़ दिया और श्रमिक वर्गों को
शिक्षित करने के उद्देश्य से एक उन्नत स्कूल, फेरर मॉडर्न स्कूल के प्रिंसिपल बन गए और वहाँ शिक्षण का कार्य भी शुरू कर दिया। यहीं पर इन्हें अपनी एक शिष्या, चाया (इदा) कॉफमैन से प्रेम हो गया, 1913 में उन्होंने उससे विवाह कर लिया। बाद में वह उनकी पत्नी एरियल ड्यूरान्ट नाम से जानी गईं और “स्टोरी ऑफ सिविलाइज़ेशन” में उनकी को-ऑथर रहीं।

“स्टोरी ऑफ सिविलाइज़ेशन” ग्यारह खण्डों में लिखी गई, मानव सभ्यता की एक सौ दस दशकों की कहानी है। इसे लिखने के लिए उन्होंने पचास वर्षों तक गहन अध्ययन और शोध किया। 19वीं शताब्दी के ब्रिटिश इतिहासकार हेनरी थॉमस बक्कल की पुस्तक “सभ्यता के अधूरे इतिहास” से प्रेरित होकर उन्होंने “स्टोरी ऑफ सिविलाइज़ेशन” को लिखने का निर्णय लिया था और अपनी अद्भुत् लेखन शैली से इतिहास और दर्शन में अपना एक मुकाम हासिल किया।
विल ड्यूरान्ट के लेखन करियर की शुरुआत 1917 में इनकी पुस्तक “फिलॉस्फी एण्ड सोसाइटी” के प्रकाशन से हुई। 1926 में इनकी पुस्तक “स्टोरी ऑफ फिलॉस्फी” ने रिकॉर्ड तोड़ मानक स्थापित किया। दर्शन की ऐसी पुस्तक पहले कभी नहीं लिखी गई थी, इसकी दो मिलियन से अधिक प्रतियाँ बिकीं। 1970 में इतिहास से हटकर आम जनता के लिए “इंटरप्रेटेशन ऑफ लाइफ : ए सर्वे ऑफ कंटेम्प्रेरी लिटरेचर’ पुस्तक लिखी।
1968 में “स्टोरी ऑफ सिविलाईज़ेशन” के दसवें खण्ड के लिए ड्यूरान्ट दम्पति को पुलित्ज़र पुरस्कार प्रदान किया गया और 1977 में पुनः इस दम्पति को अमेरिकी सरकार द्वारा सर्वोच्च नागरिक सम्मान प्रेज़िडेंशियल मेडल फॉर फ्रीडम’ से सम्मानित किया गया।

इतिहासकारों में दुर्लभ इतिहासकार, अदभुत् क्षमता रखने वाले विल, स्वभाव से सरल एवं सच्चे व्यक्ति थे, जो समाज की विसंगतियों से आहत और द्रवित हो उठते थे। अपनी लम्बी बीमारी से जूझते हुए 7 नवम्बर 1981 में अपनी प्रिय पत्नी की मृत्यु की खबर सुनकर, उन्होंने भी अपना देह त्याग दिया। दोनों दम्पति को लॉस एंजलेस के वेस्ट वुड विलेज मेमोरियल पार्क में दफनाया गया।

हिन्दुओं के प्रति अंग्रेज़ों के इस दमनकारी रवैये का परिणाम यह हुआ कि हिन्दुओं के मनोबल को बेहद दर्दनाक तरीके से कुचल कर तोड़ दिया गया, उनके आत्मसम्मान को ठेस पहुँचाई गई और उनकी प्रगति का गला घोंट कर उस प्रतिभाशाली कौम का विकास अवरुद्ध कर दिया गया, जो अपनी समृद्धि और वैभव के लिए जानी जाती थी और जो अंग्रेज़ों के आगमन से पूर्व चारों दिशाओं में अबाध रूप से कभी फल फूल रही थी।

જોકે આ કામમાં તેમના પત્નીનો પણ સિંહફાળો છે. સ્ટોરી ઓફ સિવિલાયજેશન નામનું તેમનું પુસ્તક ઇતિહાસ વિષયમાં રુચિ રાખનારા માટે ભગવદ્દગીતા જેવું છે. એક વાર અવશ્ય વાંચો ! હાં, તેને ખરીદવું બધા માટે સરળ નથી . કેમકે તેના 11 વોલ્યુમ છે અને તમામની કિંમત લગભગ ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ ₹ જેવી થવા જાય છે. પણ આજે આપણે તેની વાત નાં કરતા વિલ દુરાંટનાં ” ભારત કા પક્ષ ” વિશે વાત કરીશું !

ભારત કા પક્ષ મૂળભૂત રીતે અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક છે જેનું નામ છે The Case for India ! જેનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવેલો છે અને તેને ભારત કા પક્ષ નામથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. અંશુ ગુપ્તા દ્વારા તેનો અનુવાદ થયેલો છે. કેટલીક ટિટ્બીસ જોઈ લઈએ !

પુસ્તકનું નામ : ભારત કા પક્ષ ( The case for india નો હિન્દી અનુવાદ )
મૂળ લેખક : વિલ દુરાંટ
અનુવાદક : અંશુ ગુપ્તા
શબ્દ સંયોજન : ધર્મેન્દ્ર શર્મા
મુદ્રણ : પ્રિન્ટવર્કસ , ઓખલા , નવી દિલ્લી
આવરણ ચિત્ર : માધવ ભાન
આવરણ અને પુસ્તક સજજતા : રેમાધવ આર્ટ
પ્રકાશક : રેમાધવ આર્ટ , IIT પાસે , બીજો માળ , રાકેશ માર્ગ , નેહરુ નગર ૩, ગાઝિયાબાદ – 201010, ઉત્તર પ્રદેશ
પ્રથમ સંસ્કરણ : ૨૦૨૧
મૂલ્ય : ૭૦૦ ₹

તો આ હતી કેટલીક સામન્ય માહિતી આ પુસ્તકની ! તમે તેની પ્રથમ મુદ્રણ તારીખ ખાસ જુવો ! ૨૦૨૧માં તેનું પ્રથમ સંસ્કરણ છપાયું છે. આજ સુધી જે લોકો અંગ્રેજી જાણતા હતા તે લોકો જ આ પુસ્તક વિશે જાણી શકતા કે વાંચી સમજી શકતા ! પણ હવે હિન્દીમાં આ પુસ્તક ઉપલબ્ધ છે તો અન્ય ભાષાઓના જાણનારા પણ તેનો ઉપયોગ કરી શકશે !

આ પુસ્તકમાં ચાર અધ્યાય આપવામાં આવેલા છે. જેમાં ભારતમાં આવેલા અંગ્રેજો વિશે જે નગ્ન સત્ય રજૂ કરવામાં આવ્યું છે તે જાણી તમારા કાળજામાં કંપારી છુટી જાય એવું વર્ણન છે.

આખા પુસ્તકમાં ક્યાંય એવી જગ્યા નથી જ્યાં સ્ફોટક ઉલ્લેખ નાં હોય એટલે પુસ્તકને સંક્ષેપમાં અહી રજૂ કરવું અમારા માટે શક્ય નથી ! આથી જે ચાર અધ્યાય આપ્યા છે એના મુદ્દા વિશે જ અહી વાત કરીએ ! અમારા ઘણાં લેખમાં આ પુસ્તકનો અમે સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ પુસ્તક એક અમૂલ્ય સ્ત્રોત છે અમારા માટે !

પ્રથમ અધ્યાયમાં વિલ દુરાંટ પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવે છે. ભારતમાં આવી તેમણે કઈ રીતે અંગ્રેજો વિશે જાણ્યું તેનું વર્ણન છે. ઇંગ્લેન્ડ કઈ રીતે ભારતને દર વર્ષે એકધારું એ હદ સુધી નિર્મમ અને નિરંતર શોષણ કરતું રહ્યું કે તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય ! આગળ આ અધ્યાયમાં ભારતનું પરિદ્વષ્ય આપવામાં આવ્યું છે. જેમાં ભારતની સંસ્કૃત દુનિયાની તમામ ભાષાની જનની છે અને ભારતીય સભ્યતા દુનિયાની તમામ સભ્યતાની જનની એવું સાબિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતના ચારિત્ર્યનું કઈ રીતે હનન કરવાં આવ્યું તેની રજૂઆત કરવામાં આવી છે. ભારતની બેજોડ કલા , ઉદ્યોગ , માનવ સમાજ પદ્ધતિ , ઉચ્ચ એન્જિનિરિંગ, વ્યાપાર અને ઉન્નત માનવ સભ્યતાના કાંગરા અંગ્રેજોએ કઈ રીતે તોડ્યા તેની વાત કરી છે. કલ્પના લાગતી રકમ અંગ્રેજો દ્વારા કઈ રીતે લૂંટવામાં આવી તેનો ઉલ્લેખ છે. ભારતમાં જાતિ પ્રથા કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવી તેની રજૂઆત પણ આ અધ્યાયમાં છે. આર્થિક રીતે કઈ રીતે ભારતને પાયમાલ કરવામાં આવ્યું , પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતને કઈ રીતે સંડોવવામાં આવ્યું અને તેના ધનની લૂંટ કરવામાં આવી તેની નોંધ અહી છે. આર્થિક લૂંટ બાદ ભારતના સમાજનો હ્રાસ કઈ રીતે કરવામાં આવ્યો તેનો ઉલ્લેખ પણ છે. અંતમાં મરિયલ બનેલી ભારતની પ્રજાને કઈ રીતે કર દ્વારા રોંદવામાં આવી તેનું હ્રદયદ્રાવક વર્ણન પણ અહી છે.

બીજા અધ્યાયમાં ગાંધી વિશે વિલ દુરાંટ લખે છે. જેમાં ગાંધીજીના રૂપાંકન , પ્રારંભિક સંસ્કાર , શાંતિપૂર્ણ ક્રાંતિ , ગાંધીજીનો ધર્મ , સામજીક દર્શન અને આલોચના તમામ સામલે છે. જેમાં આલોચના ખાસ વાંચવાલાયક  છે.

ત્રીજા અધ્યાયમાં ભારતમાં થયેલી ક્રાંતિનો ઉદગમ , રાજનીતિક સમય , તીખા આઘાત , ૧૯૨૧નો વિદ્રોહ , ક્રાંતિકારીઓ પર ગુજારવામાં આવેલા દમનકારી કાર્યો , સાયમન કમીશન અને ૧૯૩૦નાં સમય વિશે સ્ફોટક તથ્ય રજૂ થયા છે.

ચોથા અને અંતિમ અધ્યાયમાં ઇંગ્લેન્ડનો પક્ષ આપવામાં આવ્યો છે. જેમાં ઇંગ્લેન્ડ અને ભારત બન્નેની તુલના કરવામાં આવી છે. અંતમાં નિષ્કર્ષ આપવામાં આવ્યો છે અને સાથે સાથે છેલ્લા પૃષ્ઠમાં આ પુસ્તકમાં કરવામાં આવેલ ઉલ્લેખનાં આધારરૂપ સંદર્ભ ગ્રંથોનું લીસ્ટ આપેલ છે. આ પુસ્તક જેવું જ સ્ફોટક ઇતિહાસ રજૂ કરતું અન્ય પુસ્તક ભારત વિખંડન વિશે પણ જાણવા જેવું છે.

ખાસ આગ્રહ છે કે આ પુસ્તક અવશ્ય વાંચો અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ વંચાવો !

સંદર્ભ સ્ત્રોત

ભારત કા પક્ષ ( વિલ દુરાંટ )


Leave a Comment