ભારત વિખંડન – રાજીવ મલ્હોત્રા
એક સામાન્ય ફિલ્મ સમજવા માટે પણ તમારી પાસે થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે પણ જ્યારે વિશ્વ કક્ષાએ આપણે ઇતિહાસની વાત કરીએ ત્યારે ઘણી બધી બાબતો એવી છે જે સામાન્ય લોકો માટે ખૂબ જ અઘરી અને અજાણી હોય છે. ઘણા લોકો તો આખી જિંદગીમાં તેનું નામ પણ નથી જાણી શકતા. પણ એ સામન્ય માનવી અને તેના દેશનો ભવિષ્ય એના પર આધારિત હોય છે. ચાલો આજે આપણે પણ એક એવા જ ઇતિહાસ વિશે જાણવાના છીએ જે પૂરી દુનિયા સાથે જોડાયેલો હોવા છતાં આપણે ભારતીય તેનાથી અજાણ છીએ. કેમકે વિદેશીઓ દ્વારા આ કાર્ય ખૂબ જ વ્યવસ્થિત આયોજનપૂર્વક ખૂબ જ મોટા ફંડફાળા દ્વારા આજે પણ કરવામાં આવી રહેલા કાર્યોનો એક એવો નિચોડ છે. જેનો અર્થ ખૂબ જ કડવો દુર્ગંધપૂર્ણ અને પૂરા વિશ્વ માટે ઘાતક છે. ચાલો આજે આપણે જાણીએ કે આપણા દેશમાં આજે જે આપણે જોઈ રહ્યા છીએ તે વિવિધતામાં એકતા વાસ્તવમાં આ વિવિધતા ભારતમાં પહેલેથી જ છે કે પછી એને પેદા કરવામાં આવી છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ દળદાર હોવા છતાં તમે જો તેને વાંચો અને તેનો અભ્યાસ કરી તેને સમજો તો તમારા પગ તળેથી જમીન ખસી જશે ! તમને થશે કે આટલા મોટા પાયા પર ભારત સાથે વિશ્વાસઘાત કઈ રીતે કરી શકાય ? પણ આપણી અબુદ્ધ બુદ્ધિના કારણે આ બધું શક્ય છે ! તો ચાલો જાણીએ કે ભારત વિખંડન નામના પુસ્તકમાં રાજીવ મલ્હોત્રા અરવિંદ દંડ નીલકંદન નામના લેખકોએ શું અદભુત લેખન કર્યું છે અને તેનો આપણા જીવનમાં આપણા દેશ માટે કેટલું મહત્વ રહેલું છે તો ચાલો જાણીએ ભારત વિખંડન નામનું એક અદભુત પુસ્તક !

સૌથી પહેલા તો ભારત વિખંડન નામનું પુસ્તક છે એ તમે જો જાણતા હોવ તો તમને પહેલા તો ધન્યવાદ દઇએ કેમકે ભારતમાં પ્રાથમિક શાળા થી લઈને તમે પીએચડી સુધી અભ્યાસ કરી લો પણ તમે ક્યારેય આ ભારત વિખંડન નામનું પુસ્તક સાંભળશો નહીં ! કેમકે આ પુસ્તક નગ્ન સત્ય દર્શાવતું પુસ્તક છે જેનો પ્રચાર કોઈ કરતું નથી ! આ પુસ્તકની રચના જે કાગળમાંથી થઈ છે એ પણ પીળા રંગના કાગળ છે ! ઝડપથી નાશ પામે એવા પીળા રંગના પેજ ઉપર તેનું છાપકામ કરવામાં આવેલું છે ! તેની બાંધણી પણ ખૂબ જ નબળી છે કેમ કે આ પુસ્તકો લેનારા બહુ ઓછા છે ! કેમકે તેને જાણનારા પણ ખૂબ જ ઓછા છે ! આ પુસ્તક રાજીવ મલ્હોત્રા નામના એક લેખક કે લખેલું છે જે ભારતના હોવા છતાં આજે તે અમેરિકામાં વસી ભારતના ઇતિહાસ વિષય પર ખૂબ જ ઉચ્ચ જ્ઞાન ધરાવે છે ! તેમના દ્વારા લખાયેલું આ પુસ્તક ખૂબ જ અદભુત છે જેનું નામ છે ભારત વિખંડન – દ્રવિડ અને દલિત દરારોમાં પશ્ચિમી હસ્તક્ષેપ ! આ પુસ્તક હાર્પરકોલિન્સ નામના પબ્લિશર દ્વારા પ્રકાશીત કરેલું છે ! આ પુસ્તકનો અનુવાદ દેવેન્દ્રસિંહ સુરેશ ચીપણુલકર નામના લેખકોએ કરેલો છે. રાજીવ મલ્હોત્રા અને અરવિંદ નીલકંદન બન્નેએ સાથે મળી આ પુસ્તક રચ્યું છે, જેની કિંમત લગભગ 600 રૂપિયા જેટલી થાય છે ! પુષ્ઠ સંખ્યા 580 કરતા પણ વધારે છે. આ પુસ્તકની અંદર તમને એક થી માંડીને 19 અધ્યાય અથવા 19 પ્રકરણ આપવામાં આવેલા છે. એકથી 19 પ્રકરણમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભારતના લોકોને અલગ કરવામાં આવ્યા ? કઈ રીતે તેમની વચ્ચે રહેલી કમજોર કડીઓને વધુ ઉજાગર કરી તેને પાણી પાઈ તેનો ભારતનો નાશ કરવા માટે કઈ રીતે વિદેશીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા ? કઈ રીતે અનેક સેવાભાવી સંસ્થાઓના નામે એક અસત્યને સત્ય બનાવી કોઈ ફિલ્મ હોય એવી રીતે રજૂ કરવામાં આવી ? અને કઈ રીતે આજે પણ આ ગોરખધંધા શરૂ છે અને કઈ રીતે આપણે પોતે ભારતીય તેમાં સહયોગ આપી રહ્યા છીએ ? તેનો સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ ઉમદા છતાં નગ્ન વર્ણન કરવામાં આવેલું છે. ચાલો એક પછી એક દરેક પ્રકરણ વિશે આપણે માહિતી મેળવી લઈએ.
સૌથી પહેલા તો આ પુસ્તકનો પરિચય જેણે આપ્યો છે તે કોઈ સામાન્ય માણસ નથી પણ આ પુસ્તક લખનારા રાજીવ મલ્હોત્રાએ આ પુસ્તક નો પરિચય આપતા લખ્યું છે કે તેમણે જે અધિનિયમ અને અનુસંધાન કર્યું છે તેના આધારે અનેક બાબતો એવી છે જે આપણે આજે સમજી ન શકતા હોવા છતાં વિદેશીઓ દ્વારા આપણા દેશ પર ઠોકી બેસાડવામાં આવેલી છે. જેમકે આફ્રિકી દલિત પરી યોજના ! હવે આફ્રિકી દલિત પરિયોજના દલિતોને ભારતના રૂપમાં અને જે દલિત નથી તેને ભારતના શ્વેતના રૂપમાં ચિત્રિત કરવા માટેનું એક ષડયંત્ર આ રીતે ભારતનોનો ઇતિહાસ બનાવી તેને ભારતીય સમાજ પર ઠોકવામાં આવેલી છે ! આધુનિક જાતિ વ્યવસ્થાની બનાવટ અને તેમાં રહેલા અંતર સંબંધોમાં ઘણા બધા એવા સ્તર છે જેમાં દલિતો કે દલિતો પ્રત્યે પૂર્વ ગ્રહ રહ્યો છે, પણ ભારતીય દલિત ના અનુભવ અને અમેરિકાના આફ્રિક ગુલામોના અનુભવ ની વચ્ચે કોઈ પણ સમાનતા નથી તો પણ અમેરિકી અનુભવના આધારે આફ્રિકી દલિત પરિયોજના ભારતના દલિતો માટે એક અલગ જાતિના લોકોના હાથે પીડિત થયેલા સમુદાયના રૂપમાં ચિત્રિત કરવા માટેનું એક ખૂબ જ મોટું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જે જેને સશક્ત બનાવવા માટે વિદેશી લોકો જેમાં અમેરિકા બ્રિટન પૂરું યુરોપ ખૂબ જ મોટા પાયે મદદ કરી રહ્યા છે. આવી જ અનેક સ્ફોટક માહિતી આ પુસ્તકમાં આપવામાં આવેલી છે. ચાલો આપણે હવે એક પછી એક પ્રકરણમાં કઈ કઈ મુદ્દા નો સમાવેશ કરવામાં આવેલો છે તેની વાત કરીએ સૌથી પહેલા તો જીવ અમે વાત કરી કે આ પુસ્તકમાં એક થી 19 પ્રકરણ આપવામાં આવેલા છે જે લગભગ 580 પુષ્ટમાં વહેંચાયેલા છે
સૌથી પહેલું પ્રકરણ છે મહાશક્તિ યા વિખંડિત યુદ્ધક્ષેત્ર ! વિખંડિત હોના થવાના કારણે ભારતીય અંતર નિહિત પ્રકૃતિ આ પ્રવૃત્તિઓ અને બહારી શક્તિઓ વિશે આ પ્રકરણમાં માહિતી આપવામાં આવેલી છે જેની અંદર ભારત પર થયેલા અનેક હુમલાઓ વિદેશીઓ દ્વારા કરવામાં આવેલા ષડયંત્ર અને કઈ રીતે તેની પ્રવૃત્તિઓ થઈ અને કઈ રીતે આ તમામ હુમલા આક્રમણ અને લૂંટફાટ માટે વિદેશી શક્તિઓ દ્વારા આયોજનપૂર્વક કેવા કેવા ષડયંત્ર રચવામાં આવ્યા તેને ખૂબ જ રોચક માહિતી આપવામાં આવેલી છે.
બીજું પ્રકરણ છે યુરોપ દ્વારા પરિકલ્પિત પ્રજાતિઓ એક સિંહ અવલોકન ! આ પ્રકરણમાં હિંસાથી હિંસા તરફ લઈ જતી પશ્ચિમી શિક્ષકોની કાલ્પનિક કથાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જેના કારણે બીજ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના બીજ તેના કારણે રોપાણા જેમાં મેક્સમુલર જેવા જુઠ્ઠા લેખક દ્વારા કલ્પના કરવામાં આવેલી પ્રજાતિના કારણે યહૂદીઓનો સહાર થયો તેનો પણ ઉલ્લેખ આ પ્રકરણમાં કરવામાં આવેલો છે. આ પ્રકરણમાં યુરોપ ભારત શ્રીલંકા અને આફ્રિકામાં કઈ રીતે એક કાલ્પનિક પ્રજાતિઓને ઉત્પતિ કરી તેને ઇતિહાસ સાથે જોડી, તેના ગપગોળા ચલાવી પરી કથાઓ જેવી કથાઓ રચી તેને બોહોળા ધન દ્વારા પ્રચારિત પ્રસારિત કરી તેને સત્ય સાબિત કરી કેવા કેવા ભયાનક પરિણામ આ દુનિયાએ ભોગવ્યા તેનો ખૂબ જ રસાળ નીચોડ આ પ્રકરણમાં આપવામાં આવ્યો છે.
ત્રીજુ પ્રકરણ છે આર્ય જાતિનો આવિષ્કાર !
યુરોપ પર ભારતના પ્રભાવનું કઈ રીતે એનો અસર થઈ પુનર જાગરણ થી લઈને જાતિવાદ જાતિવાદ સુધી કઈ રીતે એનો ઉદ્ભવ થયો ? જેમાં હર્ડરનો સ્વચ્છતાવાદ , કાર્લ વિલહમ ફેડરિક સ્લેગલનાં ષડયંત્રની ભારત સંબંધી મનધરણ ધારણાઓના આધાર પર જર્મનીના ઇતિહાસની કલ્પના , યુરોપમાં આર્ય નામની જાતિ કઈ રીતે બનાવવામાં આવી ? એર્નેસ્ટ રેનોલ અને આર્ય ઈશા મસીહને કઈ રીતે પેદા કરવામાં આવ્યા ? ફેડ્રિક મેક્સમુલર , એડોલ્ફ ફેડરિક ગાઉ, ગોબીનો અને નસલ વિજ્ઞાન આવ્યા ? ચેમ્બરલેન નાં આર્ય ઈસાઈ અને આ તમામના પ્રયાસોના આધારે જર્મનીમાં જાતિવાદ દ્વારા નાઝીઓ દ્વારા થયેલો યહૂદી સંહાર અને પછી અને આ તમામના કારણે જે ભયાનક પરિણામો વિશ્વને ભોગવા પડ્યા તેનું દોષારોપણ ભારતીય સભ્યતા પર કઈ રીતે ચતુરાઈ પૂર્વક કરવામાં આવ્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે ! આ પ્રકરણ ખાસ વાંચવા જેવું છે કેમકે આ પ્રકરણમાં આર્ય નામની જાતિ જે વાસ્તવમાં હતી જ નહીં તેનો ઉદ્ભવ કરી આજે પણ ભારતીય લોકોને આર્ય અને દ્રવિડો , મૂળ નિવાસી અને વિદેશી લોકોના જૂથ વચ્ચે વહેંચી દઈ તેમના વચ્ચે તેમણે શરૂ કરાયેલી લડાઈ હજી સુધી પૂરી નથી થઈ ! એક અદભુત વાત છે કે આટલું બધું આયોજનપૂર્વક ષડયંત્ર હોવા છતાં આજે પણ આ વિશે આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તક કે ઇતિહાસકાર કશું પણ જણાવતા નથી ! અને જે ચાલુ આવે છે તે એમનો એમ જ શાળાઓમાં મહાશાળાઓમાં ચાલી રહ્યું છે !
ચોથુ પ્રકરણ છે સામ્રાજ્યવાદી બાઇબલ નો પ્રચાર ! ભારતીય માનવ જાતિ વિજ્ઞાનના સ્વરૂપનું નિર્ધારણ આ પ્રકરણમાં કઈ રીતે ઘડવામાં આવ્યું ને મુસા ને માનવ જાતિ વિજ્ઞાન સાથે કઈ રીતે જોડવામાં આવ્યો ? હૈમ દ્વારા કઈ રીતે કાલ્પનિક કથાઓ અને આફ્રિકી ઉપનિવેશના નિર્માતા બનાવવામાં આવ્યા ? બેબલ નું કાલ્પનિક અને ભારત તરીકેનો પ્રચાર સંસ્થાગત તંત્રની એક ખોટી અને ભ્રમણાજનક રચના કરી બાઇબલની પ્રજાતિનો સિદ્ધાંત અને હૈમની કાલ્પનિક રચના દ્વારા વિલિયમ જોન્સે બાઇબલના માનવ જાતે વિજ્ઞાનને આધારે ભારતીય નું માનચિત્રની રચના કરી ? અંગ્રેજ ભારત શાસ્ત્રીય સંસ્થાઓના 100 વર્ષ સુધી કઈ રીતે આ તમામ બાબતો જોડાયેલી છે તેનો ચિતાર આપવામાં આવેલો છે ! આ પ્રકરણમાં કઈ રીતે બાઈબલના આધારે આખા ભારત દેશના માનવોનું ચિત્રણ કર્યું એ ખૂબ જ જાણવાલયક છે ! કેમકે બાયબલ એવું કહે છે કે 4000 વર્ષ પહેલા જ આ સૃષ્ટિની રચના થઈ જે આજના વિજ્ઞાન સાથે બિલકુલ બંધબેસતું નથી ! છતાં આજે પણ બાઈબલના આધારે રચાયેલા વિચારોના આધારે ભારતીય કઈ રીતે એમાં ફિટ કરવા તેનું એક કાલ્પનિક ષડયંત્ર કઈ રીતે ચલાવવામાં આવ્યું તેના વિશે આ પ્રકરણમાં માહિતી આપવામાં આવી છે!
પાંચમું પ્રકરણ છે રિસ્લી દ્વારા જાતિવાદનું રૂપાંતર
આ પ્રકરણમાં કઈ રીતે ભારતમાં જાતિ વર્ગ ઉભો કરવામાં આવ્યો અને ભારતમાં ચાલતી સમાંતર વર્ણવ્યવસ્થાને કઈ રીતે જ ક્રમિક રીતે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવી ? કઈ રીતે જાતિઓ ની વચ્ચે ભેદભાવ કરવામાં આવ્યો અને બી કઈ રીતે વાવવામાં આવ્યા અને પછી કઈ રીતે તેનો પોતાના લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો ? તેનો ચિતાર આપવામાં આવ્યો છે જેમાં મેક્સમુલરે કરેલા કામને કઈ રીતે આગળ વધારવામાં આવ્યા? રિસ્લીના જાતિ વિજ્ઞાનને કઈ રીતે વિકસિત કરવામાં આવ્યું ? રિસ્લી દ્વારા વર્ણોનો રૂઢિવાદ બનાવવા માટે કેવા પ્રયાસ કરવામાં આવ્યા અને આંબેડકર દ્વારા નાસિક તાલુકા આધારિત જાતિવાદનું ખંડન કઈ રીતે કરવામાં આવ્યું તેનું સંપૂર્ણ નિચોડ આ પ્રકરણમાં કરવામાં આવ્યો છે !
છઠ્ઠું પ્રકરણ છે દ્રવિડ જાતિનો આવિષ્કાર ! તમને નવાઈ લાગશે કે ભારતમાં દ્રવ્ય નામની કોઈ જાતિ હતી જ નહીં ! પણ અંગ્રેજો દ્વારા ભારતના લોકો વચ્ચે ફાટફૂટ પડાવવા માટે આ જાતિઓ ઉભી કરવામાં આવી ! જેમાં દ્રવિડ એક જાતિ છે જે દક્ષિણ ભારતના લોકો માટે વાપરવામાં આવે છે જેની અંદર વોટસન દ્વારા તંબૂલિયનનો આવિષ્કાર કરવામાં આવ્યો, કોલ્ડવેલ માનવ જાતિ વિજ્ઞાનમાં ભાષા વિજ્ઞાનનો રૂપાંતરણ કરવામાં આવ્યું , એક ષડયંત્રનો સિદ્ધાંતને જન્મ આપી ધુતારા આર્ય બ્રાહ્મણ બ્રાહ્મણોએ ભોળા દ્રવિડોનું શોષણ કર્યું એવી કાલ્પનિક કથાઓ કરી ભારતીય વચ્ચે ફૂટ પડાવામાં આવી. તમિલ પરંપરાઓનો અ ભારતીયકરણ કઈ રીતે કરવામાં આવ્યું .જેની અંદર તિરુપુર સેવ સિદ્ધાંત તમિલ ભક્તિ સાહિત્ય તિરુપુર નો ઈસાઈકરણ કરવામાં હિન્દુ પ્રકૃતિને એકદમ મિટાવી દેવામાં આવ્યુ. ઈસાઈ મત અનુસાર શૈવમતની રૂપરેખા તૈયાર કરવામાં આવી. પ્રાચીન અજોડ તમિલ સાહિત્યના સંશોધનવાદી ઇતિહાસ તમિલ ધર્મ બનાવી દેવામાં આવ્યો અને એનો એને જ પ્રારંભિક ભારતીય ઇશાયતનું નામ આપી પૂરા ભારત દેશના લોકોને કઈ રીતે છેતરવામાં આવ્યા તેનું અદભુત નિરૂપણ કરવામાં આવ્યું છે.
સાતમું પ્રકરણ છે દ્રવિડ જાતિવાદ અને શ્રીલંકા
સિંહની આર્ય બૌદ્ધ પહેચાન ઓળખાણ કઈ રીતે પેદા કરવામાં આવી શ્રીલંકાએ દ્રવિડ પહેચાન ઓળખાણ કઈ રીતે કદા કરવામાં આવી અને આ બંને ઓળખાણને પેદા કરી તે બંનેને કઈ રીતે ટકરાવી ધર્મશાસ્ત્રીય કાલ્પનિક પ્રાચીન ભૂગર્ભ વિજ્ઞાન સાથે કઈ રીતે મેળવી દેવામાં આવી, કઈ રીતે લીંબોરિઅન ઉત્પત્તિ સાથે જોડી દેવામાં આવી , સાથે સાથેઈસાઈ મત પ્રચારના ખંડન માટે બૌદ્ધ ધર્મનો કઈ રીતે ઉપયોગ કર્યો તેવી કાલ્પનિક વાતો ઉપજાવવામાં આવી. ઉપનીવિશિક સંરચનાઓ સાથે ટકરાઓ કરી આવીએ બૌદ્ધ સિંહની સાથે એની સામે દ્રવિડ સેવ તમિલ કઈ રીતે ઉભા રાખી દેવામાં આવ્યા જે વાસ્તવમાં અલગ અલગ ન હતા પણ એક જ હતા છતાં તેઓ વચ્ચે કઈ રીતે ભેદભાવ કરવામાં આવ્યો તેના વિશે આ પ્રકરણમાં વર્ણન આવે છે.
આઠમું પ્રકરણ છે હિન્દુ ધર્મને દ્રવિડ ઇસાયતમાં ખપાવી દેવો
બોલો 2000 વર્ષ પહેલાં જેનું અસ્તિત્વ પણ નહોતું તે ધર્મએ હજારો વર્ષ જુના સનાતન ધર્મ હિંદુ ધર્મને જન્મ આપ્યો એવું કેવું કેવું હાસ્યાસ્પદ લાગે પણ વાસ્તવમાં આવું જ થયું છે. હિન્દુ ધર્મને ઈસાઈ ના આધારે બન્યો છે એવા અનેક કપોળ કલ્પિત કથાઓ પ્રચારિત કરી છે. આ પ્રકરણમાં સંત કોમર્સ દ્વારા કઈ રીતે કલ્પનાઓ બનાવવામાં આવી ભારતીય ઈસાઈ વિદ્વાન દ્વારા તેનો કઈ રીતે એ સ્વીકાર કરવામાં આવ્યો અને કઈ રીતે તેનો અસ્વીકાર થતા સંત કોમર્સના અસત્યનો પુનર્જીવિત કરવામાં આવ્યા , પુરા તત્વના પ્રમાણ સાથે કઈ રીતે તેને જોડવામાં આવ્યો, ઇન્સ્ટિટયૂટ ઓફ એશિયન સ્ટડીઝ વિષય પ્રચાર અને દ્રવિડ આંદોલન વિષય પ્રચારકોની છુપાયેલી વિધ્વતા પ્રારંભિક અશ્વ કૃતિ અને અંતમાં ચંચનું અનુમોદન દગા કઈ રીતે પુરાતત્વિક સાહિત્યક રીતે કંઈક દગાખરી કરવામાં આવી , ભારતીય આધ્યાત્મિક નૃત્યનું કઈ રીતે ઈસાઈ અપમાન ગણવામાં આવ્યો અને આવી તો અનેક વિષયમાં એનું કરવામાં આવ્યું તેની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે.
નવમું પ્રકરણ છે દ્રવિડ ઈસાયત નો પ્રચાર
આ પ્રકરણમાં દ્રવ્યનો આધાર લઈ ઈસાઈ ખ્રિસ્તીનો કઈ રીતે પ્રચાર કરવામાં આવ્યો તેના પર એક ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ 2000 ની સાલ થી 2008 સુધી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી કઈ કઈ સંસ્થાએ તેમાં ભાગ લીધો તેનો ખુબ જ ફુટક વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વર્ણવ્યવસ્થા અને ઉખાડી ફેંકવાથી લઈ તમે લોકો ધર્મના પહેલા આંતરરાષ્ટ્રીય સંમેલન સુધીની તમામ ઘટનાઓનું સમાવેશ કરવામાં આવ્યો છે.
દસમું પ્રકરણ છે ભારતની બહારના દ્રવિડવાદી શૈક્ષણિક સંસ્થાન કાર્યકર્તા અને નેટવર્ક
આ પ્રકરણમાં ભારતનો નાશ કરવા માટે કઈ કઈ સંસ્થાઓ એનું નેટવર્ક કઈ કઈ જગ્યાએ છે કઈ કઈ રીતે સેવાના નામે ભારતને તોડવા માટેના પ્રયાસો કરવામાં આવે આવી રહ્યા છે અને કઈ કઈ સંસ્થાઓ આમાં જોડાયેલી છે તેનું નગ્ન દર્શન તમે આ પ્રકરણમાં કરી શકશો તમને જાણીને નવાઈ લાગશે કે અનેક મોટી મોટી વૈશ્વિક સંસ્થાઓ પણ આની અંદર સામેલ છે જેની અંદર એલ યુનિવર્સિટી દ્રવિડ ભાષા પ્રતિમાના ઓક્સફર્ડ એલ મુળ પછી બીજી વાત કરીએ તો અને જેવી બીજી અનેક મોટી મોટી સંસ્થાઓ આ ષડયંત્ર માં સામેલ છે
11 માં પ્રકરણમાં ભારતના ખંડો પર પશ્ચિમી ચિંતન
આ પ્રકરણમાં ભારતને કઈ રીતે આયોજનપૂર્વક તોડવામાં આવે ઉત્પન સાહિત્ય અને એક વિદ્યાના રૂપમાં ઉપયોગ કરી ભારતનું વિખંડન કરનારા તત્વોનું પોષણ કરી તેને કઈ રીતે નાશ કરવામાં આવે તેનો એક ખૂબ જ મોટું આયોજન ચાલી રહ્યું છે. જેના માટે કઈ કઈ યોજનાઓ કયા કયા આયોજન ચાલી રહ્યા છે તેના વિશે આ પ્રકરણમાં માહિતી આપવામાં આવેલી છે. જેની અંદર સરકાર એનજીઓ, અકાદમી, ચર્ચ, સમાચાર માધ્યમ પછી માનવ અધિકાર વૈશ્વિકની સેવામાં ભારતીય અલ્પસંખ્યક જેવી અનેક વાતો આ પ્રકરણમાં કરવામાં આવી છે.
બારમાં પ્રકરણમાં આફ્રિકી દલિત આંદોલન વિશે માહિતી આપવામાં આવી છે. હવે એકવાર જાણી લો કે આફ્રિકાના ગુલામ અને ભારતના દલિત વચ્ચે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ રીતે સામ્યતા નથી છતાં તેનો અભ્યાસ કરીએ તેના નીતિ નિયમોના આધારે ભારતીય દલિતોને ચિત્રિત કરવાની એક ખૂબ જ મોટી પ્રવૃત્તિ અમેરિકા દ્વારા કરવામાં આવી રહી છે. જેના આધારે ભારતીય દલિતોમાં ફાટફૂટ પડાવી ભારતમાં તેનો આંદોલન કરાવી તેમને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે આ આયોજન ચાલી રહ્યું છે જેનો સ્ફોટક વર્ણન આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
આ જ રીતે ભારત – એક નવાસંરક્ષણવાદી મોરચો , ભારત – એક વામપંથી મોરચો , સંયુક્ત રાજ્ય અમેરિકાની સીધી સંલગ્નતા , વર્તમાન ભારતમાં બ્રિટનનો હસ્તક્ષેપ , યુરોપીય મહાદ્વીપ દ્વારા હસ્તક્ષેપ , ભારતની ઈસાઈ ઉમમત અને સભ્યતાના ટકરાવ નામના દરેક પ્રકરણ એવી એવી માહિતીથી ભરપૂર છે કે તમે એક ક્ષણ તો ખિન્ન થઈ જશો કે આટઆટલા આયોજન માત્ર ભારતનો નાશ કરવા માટે ? પણ આ કોઈ કપોળ કલ્પિત થીયરી નથી ! આ પુસ્તકમાં તમામ દસ્તાવેજ અને નગ્ન માહિતીનો આધાર લઈ તમામ બાબતોને જોડી ભારતના ઇતિહાસકારો અને માનવીઓને જગાડવા માટે આહલેક છે ! અફસોસ કે આજના ભારતના ઇતિહાસના એક પણ પાઠ્ય પુસ્તકમાં આ પુસ્તકનું નામ પણ નથી આવતું ! આવા જ એક ગ્રંથનું નામ છે ભારત વર્ષ કા બૃહદ ઇતિહાસ
સંદર્ભ સ્ત્રોત
– ભારત વિખંડન ( રાજીવ મલ્હોત્રા )
Ofefbjawkdefnk jnjfanfkdwnafjkewnfjkew jfejknfewjnfjkewfngewjkfj nkjfendwfjknewjkgnwejkfnejn jfenwwjfnjdgbrkjfnklfne jnfewwjfnewjkf https://uufewhdwjidewfhjfkmsdjfejgbrjefkd.com