મધ્ય એશિયાવાદનાં નવા સંશોધન

મધ્ય એશિયાવાદનાં નવા સંશોધનઆર્ય જાતિ વિશે આપણે અગાઉના લેખમાં વાત કરી. આર્ય બહારથી આવેલાં છે આ વાત સાબિત કરવા માટે પશ્ચિમના વિદ્વાનોએ અનેક તિકડમ ચલાવ્યા પણ હવે ટેકનોલોજી તેમનાં એક એક તિકડમની ઈમારત ધરાશાયી કરી રહી છે. જેમાં મધ્ય એશિયાથી આર્ય ભારતમાં આવ્યા આ તિકડમમાં નવા સંશોધન થયા છે જે આ થિયરી – મુદ્દો જ કાલ્પનિક છે એવું તારણ નિર્ધારિત થયું છે. ચાલો , જાણીએ કે આ સંશોધન ક્યાં છે?

ભારતમાં આર્ય મધ્ય એશિયાથી આવ્યા આ સિદ્ધાંત જ ખોટો છે એવું સાબિત થઈ ચૂક્યું છે. જેના માટે નીચે આપલ સંશોધન આધારભૂત પ્રમાણ છે.

01 પુરતત્વવિદો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે અંતિમ ભૌગોલિક યુગ એટલે કે 12,000 વર્ષ થી 10,000 વર્ષ સુધી પૂરા મધ્ય એશિયા વિસ્તારથી લઈ ભૂમધ્ય સમુદ્ર સુધીનાં વિસ્તાર તો કાદવ કીચડવાળો હતો. આથી ત્યાં માનવ વસવાટ શક્ય જ નોહતો તો પછી ત્યાંથી આર્ય ભારત આવ્યા એ વાત બપોરના સ્વપ્ન જેવી કાલ્પનિક વાત છે. આ વિસ્તારમાં માનવ વસી શકે એવું ભૌગોલિક વાતવરણ બનતા 10,000 થી 15000 જેટલો સમય લાગ્યો. આવી સ્થિતિમાં જ્યાં માનવી જ nohta ત્યાં માનવ સભ્યતા હોવાની કોઈ શક્યતા જ નથી.

02 પુરાતત્વવિદો દ્વારા એવું પણ સાબિત કરવા આવ્યું છે કે પામિર નો ઉચ્ચ પ્રદેશ પણ રહેવાને લાયક નોહતો! આથી અહી પણ આર્યોની સભ્યતા હોવાની કોઈ શક્યતા નથી !

3.ઋગ્વૈદિક ગ્રહ નક્ષત્રની સ્થિતિના આધારે શ્રી લોકમાન્ય તિલકની માન્યતા પણ વૈદિક વૈજ્ઞાનિકો દ્વારા અમાન્ય સાબિત થઈ છે. ડૉ. સંપૂર્ણાનંદ પણ પોતાના ગ્રંથ ‘ આર્યોના આદિ દેશ ‘ માં યુક્તિપૂર્વક લોકમાન્ય તિલકની વાતનું ખંડન કર્યું છે. તેમણે ધ્રુવ પ્રદેશની દ્રષ્ટિમાં ઉદ્ધૃત કરેલા उन्होंने (ऋ० 7/67/2 तथा 7/76/2) “अभूदु केतुरूसः पुरस्ताप्रतीध्यागादधिहम्मेंयः” મંત્રના प्रतीची શબ્દથી જ પ્રમાણિત કરી દીધું છે કે આર્યોનું સવાર કેતુ પ્રતિચી પૂર્વ દિશામાં દેખાય છે જે ધ્રુવ પ્રદેશમાં શક્ય નથી. ત્યાંથી ઉષા કેતુ દક્ષિણ દિશામાં દેખાય છે.
4. ભૂગર્ભ શાસ્ત્રીઓ અનુસાર આજથી લગભગ છ કે સાત કરોડ વર્ષ પહેલાં પૂર્વ ભારતમાં કેમ્બ્રિયન યુગની શિલાઓ મળી આવે છે જે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં ક્યારેય મળતી નથી. ઉત્તરી ધ્રુવ પ્રદેશ વિસ્તારમાં જીવન નો પ્રારંભ થયો એના પહેલા જ આર્યાવર્ત જીવનનું અસ્તિત્વ સાબિત થયું છે. આથી લોકમાન્ય તિલકની ધારણા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે.
5. આર્યાવર્ત શબ્દમાં જ્યાં કોઈ બીજા વિસ્તારમાંથી આવેલાનો બોધ કહેવામાં આવે છે ત્યાં વૈદિક વાગમયમાં આર્ય જાતિ કોઈ બીજા સ્થાનેથી આવી છે એવો કોઈ આધાર નથી મળતો. વાસ્તવમાં આર્ય આર્યાવર્ત ઉત્તર ગિરિ પ્રદેશથી લઈ તરાઈનાં સમુદ્ર સુકાઈ જવાથી ત્યાં આવ્યા હતાં. આથી તે બીજા દેશમાંથી આવ્યા એ વાતનું કોઈ અસ્તિત્વ જ નથી સાબિત થતું. પ્રો ટી. મુરો નામના વિદ્વાન પોતાના ગ્રંથ ” સંસ્કૃત ભાષા ” માં લખે છે કે ભારત વર્ષ પર ઇંડો આર્યન આક્રમણ અપ્રામાણિક છે. ઋગ્વેદના મૂળ પાઠમાં ક્યાંય એવી વાતનો સંકેત પણ નથી કે તે બહારથી આવ્યા છે.
6. લગભગ બધા વૈદિક વિદ્વાન એ વાત સાથે સહમત થયા છે કે વૈદિક વાગમયમાં આર્ય જાતિ બીજા કોઈ દેશમાંથી આવ્યા છે એવો કોઈ આધાર મળ્યો નથી. નદી સુક્તમાં વર્ણન થયેલી ગંગા , યમુના , સરસ્વતી નદીઓ જે વિસ્તારમાં વહેતી હતી તે જ આર્યાવર્ત સપ્ત સિંધુ પ્રદેશ આર્યોનો આદિ દેશ છે. ઇસાપૂર્વ 5000 વર્ષ સુધી સિંધુ ખીણમાં સપ્ત સિંધુ સભ્યતામાં જે વેદોનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે પોતે જ વૈદિક સભ્યતાની પ્રાચીનતાની સાબિતી છે. હવે તો પ્રો. જી. ડી. બક્ષી દ્વારા તો સરસ્વતી નદીના ભૌગોલિક સાબિતી દ્વારા આ સમયગાળો ઓછામાં ઓછો 25000 વર્ષ જેટલો પ્રાચીન સાબિત કરી ચૂક્યા છે જે તેમના આધુનિક સંશોધન અને ટેકનોલોજી દ્વારા સચોટ પુરાવાઓના આધારે લખાયેલા પુસ્તક સરસ્વતી સભ્યતામાં તમે જાણી શકો છો.

7. સિંધુ ખીણની સભ્યતા કહેવાતી ભારતીય સભ્યતાના મોહેંજોદડો , હડપ્પા , મહેરગઢ જેવા સ્થળોએ બધા પશ્ચિમી વિદ્વાનોની બોલતી બંધ કરી દીધી છે. કેમકે અહીથી જ પ્રથમ માનવ વસાહત , પ્રથમ ખેતી , પ્રથમ ડેરી ઉદ્યોગ , શહેરી સભ્યતા અને બીજા અનેક સનાતન વૈદિક સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. એટલું જ નહિ વિશ્વ વિખ્યાત પુરાલીપીવિદો અને બેબીલોન સભ્યતાના ઇતિહાસવિદ ડૉ. લૈન્ડન અને ડૉ. સી. એફ. ગૌડ દ્વારા લિખિત સાઈન લીસ્ટ ઓફ અર્લી ઈંડસ સ્ક્રિપ્ટ પુસ્તકમાં લખ્યું છે કે આ લિપિ આર્ય ભાષાના નામની છે. મધ્ય એશિયાવાદ જેવી જે થીયરી કહે છે કે ઇસાપૂર્વ 1700 આસપાસ આર્યો બહારથી ભારતમાં આવ્યા તેના કરતા તો ભારતની આ આર્ય જાતિના લોકો ક્યાંય વધુ પ્રાચીન છે.
8. ઉપરોક્ત અવશેષો સાબિત કરી દે છે કે ઇસાપૂર્વ 1700 આસપાસ લગભગ એશિયા માઈનોર કે અન્ય પૂર્વી દેશોમાંથી આર્યો ભારતમાં આવ્યા તે સિદ્ધાંત પૂર્ણપણે ખોટો સબૈત થઈ ચૂક્યો છે. જોકે આ ખોટી વાત અમારી માહિતી મુજબ સંવિધાનમાં સ્વીકાર થયેલો હોવાથી આજે પણ ઇતિહાસના પુસ્તકોમાં તેને જેમનું તેમ શીખવવામાં આવી રહ્યું છે. જોકે સત્ય કંઇક અલગ જ છે. વાસ્તવમાં આર્ય ભારતીય જ છે જે ક્યાંયથી નથી આવ્યા. હજારો લાખો વર્ષથી ભારતમાં જ વસી રહ્યા છે.
9. ડોકટર સંપૂર્ણાનંદ ” આર્યોના આદિ દેશ ” માં લખે છે કે આર્ય લોકો જ પ્રાચીન પારસીઓના પૂર્વજ હતા. જો આર્યોની જ એક ઉપજાતિ છે. તેની બે નિશ્ચિત શાખા છે. એક જેનો સબંધ ભારત સાથે છે અને બીજી જેનો સબંધ ઈરાન સાથે છે. પહેલાની ભાષા સંસ્કૃત હતી જ્યારે બીજાની પ્હલવી! પહેલીનો ગ્રંથ વેદ તો બીજીને અવેસ્તા ! જોકે વેદ અને અવેસ્તામાં ગજબનું સામ્ય છે. વેદ અવેસ્તથી પ્રાચીન છે તો સીધી વાત છે કે વેદના આધારે અવેસ્તા રચાયું છે ! એક સમયે બન્ને એક જ હતા પણ કોઈ સમયે બન્ને અલગ થયા ! આ અલગ થવાનો સમય ચાર પાંચ હજાર વર્ષ પહેલાંનો તો ખરો ! કેમકે મોહેંજોદડો , હડપ્પા અને મહેરગઢના અવશેષો ઈરાન સાથેના સબંધો સાબિત કરે છે કે એક સમયે આખો ઈરાન દેશ આર્યવંશી લોકોનો દેશ હતો !

10 શ્રી નારાયણ પાવગી નામના વિદ્વાન પોતાના પુસ્તક ” ધી આર્યવિતર્ક હોમ એન્ડ ધી આર્યન ક્રેડલ ઈન ધી સપ્તસિંધુજ ” માં અનેક ભારતીય અને વિદેશી ભાષાશક્તિ , પુરાત્વતિય અન્વેષણ અને ભૂગર્ભ શાસ્ત્રીઓનાં નિષ્કર્ષ નું પ્રમાણો સાથે ખંડન કરી સપ્ત સિંધુ ને જ આર્યોનો દેશ સાબિત કર્યો છે. તેમનો મત છે કે આર્ય સરસ્વતી નદીના પ્રદેશમાંથી ઉત્તર ધ્રુવના દેશોમાં ગયા અને ત્યાં દીર્ઘ કાળ સુધી વસ્યા અને મહાવિષ્ણુ નાં આરંભમાં જલ પ્રલય થતા ત્યાંની ભૂમિ પર જળ ફરી વળતા તેઓ હિમાલય થઈ પોતાના આદિ દેશ આર્યવર્ત પરત આવી ગયા ! કેમકે શતપથ બ્રાહ્મણમાં વર્ણિત પોતાના પૂર્વ પરિચિત ઉત્તરગિરિનાં એકમાત્ર સર્વોચ્ય સ્થાનને તે ભૂલ્યા નથી. આ કથન સાબિત કરે છે કે સપ્ત સિંધુ પ્રદેશ જ આર્યોનો આદિ દેશ છે.
11. ડૉ. રાધાકુમુદ મુખર્જી પોતાના પુસ્તક હિન્દુ સભ્યતામાં પૃષ્ઠ 153 પર લખે છે કે આર્યોના આદિ ઇતિહાસ એલ, સૌદધુમન અને માનવ આ ત્રણ વંશોથી શરૂ થાય છે. એલ નો મૂળ નિવાસ મધ્ય હિમાલયનો પ્રદેશ હતો. ભારતીય અનુશ્રુતિમાં આર્યોનો ઉત્તર પશ્ચિમ કે બહરથી કે પશ્ચિમથી પૂર્વ તરફ પ્રસારનો કોઈ ઉલ્લેખ નથી. પણ તેનાથી ઊંધું અહી ભારતમાંથી એલો તેમના દેશમાંથી બહારના દેશોમાં ગયાના અનેક પ્રમાણ છે. અને તે પણ ઉત્તર પશ્ચિમથી પણ આગળ સિંધુ પારના દેશોમાં ફેલાઈ જવાના વર્ણન છે. ઋગ્વેદમાં (10/75) ગંગા થી લઇ નેદીઓની જે આખું લિસ્ટ છે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી કહેવામાં આવી છે. આ નદીઓમાં પણ એલો ઉત્તર પશ્ચિમના બહારના અનેક વિસ્તારને પ્રમાણિત કરે છે. આની જેમ જ ઋગ્વૈદિય દાશરાજ્ઞમાં પણ ઉત્તર પાંચાલ વિસ્તારમાં જઈ દિગ્વિજય કરવાનું વર્ણન છે. જે સાબિત કરે છે કે ઋગ્વેદ નો ઘણો બધો ભાગ ગંગા યમુનાના ઉપરના ભાગમાં રચવામાં આવ્યો હતો.
12. આર્ય મધ્ય એશિયામાંથી અથવા કોઈ બીજા દેશમાંથી ભારતમાં આવ્યા આ તર્ક વાસ્તવમાં ટ્રક જેવો હાસ્યાસ્પદ છે. આર્યોએ સપ્ત સિંધુ બહારનાં નિવાસીઓને ધૃણાપૂર્વકની દ્રષ્ટિથી જોયા અને જો તેઓ આ દેશોમાંથી આવ્યા હોય તો એવી રીતે નાં જુવે અને હવે એવું કહેવું કે આર્ય પોતે ધૃણાસ્પદ છે અને તેઓ પોતે ધૃણાસ્પદ દેશોથી આવ્યા એમ કહેવું બક્વાસ છે. લોર્ડ એલ્ફિન્સ્ટન ભારતનો ઇતિહાસ ગ્રંથમાં લખે છે કે એમ કહેવું કે હિન્દુઓની ઉત્પત્તિ વિદેશોમાં થઈ એ પૂર્ણતઃ તથ્યહીન વાત છે. કેમકે નાં તો સ્મૃતિ ગ્રંથમાં કે નાં તો મારો વિશ્વાસ છે , નાં વેદોમાં , નાં કોઈ બીજા ગ્રંથમાં કે બીજા કોઈપણ વેદથી પ્રાચીન ગ્રંથમાં જે તેનાથી પ્રાચીન હોય તેમાં કહ્યું હોય કે આર્યો ભારત સિવાય અન્ય દેશમાંથી ભારતમાં આવ્યા એવો કોઈ સંકેત નથી !
ત્યાં સુધી કે પુરાશાસ્ત્ર પણ તેને હિમાલય સિવાય બીજી કોઈ પર્વતમાળા પણ તેમનું નિવાસ સ્થાન હોય શકે ! બીજી કોઈ પર્વતમાળા સાંભળવા કે બોલવામાં પણ નથી આવતી. આ જ સાબિત કરે છે કે હિમાલય જ આર્યોનું મૂળ સ્થાન છે. ( પૃષ્ઠ 95 )
13. આ જ પુસ્તકમાં 26માં પેજ પર લખ્યું છે કે માનવ જાતિનું એ મહાન અભિયાન જેણે પંજાબને પાર કરી વિશ્વ નૈતિકતાના વિકાસમાં પોતાના કલ્યાણકારી ઉદ્દેશ્યની પૂર્તિ માટે યુરોપ અને એશિયા તરફ પોતાના રાજપથ પર આગળ વધ્યા , પશ્ચિમોત્તર સિંધુ પાર કરી જે ઉત્પીડિત માનવ સમુદાય આવ્યો તે વિજ્ઞાન અને કળા નાં બીજ પણ સાથે લઈ આવ્યો. આજે પણ એશિયાના બૃહતર ભાગમાં ભારતીય સભ્યતાનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે. આ સમુદાય માત્ર અહી જ નહીં બેક્ટ્રિયા, ફારસ, એશિયા , માઈનર, યુનાન, ફૈનીશિયા અને ગ્રેટ બ્રિટન સુધી પોતાની સાથે પોતાના પ્રાચીન ઋષિ પૂર્વજોની શ્રદ્ધા , આશ્ચર્યજનક વ્યવસાય કુશળતા અને જ્યોતિષ તેમજ તંત્ર મંત્ર વિદ્યાઓની અસાધારણ ક્ષમતા પણ સાથે લઈ આવ્યા હતાં. પશ્ચિમી સભ્યતામાં એ પણ આશ્ચર્યજનક સત્ય છે કે પશ્ચિમી સંસારમાં ભારતીય આર્યોના પહોંચવાના અને તેમની સભ્યતાનાં પ્રમાણ મળે છે. સાથે સાથે એ પણ આશ્ચર્યજનક સત્ય છે કે આ સાબિત કરનારા અનેક આધાર મળી આવ્યા છે. નેશન્સ ઓફ એન્ટીવિટી નાં જગ વિખ્યાત લેખક કુક ટેલર પોતાના ગ્રંથ સ્ટુડન્ટ મેન્યુઅલ ઓફ એનશિયેન્ટ હિસ્ટ્રી માં લખે છે કે મારું માનવું છે કે મિશ્રી સભ્યતાને હિન્દુઓ પાસેથી પ્રેરણા મળી હોવી જોઈએ. કેમકે બન્ને જાતિઓ દ્વારા સ્થાપિત સંસ્થાઓમાં અસંદિગ્ધ રુઓથી અનેક સમાનતાઓ દિલ્લીથી લઈ આફ્રિકાના છેલ્લા છેડા સુધી જ્યાં આર્યો નાઇલ નદીના અને મિશ્રી શયતાન સામેના દક્ષિણી છેડા સુધી ભારતીય આર્યો પહોંચી ગયા હતા. એક વાત ખાસ યાદ રાખો કે જ્યારે ઇજિપ્તમાં પિરામિડ બન્યાનો થોડો સમય વીત્યો હતો ને યુનાન અને યુરોપના લોકો હજી આદિમાનવ જેવી અવસ્થામાં હતા ત્યારે ભારતીય સભ્યતા તેની સર્વોચ્ચ સ્થાને પહોંચી વિકસિત થઈ ચૂકી હતી.

આવા અનેક વિદ્વાનો હવે આગળ આવી પ્રાચીન ભારતની ધરોહર વિશે માહિતી આપી રહ્યા છે. આ માહિતી કોઈ કપોળ કલ્પિત થિયરી નથી પણ નક્કર પ્રમાણ અને ટેકનોલોજીના આધારે તારવેલ પ્રમાણો છે. આ વિશે વધું વાંચવા વાંચો …રાજીવ મલ્હોત્રા , નીરજ અત્રી , વેદવીર આર્ય , અનુજ ધર , મીનાક્ષી જૈન , અભિજિત ચાવડા , જી. ડી. બક્ષી ….! અનેક સત્ય સ્થાપિત કરનારા વિદ્વાનો પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. જેના આધારે આ લેખો અમે પ્રકાશિત કરી રહ્યા છીએ.
સંદર્ભ સ્ત્રોત– આર્યોનો બૃહતર દેશ – શિવશંકર નૌટીયાલ
– ડૉ.સંપૂર્ણાનંદ ( આર્યોનો આદિ દેશ )
– ભારતનો ઇતિહાસ ( લોર્ડ એલ્ફિન્સ્ટન )
– સ્ટુડન્ટ મેન્યુઅલ ઓફ એનશિયેન્ટ હિસ્ટ્રી ( કુક ટેલર )

Sharing Is Caring:

1 thought on “મધ્ય એશિયાવાદનાં નવા સંશોધન”

Leave a Comment