વૈદિક સંસ્કૃતિ
આજે પાઠ્ય પુસ્તકો અને કોચિંગ કલાસીસમાં વૈદિક સંસ્કૃતિ ખીણની સંસ્કૃતિ પછીના કાળ દરમિયાન વિકસેલી સંસ્કૃતિ કહેવામાં આવે છે પણ વાસ્તવમાં વૈદિક સંસ્કૃતિ આખી દુનિયાની ઓપ્રથ્મ અને આજ સુધી ચાલી રહેલી સંસ્કૃતિ છે. આપને બન્ને મુદ્દાને સાથે લઇ આજે વૈદિક સંસ્કૃતિ વિષે જાણીશું . લેખ વિસ્તૃત થાહ્સે પણ પૂરી વાત જાણીશું . તો શરુ કરીએ …..
વાત પાઠ્ય પુસ્તકોથી કરીએ તો એમાં વૈદિક સંસ્કૃતિ વૈદિકકાલિન સંસ્કૃતિ કે ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. પૂર્વે 1500 ની આસપાસ ઈન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો પ્રવેશ થયો. અહીંથી જ ભારતમાં વસતી આર્યપ્રજાના ઈતિહાસનો યુગ શરુ થાય છે. જોકે આ આખી વાત જ ખોટી સાબિત થઇ ચુકી છે. છતાં નાં જાને કેમ, આ ખોટનો બોજ આજે પણ આપણા પુસ્તકો સા માટે ઉપાડી ફરી રહ્યા છે. કેમકે આ ઈતિહાસ ભારતના ઇતિહાસની ઘોર ખોદવા માટે જ લખવામાં આવ્યો હોય એવી એની દશા છે. કેમકે આમાં એક જ શબ્દ સ્વીકારી શકાય એમ છે અને તે છે વૈદિક સભ્યતા કે વૈદિક કાલીન સભ્યતા કે ભારતીય સભ્યતા ! બાકી બધું માત્ર ગપ્પા જ છે. આ માટેના સાક્ષ્ય અને સાબિતીઓ જેમ જેમ લેખ વાંચશો એમ એમ જાણતાં જશો તો ચાલો શરૂઆત કરીએ !
વૈદિક સભ્યતા
ભારતીય ખૂબ સભ્યતા છે જેની શરૂઆત વિશે આજે પણ અજ્ઞાનતા જ પ્રવર્તે છે ! આ સભ્યતામાં જ વેદોની રચના થઈ છે. હવે આ ‘વેદ’ શબ્દ વિદ્ ધાતુ ઉપરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. વૈદિક સંસ્કૃતિમાં આર્ય શબ્દનો અર્થ શ્રેષ્ઠ, ઉત્તમ, કુલિન જેવો થાય છે. એક વાત યાદ રાખો કે આર્ય શબ્દ કોઈપણ ઉચ્ચ ગુણ ધરાવતાં માનવી માટે ઉપયોગમાં આવે છે. જોકે આ શબ્દ ભારતીય સભ્યતામાં હજારો વર્ષથી વપરાતો આવ્યો છે પણ આપણાં આજના પાઠ્ય પુસ્તકો લખે છે કે આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઈ.સ.1853માં મેકસમૂલરે શ્રેષ્ઠ ” જાતિ ” માટે ‘આર્ય’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આર્ય શબ્દને જાતિ સાથે જોડી ભારતીય લોકોમાં ફાટફૂટ પાડવા માટેની આ એક ષડયંત્ર જ હતું ! જે આજે તેની અસર દેખાડી રહ્યું છે.
ભારતીય સભ્યતામાં વૈદિક યુગ દરમિયાન લખાયેલા ગ્રંથો ભારતીય સંસ્કૃતિના મહત્વના આધારસ્તંભો ગણાય છે. ભારતીય સમાજ ભગવદ્ગીતામાં રહેલ જ્ઞાન, કર્મ અને ભકિત પર આધારિત છે. મુગલો અને વિદેશીઓ આક્રંતાઓ દ્વારા ભારતમાં થયેલા સામજિક પતન બાદ 19મી સદીમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળ દરમિયાન પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને એ સમયે પ્રવર્તતા સામજિક દુષણોનો નાશ કરી આમૂલ પરિવર્તન કરવામાં આવેલું જેમાં સ્વામી દયાનંદ સરસ્વતી જેવા ઉદ્ધરકોનો મોટો ફાળો છે ! ‘વેદ તરફ પાછા વળો’ નું સૂત્ર આપી આજથી પ હજારો વર્ષ પહેલાં લખાયેલ ગ્રંથો આધુનિક યુગમાં પણ સમાજને નવી અને સાચી દિશા આપે છે એ પુરવાર કરી દેખાડ્યું ! પ્રાચીન ભારતીય ગ્રંથોનો આધાર લઈને સ્વામી વિવેકાનંદજીની શિકાગો ધર્મપરિષદમાં જે ધર્મ વિશે વાત કરી એની નોંધ આજે પણ વિશ્વ લઈ રહ્યું છે. બહારના દેશોમાં જર્મનીએ સૌથી વધારે આપણા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને આજે પણ કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ ભારતનાં આ શ્રેષ્ઠતમ ગ્રંથોનો ભાંગરો વાટવામાં આવે છે.
આર્યોની મુખ્ય વિશેષતાઓ
આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘શ્રેષ્ઠ’ છે. આર્ય એ કોઈ જાતિ વિષયક શબ્દ નથી પણ એક ભાષાયિક પદ છે. એવો લોકસમૂહ જે ઈન્ડો – યુરોપીયન ભાષા બોલતો હોય. તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. જોકે આજનાં સાક્ષ્યો દર્શાવે છે કે આ ઈંડો યુરોપીય ભાષા નામની કોઈ ભાષા હતી જ નહીં! કેમકે સંસ્કૃત કરતા પ્રાચીન ભાષા આ ધરતી પર છે જ નહિ ! આથી ભાષાના આધારે કલ્પિત કરેલા લોક સમૂહનું અસ્તિત્વ જ ખોટું સાબિત થાય છે. રહી વાત લેટિન કે ગ્રીક ભાષાની તો બન્ને સંસ્કૃતમાંથી અપભ્રંશ થયેલી લોકબોલીના આધારે રચાયેલી ભાષાઓ છે ! જેમાં સંસ્કૃતના શબ્દો બન્ને ભાષામાં મળી આવે છે.
એક ફકરો હજી વાંચો ! આર્ય મૂળભૂત રીતે ઈ.સ.પૂર્વે 4000 ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપિઝનાં મેદાનોમાં વસતા હતા. સ્ટેપિઝના મેદાનોના આર્કિયોલોજિકલ અને એન્થ્રોપોલોજિકલ પ્રમાણો એમ બતાવે છે કે તત્કાલીન સમયે શીતકાળ હોવાથી અને ઘાસના મેદાનો ઓછા થવાથી ગરમ અને ઉપજાવ ભૂમિ તરફ તેમનું સ્થળાંતર કરેલ હશે. કહેવાય છે કે ઈ.સ. પૂર્વે 1500 ની આસપાસ હિંદુકુશ પર્વતમાળાના ‘ખૈબર ઘાટ’ના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો. જોકે આધુનિક ટેકનોલોજી સાબિત કરી ચૂકી છે કે તે સમયે તો મધ્યા એશિયા કે ઉત્તર ધ્રુવ પર માનવ વસી શેક એવી કોઈ પણ પ્રકારની ભૌગોલિક સ્થિતિ જ નોહતી ! કેમકે એ સમયે મધ્ય એશિયાનો આખો વિસ્તાર કાદવ કીચડવાળો હતો અને ઉત્તર ધ્રુવ પર તે બરફનું સામ્રાજ્ય હતું જ્યાં માનવ વસવાટના કોઈ એંધાણ મળતા નથી ! આથી આર્યો આ વિસ્તારમાંથી ભારતમાં આવ્યા એ વાત જ ખોટી સાબિત થાય છે ! હા , આધુનિક ટેકનોલોજીએ એ જરૂર સાબિત કર્યું છે કે આ સમયગાળામાં ભારતમાંથી લોકો પશ્ચિમ દિશા તરફ ગયા હતા ! વાસ્તવમાં આર્ય એ બીજી કોઈ જાતિ નહિ પણ અખંડ ભારતના લોકો જ છે ! તેમનો પ્રદેશ એ સમયે આર્યાવર્ત કહેવતો !
આર્યો ( ભારતીયો ) ની વૈદિક સંસ્કૃત ભાષામાં વૈદિક સાહિત્યની રચના થઈ છે, જે પ્રાચીન સમયમાં પૂરા ભારત વર્ષમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી ! અખંડ ભારતનું ક્ષેત્ર છેક યુરોપ , ઈન્ડોનેશિયા , ઇજિપ્ત , રશિયાના કેટલાક ભાગો , જાપાનના ભાગ સુધી સ્પર્શતું હતું ! આથી જ આજે પણ અહી ભારતીય સભ્યતાના અવશેષો સમય સમય પર ધરતી ફાડી બહાર આવતા રહે છે. હમણાં જ ઇજિપ્તમાં મળી આવેલા 8000 વર્ષ જૂની યજ્ઞ વેદી અને મંદિરોના અવશેષ એ જ સાબિતી આપે છે ! જોકે પુરાતત્વીય દ્વષ્ટિએ સંસ્કૃત ભાષાનો સૌથી પ્રાચીન અભિલેખિક નમૂનો પશ્ચિમ એશિયામાં મળે છે. સંસ્કૃત ભાષાનો જન્મ ક્યારે થયો એ આજે પણ સંશોધનનો વિષય છે . જોકે દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદની વાત માનીએ તો અનાદિ કાળથી સંસ્કૃત અને ભારતીય સભ્યતા ચાલ્યા આવે છે ! આજના ભારતીયોની જેમ આ કહેવાતા આર્યો આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, નદી, સૂર્ય વગેરેની પૂજા-આરાધના કરતાં. તેમણે આ દરેકની સ્તુતિઓ (ઋચાઓ) ની રચના કરી હતી. વેદપઠન પ્રચલિત હતા. તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ૠગ્વેદિક આર્યોનો ( ભારતીયો ) મુખ્ય વ્યવસાય પશુપાલન જ્યારે ઉત્તરવૈદિક આર્યોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો અને તેમની ભાષા સંસ્કૃત હતી. તે સમયે મહત્વનું પ્રાણી ‘ઘોડો’ જ્યારે મહત્વના દેવતા ‘ઈન્દ્ર’ હતા. આર્યો ( ભારતીય ) દ્વારા શોધવામાં આવેલી ધાતુ ‘લોખંડ’ હતી.
વૈદિક ગ્રંથોમાં વાજપેય યજ્ઞ’ માં ૨થ દોડનો ઉલ્લેખ છે ! આ ઉલ્લેખ જ સાબિત કરે છે કે રથનો આવિષ્કાર જ ભારતમાં થયો હતો ! હવે આવિષ્કાર થયો હતો તો તેઓ પૈડાથી પણ પરિચિત હતા જ ! અગ્નિપૂજાની સાથે પશુબલિ પણ વૈદિક આર્ય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા હતી એવો ઉલ્લેખ પાઠ્ય પુસ્તકો કરે છે પણ વાસ્તવમાં એક પણ વેદમાં બલિ આપવાનો ઉલ્લેખ નથી ! સ્વસ્તિકને આર્ય સંસ્કૃતિનું ચિહ્ન માનવામાં આવે છે. ઈરાનના પવિત્ર પુસ્તક ‘ઝંદઅવેસ્તા’ અને ‘બોગઝકોઈ અભિલેખ’ જુવો તો ખબર પડે કે બન્નેની રચના વેદો અને વૈદિક ગ્રંથોના આધારે થઈ છે ! કેમકે બન્નેમાં અસાધારણ સમાનતા છે ! ત્યાં સુધી કે ઋગ્વેદની કેટલીક માહિતી , દેવતાઓ અને સામાજિક વર્ગોનાં નામ એક જ સમાન છે.
હવે ઋગ્વેદ 5000 વર્ષ કરતા ( આજે કહેવાતા વિદ્વાનો દ્વારા સ્વીકારાયેલું સત્ય ! જોકે વાસ્તવમાં સરસ્વતી નદીના આધારે ઋગ્વેદની રચના હજારો વર્ષ પ્રાચીન સાબિત થાય છે ! આ માટે વાંચો જી. ડી. બક્ષીનું સરસ્વતી સભ્યતા પુસ્તક ) પ્રાચીન છે અને ઝંદ અવેસ્તા આધુનિક તો સીધી વાત છે કે બન્ને ભારતમાંથી ત્યાં ગયા છે !

આર્યોનો મૂળ દેશ
આર્યોનું મૂળ નિવાસ સ્થાન ક્યાં હતું તે એક અત્યંત વિવાદાસ્પદ પ્રશ્ન છે ! પણ વાસ્તવમાં તેને વિવાદાસ્પદ બનાવવામાં આવ્યો છે તેમ કહેવું વધારે ઉચિત રહેશે ! કેમકે સૌથી પ્રાચીન સમયમાં ખેતી , પશુપાલન , માનવ વસાહત અને નગરોના અવશેષો ભારતમાંથી મળી ચૂક્યા છે તો ત્યાં વસનારા બહારથી આવીને ત્યાં આવી રચના બનાવી ગયા હોય એ થોડો મોટો ગોળો છે ! અજીબ વાત છે કે આજના કહેવત વિદ્વાનો જે એમ કહે છે કે ભારતના આર્યો બહારથી આવ્યા ને અહી આ બધી રચનાઓ કરી ! સાથે એવી ગોળી પણ પીવડાવે છે કે તે યુરોપમાંથી આવ્યા ! ચાલો માની લઈએ કે આ ભુરીયા ભાઇઓ સાચા છે તો એ બધા જ્યાંથી આવ્યા ત્યાં ભારત જેવી એક પણ રચના કેમ નથી બનાવી ? કે પછી અહી આવ્યા પછી ચમત્કાર થયો અને ‘ રોહિતને જાદુએ ધૂપથી જાદૂઈ શક્તિથી ઈ બધાંને બુદ્ધિશાળી બનાવી દીધા ‘ ? શું જોરદાર જોક્સ છે ! આમાંના એક ભૂરા ભાઈ નામ એનું વી.એ.સ્મિથ – બકે છે કે, ‘આર્યોના મૂળ નિવાસ સ્થાન વિશે જાણી—જોઈને વિચારવિમર્શ કરવામાં આવ્યો નથી, કારણ કે આ વિષય પર કોઈપણ ધારણા સાબિત નથી થઈ શકી.’ હવે ભાઈ આજની ટેકનોલોજી અને સંશોધન જે કહે એ તો કોઈ કહો ! જોકે આર્યોના મૂળ વતન વિશે વિદ્વાનોમાં અનેકવિધ મત પ્રવર્તે છે. જોકે આખી દાળ કાળી છે ને એ આખો બખેડો જ ખોટો સાબિત થયો છે ! હવે પહેલા તો આ બખેડો શું હતો એ જરા જાણી લઈએ !
આર્યો વિશે પહેલા બહુમત હતો કે મધ્યએશિયા (ઘાસનાં મેદાનો)નો છે. તો આજના કેટલાક વિદ્વાનોએ ( ડફોળવીરોએ ) આર્યોના મૂળ વતન વિશે ચાર સિદ્ધાંતો આપ્યા છે. (1) યુરોપીય સિદ્ધાંત (2) મધ્ય એશિયા સિદ્ધાંત (3) આર્કટિક પ્રદેશનો સિદ્ધાંત (4) ભારતીય સિદ્ધાંત. જોઈએ ચારેય ને !
યુરોપીય સિદ્ધાંત
ભાષા તથા સંસ્કૃતિની સમાનતાના આધાર પર કેટલાક વિદ્વાનોએ યુરોપને આર્યોનું મૂળ વતન ગણાવ્યું છે. ભારત ઈરાન તથા યુરોપના વિવિધ દેશોના નિવાસી આયોના વંશજ માનવામાં આવે છે. તેમની ભાષામાં મોટા પાયે સમાનતા જોવા મળે છે. પિતૃ, પિર, પેટર, ફાધર અને માતૃ, માદર, મેટર તથા મધર શબ્દ એક જ અર્થમાં અનુક્રમે સંસ્કૃત, ફારસી, લેટિન તથા અંગ્રેજી ભાષામાં પ્રયોગ કરવામાં આવે છે. આ ભાષાઓને હિંદુ યુરોપીય પરિવારની ભાષાઓ કહે છે. આ ભાષાઓ તેના પરિવર્તિત રૂપમાં આજે પણ સમગ્ર યુરોપ, ઈરાન અને ભારતીય ઉપમહાખંડના મોટા ભાગમાં બોલાય છે. જોકે એક વાત યાદ રાખો કે આ બધા શબ્દોનો જન્મ જ સંસ્કૃત ભાષામાંથી થયો છે. આથી આ તમામ ભાષાઓ મૂળભૂત રૂપે સંસ્કૃતનથી જન્મી છે એ પાકું ! આથી જ એવા અન્ય શબ્દો જેવા એક બકરી, કૂતરો તથા ઘોડો જેવા પશુવાચક શબ્દ અને ભૂર્જ, પિતદારૂ તથા દિલ જેવા વૃક્ષોના નામ સમગ્ર હિંદયુરોપીય ભાષાઓમાં એકસમાન જોવા મળે છે. ડો.પી.ગાઈલ્સના મત મુજબ ઓસ્ટ્રિયા-હંગેરીના મેદાન આર્યોનું મૂળ વતન હતું. કારણ કે આ મેદાન સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે ગાય, બળદ, ઘોડો, કૂતરો તથા વનસ્પતિ અથવા ઘઉં, જવ વગેરે આ મેદાનમાં જોવા મળે છે. જેનાથી પ્રાચીન આર્યો પરિચીત હતા. પેન્કાએ જર્મની પ્રદેશને અને નેહરિંગે દક્ષિણી રશિયાના ઘાસના મેદાનને આર્યોના મૂળ વતન તરીકે ઓળખાવ્યા છે. અમુક વિદ્વાનોના મત મુજબ આર્યોનું મૂળ નિવાસ આલ્પ્સ પર્વતોના પૂર્વી ક્ષેત્રમાં, યુરેશિયામાં કયાંક હતું. જે વિદ્વાનોએ યુરોપને આર્યોનું મૂળ વતન કહ્યું છે તેમનો મત છે કે, આ મેદાન એ સ્થળની નજીક છે જ્યાં યુરોપના આર્યોની વિભિન્ન શાખાઓ નિવાસ કરી રહી છે. જો કે યુરોપમાં આર્યોની સંખ્યા એશિયાના આર્યો કરતા વધારે છે, તેથી એ સંભવ છે કે આર્યો પશ્ચિમથી પૂર્વ તરફ ગયા હશે, કારણકે પશ્ચિમથી પૂર્વ તરફ જવું ભૌગોલિક રીતે પણ ખૂબ જ સરળ હતું. યુરોપીય સિદ્ધાંતના સમર્થકોનું કહેવું છે કે સ્થળાંતર મોટેભાગે પશ્ચિમથી પૂર્વ તરફ થયું છે ! જોકે એના એક પણ પુરાતત્વીય કે પ્રાચીન સાહિત્યિક પુરાવાઓ મળી આવ્યા નથી ! માત્ર અનુમાન છે !
મધ્ય એશિયા સિદ્ધાંત
હવે બીજો અધ્યાય જેમાં જર્મન વિજ્ઞાન મેકસમૂલરના મત મુજબ તેમની સભ્યતા અને આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા હતું. હવે આ નામનો ભૂરિયો મેકસમુલર કોણ હતો ? એ લેખ વાંચવા ભલામણ કરીએ છીએ. કેમકે તે લેખ તેની ક્ષમતા અને કારસ્તાન બન્ને વિશે જણાવે છે. આ ભુરીયાની વાત માનીએ તો આર્ય જાતિ તથા વેદો તથા ઝંદઅવેસ્તામાંથી પ્રાપ્ત થાય છે જે ક્રમિક રીતે ભારતીય તથા ઈરાની આર્યોનો ધર્મગ્રંથ છે. આ ગ્રંથોના અભ્યાસથી અનુમાન કરી શકાય છે કે, ભારતીય તથા ઈરાની આર્યો લાંબા સમય સુધી એકસાથે રહ્યા હશે. તેમનું મૂળ વતન ભારત તથા ઈરાનની નજીક કયાંક હશે. ત્યાંથી એક શાખા ઈરાનમાં, બીજી શાખા ભારતમાં અને ત્રીજી શાખા યુરોપમાં ગઈ હશે. ઋગ્વેદ અને ઈરાની ગ્રંથ ઝંદઅવેસ્તામાં ઘણી ભાષાની સમાનતા જોવા મળે છે જેમ કે, વૈદિક ઈન્દ્ર, અવેસ્તાનો ઈન્દ્ર, વૈદિક વાયુ, અવેસ્તાનો વાયુ, વૈદિક મિત્ર, અવેસ્તાનો મિત્ર વગેરે. વેદો અને ઝંદઅવેસ્તાથી જાણી શકાય છે કે પ્રાચીન આર્યો પશુ પાળતા હતા અને ખેતી કરતા હતા. તેથી તેઓ વિશાળ મેદાનમાં રહ્યા હશે. તેઓ તેમના વર્ષની ગણતરી બરફ(હિમ)થી કરતા હતા, જેથી સ્પષ્ટ થાય છે કે તે પ્રદેશ શીતળ રહ્યો હશે. સમય જતા તેઓ પોતાના વર્ષની ગણતરી શરદ ઋતુથી કરવા લાગ્યા. જેનાથી અનુમાન લગાવી શકાય કે તેઓ પછીથી દક્ષિણ તરફ ચાલ્યા ગયા જ્યાં ઓછી ઠંડી ધરાવતી વસંત ઋતુ હતી. તેઓ ઘોડા રાખતા હતા જેનો ઉપયોગ સવારી માટે તથા રથોમાં કરતાં હતા. આર્યગ્રંથોમાં ‘દધિકરા’ નામના દૈવી ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે તેમજ ઘઉં તથા જવનો પણ ઉલ્લેખ મળે છે. આ તથ્યોના આધાર પર મેકસમૂલર એ નિષ્કર્ષ પર પહોંચે છે કે આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા જ હતું. કારણ કે આ બધી વસ્તુ ત્યાં જોવા મળે છે.
મધ્ય એશિયાથી ઈરાન, યુરોપ તથા ભારત જેવું સંભવ તેવા સરળ છે. એ સંભવ છે કે જન સંખ્યામાં વૃદ્ધિ, માન નથી ધાસચારાના અભાવના કારણે અથવા પ્રાકૃતિક પરિવર્તનોના કારણે તેઓ તેમની જન્મભૂમિ છોડવા મજબૂર થઇ હશે. હવે આ થઈ એ પ્રપંચી નપાવટની વાત ! હવે આજે પ્રકાશમાં આવેલા ગ્રંથો અને પુરાવાઓના આધારે જોઈએ આ નિષ્કર્ષ પર કઈ રીતે પહોંચ્યો એ પણ જાણી લઈએ !
મેક્સમુલરનાં આ દાવા અને તેના જ શિષ્યો જેવા ભારતનાં જ નહિ દુનિયાના ઇતિહાસકારો
અને બુદ્ધિજીવીઓ સામે જાણીતા ઇતિહાસકાર પ્રો. ડૉ. પ્રોદોશ આઇચે પડકાર ફેંકયો છે કે જેણે એ અફવા ઉડાડી છે કે આર્ય લોકો બહારથી ભારતમાં આવેલા આક્રંતા હતા જે અફવા યુરોપીય ઈસાઈ સંસ્કૃત નાં કહેવાતા વિદ્વાનોએ પ્રિન્ટ ઇટ ટુ ઇમ્પ્રીન્ટ ઇટ ની નીતિ અપનાવી આર્યોને વારાફરતી ઇંડો આર્યન , ઇંડો યુરોપિયન કે ઇંડો જર્મન ઘોષિત કરી નાખ્યાં છે ! આ અફવા એટલી જોરદાર રીતે જાણે સત્ય જ હોય એમ ફેલાવવામાં આવી કે બીજા વિશ્વયુદ્ધમાં ઈસાઈ સૈનિકોના સૌથી મોટા અને શકિતશાળી નેતા હિટલરે યુરોપના 60 લાખ યુહુદીઓ અને 40 લાખ જીપ્સીઓને મોતને ઘાટ ઉતારી દીધા ! આખા વિશના બુધ્ધિજીવીઓએ એ હત્યા હિટલરના માથે નાખી ચાલતી પકડી ! તે બધા અબ્રાહમ ધર્મના મૂળ સિદ્ધાંત જેમાં એક ધર્મના અનુયાયી માટે બીજા ધર્મના અનુયાયીઓ કાફિર છે ને મોતના હકદાર છે ને છુપાવી દીધો છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે મેક્સમુલર બાદ માત્ર સવા સો વર્ષમાં જર્મનીમાં 132 ઇંડોલોજિસ્ટ પેદા થયા કે કરવામાં આવ્યા !
આ મેક્સ મુલરનું બાળપણ એક કટ્ટર ઈસાઈ ની જેમ ઘડવામાં આવ્યું જેનો પ્રભાવ તેના પર પડ્યો ને આજીવન રહ્યો ! બીજા વિશ્વયુદ્ધમાં મેક્સમુલર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી અફવા આર્ય આક્રમણ સિદ્ધાંતની કિંમત 60 લાખ યહુદી અને 40 લાખ જિપ્સી લોકોએ પોતાના લોહીથી ચૂકવી ! પણ કાફિર નો આ સિદ્ધાંતનાં કારણે ઇસાઈઓના મનમાં યહૂદીઓ પ્રત્યે ની નફરતની દીવાલ આજની નોહતી ! એના પહેલેથી ઊભી થયેલી હતી ! મેક્સમુલર લખે છે કે ” શાળામાં અમારી ધર્મ સબંધિત શિક્ષા ઐતિહસકિ અને નૈતિક મૂલ્યોના સંદર્ભમાં થતી હતી…..અમારૂ બાળપણમાં જ ઇસાઈને એક ઐતિહાસિક એકમ માની શીખવવામાં આવતું. ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોનાં ઐતિહાસિક ચરિત્ર સમજતા ….જૂના અને નવા સ્ટેટમેન્ટ ને જ ઇતિહાસના પાઠ્ય પુસ્તકો માની શિક્ષા આપવામાં આવતી. અમારું પાલન પોષણ યહૂદીઓ પ્રત્યે કોઈપણ દ્વેષ વિનાં થયું પણ નિ: શંકપણે અમારા મનમાં તેમના પ્રત્યે પક્ષપાત તો હતો જ . આમારા મનમાં એક વિશેષ ભાવ હતો કે તેમને સહન કરવા અમારી મજબૂરી છે. પણ તેમનું સ્તર અમારા બરાબર તો નોહ્તું જે. ક્યારેક ક્યારેક ધાર્મિક ઉન્માદ અમારી અંદર જોર કરતો. શું યહૂદી ઈસુ ખ્રિસ્તના હત્યારા નોહતા ? એમણે નોહ્તું કહ્યું કે લોહીનો ભાર અમારા અને અમારા બાળકોના માથે છે ! ( Truths , પ્રોદોશ આઇચ , પૃષ્ઠ નંબર 28 ) સીધો અર્થ છે કે મેક્સમુલર નો આ સિધ્ધાંત માત્ર ને માત્ર લોકોને અંધારામાં રાખી ખ્રિસ્તી અને અંગ્રેજી હકુમત માટે ભારતને નીચાજોણું કરાવવા માટેનું એક ષડ્યંત્ર જ હતું. જેના ફરી ક્યારેક બીજા લેખમાં ચર્ચા કરીશું !
હવે વાત રહી મધ્ય એશીયાવાદ સિદ્ધાંતની તો આ રહ્યા આજના સંશોધનના નિષ્કર્ષ – મધ્ય એશીયાવાદ અને અન્ય તમામ સિધ્ધાંત ખોટા સાબિત કરનારા સાક્ષ્ય !
આર્કટિકનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અધૂરા જ્ઞાન પર આધારિત છે જેમાં આપણાં દેશના મહાન ગણતાં લોકમાન્ય ટિળક નાં પુસ્તક “ધ આર્કટિક હોમ ઈન ધ વેદાસ’ આધારે ઘડવામાં આવેલા છે. જે અત્યારે નિરાધાર સાબિત થઈ ગયો છે. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના મતાનુસાર ઉત્તર ધ્રુવનો પ્રદેશ આયોનું મૂળ વતન હતું. તેનો ઉલ્લેખ તેમણે છે તેમના મતના સમર્થન માટે ટિળકે વેદો તથા અંદઅવેસ્તાનો આધાર લીધો છે. ઋગ્વેદમાં છ મહિનાની રીત તથા મહિનાના દિવસનું વર્ણન છે. વેદોમાં ઉષાની સ્તુતિ કરવામાં આવી છે. આ બધી વાતો ઉત્તર ધ્રુવમાં જોવા મળે છે. પુરાતત્વીય પુરાવાને આધારે આર્ય લોકો દક્ષિણ સાઈબેરિયાની અન્દ્રોનાવો સંસ્કૃતિમાંથી ઉતરી આવ્યા હશે અને કાળક્રમે હિંદુકુશની ઉત્તરેથી ભારતમાં પ્રવેશ મેળવ્યો હશે. આર્યો જ્યાથી સ્થળાંતર કરીને આવ્યા તે મુખ્ય ભાગ ખીરુણ (યુરોપ) છે જયાંથી પત્ર આરાયુકત પૈંડા, ઘોડા તેમજ શબના અગ્નિદાહના પુરાવા મળી આવેલા છે જે આર્ય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતા છે. જોકે ડૉ. સપૂર્ણાનંદના અદ્ભુત ગ્રંથ આર્યો કા આદિ દેશ માં આ સિધ્ધાંત અને વૈજ્ઞાનિક અને સૈધ્દાહાંતિક બન્ને રીતે ખાંડન કરવામાં આવ્યું છે.
ભારતીય સિદ્ધાંત
ભારતીય સિદ્ધાંત આજે સત્ય સાબિત થઈ ચૂક્યો છે. જેમાં આજે વૈજ્ઞાનિક , ભૌગોલિક , જૈવિક જેવા અનેક પુરાવાઓ સામેલ છે.જેમાં ખૂબ લાંબા અને મહેનતી સંશોધન બાદ સાબિત થયું છે કે ભારત આર્યોનું મૂળ વતન હતું અને તેઓ બહારથી આવ્યા નથી. ડો. રાધાદ મુખર્જીએ લખ્યું છે કે, ‘હવે આર્યોના આક્રમણ અને ભારતના મૂળ નિવાસીઓની સાથે તેમના સંઘર્ષની પરિકલ્પનાનો ધીરે ધીરે ત્યાગ કરવામાં આવી રહ્યો છે.’ અવિનાશચંદ્ર દાસના મતાનુસાર સ્પ્ત સિંધુ જ આર્યોનું મૂળ વતન હતું. કેટલાક વિદ્વાનોના મત અનુસાર કાશ્મીર તથા ગંગાનું મેદાન આર્યોનું મૂળનું વતન હતું. ભારતીય સિદ્ધાંતના સમર્થકોનું કહેવું છે કે, આર્યગ્રંથોમાં આર્યોના બહારથી આવવાની ચર્ચા કરવામાં આવી નથી. અનુશ્રુતિઓમાં પણ કયાંય બહારથી આવવાનો સંકેત મળતો નથી. વૈદિક સાહિત્ય આર્યોનું મૂળ સાહિત્ય છે. જો આર્યો સપ્ત-સિંધુમાં બહારથી આવ્યા હોય તો તેમનું સાહિત્ય બીજે કેમ નથી મળતું. ૠગ્વેદની ભૌગોલિક સ્થિતિથી પણ એ નક્કી થાય છે કે મંત્રોની રચના કરવાવાળાઓનું મૂળ સ્થાન પંજાબ તથા તેની આજુબાજુના પ્રદેશ જ હતો. આર્ય સાહિત્યથી આપણને જાણકારી મળે છે કે ઘઉં તથા જવ પ્રાચીન આર્યોનું મુખ્ય ખાદ્યાન હતું. એ ધ્યાન આપવાની વાત છે કે પંજાબમાં આ બંને ખાદ્યાન્નના પુષ્કળ ભંડાર છે. આથી આ આર્યોનો મૂળ દેશ છે ! આમાં હવે તો ભારતીય લોકોના ડીએનએ સુધીનું સંશોધન પણ આ શબ્દો દોહરાવી ચૂક્યા છે કે ભારત જ આર્યોનો દેશ છે અને ભારતીય લોકો જ આર્ય છે!
જોકે ઘણા ખણ ખોદિયા કહે છે કે હડપ્પા તથા મોહેં–જો–દડોની સભ્યતા, આર્ય સભ્યતાથી ભિન્ન તથા વધુ પ્રાચીન છે. સિંધ પ્રદેશની પ્રાચીન સભ્ય અનાર્ય હતી ત્યારે સપ્ત—સિંધુ કઈ રીતે આર્યોનો મૂળ વતન હોઈ શકે ? પણ એ લોકો એ વાત ધ્યાનમાં લેતા નથી કે આ સભ્યતામાં પણ પશુપતિ નાથ , માતૃ દેવી , આજના જેવી અનાજ દળવાની ઘંટી , સ્વસ્તિક , રામાયણને લગતા સિક્કા મળી આવ્યા છે જે આજે પણ ભારતીય સભ્યતા હોવાના પુરાવા છે.
વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર
આગળ વાત કરીએ તો ઋગ્વેદના દસમા મંડળના ‘નદી સુક્ત’માં કુલ 21 નદીઓનો ઉલ્લેખ છે, જેમાં સિંધુ નદીનો ઉલ્લેખ સૌથી વધુ છે પરંતુ ઋગ્વેદિક આર્યોની સૌથી પવિત્ર નદી સરસ્વતી હતી. જેને ‘નદીતમા’ નદીઓમાં પ્રમુખ કહેવામાં આવી છે. ઋગ્વેદમાં ગંગા નદીનો ઉલ્લેખ એકવાર જ્યારે યમુના નદીનો ત્રણવાર ઉલ્લેખ જોવા મળે છે. તેવીજ રીતે કાશ્મીરની એક નદી મરૂવૃધા નો ઉલ્લેખ છે. વિપાશા (બિયાસ) નદીની ચર્ચા નદી સુકતમાં નથી પરંતુ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. ઋગ્વેદિક આર્યો હિમાલયથી પરિચિત હતાં, પરંતુ વિંધ્ય તથા સાતપુડાથી પરિચિત ન હતાં.જોકે આ સંશોધનનો વિષય છે. કેમકે દક્ષીણ ભૂમિ ભાગ બન્યા બાદ અગત્સ્ય ઋષિ ત્યાં ગયા હતાને ત્યાં માનવ સભ્યતા વિકસાવી હતી એવા ઉલ્લેખ મળે છે. જે ભારતનો દક્ષીણ ભાગ જયારે એશિયા સાથે જોડાયેલો જ નોહ્તો ત્યાં સુધી ભારતનો ઈતિહાસ જાય છે, જોકે આ હજી સંશોધનનો વિષય છે. ઋગ્વેદમાં હિમાલયના એક શિખર ‘મુજવંત’ નો ઉલ્લેખ આવે છે, જ્યાંથી તેઓ ‘સોમ’ પ્રાપ્ત કરતાં હતાં. જોકે આ સોમ એટલે આજના પાઠ્આયપુસ્તકો જે સોમ એટલે દારુ કહે છે એ સોમ નહિ ! ઋગ્વેદમાં સોમના વિશેષ અર્થ થાયછે ! કેમકે માત્ર સંસ્કૃત વ્યાકરણ આવડે એટલે તમે ઋગ્વેદના શ્લોક સમજી ના શકો એના માટે તમારે પહેલા તો નિરુકત શીખવું જોઈએ ! કેમકે તેને સમજ્યા વિના સંસ્કૃત વ્યાકરણમાં તમે ગમે તેટલા પારંગત હોવ તમે ઋગ્વેદ કે અન્ય સંસ્કૃત સાહિત્ય સમજી નહિ શકો ! હિમાલય સિવાય હિમવંત, સુષોમ, આર્થિક, શિલાખંત, શાયનાવત્ત જેવાં કેટલાક શિખરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આર્યોનો વિસ્તાર અફઘાનિસ્તાન, પંજાબ તથા ઉત્તર-પશ્ચિમ પ્રદેશ સુધી માનવામાં આવે છે. ઋગ્વેદમાં અફઘાનિસ્તાનની 4 નદીઓ કુંભા(કાબુલ), કુમુ (કુર્રમ), ગોમતી(ગોમલ) અને સુવાન (સ્વાન)નો ઉલ્લેખ છે. વૈદિક આ સપ્તસિંધુ નામના પ્રદેશમાં વસ્યા હતાં. સપ્તસિંધુનો અર્થ ‘સાત નદીઓનું ક્ષેત્ર’ થાય છે. આ સાત નદીઓમાં સિંધુ, બિયાસ, જેલમ, રાવી, ચિનાબ, સતલજ અને સરસ્વતીનો રામાવેશ થાય છે. ઋગ્વેદમાં આ ક્ષેત્રને ‘બ્રહ્મવર્ત’ (સતલજથી સરસ્વતી સુધીનો વિસ્તાર) કહેવાય છે. સરસ્વતીથી ગંગા સુધીનો પ્રદેશ ‘બ્રહ્મર્ષિ પ્રદેશ’ તરીકે ઓળખાતો હતો. ઋગ્વેદિક આર્યોનું જ્ઞાતક્ષેત્ર પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં ગંગાના પશ્ચિમી તટ અને ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં રાજસ્થાનની ઉત્તરીસીમા સુધી હતું.
ભારતીય આર્યો વિશે પ્રાચીન સમયમાં ઉલ્લેખ
પંચજનોનું યુદ્ધ
ઋગવેદમાં આર્યોનો ઉલ્લેખ આવે છે. અર્થાત્ સૌથી પ્રાચીન સભ્યતામાં ! જેમાં પંચજનોનું યુદ્ધ ખાસ છે ! હવે એક વાત ખાસ યાદ રાખો કે સંસ્કૃત ખૂબ વિશાળ અને બહોળો અર્થ ધરાવતી ભાષા છે. સંસ્કૃતનાં પ્રકાંડ વિદ્વાન થયા વિના લખેલું પણ નાં સમજાય એ રીતે તેનું વર્ણન હોય છે. પ્રાચીન સમયમાં અનુ, દ્રલૈં, યદુ, પુરુ, તુર્વસ નામના જનોનું વર્ણન આવે છે. જેમાં યદુ, અનુ, તુર્વસ અને દ્રæ સતલજના પશ્ચિમમાં પંજાબના પ્રદેશમાં વસ્યા હતાં અને સરસ્વતી અને તેની સહાયક નદીઓના ક્ષેત્રમાં પુરુ, ભરત, તત્સુ અને સૂંજય જનોનો નિવાસ હતો. પુર તથા ભરત તેમાં સૌથી પ્રભાવશાળી હતાં. પાંચ મુખ્ય કબીલાઓ અથવા પંચજનોની અંદરોઅંદર લડાઈ થઈ હતી જેને પંચ જનોનું યુદ્ધ કહેવામાં આવે છે. જે વાસ્તવમાં ભારતના જ લોકો વચ્ચે થયું હતું. જેમાં આર્ય લોકોએ આર્યોત્તર લોકોની પણ મદદ લીધી હતી ! યાદ રાખો કે જે આર્ય નથી એ અનાર્ય અથવા આર્યોત્તર છે.
દાશરાજ્ઞ – દસ રાજાઓનું યુધ્ધ
ઋગ્વેદમાં આ યુધ્ધનું વર્ણન આવે છે જેમાં ઉલ્લેખ છે કે સરસ્વતી નદીના કિનારે ભરતવંશ (ત્રિત્સવંશ) નું એક રાજ્ય હતું. જેના પર સુદાસ નામનો રાજા શાસન કરતો હતો. વિશ્વામિત્ર, રાજા સુદાસના પુરોહિત હતા. રાજા તથા પુરોહિત વચ્ચે અણુ-બનાવ થવાના કારણે રાજા સુદાસે વિશ્વામિત્રના સ્થાને વશિષ્ઠને તેમના પુરોહિત બનાવ્યા. તેનાથી વિશ્વામિત્ર નારાજ થયા, તેમણે દસ રાજાઓને સંગઠીત કરીને રાજા સુદાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. આ દશ રાજાઓ વિભિન્ન કબીલામાંથી હતા. 1. અનિલ 2.પકથ 3. ભલાનસ 4. શિવ 5. વિષાણિની 6 અને 7. તલ્લુ 8. યદુ 9. પુરુ 10 તુર્વસ, પ્રથમ પાંચ જનોનો પ્રદેશ સિંધ નદીના ક્ષેત્રમાં હતો, શિવ જન જે પછીથી શિવિ નામથી પ્રસિદ્ધ થયો તે સિંધુ અને વિતસ્તાની મધ્યમાં હતો. દસ રાજાઓના આ સમૂહમાં પાંચ આર્ય રાજા હતા અને પાંચ અનાર્ય રાજા હતા. ભરતવંશના રાજા સુદાસ અને દસ કબીલાના રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તેને ‘દાશરાશ યુદ્ધ’ કહેવામાં આવે છે, આ દસ કબીલામાં પુરુ નામનો કબીલો સૌથી શક્તિશાળી હતો. આ યુદ્ધ વર્તમાન પાકિસ્તાનના પંજાબમાં પુરૂષણી (રાવી) નદીના કિનારે થયું હતું. આ યુદ્ધનું વર્ણન ઋગ્વેદના ‘સાતમાં મંડળ’ માં થયેલું છે, તેમાં ભરત કુળના રાજા સુદાસની વિજય થઈ અને ભરતવંશનું પ્રભુત્વ સ્થાપિત થયું. તેના આધાર પર આપણા દેશનું નામ ‘ભારતવર્ષ’ થયું. સુદાસ દિવોદાસનો પુત્ર હતો. દિવોદાસે શમ્બર નામના દસ્યુ રાજાને પરાજિત કર્યો હતો. દશ રાજાઓ ઉપરાંત અજ, શિગ્ન અને યક્ષ ત્રણ અન્ય કબીલાઓએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ ત્રણ કબીલાનો નેતા ‘ભેદ’ હતો. ઋગ્વેદમાં અંતિમ ઉલ્લેખિત રાજા સગર હતો.

દાશરાજ્ઞ યુદ્ધનું કારણ
ભરતવંશના રાજા સુદાસે કુશિકકુળના વિશ્વામિત્રને પુરોહિત પદ પરથી દૂર કરી તેના સ્થાને વશિષ્ઠને નિયુક્ત કર્યાં હતાં. આથી, વિશ્વામિત્રએ દસ રાજાઓનો સંઘ બનાવીને સુદાસની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી હતી.
ડી.ડી.કોસામ્બીના મત અનુસાર, નદી – જળ પર રાજનૈતિક અધિકાર પ્રસ્થાપિત કરવા આ યુદ્ધ થયું હતું.
જોકે આ બાબત પણ આગાઉ કહ્યા તેમ એક અલગ વિષય છે ! કેમકે આ ઉલ્લેખ ઋગ્વેદના અંગ્રેજી ભાષાંતર પર આધારિત છે ! ઘણા વિદ્વાનોના અનુસાર આ યુદ્ધ આર્યો અને તેના પૂર્વજો વચ્ચે ઉત્તરાધિકાર તેમજ રાજ્ય વિસ્તારના મુદ્દે થયું હતું.
દાશરાજ્ઞ યુદ્ધનું મહત્વ
ભરત જન દ્વારા સિંધુ નદી પાર કરીને પંજાબની સમતલ ભૂમિમાં યુદ્ધમાં વિજય મેળવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હિટજેલના મત અનુસાર, ‘Snapshot of History’ એક ઐતિહાસિક આલેખ ના સમાન છે. ડી.ડી. કૌશામ્બીના મત અનુસાર, નદી જળ પર રાજનીતિક અધિકાર સ્થાપિત કરવાનું પ્રથમ ઉદાહરણ આ યુદ્ધમાં જોઈ શકાય છે. ઋગ્વેદના ભરત જન ઉત્તર, પૂર્વ તથા પશ્ચિમ દિશામાં શત્રુઓને પરાજિત કરવાના કારણે વધુ પ્રખ્યાત થયા હતા. દક્ષિણમાં શત્રુ ના હોવાને કારણે ત્યાં ‘ખાણ્ડવ વન’ હોવાનું બતાવવામાં આવ્યું છે. આ ખાણ્ડવ વનક્ષેત્ર મહાભારત કાળમાં કુરુક્ષેત્રના દક્ષિણમાં આવેલું હતું.
વૈદિક યુગ
વૈદિક યુગને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
1. વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે 1500-1000 , અનુમાનીત વર્ષ ) : ચાર વેદમાં ઋગ્વેદ સૌથી વધુ પ્રાચીન છે. ઋગ્વેદકાળમાં આર્યો સપ્ત સિંધુ વિસ્સતારમાં વસતા હતા. તેથી ઋગ્વેદની સભ્યતા નિવાસ કરતાં હતાં તેથી આ કાળની સભ્યતાને વૈદિક ઋગ્વૈદિક સભ્યતા કહેવામાં આવે છે.
2. ઉત્તરવૈદિક કાળ (ઈ.સ. પૂર્વે 1000-600 અનુમાનીત વર્ષ ) : ઉત્તરવૈદિક કાળમાં આર્ય લોકો સરસ્વતી તથા ગંગા નદીઓની વચ્ચેની ભૂમિમાં પહોંચ્યા હતાં અને તેમણે ત્યાં પોતાના રાજ્ય સ્થાપિત કર્યા હતાં. આ ભૂમિનું નામ કુરુક્ષેત્ર હતું. ઉત્તરવૈદિક કાળના આર્યોની સભ્યતાનો અહીં વિકાસ થયો. ઉત્તરવૈદિક કાળમાં ઋગ્વેદિક સભ્યતાનો ક્રમશઃ વિકાસ તેમજ તેમાં અનેક પરિવર્તનો થતાં ગયા.
વૈદિકકાલીન પુરાતત્વીય સ્ત્રોતો
ઋગ્વેદકાલીન પુરાતત્વીય સ્ત્રોતના ત્રણ પ્રકાર છે.
1. કાળા અને લાલ માટીનાં વાસણો (Black and Red Ware)
2. તામ્રપુંજ (Copper Hoards)
3. ભગવા રંગના માટીનાં વાસણો (O.C.P- Ochre Coloured Pottery)
ઋગ્વેદિક પુરાતત્વીય સ્ત્રોતો લોખંડની શોધ થયા પહેલાની અવસ્થાના સંકેત આપે છે. ભગવા રંગના માટીનાં વાસણો તેમજ તામ્રપુંજ મોટાભાગે ગંગાયમુના દોઆબ ક્ષેત્રમાં મળેલ છે. તે સપ્ત સિંધુ ક્ષેત્રમાં ખૂબ ઓછા જોવા મળ્યા છે. જોકે ઋગ્વેદમાં ઉલ્લેહિત અને આજે મળી આવેલા પુરાતત્વીય અવશેષો કૈક અલગ જ ચિત્ર ખડું કરે છે.
ઉત્તર વૈદિક કાલીન પુરાતત્વીય સ્ત્રોતો
ઉત્તરવૈદિકકાલીન પુરાતત્વીય સ્ત્રોતો લોહ અવસ્થાની માહિતી આપે છે તવા વધુ સ્થાયી જીવનનાં સંકેત આપે છે.
આ સ્ત્રોતોના બે પ્રકાર છે.
1.ચિત્રિત ભૂખરાં વાસણો (PGW-Painted Grey Ware}
2. ઉત્તરી કાળા પોલિશ વાસણો (NBPW Northern Black Polished Ware)
ચિત્રિત ભૂખરાં વાસણો :
- આ સમયના વાસણો પંજાબ, હરિયાણા, રાજસ્યાન, પશ્ચિમી ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત થયા છે.
- તેમનો સમય ઈ.સ. પૂર્વે 1200 થી 600 સુધી માનવામાં આવે છે.
- ગંગા નદીના પ્રદેશમાંથી 700 થી વધુ ચિત્રિત ભૂખરાં વાસણોના સ્થળો શોધી કઢાયા છે. આ વિસ્તાર હવલપુરમાં થ્થરના સૂકા પ્રદેશમાં અને ઉત્તર રાજસ્થાનથી સિંધુના જળાશય અને ગંગા યમુનાના દોઆબ સુધી પથરાયેલ છે. આ વાસણોની પૂર્વ તરફની હદ ગંગાના ઉત્તરના મેદાનો સુધી મર્યાદિત હતી તેમ શ્રાવસ્તિનું સ્થળ બતાવે છે.
- અગત્યનાં ચિત્રિત ભૂખરાં વાસણોના સ્થળો અત્રાંજખેર, અહિચ્છ નોહ, હસ્તિનાપુર, કુરુક્ષેત્ર, ભગવાનપુરા અને જાખેરા છે.
- ઉત્તરી કાળા પોલિશ વાસણો આ પ્રકારના વાસણો ઉત્તરપ્રદેશ અને બિહારમાં મળી આવ્યા છે. તે લોહયુગના પુરાવા આપે છે. તેનો સંબંધ મુખ્યત્વે મૌર્યયુગ સાથે માનવામાં આવે છે.
- ઋગ્વેદમાં વર્ણવાયેલી સંસ્કૃતિને આર્ય સંસ્કૃતિ અથવા પૂર્વ વૈદિક સંસ્કૃતિ કહે છે.
- ‘ધર્મ’ તથા ‘ઋત’ ભારતની પ્રાચીન વૈદિક સભ્યતાના એક કેન્દ્રીય વિચારને વર્ણવે છે મૂળભૂત નૈતિક વિધાન હતુ જે સૃષ્ટિ અને તેમાં સમાવિષ્ટ તત્વોના ક્રિયા કલાપોને સંચાલિત કરતું હતું.
- આ સભ્ય છે ધર્મ વ્યક્તિની જવાબદારીઓ અને સ્વયં તથા બીજા પ્રત્યે વ્યક્તિગત મંતવ્યોનો ખ્યાલ આપતાં હતાં જ્યારે ત ગ્રામીણ પરિવેશમાં વિકસી હતી.
- ઋગ્વેદ પછી રચાયેલા ત્રણ વેદો, ઉપનિષદો, આરણ્યકો અને બ્રાહ્મણગ્રંથોમાં વર્ણવાયેલ સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ કહે છે.
વૈદિક સાહિત્ય
ઋગ્વેદમાં વર્ણન કરવામાં આવેલી સંસ્કૃતિ આર્ય સંકૃતિ અથવા પૂર્વ વૈદિકસંસ્કૃતિ કહેવામાં આવે છે. ધર્મ તથા ઋત ભારતની પ્રચીન વૈદિક સભ્યતાના એક ક્દ્ન્રીય વિચારને વર્ણિત કરે છે. જેમાં ધર્મી વાત કરીએ તો ધર્મ વ્યક્તિની જવાબદારીઓ અન એવ્સ્ય્મ અને બીઅજાઓ પ્રત્યે વ્યક્તિગત ખ્યાલ વિષે સમજાવે છે જયારે ઋત મુભુત નૈતિક વિધાન છે. જે સૃષ્ટિ અને તેમાં સમાયેલા તત્વોની ક્રિયા ક્લાપોને સંચાલિત કરે છે. આ સભ્યતા ગરમીન પરિવેશની હતી જે ભારત આઝાદ થયા બાદ હમણાં સુધી બહારના અંતરિયાળ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. ઋગ્વેદ રચાયા બાદ ત્રણ વેદ , ઉપનિષદ , આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણ કરવામાં આવેલી સભ્યતા વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે.
ભારતીય આર્યો દ્વારા વૈદિક ગ્રંથોની રચના ઈ.સ. પૂર્વે 1500થી ઈ.સ. પૂર્વે 600 સુધીમાં થઈ હોવાનું અનુમાન છે. જોકે આ સમયગાળો આજે પણ અંદિત છે. આ સમયગાળા માટે વેદ્વીર આર્ય , ડૉ જી. ડી. બક્ષી , અજીત ચાવડા , રાજીવ મલ્હોત્રા જેવા વિદ્વાનોના ગ્રંથનો અભ્યાસ આવશ્યક છે. ભગવ્દ્દ્ત સત્ય્શ્રવા , ડૉ. સપૂર્ણાનંદ જેવા વિદ્વનો વેદોને અનાદિ સાબિત કરી ચુક્યા છે. ખેર ઈ વાત ફરી ક્યારેક .
હવે અગલ વાત કરીએ તો વૈદિક ગ્રંથોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે– (1) વેદ અથવા સંહિતા (2) બ્રાહ્મણગ્રંથો (3) સૂત્ર.
પ્રથમ બે એટલે વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને ‘શ્રુતિ’ પણ કહે છે. કેમકે વેદ અને બ્રાહ્મણગ્રંથો કોઈ મનુષ્યની કૃતિ ન હતાં. તેમાં આપેલ ઉપદેશોને ઋષિમુનિઓએ બ્રહ્માના મુખેથી સાંભળ્યા હતાં તેથી આ ગ્રંથોને શ્રુતિ અને બ્રાહ્મણ ગ્રંથોમાં જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે ખૂબ જ લાંબા છે. આથી વિદ્વાનોએ ઉપદેશોને સંક્ષિપ્તમાં લખ્યાં. જેને ‘સૂત્ર’ કહે છે. સૂત્રનો અર્થ થાય છે સંક્ષિપ્તમાં કહેવું. કહેવાય છે. વેદો સાધારણ લોકો માટે આ ઉપદેશ સંક્ષિપ્ત માં લખવામાં આવ્યા જેને સૂત્ર કહેવામાં આવ્યા .
શ્રુતિ સાહિત્ય
- પહેલું વાક્ય ધ્યાનથી વાંચો કે શ્રુતિ સાહિત્ય (અપૌરુષેય) માનવી દ્વારા નહી પણ ઈશ્વર દ્વારા રચિત માનવામાં આવે છે. સીધો અર્થ સામન્ય માનવીએ એને સમજવા ખાસ દક્ષતા કેળવવી જ પડે એના વિના એના માટે એ માત્ર કથાઓ જ રહે છે.
- શ્રુતિ સાહિત્યમાં ચાર વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે.
- વેદ અથવા સંહિતા સંહિતાનો અર્થ થાય છે ‘સંગ્રહ’. આ ગ્રંથોમાં કહેવામાં આવે છે. વેદ શબ્દ સંસ્કૃત ભાષાની જ્ઞાન પ્રાપ્ત કરવું.’
- મંત્રોનો સંગ્રહ હોવાથી તેને સંહિતા કહે છે. સંહિતાને વેદ પણ ‘વિદ્’ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે—’જાણવું
- વેદો ભારતીયોના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે .
- વેદોને ‘સંસ્કૃત સાહિત્યની જનની’ પણ કહે છે. વેદોની સંખ્યા 4 છે. (1) ૠગ્વેદ (2) યજુર્વેદ (3) સામવેદ (4)અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને ‘વેદત્રયી’ કહે છે. વિશ્વ ઈતિહાસમાં વેદ એ ખાલી જગ્યાની પૂર્તિ કરે છે, જેને કોઈપણ ભાષાના કોઈપણ સાહિત્યિક ગ્રંથો નથી ભરી શકતાં. તે આપણને ભૂતકાળના એ સમયમાં પહોંચાડી દે છે જેનો અન્ય કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી મળતો અને એ પેઢીના લોકોના વાસ્તવિક શબ્દોથી પરિચીત કરાવે છે જેના અભાવમાં આપણે તેમનું મૂલ્યાંકન બરાબર કરી શકયા ન હોત.’
ઋગવેદ
સૌથી પહેલા તો ઋગ્ઋવેદ શબ્ગ્વેદનો અર્દથ જાણી લઈએ . ઋગ્બેવેદ શબ્દ બે શબ્દો મળીને બનેલ છે– ઋક તથા વેદ. ઋક “નો અર્થ થાય છે સ્તુતિ-મંત્ર . સ્તુતિ-મંત્રને ઋચા પણ કહેવાય. તો સામન્જેય અર્થ થાય કે જે વેદમાં ઋચાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેને ‘ઋગ્વેદ’ કહેવાય છે. ૠગ્વેદની રચના સપ્તસિંધુના પ્રદેશમાં સરસ્વતી નદીના કિનારે થઈ હતી,. ચાર વેદોમાં ઋગ્વેદ સૌથી જૂનો તેમજ સૌથી વિશાળ વેદ છે. ઋગ્વેદમાં 1028 ઋચાઓ, 10 મંડળ અને 10,580 મંત્રોમાંવિભાજિત છે. જેમાં ઋગ્વેદમાં કુલ 10 મંડળ છે. જેમાં પ્રથમ અને દશમું મંડળ સૌથી નવું તેમજ બીજુ અને સાતમું મંડળ સૌથી પ્રાચીન ગણાય છે. ઋગ્વેદમાં બીજા થી સાતમા મંડળને ‘ગૌત્ર મંડળ’ તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં દેવી ઉપાસના માટેના ગાયત્રી(ઉષા) મંત્રનો ઉલ્લેખ છે જેની રચના વિશ્વામિત્ર દ્વારા થઈ, રોથા મંડળમાં કૃષિ વ્યવસ્થાનો ઉલ્લેખ, નવમાં મંડળમાં સોમરસનો ઉલ્લેખ અને જ્યારે દસમાં મંડળમાં પુરુષસૂક્તમાં વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રનો સમાવેશ કરાયેલ છે. ૐ દાળરાશ યુદ્ધ પુરૂષણી (રાવી) નદીના કિનારે થયું જેનો ઉલ્લેખ ઋગ્વેદના સાતમા મંડળમાં છે. આ યુદ્ધ રાજા સુદાસ અને 10 રાજાઓનાં સંઘ વચ્ચે લડાયું જેમાં સુદાસનો વિજય થયો.

ઋગ્વેદની ઋચાઓ જીવન, મૃત્યુ, સૃષ્ટિ, બલિદાન, આનંદ અને સોમદેવની આકાંક્ષાઓ પર કેન્દ્રિત છે. ભારતીય ભાષામાં તે પ્રથમ વિશાળ રચના છે. ઋગ્વેદને આઠ ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે, આથી તેને ‘અષ્ટક’ પણ કહેવાય છે. ઋગ્વેદમાં 20 છંદોનો ઉપયોગ થયેલ છે, જેમાં ત્રિષ્ટુપ છંદ, ગાયત્રી છંદ અને જગતિ છંદનો સૌથી વધુ ઉપયોગ થયો છે. આ રચના તિથિ બાબતે ઘણા વિદ્વાનોમાં મતભેદ જોવા મળે છે. જોકે આજે સંશોધન અને ભારતીય વિદ્વાનો સાબિત કરી ચુક્યા છે કે ઋગ્વેદ અનાદિ કાળથી અસ્તિત્વમાં છે કેમકે તે માનવીય રચના છે જ નહિ . આજે પણ નાસા જેવી સંસ્થાઓ જેના માટે કરોડો અરબો ડોલર ખર્ચી રહી છ એ વિષય જગતની ઉત્પત્તિ અંગેના નાસદીય સૂકતનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે. બોલો ! હવે કાઈ બાકી રહ્યું , આથી જ અમારું માનવું છે કે ઋગ્વેદ સૃષ્ટી જેટલો જ પ્રાચીન છે. ઋગ્વેદ ધ્યાન, સાંસારિક સમૃદ્ધિ અને પ્રાકૃતિક સંદરતા પર કેન્દ્રિત છે. ઋગ્વેદમાં ઉલ્લેખિત મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને ‘હોતૃ’ કહેવામાં આવે છે.
ઋગ્વેદનાઈન્દ્ર દેવનું વર્ણન સૌથી વધુ 250 વખત કરવામાં આવ્યું છે. હવે આ ઈન્દ્રનો ઉલ્કિલેખ કર્લ્લાયો છે તો જાણી લો કે આ ઇન્દ્ર ના પણ અનેક અર્થ થાય છે . સૂર્યદેવ જેવા વિદ્વાનો ઇન્દ્ર એક સ્થાન છે જેને કૂઈ પણ મેળવી શકે . ઘણા ઇન્દ્ર ને કિલ્લા તોડવાવાળા ‘પુરંદર’ કહે છે.
દેવીઓને સમર્પિત પણ ઘણાં શ્લોક છે. ૠગ્વેદમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવાના સૂકતો આપવામાં આવ્યા છે.
ઋગ્વેદમાં ઉલ્લેખિત તમામ નદીઓમાં સરસ્વતીને સૌથી મહત્ત્વપૂર્ણ અને પવિત્ર નદી માનવામાં આવી છે. ઋગ્વેદમાં ગંગા નદીનો એકવાર યમુના નદીનો ત્રણવાર ઉલ્લેખ થયો છે. સિંધુ નદીનો સૌથી વધુ વખત ઉલ્લેખ થયો છે. આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે, જેમાં આરોગ્ય રાંબંધી માહિતીનું વિવરણ કરવામાં આવ્યું છે.
‘અસ્તો મા સદગમય’ સૂત્ર ૠગ્વેદમાં આપવામાં આવ્યું છે. જેનો અર્થ ‘હે ઈશ્વર ! અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જા’ એવો થાય છે.
ઋગ્વેદની ઋચાઓ વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, ભારદ્વાજ, નૃત્સમદ દ્વારા લખાયેલ છે. આ ઉપરાંત ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી, શચિ તેમજ અપાલા જેવી વિદુષી દ્વારા લખાયેલ છે. ઋગ્વેદમાં કોઈપણ પ્રકારના ન્યાયાધીકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મનુભાઈ પંચોળી (દર્શક) ઋગ્વેદને ‘આર્યોના જીવનની આરસી’ તરીકે ઓળખાવે છે.
મંડળનું નામ | રચયિતા ઋષિ | મંડળનું નામ | રચીયિતા ઋષિ |
---|---|---|---|
પ્રથમ મંડળ | અંગીરા , મધુચ્છંદા , દિર્ઘતમા | છઠ્ઠું મંડળ | ભારદ્વાજ |
બીજું મંડળ | ગૃત્સ્મદ, ભાર્ગવ | સાતમું મંડળ | વશિષ્ઠ |
ત્રીજું મંડળ | વિશ્વામિત્ર | આઠમું મંડળ | કણ્વ , અંગીરસ |
ચોથું મંડળ | વામદેવ | નવમું મંડળ | પાવમાન્યા |
પાંચમું મંડળ | અત્રિ | દસમું મંડળ | શુદ્ર , સુક્તીય , મહા સુક્તીય |
ઋગ્વેદની 30 હસ્તલિપીને યુનેસ્કો દ્વારા મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટ્રર (MOW)માં વર્ષ 2007 માં સામેલ કરવામાં આવેલ છે. વિશ્વના દસ્તાવેજી વિરાસતના નષ્ટ થવાના ખતરા સામે 1992 થી MOW ની સ્થાપના કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના કોઈપણ દસ્તાવેજોને સંપત્તિ તરીકે ગણીને તેનું રક્ષણ કરવાનું છે.
યજુર્વેદ
યજુર્વેદ શબ્બેદ પણ ઋગ્વેદની જેમ બે શબ્દો શબ્દોથી મળીને બનેલો શબ્દ છે – યજુઃ તથા વેદ. યજ્ર શબ્દનો અર્થ થાય યજન અથવા પૂજન કરવું. તો યજુઃ તે મંત્રોને કહેવામાં આવે છે જેના દ્વારા પૂજન કરવામાં આવે છે અથવા યજ્ઞ કરવામાં આવે છે. યજુર્વેદની રચના કરુક્ષેત્રના પ્રદેશમાં થઈ હતી એવું માનવામાં આવે છે. ‘યજુસ’ શબ્દ ‘યજ્ઞ’નું પ્રતીક છે. આ વેદમાં તત્કાલીન વિવિધ યજ્ઞોના કર્મકાંડો અને મંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં અંદાજિત 1990 મંત્ર છે,
યજુર્વેદ પદ્ય અને ગદ્યમાં લખાયેલ ગ્રંથ છે. યજુર્વેદમાં ઉલ્લેખિત મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને ‘અધ્વર્યુ’ તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદ યજ્ઞ કરનાર વિધિઓનો વેદ છે. પૂરો પાડતો હોવાથી આ વેદને ‘અનુષ્ઠાનિક’ વેદ પણ કહે છે.

યજુર્વેદ મુખ્ય રૂપથી ધાર્મિક યજુર્વેદની બે મુખ્ય શાખાઓ (સંહિતાઓ) છે. શુકલ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. આ સંહિતાઓને અનુક્રમે ‘વાજસનેઈ’ સંહિતા અને તૈત્તરિય’ સંહિતા પણ કહે છે. શુક્લ યજુર્વેદ 40 અધ્યાયમાં વિભાજિત છે, જેનો અંતિમ અધ્યાય ‘ઈશોપનિષદ’ છે.
કૃષ્ણ યજુર્વેદ ગદ્ય અને પદ્યમાં રચવામાં આવ્યો છે જ્યારે શુકલ યજુર્વેદ માત્ર પદ્યમાં છે. કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત કઠ સંહિતા આવે છે. સંહિતા, કપષ્ઠિલ સંહિતા, મૈત્રાયણી સંહિતા આવે છે. જ્યારે શુકલ યજુર્વેદ અંતર્ગત કણ્વ સંહિતા અને માધ્યન્દિની સંહિતા આવે છે.
ધનુર્વેદએ યજુર્વેદનો ઉપવેદ છે.
સામવેદ

સામવેદ શબ્સાદ વિશે પણ જાણી લઈએ તો સામ શબ્દનો અર્થ ‘મધુર સંગીત’ એવો થાય છે. સામવેદનું નામકરણ ‘સમન’ (રાગ) ના નામ પરથી કરવામાં આવ્યું છે. સામવેદમાં યજ્ઞ સમયે રાગ અને લય સાથે ગાવામાં આવતા શ્લોકોનો ઉલ્લેખ છે. સામવેદમાં ઉલ્લેખિત મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને ઉદગાતા તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ ગ્રંથમાં 1875 શ્લોક છે તથા અંદાજિત 1549 મંત્રોનો સમાવેશ થાય છે. આ વેદમાં શ્લોક, પૃથક છંદ અને 16000 રાગો (સંગીનાત્મક સ્વર) છે. આ ગ્રંથની લયબદ્ધ રચનાઓને કારણે તેને ‘ગેય પુસ્તક’ (ગાઈ શકાય તેવું) કહે છે. આ વેદમાં ભારતીય સંગીતનો વિકાસ દર્શાવાયો છે. સામવેદને ભારતના શાસ્ત્રીય સંગીતની ગંગોત્રી કહે છે. સામવેદની ત્રણ શાખા છે. 1. કૌથુમ 2. રાણાયનીય 3. જૈમિનીય
ગાંધર્વવેદ એ સામવેદનો ઉપવેદ છે.
અથર્વવેદ
કહેવાય છે કે અથર્આવવેદ સૌથી અંતિમ લખાયેલો છે, જે 20 અધ્યાય અને 731 શ્લોકો તથા અંદાજિત 6,000 મંત્રોમાં વિભાજિત છે. આ વેદ ક્રમિક અથર્વા અને અંગીરા નામના બે ઋષિઓને કારણે પ્રાચીન સમયમાં તેને ‘અથર્વાવંગરશ’ પણ કહેવામાં આવતો.

આ વેદ મુખ્યરૂપથી મનુષ્યની શાંતિ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે તેમજ મનુષ્યના દૈનિક જીવનની બાબતોને સ્વીકારે છે. કોઈ યજ્ઞમાં વિઘ્ન આવવા પર તેનું નિરાકરણ અથર્વવે આ વેદ ઘણા રોગોપચારો પર કેન્દ્રિત છે. । 99 રોગના ઉપચાર માટેના ઉપદેશો તેમાં છે. આ ગ્રંથની કુલ 9 શાખાઓ છે, જેમાં પિપ્લાદ અને શૌનક નામની મુખ્ય શાખાઓ છે. તથા આ વેદમાં 3 સંહિતાઓ છે. (1) આર્પી સંહિતા (2) આચાર્ય સંહિતા અને (3) વિધિપ્રયોગ સંહિતા આ વેદમાં મેલીવિદ્યા, વશીકરણ, ભૂતપ્રેત તથા જુદા જુદા પ્રકારની ઔષધિઓનું વર્ણન કરેલું છે..જે કરે છે. તેથી તેને ‘બ્રહ્મવેદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અથર્વવેદમાં કુરૂના રાજા પરીક્ષિતનો ઉલ્લેખ છે જેને મૃત્યુલોકના દેવતા ગણવામાં આવ્યાં છે તથા મગધ જનપદોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ચાર વેદોમાં સૌથી લોકપ્રિય વેદ અથર્વવેદ હતો, અથર્વવેદમાં પદ્યની સાથે—સાથે ગદ્યના અંશો પણ જોવા મળે છે. અથર્વવેદનાં મંત્રોનાં ઉચ્ચારણ કરવાવાળા પુરોહિતને ‘બ્રહ્મ’ કહે છે. અથર્વવેદમાં મગધ અને અંગનો ઉલ્લેખ સૂદરવર્તી (દૂરના) પ્રદેશોના રૂપમાં કરવામાં આવ્યો છે. તેમાં સભા અને સમિતિ નામની બે સંસ્થાને બ્રહ્માની બે પુત્રી તરીકેનું વર્ણન કરેલું છે.
શિલ્પવેદને અથર્વવેદનો ઉપવેદ ગણવામાં આવે છે,
બ્રાહ્મણગ્રંથ
ચારે વેદની ભાષા અને રચના સામન્ય નથી . વ્દોના દરેક શ્લોકના ભૌતિક , આધ્યાત્મિક અને સુક્ષ્મ એમ ત્રણ પ્રકારના અર્થ નીકળે છે . આથી સામન્ય માનવી તેને સમજી પણ શકતો નથી . આથી માત્ર ભાષાંતર કરી લખેલા પુસ્તકો પણ તમને જ્ઞાન આપી શકતા નથી . આ સમસ્યા દુર કરવા માટે સમય જતા સાંય માનવીઓ માટે બ્રાહ્મણ ગ્રંથો રચાયા . વેદો પછી તેની રચના થઇ. વેદ્માંન્ત્રોમાં વ્યુત્પ્તી , અર્થઘટન , વિનીયોગનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. દરેક વેદમાં એક અથવા એકથી વધુ બ્રાહ્મણ ગ્રંથનો ઉલ્લેખ થયેલો છે.
બ્રાહ્મણગ્રંથમાં યજ્ઞ ક્રિયાના વિસ્તૃત વર્ણન સાથે વૈદિક સમયના ભારતીય સમાજના રીતરિવાજ, આધ્યાત્મિકતા તેમજ તાત્વિક વિચારધારાનું વર્ણન છે. બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ સૌથી મોટો અને સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેમાં 100 અધ્યાય છે. તેની રચના યાજ્ઞવલ્કય ઋષિએ કરી. તેમાં પિતૃ, સોમ, રાજસૂય યજ્ઞોનું વર્ણન છે. મૃત્યુની ચર્ચા સૌપ્રથમ શતપથ બ્રાહ્મણ ગ્રંથમાંથી મળે છે. તે ઉપરાંત તેમાંથી કર્મનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથને ‘લઘુવેદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આરણ્યકો
બ્રાહ્મણગ્રંથો પછી આરણ્યકોની રચના થઈ. જીવનના અંતિમ વર્ષોમાં કરેલ ચિંતન, મનનના ફળ રૂપે આરણ્યકોની રચના થઈ. આરણ્યકોમાં વન અને જંગલમાં રહેનાર (વાનપ્રસ્થી) અને મુનિઓ માટે ચિંતનાત્મક વિવેચન છે. બ્રહ્મ અને આત્માનું તત્વજ્ઞાન, આદ્યાત્મિક દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે.
ઉપનિષદ
ઉપનિષદ એટલે ઉપ અર્થાત્ પાસે અથવા સમીપ તથા નિષદ એટલે બેસનારો.
શાબ્દિક અર્થઃ ગુરુ અથવા પરમતત્વનાં ચરણમાં બેસીને રહસ્યમય કે ગૂઢજ્ઞાન મેળવવું, વિવેચકોના મતે અજ્ઞાનનો નાશ કરી પરમતત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ. આ રીતે ઉપનિષદ એ તત્વજ્ઞાન વિષયક ગ્રંથો છે. વૈદિક સાહિત્યના અંતિમ ભાગ ઉપનિષદની રચના થઈ માટે તેને ‘વેદાંત’ પણ કહે છે. કુલ ઉપનિષદની સંખ્યા 108 છે.

કઠોપનિષદ | યમ – નચિકેતા સંવાદનો ઉલ્લેખ થયેલ છે. ‘અહિંસા પરમો ધર્મ’ કઠોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. |
છાંદોગ્ય ઉપનિષદ | દેવકીપુત્ર કૃષ્ણનો ઉલ્લેખ થયેલો છે. ફકત ત્રણ આશ્રમોનો ઉલ્લેખઃ બ્રહ્મચર્ય, ગૃહસ્ય અને વાનપ્રસ્થ. સત્યકામ જાબાલીની વાતનો ઉલ્લેખ. |
જાબાલોપનિષદ | સૌપ્રથમ વખત ચાર આશ્રમોનો ઉલ્લેખ ઃ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ |
મુંડકોપનિષદ | ભારતનું રાષ્ટ્રીય સૂત્ર ‘સત્યમેવ જયતે’ લેવામાં આવેલ છે. |
કેનોપનિષદ | બ્રહ્મતત્વનો ખ્યાલ છે. બ્રહ્મતત્વ સ્વરૂપે ઉમાહેમાવતીની વાર્તા આપવામાં આવેલી છે. |
બૃહદારણ્ય ઉપનિષદ | અહમુ-બ્રહ્માસ્મિનો ઉલ્લેખ. જે સૌથી મોટું ઉપનિષદ છે. યાજ્ઞવલ્કય અને ગાર્ગીનો સંવાદ આપવામાં આવેલો છે. |
ઈશોપનિષદ | જેમાં ઈશ્વરીય તત્વ વિશેનો ખ્યાલ છે. જે સૌથી નાનો ઉપનિષદ ગણાય છે. |
નોંધ : લોકપાલનું ધ્યેયવાકય ‘મા ગૃઘ ઃ કસ્યસ્વિતનમ્’ ઈશોપનિષદ માંથી લેવામાં આવ્યું
છે . જેનો અર્થ ‘કોઈના ધનની લાલચ ન રાખવી’ (Do not be greedy for anyone’s
Wealth) આ ધ્યેયવાકય પ્રયાગરાજના પ્રશાંત મિશ્રા દ્વારા આપવામાં આવેલ છે.
જો નોંધ : પશ્ચિમના વિદ્વાનો ઉપનિષદને ગૂઢવિઘા તરીકે પણ ઓળખાવે છે. સર્ર–એ–અકબર નામથી ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ શાહજહાના પુત્ર દારા શિકોહે કર્યો હતો.
- ઉપનિષદોમાં ‘તત્વમસિ’, ‘સોહમ’ અને ‘બ્રહ્માસ્મિ’ જેવાં શબ્દથી બ્રહ્મનું ચિંતન જોવા મળે છે. ઉપનિષદો આત્મા અને કર્મસિદ્ધાંતને મહત્વ આપતા તત્વજ્ઞાન વિષયક ગ્રંથો છે.
- ઉપનિષદો જ્ઞાન પ્રાપ્તિ માટે સદાચાર અને નીતિના આચરણને જરૂરી ગણાવે છે. શ્રવણ, મનન કે ધ્યાનથી મેળવેલ શંકરાચાર્યનો મળે છે અને જન્મ મરણના ફેરાથી મુકિત અપાવે છે. મોક્ષની સૌપ્રથમ ચર્ચા ઉપનિષદમાં મળે છે. ઉપનીષદમાં માનવીનું ચિંતન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.
- શંકરાચાર્યનો અદ્વૈતવાદ, માધવાચાર્યનો દૈતવાદ અને રામાનુજાચાર્ય વિચારધારાના ફળસ્વરૂપ છે.
- બુદ્ધના મધ્યમ માર્ગી ચિંતનની પૂર્વ ભૂમિકા ઉપનિષદોએ બાંધી છે.
- ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રેયી, જાંબાલી, ઘોષા, વિશ્વભરા, અપાલા, વગેરે મહિલાઓ ઉપનિષદના આધ્યાત્મિક વિચારોને લીધે વિદુષી બની હતી.
ઉત્તર વૈદિક સાહિત્ય
હવે વાત કરીએ ઉત્તરવૈદિક સાહિત્ય વિષે ! જેમાં મુખ્યત્વે વેદાંગ અને ઉપવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધારભૂત ગ્રંથો જેવા કે સ્મૃતિ ગ્રંથો, પદર્શન ગ્રંથો, રામાયણ, મહાભારત, પુરાણો વગેરેની મદદથી ભારતીય વૈદિક સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકાય છે.
વેદાંગ
વેદાંગો વૈદિક સાહિત્યનો એક ભાગ છે. જેની રચના વેદોને સમજવા માટે થઈ છે.
→ વેદાંગને વેદના અંગ તરીકે ગણવામાં આવે છે. વેદાંગોની કુલ સંખ્યા 6 છે. જેમાં (1) શિક્ષા (2) કલ્પ (3) નિરુકત (4) વ્યાકરÇ (5) છંદ અને (6) જ્યોતિષનો સમાવેશ થાય છે.

વેદાંગ | સંદર્ભ સ્ત્રોત |
શિક્ષા | વૈદિક મ્નાત્રોનો ઉચ્ચાર |
કલ્પ | સૂત્ર ગ્રંથોનું નામ છે. |
નિરુકત | વેદના કઠીન શબ્દોની વ્યાખ્યા . નીરુકની રચના યાસ્ક નામના મહાન મુનીએ કરી હતી. |
વ્યાકરણ | ભાષા શાસ્ત્રના નિયમ |
છંદ | વૈદિક મંત્રોને છંદ બદ્ધ કરવા |
જ્યોતિષ | ગ્રહ નક્ષત્રોના આધારે માનવી અને સૃષ્ટિના ભવિષ્ય અંગેનું શાસ્ત્ર |
વેદાંગ સૂત્ર સ્વરૂપે ગદ્યમાં લખાયેલ હોવાથી તેને ‘સૂત્ર સાહિત્ય’ પણ કહેવામાં આવે છે. સૂત્ર સાહિત્ય ઓછામાં
ઓછા શબ્દમાં વધુમાં વધુ વિચારોનો સમાવેશ કરવામાં આવે છે. કલ્પ (વેદાંગ) માં કર્મકાંડ એટલે કે, વિધિનિયમો સૂત્રો સ્વરૂપે લખવામાં આવેલ છે, જે કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે.
કલ્પસૂત્રના ત્રણ ભાગ છે.
1. શ્રૌત સૂત્ર (ઈ.સ. પૂર્વે 600 થી ઈ.સ. પૂર્વે 300) – શ્રોતસૂત્રોમાં યજ્ઞાદિ કર્મકાંડનું વર્ણન કરવામાં આવેલ છે. શ્રી સૂત્રનો એક ભાગ શુલ્વસૂત્ર છે. શુલ્વનો અર્થ માપવાની ‘દોરી’ એવો થાય છે. શુલ્વસૂત્રમાં યજ્ઞવેદી બનાવવાની રી માપ અને ગણનાનું વર્ણન છે.
2. ગૃહ સૂત્ર (ઈ.સ. પૂર્વે 600 થી ઈ.સ. પૂર્વે 300) – ગૃહસૂત્રમાં ધાર્મિક વિધિ અને સંસ્કારોનું વર્ણન છે.
ગૃહસૂત્રમાં વિવાહના આઠ પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
3. ધર્મ સૂત્ર (ઈ.સ. પૂર્વે 500 થી ઈ.સ. પૂર્વે 200) – ધર્મસૂત્રમાં ચાર આશ્રમો, લગ્ન, મિલ્કત અને વારસા માટેન
કાયદાઓનો ઉલ્લેખ મળી આવે છે.
વિવાહ | વિવાહની પદ્ધતિ |
બ્રહ્મવિવાહ | પોતાની જ્ઞાતિમાં ઈચ્છા મુજબ કરાતા વિવાહ |
દેવવિવાહ | યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથેના વિવાહ |
પ્રજાપત્યવિવાહ | યોગ્ય વ્યકિત સાથે કરતા વિવાહ |
આર્શવિવાહ | એક જોડી ગાય અને બળદ આપીને કરાતા વિવાહ |
ગાંધવિવાહ | વર અને કન્યા એમ બંનેની ઈચ્છા મુજબનાં વિવાહ |
રાક્ષસવિવાહ | કન્યાની ઈચ્છા વિરૂદ્ધ તેનુ અપહરણ કરી થતાં વિવાહ |
અસુરવિવાહ | કન્યાના પિતાને કિંમતી ચીજવસ્તુ આપીને કન્યાની ખરીદી કરીને થતાં વિવાહ |
પિશાચવિવાહ | પ્રપંચ રચીને અથવા કન્યાને નશીલો પદાર્થ આપીને કરવામાં આવતા વિવાહ |
ભારીય | સોળ સંસ્કાર |
ગર્ભાધાન | સંતાનની પ્રાપ્તિ માટેનો સંસ્કાર |
પુંસવન | ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનો સંસ્કાર |
સીમન્તોનયન | ગર્ભમાં રહેલા સંતાનની સલામતી માટેનો સંસ્કાર |
જાતકર્મ | સંતાન પ્રાપ્તિના સમયે કરાતો સંસ્કાર |
નામકરણ | સંતાનનું નામ રાખતી વખતે થતો સંસ્કાર |
નિષ્ક્રમણ | પ્રથમ વખત સંતાનને ઘરથી બહાર નીકળતી વખતે થતો સંસ્કાર |
અન્નપ્રાશન | અન્ન (ખોરાક) આપવાનું શરૂ થતા કરાતો સંસ્કાર |
ચૂડાકર્મ | મુંડનનો સંસ્કાર |
કર્ણવેધ | કાનમાં છેદ પાડવો |
વિધારંભ | બાળકના અક્ષર જ્ઞાન કે શિક્ષણની શરૂઆત |
ઉપનયન | જનોઈ (યજ્ઞોપવિત) ધારણ કરવા માટેનો સંસ્કાર |
વેદારંભ | વેદાભ્યાસની શરૂઆત |
સમાવર્તન | શિક્ષણની સમાપ્તિના સમયે |
વિવાહ | લગ્ન સંસ્કાર |
વાનપ્રસ્થ | સાંસારિકતાથી દૂર |
અંત્યેષ્ટિ | મૃત્યુ બાદ થતો સંસ્કાર |
ઉપવેદ
ઉપવેદોને વેદો સાથે જોડાયેલ માનવામાં આવે છે. દરેક વેદને એક ઉપવેદ છે, એટલે કે ઉપવેદની સંખ્યા ચાર છે.
1. આયુર્વેદ – તે ઋગ્વેદનો ઉપવેદ છે, જેમાં ચિકિત્સા સંબંધી જ્ઞાનનો ઉલ્લેખ છે.
2. ધનુર્વેદ – તે યજુર્વેદનો ઉપવેદ છે, જેમાં યુદ્ધકળા વિશે જાણકારી આપેલ છે.
3. ગાંધર્વવેદ– તે સામવેદનો ઉપવેદ છે, જેમાં સંગીતકળા વિશે જાણકારી આપેલ છે.
4. શિલ્પવેદ– તે અથર્વવેદનો ઉપવેદ છે, જેમાં શિલ્પકળા વિશે જાણકારી આપેલ છે.
સ્મૃતિ સાહિત્ય
સ્મૃતિ ગ્રંથને હિંદુ ધર્મનાં આદ્ય કાયદાસંગ્રહ કહે છે. તે પદ્ય સ્વરૂપમાં લખવામાં આવેલ છે. પરંતુ વિષ્ણુસ્મૃતિ
ગદ્ય સ્વરૂપમાં લખાયેલ છે. સ્મૃતિ સાહિત્યમાં મનુસ્મૃતિ’, ‘નારદસ્મૃતિ’, ‘ગૌતમસ્મૃતિ’, અને ‘પરાશરસ્મૃતિ’ જેવી વિવિધ સ્મૃતિઓનો સમાવેશ થાય છે. જેમનું સંકલન અલગ–અલગ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે.
મનુસ્મૃતિ (ઈ.સ.પૂર્વે 200 થી ઈ.સ.200) { અંદાજીત સમયગાળો . સ્વયંભુ મનુ દ્વારા રચિત છે. } | સ્મૃતિ ગ્રંથોમાં સૌથી વધુ પ્રમાણિત ‘મનુસ્મૃતિ’ ગણાય છે. તેમાં માનવજાતિના આદિપુરુષનો ઉલ્લેખ છે. મનુસ્મૃતિની મૂળ રચના શુંગકાળમાં થયેલ છે. મનુસ્મૃતિમાં આર્ય સંસ્કૃતિના ચાર ક્ષેત્રો – બ્રહ્મવર્ત, બ્રહ્મર્ષી, મધ્યદેશ અને આર્યાવર્તનો ઉલ્લેખ છે. આ ઉપરાંત તેમાં ચાર વર્ણોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. |
યાજ્ઞાવલ્કયસ્મૃતિ (ઈ.સ.પૂર્વે 100 થી ઈ.સ.300) { અંદાજીત સમયગાળો } | મનુસ્મૃતિની સાપેક્ષે સંક્ષિપ્ત અને વધુ સુવ્યવસ્થિત છે. |
નારદસ્મૃતિ (ઈ.સ.પૂર્વે 300 થી ઈ.સ.400) { અંદાજીત સમયગાળો } | આ સ્મૃતિ ગુપ્તકાલીન છે, જેમાં દાસમુકિતનો સર્વપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. |
વિષ્ણુસ્મૃતિ (ઈ.સ.પૂર્વે 300 થી ઈ.સ.400) { અંદાજીત સમયગાળો } | આ સ્મૃતિ ગુપ્તકાલીન છે, જેમાં વિવિધ મુદ્રાઓનું વિવેચન કરવામાં આવેલ છે. |
દાર્નિશનિક વિયાધારા/ ષડ્દર્શન (છ દર્શન )
ષડ્દર્શન ભારતીય આદ્યત્મિક જીવનશૈલી કે પદ્ધતિ છે. દર્શન શબ્દની ઉત્પત્તિ ‘કૃશ’ ધાતુમાંથી થઈ છે, જેન
જોવું અથવા જેનાથી જોઈ શકાય તે. દરેક દર્શનમાં જીવ, જગત અને ઈશ્વર વિશે ચર્ચા કે ચિંતન રહેલું છે.
♦ ભારતીય સાહિત્યમાં દર્શનની વિશિષ્ટ પરંપરા છે. ભારતીય દાર્શનિકો જીવન અને મૃત્યુના રહસ્યો અંગેનું તેમનું દર્શન તથા ચિંતન ધર્મ અને સંપ્રદાયોને અરસપરસ પ્રભાવિત કરે છે. ભારતીય દર્શનમાં મોક્ષ અથવા મુકિતને જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવ્યું છે. મોક્ષ એ સાંસારિક બંધનનો પૂર્ણ વિનાશ છે.
ભારતીય દાર્શનિકમાં કર્મના ત્રણ પ્રકારનો સ્વીકાર કરવામાં આવેલ છે.
1.સંચિત કર્મ : જેનું ફળ હજુ સુધી પ્રાપ્ત થયું ન હોય.
2.પ્રારબ્ધ કર્મ : જેનું ફળ મળવાનો આરંભ થઈ ગયો હોય.
3.સંચયમાન કર્મ : જેનું ફળ ભવિષ્યમાં મળવા પાત્ર હોય.
વર્ગ આધારિત સમાજ વ્યવસ્થા ભારતનો મુખ્ય આધાર હતો. દાર્શનિક વિચારધારાઓ વ્યકિતને જીવનના ચાર લક્ષ્યો સિદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે.
ભારતીય વાગ્મયમાં ભારતીય વાગ્મયમાં લક્ષ્ય | અર્થ | લક્ષ્ય પ્રાપ્ત કવા માટેનું શ્રેષ્ઠ આચરણ |
ધર્મ | સામાજિક વ્યવસ્થાનો વિનિયમન | વ્યકિતએ પોતાના જીવનકાળ દરમિયાન નિર્વાહ કરવા પડતા વિવિધ ધર્મ આચરણ |
અર્થ | આર્થિક સાધન અથવા ધન | અર્થશાસ્ત્રમાં અર્થ વ્યવસ્થા સાથે સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા છે. |
કામ | શારીરિક સુખ ભોગ અથવા પ્રેમ | કામ શાસ્ત્ર કામસૂત્રના વિવિધ વિષયો પર પ્રકાશ પાડે છે. |
મોક્ષ | મુક્તિ | આત્માનો પરમાત્મામાં વિલય |
ષડ્દર્શન
દર્શન | રચયિતા | વિચારધારા |
સાંખ્ય | મહર્ષિ કપિલ | પ્રકૃતિ અને પુરુષના દેત દ્વારા સૃષ્ટિની ઉત્પતિ |
યોગ | મહર્ષિ પતંજલિ | સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો |
અર્થ | મહર્ષિ ગૌતમ | યથાર્થ જ્ઞાનપ્રાપ્ત માટેના ઉપાય |
વૈશેષિક | મહર્ષિ કણાદ | ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર |
પૂર્વમીમાંસા | મહર્ષિ જૈમિની | કર્મ અને પૂર્વજન્મને લગતા સિદ્ધાંતો |
ઉત્તરમીમાંસા | મહર્ષિ બાદરાયણ | જીવ,જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોપરી સત્તા |
1. સાંખ્યર્થન
- સાંખ્યદર્શનમાં આચાર્ય કપિલે 25 તત્વની સંખ્યા ગણી તેની વ્યાખ્યા કરી છે.
- સાંખ્યનો એક અર્થ ચર્ચા કે વિચારણા એવો થાય છે. તેથી સૃષ્ટિના તત્વોનો વિચાર કરતું શાસ્ત્ર એટલે સાંખ્યદર્શન. આ દર્શન જ્ઞાન કે વિવેકને મોક્ષનું સાધન કહે છે.
- પુરુષ અને પ્રકૃતિના દૈતથી સૃષ્ટિનું સર્જન થયું હોવાનું આ દર્શન માને છે. જેમાં સત્વ, રજસ અને તમસ પ્રકૃતિના ગુણો ગણ્યા છે.
- સત્વ ગુણ સચ્ચાઈ બુદ્ધિમતા સુંદરતા અને ભલાઈનું પ્રતીક છે. રજસ ગુણ ઉગ્રતા, સક્રિયતા, હિંસા, ઊર્જાનું પ્રતીક છે. તમસ ગુણ અંધકાર, મૂર્ખતા, ઉદાસી, દુઃખ વગેરેનું પ્રતીક છે.
2. યોગદર્શન
આ દર્શન યોગની ક્રિયાને મોક્ષનું મુખ્ય સાધન ગણાવે છે. મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર યોગદર્શન માટેનો પ્રથમ ગ્રંથ છે. જેમાં તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (શરણાગતિ) એ ત્રણ યોગના સાધનો ગણ્યા છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ‘અષ્ટાંગ યોગ’ તરીકે ઓળખાય છે.
જેમાં પ્રથમ પાંચ (યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર) બહિરંગ (શરીર સાથે જોડાયેલા) સાધનો છે અને અનિય ત્રણ (ધારણા, ધ્યાન અને સમાધિ) અંતરંગ (મન અને આત્મા) નું સાધન છે.
અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ સમાધિ છે જેમાં ઘ્યાતા (ધ્યાન કરનાર) અને ધ્યેય એકરૂપ બની જાય છે.
યોગ દ્વારા માનવી શરીર,હદય અને ચિત્તને એકાગ્ર કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
અષ્ટાંગિક માર્ગ
યમ | સ્વનિયંત્રણ માટે અભ્યાસ કરવો. |
નિયમ | જીવનમાં અનુશાસન લાવવા માટે ચોક્કસ નિયમોનું પાલન. |
આસન | શરીરની સ્થિરતાનો અભ્યાસ |
પ્રાણાયામ | શ્ર્વાસ–ઉચ્છવાસની ગતિને નિયંત્રીત કરવી |
પ્રત્યાહાર | ઈન્દ્રિયોને અન્ય તમામ ભૌતિક વિષયોમાંથી ખેંચી લઈ ધ્યાન ચોક્કસ ધ્યેય તરફ કેન્દ્રિત કરવું. |
ધારણા | મનને કોઈ એક વિષય જેમ કે હૃદય, ભૃકુટિ, નાસિકા, ૐૐ ધ્વનિ અથવા ઈષ્ટ દેવની છબી કે મૂર્તિમાં ધારણ કરવું. |
ધ્યાન | ધારણા દરમિયાન પસંદ કરેલ વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું |
સમાધિ | ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા છે. જેમાં સાધક પોતાનું અસ્તિત્વ ભૂલી અભૌતિક વિશ્વમાં ખોવાઈ જાય છે. |
3. ન્યાયદર્શન
- દર્શનશાસ્ત્ર મુજબ જુદાં-જુદાં પ્રમાણો —આધારો દ્વારા વસ્તુની પરીક્ષા– એટલે ન્યાયદર્શન.
- તેને તર્કશાસ્ત્ર કે પ્રમાણશાસ્ત્ર પણ કહે છે. ન્યાયદર્શનનો મુખ્ય હેતુ યથાર્થ જ્ઞાન મેળવવાનો છે. ન્યાય, જ્ઞાનને પ્રકાશરૂપ અને શબ્દને પ્રમાણરૂપ માને છે.
- આ દર્શનમાં માનવ જીવનનું અંતિમ લક્ષ મોક્ષ ગણાયું છે. જેમાં યથાર્થ જ્ઞાન વડે મોક્ષ મળે તેવી સમજૂતી છે.
4. વૈશેષિક દર્શન
- આ દર્શનમાં 317 સૂત્રો છે.
- મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રમાં ભૌતિક જગતને સત્ય ગણી તેના સ્વરૂપનો વિસ્તાર કર્યો છે.
- જુદાં-જુદાં સાત પદાર્થો દ્વારા આ ભૌતિક અને અભૌતિક સૃષ્ટિનું સર્જન થયેલું છે.
- ન્યાય અને વૈશેષિક બંને દર્શન સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે. આ દર્શનના અનુયાયીઓ સંપૂર્ણ સાધુજીવન જીવતા .
- ધારણાના અભ્યાસ દરમિયાન પસંદ થયેલ કોઈ એક વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- ધ્યાનની ઉચ્ચતમ અવસ્થાને સમાધિ કહે છે. જેમાં સાધક ધ્યેય વસ્તુના ધ્યાનમાં એ
- હદે ડૂબી જાય છે કે તે પોતાનું ભૌતિક અસ્તિત્વ ભૂલી અભૌતિક વિશ્વમાં પ્રવેશ કરી
- જાય છે.
5. પૂર્વમીમાંસા
- જૈમિનિ રચિત ‘જૈમિનિસૂત્ર’ મીમાંસાદર્શનનો મૂળ ગ્રંથ છે. વૈદિક યજ્ઞ વિધિઓ અને કર્મકાંડની હિમાયત કરતા આ દર્શનને પૂર્વમીમાંસા કહે છે.
- અહીં કર્મ સિદ્ધાંતોની ચર્ચા છે એટલે તેને કર્મમીમાંસા કે વ્યવહારવાદી દર્શન પણ કહે છે.
- કર્મ અને પુનઃજન્મને લગતો ‘શકિત’ અને ‘અપૂર્વ’ સિદ્ધાંત પૂર્વમીમાંસાએ આપ્યો છે. આત્મજ્ઞાન મેળવવા માટે નિષ્કામ કર્મ પર ભાર આપે છે.
6. ઉત્તરમીમાંસા
- મહર્ષિ બાદરાયણે ઉત્તરમીમાંસાને સૂત્ર રૂપે રજૂ કર્યા છે, જેને વેદાંતસૂત્રો કે બ્રહ્મસૂત્રો પણ કહેવાય છે.
- વૈદિક સાહિત્યના અંતિમ સ્વરૂપ સાથે આ દર્શન સંકળાયેલું હોય તેને વેદાંત દર્શન પણ કહે છે.બ્રહ્મ અને આત્માનીબ એકતા સમજાવે છે.
વેદાંત વિયારધારા
વેદાંત બે શબ્દોનો બનેલો છે. ‘વેદ’ તથા ‘અંત’ અર્થાત્ વેદોનો અંતિમ ભાગ. આ વિચારધારા ઉપનિષદોમાં વર્ણિત જીવન. જીવનનો મુખ્ય ઉદ્દેશ જીવન તથા મૃત્યુના ચક્રમાંથી મુકત થવાનું છે. સમય જતા કેટલીક વિચારધારાઓમાં મુકિતનાં સાધનોને લઈને મતભેદો થયા.
આ દર્શનનો આધાર ‘બાદરાયણ’ દ્વારા લખાયેલ ‘બ્રહ્મસૂત્ર’ હતું. જેને ઈ.સ. પૂર્વ બીજી સદીમાં તેને સંકલિત કરવામાં આવ્યું. આ દર્શન અનુસાર ‘બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે.
બ્રહ્મસૂત્ર અથવા ઉત્તરમીમાંસાની વિભિન્ન સંપ્રદાયોએ જુદા જુદા મત આપેલ છે. જેમાં મુખ્ય ભાષ્યકાર અને તેમણે અલગ અલગ વ્યાખ્યા કરી છે. જેમાં શંકરાચાર્ય રામાનુજાચાર્યના મતોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
આત્મા કે સ્વચેતનાને બ્રહ્મ સમાન ગણી, માનવીને અંતિમ સત્ય કે અંતિમ જ્ઞાન પ્રાપ્ત થતા તે જાતે જ બ્રહ્મની અનુભૂતિ કરી મુકિત મેળવી શકે છે.
આ તર્ક બ્રહ્મ તથા આત્માને અવિનાશી કે શાશ્વત ગણે છે. આ દર્શન નવમી સદીમાં ઉપનિષદો તથા ગીતા ઉપર કટાક્ષ લખનાર ‘શંકરાચાર્ય’ ના દર્શન સંબંધિત વિકસીત થયું, જેના ફળ સ્વરૂપે ‘અદ્વૈત’ વેદાંતનો વિકાસ થયો. આ વિચારધારાના અન્ય દાર્શનિક રામાનુજન હતા. જેમણે 12મી સદીમાં અનેક કૃતિઓ રચી. તેમના પરિવર્તનના કારણેમ વેદાંત વિચારધારામાં મતભેદો થયા.
વેદાંતના સિદ્ધાંતે કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મના સિદ્ધાંતને પ્રમાણિત કર્યા. મનુષ્યના પાછલા જન્મમાં કરવામાં આવેલ ખરાબ કર્મના કારણે તેને આ જન્મમાં કષ્ટ ભોગવવું પડે છે. આ કર્મ બંધનથી મુકત થવા તેની પાસે બ્રહ્મ પ્રાપ્તિ સિવાય કોઇ રસ્તો રહેતો નથી.
રામાયણ
રામાયણના રચયિતા ઋષિ વાલ્મીકિ (વાસ્તવિક નામ રત્નાકર)છે. રામાયણનો સાહિત્ય પ્રકાર મહાકાવ્યનો છે.

વર્તમાન રામાયણમાં ‘ઉત્તર રામચરત’ અને ‘મહાવીર ચરિત્ર’નો પણ સમાવેશ થાય છે. જેની રચના ભવભૂતિએ કરી હતી. ઇતિહાસકારોના મતે રામાયણ મહાકાવ્ય આશરે ઇ.સ.પૂર્વે 1500 આસપાસ રચાયો છે. જોકે આજે માહાભારતનું યુદ્ધ ૫૦૦૦ વર્ષ પહેલા થયું એ સાબિત થઇ ચુક્યું છે તો આ સમયગાળો કોઈ પણ રીતે વાસ્તવિક જણાતો નથી ! રામાયણમાં ઇશ્વાકુ વંશના રાજકુમારોની દક્ષિણ ભારત તરફની ચઢાઈનું વર્ણન પરોક્ષ રીતે જોવા મળે છે. રામાયણમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષનું વર્ણન છે. રામાયણમાં 24,000 શ્લોક છે તેથી તેને ચતુર્વિશતિ સાહસ્ત્રીય સંહિતા’ પણ કહેવામાં આવે છે. રામાયણ 7 કાંડમાં વિભાજિત છે. આ સાત કાંડ બાળકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ છે, સૌથી મોટો બાળકાંડ છે તથા સૌથી નાનો કિષ્કિંધાકાંડ છે.
રામાયશનો તમિલ ભાષામાં પ્રથમવાર અનુવાદ ચૌલ શાસક કુલોત્તુંગ તૃતિયના સમયના કવિ કમ્બને કર્યો હતો. તેને ‘રામાયણમ્’ અથવા ‘રામાવતારમ્’ નામથી પણ ઓળખવામાં આવે છે. રામાયણનો બંગાળી ભાષામાં અનુવાદ સર્વપ્રથમ કૃત્તિવાસે બાવક શાહના સમયમાં કર્યો.
મહાભારત
તે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. તેની રચના ઈ.સ. પૂર્વ ૩૦૦૦ થી પણ પહેલા માં થઈ હોવાનું મનાય છે.
મહાભારત મહાકાવ્યની રચના વેદ વ્યાસ (વાસ્તવિક નામ કૃષ્ણ દ્વૈપાયન) દ્વારા સંસ્કૃત ભાષામાં કરાઈ હતી. જેમાં ૧,૦૦,૦૦૦ શ્લોક છે. તેથી તેને ‘શતસહસ્ત્ર સંહિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.મહાભારતને ‘જયસંહિતા’ કે ‘વિજયસંહિતા’ પણ કહે છે. પ્રારંભમાં વૈદિક જનજાતિના નામ પરથી આ કાવ્ય ‘ભારત’ કહેવાયું. મહાભારત ૧૮ પર્વોમાં વિભાજિત છે, મહાભારતના 18 પર્વ આ પ્રમાણે છે – આદિપર્વ, સભાપર્વ, અરણ્યકપર્વ, વિરાટપર્વ, ઉદ્યોગપર્વ, ભીષ્મપર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, શલ્યપર્વ, સૌપ્તિકપર્વ, સ્ત્રીપર્વ, શાન્તિપર્વ, અનુશાસનપર્વ, મહાપ્રસ્થાનિકપર્વ, સ્વર્ગારોહણપર્વ. અશ્વમેઘિકપર્વ, આશ્રમવાસિકાપર્વ, મૌસુલપર્વ, શાન્તિપર્વ (બારમો પર્વ) મહાભારતનો સૌથી મોટો હરિવંશ તેનું પરિશિષ્ટ છે.

છઠ્ઠા પર્વ ભીષ્મપર્વ માં ભગવદ્ગીતા છે. જેમાં ભગવદ્ગીતા છે. જેમાં કર્મ,ભકિત અને જ્ઞાનનો સંગમ મળે છે. તેમાં કર્મને પ્રધાનતા આપવામાં આવી છે. ગીતામાં જ સૌપ્રથમ ‘અવતારવાદ’નો ઉલ્લેખ મળે છે
આ ગ્રંથમાં મનુષ્ય, યોદ્રા અને રાજકુમારના કર્તવ્યોના વિષય પર ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે.
છે. મહાભારતનાં યુદ્ધમાં પાંડવ પક્ષે નીચે મુજબનાં જુદાં જુદાં શંખવાદ કર્યા હતાં.
શ્રી કૃષ્ણ | પંચજન્ય |
યુધિષ્ઠર | અનંત વિજય |
અર્જુન | દેવદત્ત |
ભીમ | મોટાપૌડ્ર |
નકુલ | સુઘોષ |
સહદેવ | મણિપુષ્પક |
આ મહાકાવ્ય અહિંસા વિરુદ્ધ હિંસા અને કર્મ વિરૂદ્ઘ અકર્મ અને ધર્મના વિષયો પર પ્રકાશ પાડે છે.
મહાભારતનો તમિલમાં સૌપ્રથમ અનુવાદ પેરુન્દેવનારે કર્યો, જે ‘ભારતમ્’ નામથી ઓળખાય છે. મહાભારતનો
બંગાળી ભાષામાં અનુવાદ અલાઉદીન નુશરત શાહના સમયમાં થયો. આમ જોવા જઈએ તો મહાભારતનો મુખ્ય વિચાર રાષ્ટ્રપ્રેમ છે, નાયક શ્રીકૃષ્ણ દ્વાપર યુગમાં થયા. મહાભારતના રચયિતા વેદવ્યાસની યાદમાં અષાઢ પૂનમનાં રોજ ગુરૂપૂર્ણિમા મનાવવામાં આવે છે. વેદવ્યાસના પિતાનું નામ પરાશર અને માતાનું નામ સત્યવતી હતું. વેદવ્યાસ ઈતિહાસમાં એક અમર પાત્ર છે. ભગવદ્ગીતા મહાભારતનો જ એક ભાગ જે મહાભારતના છઠ્ઠા પર્વ બીષ્મપર્વમાંથી લેવામાં આવેલ છે. છે. જેમા 18 અધ્યાય અને 700 શ્લોકો છે, જ્યારે ‘શ્રીમદભગવદ ગીતાજયંતિ’ માગશર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. ભગવદ્ગીતામાં ચાર પાત્રોમાં શ્રી કૃષ્ણ, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજયનો ઉલ્લેખ છે. ભગવદ્ગીતાનો મુખ્ય સાર જ્ઞાન, કર્મ અને ભકિત છે.
પુરાણ
પુરાણનો શાબ્દિક અર્થ જ પ્રાચીન થાય છે. તેના સંકલનકર્તા મહર્ષિ લોમહર્ષ કે તેના પુત્ર ઉગ્રશ્રવાને
માનવામાં આવે છે. 18 પ્રમુખ પુરાણો છે. પ્રત્યેક પુરાણમાં દેવતાઓ સાથે સંબંધિત દાર્શનિક અને ધાર્મિક અવધારણાઓની વ્યાખ્યા છે. ભાગવત, બ્રહ્મા, વાયુ, અગ્નિ, ગરૂડ, પદ્મ, વિષ્ણુ અને મત્સ્ય મુખ્ય પુરાણો છે, મત્સ્ય પુરાણને સૌથી પ્રાચીન પુરાણ મનાય છે. મનુષ્યના નિધન સમયે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે.
પુરાણોમાં પ્રાચીન રાજવંશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ પછી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધીના રાજ્ય શાસકોની માહિતી મેળવવાના પ્રમુખ સ્ત્રોત પુરાણોને માનવામાં આવે છે.
વૈદિક કાળથી ભારતનાં સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવન વિશે માહિતી મળે છે. આ પુરાણો વાર્તા સ્વરૂપે લખાયા છે. પુરાણો દ્રષ્ટાંતો અને દંતકથાનો ઉપયોગ કરી જટીલ બાબતોને સરળ શબ્દોમાં સમજાવે
છે. વિષ્ણુપુરાણએ મૌર્યવંશ અને મત્સ્ય પુરાણએ સાતવાહન વંશ અંગેની માહિતી આપે છે.
ઋગ્વેદિક યુગ
ઋગ્વેદિક કાલીન સમાજ
ૠગ્વેદિક સમાજનો સૌથી નાનો એકમ ગૃહ (પરિવાર) કે કળ હતો. જેના વડા કુલપતિ કે પિતા હતાં.
વૈદિકકાળમાં પિતૃપ્રધાન સંયુકત કુટુંબપ્રથા પ્રચલિત હતી. શરૂઆતમાં વર્ણવ્યવસ્થા આધારિત સમાજ ન હતો ત્યારબાદ વર્ણવ્યવસ્થાની શરૂઆત થઈ. ઋગ્વેદના દસમા મંડળના પુરુષસૂકતના વર્ણવ્યવસ્થાનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે, જેમા એક વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ, ભૂજામાંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રની ઉત્પતિ થયા હોવાનો ઉલ્લેખ છે.

ઋગ્વેદમાં બે પ્રકારની લગ્ન વ્યવસ્થા હતી. (1) અનુલોમ વિવાહ, (2) પ્રતિલોમ વિવાહ. અનુલોમ વિવાહમાં ઉચ્ચ વર્ણનો પુરૂષ નિમ્ન વર્ણની કન્યા સાથે વિવાહ કરતો. પ્રતિલોમ વિવાહમાં નિમ્ન વર્ણનો પુરૂષ ઉચ્ચ વર્ણની કન્યા સાથે વિવાહ કરતો. આ સમયમાં સ્ત્રી-પુરુષ બંને આભૂષણ પ્રેમી હતા, તેઓ કાન અને ગળામાં વિવિધ પ્રકારના આભૂષણો પહેરતા હતા.
આ સમયમાં દાસપ્રથા પ્રચલિત હતી. ઋગ્વેદમાં પુરોહિતોને દક્ષિણામાં સ્ત્રી અને પુરુષોને દાસ સ્વરૂપે આપવાનો ઉલ્લેખ છે. જોકે આ બાબત આજે સંશોધન માંગી લે છે . કેમકે આ વાત સંસ્કૃતનો સ પણ નાં જાણનારા વિદેશીઓ દ્વારા તારવવામાં આવ્યો છે.
સ્ત્રીઓની સ્થિતિ
સ્ત્રીઓ પોતાના પતિ સાથે યજ્ઞકાર્યમાં ભાગ લઈ શકતી તથા કન્યાઓ માટે પણ ઉપનયન–યજ્ઞોપવિત વિધિ
સમયમાં સ્ત્રીઓને સંપતિનો અધિકાર હતો. ઉપરાંત સમાજમાં સતીપ્રથા, દહેજપ્રથા અને પર્દાપ્રથા નું અસ્તિત્વ ન હતું. પરંતુ આ લગ્ન પછી કન્યાની વિદાઈના સમયે જૈ બેટ અને દ્રવ્ય આપવામાં આવતા હતા તેને ‘વહતુ’ કહેવાતુ હતું. ઋગ્વેદમાં ‘નિયોગ પ્રથા’ (પતિના મૃત્યુ બાદ સ્ત્રી તેમના દિયરને પરણતી) અને વિધવા વિવાહના ઉદાહરણ મળે છે. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. તથા સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન પણ કરતી હતી. અપાલા, ઘોષા, લોપામુદ્રા, વિશ્વવારા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. વૈદિકકાળમાં સ્ત્રીઓ સભા અને વિદથમાં ભાગ લેતી હતી.
વસ્ત્ર
આર્યો મુખ્યત્વે ત્રણ પ્રકારના વસ્ત્રોનો ઉપયોગ કરતા.
1. નીવી (અધોવસ્ત્ર)– શરીરના નીચલા ભાગમાં પહેરાતુ વસ્ત્ર
2 વાસ (ઉત્તરીય) – શરીરના મધ્ય ભાગમાં પહેરાત વસ્ત્ર
બની હારને અપાઈION
3. અધિવાસ (દ્રાપિ)– શરીરના ઉપરના ભાગને ઢાંકવા માટેનું વસ્ત્ર જેમ કે, શાલ અને ચાદર
આ ઉપરાંત પુરુષો ઉષ્મીય (પાઘડી) પણ ધારણ કરતાં હતા.
મનોરંજન
આ સમયમાં મનોરંજનનાં સાધનોમાં રથદોડ, અશ્વદોડ, પશુઓની સાઠમારી, જુગાર, શિકાર વગેરે હતા.
આર્યો સંગીતના સાત સ્વરોથી પરિચિત હતા, તે મનોરંજનો માટે વિવિધ પ્રકારના ઉત્સવો અને સમારોહનું આયોજન કરતા હતાં.
ઋગ્વેદિક કાલીન રાજવ્યવસ્થા
વૈદિકકાળમાં રાજવ્યવસ્થા ખુબ જ વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલી હતી. જે એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી હતી. કોઈ બંધન ન હતા . પંચ માં ચારેય વર્ણની સાથે સાથે વનમાં વસતા લોકોનું પણ રાજકીય પોતાનું પ્રતિનિધિત્વ હતું. ચારેય વર્ણ અને આ વનવાસી પાંચેય નાં પ્રતિનિધિ મળીને પંચ બનતું હતું. જે આજે પણ ગામડાઓમાં છે. રાજ્ય્વ્યવ્સ્થાની વાત કરીએ તો (1) કુલ (2) ગ્રામ (3) વિશ (4) જન. તથા ‘સભા’, ‘સમિતિ’ અને ‘વિદથ’ જેવી મુખ્ય રાજકીય સંસ્થાઓ હતી.

સભા : વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા. સભામાં ભાગ લેતી મહિલાઓને સભાવતી કહે છે. સભા રાજકીય, વહીવટી અને ન્યાયવિષયક કાર્યો કરતી. સભામાં મોટેભાગે વર્તમાન રાજ્યસભાની માફક વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. ઋગ્વેદમાં તેનો 8 વખત ઉલ્લેખ જોવા મળે છે.
સમિતિ : વર્તમાન લોકસભાની માફક સમગ્ર લોકસમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. તેમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી. સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતાં કાર્યો પર ચર્ચા-વિચારણા થતી. સભા અને સમિતિને વૈદ સાહિત્યમાં ‘ પ્રજાપતિની દૂષિતા ‘ બે જોડિયા પુત્રીઓ પણ કહે છે.
છાંદોગ્ય અને બુહદારણ્યક ઉપનિષદો મુજબ સમિતિએ મોટી સંસ્થા હતી ગ્રીસની જેમ જ નગરના લોકો અહીં વિચાર વિમર્શ માટે એકઠા થતાં તેના સભાપતિને ઈશાન કહેવામાં આવતા.
વિદથ : આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા તેને ‘જનસભા’ કહેવાય છે, તે આર્થિક,લશ્કરી, ધાર્મિક અને સામાજિક કાર્યો કરતી. ઋગ્વેદમાં તેનો 122 વખત ઉલ્લેખ જોવા મળે છે. વિદથમાં સ્ત્રીઓના પ્રવેશના પ્રમાણ મળે છે. જેમાં વિદ્વાનો અને વૃદ્ધોની સહભાગીતા જોવા મળે છે.
રાજાના પદાધિકારીઓ : રાજાના પ્રમુખ પદાધિકારીઓમાં પુરોહિત, સેનાની, ગ્રામિગ્રી, સૂત (રથ હાંકનાર) અને
કર્મરા (ધાતુકર્મી) હતાં. આ ઉપરાંત, પુ૨૫ (દુર્ગપતિ), સ્પર્શ (ગુપ્તચર) અને દૂત જેવા અન્ય પદાધિકારીઓ પણ હતા.આ પદાધિકારીઓમાં પુરોહિત સર્વશ્રેષ્ઠ હતાં. તે રાજાના પથ-પ્રદર્શક અને મિત્ર તરીકે ભૂમિકા ભજવતા હતા.ઋગ્વેદિક પુરોહિતોમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર અને દેવાપિનો સમાવેશ થાય છે. પુરોહિત રાજા સાથે યુદ્ધમાં પણ જતા હતા. પદાધિકારીઓમાં સેનાની એ પુરોહિત પછી દ્વિતીય સ્થાન ધરાવતા હતા. વૈદિક સમયમાં રાજા સ્થાયી સેના રાખતા ન હતા, યુદ્ધના સમયે એક નાગરિક સેના (મિલિશિયા) નું ગઠન કરવામાં આવતુ હતુ.
ઋગ્વેદકાલીન રાજાને ‘રાજન્ય’ કહેવાતા. ‘બલી’ પ્રજા દ્વારા રાજાને સ્વેચ્છાથી આપવામાં આવતી ભેટ હતી. વૈદિકકાળમાં રાજાનું પદ વંશપરંપરાગત ન હતું. કેટલાંક પુરાવા મુજબ રાજાશાહી કરારવાદ ના સિધ્ધાંત મુજબ પણ ચાલતી હશે એટલે કે રાજા પ્રજાનું રક્ષણ કરતો, તેમને ન્યાય આપતો અને તેના બદલામાં પ્રજા તેને કર આપતી.
વૈદિકાલીન ધાર્મિક જીવન
ઋગ્વેદમાં વૈદિક યુગના ધાર્મિક જીવન પર ખાસ ચર્ચા કરવામાં આવી છે. જેમાં સમાજનું સ્વરૂપ જનજાતિવ અને પિતૃપ્રધાન હતું. તેને કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ પ્રકૃતિ સાથે સંકળાયેલ દેવતાઓ જોવા મળે છે અને ૠગ્વેદમાં તેમના વિશેની ઘણી પ્રાર્થનાઓ પણ જોવા મળે છે, ઉષા અને અદિતિ જેવી દેવીઓની પ્રાર્થનાઓ ઋગ્વેદમાં છે. વૈદિક યુગ દરમિયાન એક અગત્યની બાબત એ જોવા મળે છે કે તેમાં મંદિરો અને મૂર્તિ પૂજાનો અભાવ છે.

ૠગ્વેદમાં ઈન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પુશન(વિષ્ણુ), યમ અને સોમનો સમાવેશ થાય છે. જેમાં ઇન્દ્ર ઇમુખ્ય દેવ હતાં. તે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા. ઋગ્વેદમાં ઈન્દ્રનો સૌથી વધુ ઉલ્લેખ છે. આમ છતાં વૈદિક સાહિત્યમાં કોઈ એક સર્વશક્તિમાન દેવનો ઉલ્લેખ મળી આવતો નથી.
આર્યો અગ્નિદેવને ઈશ્વર અને માણસને જોડતી કડી માનતા હતા ઉપરાંત યજ્ઞ કરવાથી ઈન્દ્ર ખુશ થાય, વરસાદ તેવી માન્યતા પણ હતી. આમ, ઈન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ યજ્ઞ ગણાતો.
વેદોના દેવો | |
---|---|
ધરતી(પૃથ્વી)ના દેવતાઓ | પૃથ્વી (તેને મઢી અને અર્જુની પણ કહે છે), સોમ, અગ્નિ, ગૃહ ત સરસ્વતિ,અરણ્યાની |
અંતરિક્ષના દેવતાઓ | ઈન્દ્ર, મરૂતો, પરજન્ય, વાયુ, યમ, પ્રજાપતિ, અહિં બુધન્ય, રુદ્ર, અપહ (આપ) |
આકાશના દેવતાઓ | સૂર્ય, ઘૌ (આર્યોના પિતા તુલ્ય સૌથી પ્રાચીન દેવતા), વરુણ, ઉષા, વિષ્ણુ, સહિ મિત્ર, પૂષન, આદિત્ય (અદિતિ), વિવસ્તન |
વૈદિક દેવોના | પ્રકાર |
---|---|
ઈન્દ્ર | યુદ્ધ અને વર્ષાના દેવતા |
ઉષા | પ્રભાતની દેવી |
પૃથ્વી | પૃથ્વીની દેવી |
વાક | ભાષાની દેવી |
અરણ્યાની | જંગલની દેવી |
સોમ | વનસ્પતિના દેવતા |
પૂષન | પશુઓના દેવતા |
આદિત્ય | સૂર્યદેવતા |
યમ | મૃત્યુના દેવતા |
અગ્નિ | અગ્નિના દેવતા |
વરુણ | સમુદ્રના દેવતા |
રુદ્ર | પવનના દેવતા |
વાયુ | વાયુના દેવતા |
અશ્વિન | આફતોના દેવતા |
આપ | સૃષ્ટિના દેવતા |
મરૂત | વાવાઝોડાના દેવતા |
ૐ આ ઉપરાંત સવિતા, ઉષા, અદિતિ અને સરસ્વતી મુખ્ય દેવીઓ હતી. જેમની આરાધના માટે આર્યો દ્વારા ઋગ્વેદમાં અનેક સૂત્રો અને મંત્રોની રચના કરવામાં આવેલ છે. તેમજ સમાજમાં કૌટુંબિક સુખશાંતિ માટે પ્રાર્થનાઓ, એકેશ્વરવાદ, યજ્ઞો, પુરોહિત અને વિધિવિધાન, ધાર્મિક વિચારો પ્રકૃતિ પૂજા, મૂર્તિપૂજાનો નિષેધ, યજ્ઞપ્રધાન પૂજાવિધિ અને બીજી ધાર્મિક માન્યતાઓનું પણ અસ્તિત્વ હતું.
વૈદિકાલીન અર્થવ્યવસ્થા
ઋગ્વેદકાલીન આર્ય પશુપાલક હતા. ગાય અને ઘોડા તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા. ગો શબ્દમાંથી અનેક શબ્દોનો ઉદ્ભવ થયો છે. ધનવાન વ્યકિતને ‘ગોમત’ કહેવામાં આવતા. કૃષિ અને પશુપાલન મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી પરંતુ પશુપાલનનું પ્રમાણ વધારે હતું. આર્યો પોતાના ભોજનની તમામ જરૂરિયાતો પૂરી કરવા ખેતી પણ કરતા. જવને ‘યવ’ તરીકે ઓળખતા. યુદ્ધો પશુઓ માટે લડવામાં આવતાં. ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરનારી ‘કામદા’ કહેવામાં આવતી.

પોતે અદલાબદલી કરીને એટલે કે વસ્તુવિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઊભું કર્યું હશે. ગાય મહત્વનું સ્થાન ધરાવતી હતી. બ્રાહ્મણ-પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપતા. ઈતિહાસકારોના મતે આર્યો પંજાબની નદીઓનો ઉપયોગ સીમિત રૂપે નૌકાપ્રવૃત્તિ માટે પણ કરતા હશે અને તેઓ સમુદ્ર માર્ગ થકી બેબિલોન અને પશ્ચિમ એશિયા સાથે વેપારથી જોડાયેલા હશે. આ વેપારમાં મુખ્યત્વે ઊન, સુતરાઉ કાપડ અને ચામડાનો સમાવેશ થતો. ઋગ્વેદિક સાહિત્યમાં ‘મના’ નામથી સોનાનો ઉલ્લેખ મળી આવે છે. સમાજમાં પ્રચલિત કોઈપણ વ્યવસાય કે ધંધો ઉચ્ચ કે નિમ્ન ગણવામાં ન આવતો એ આર્ય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા હતી. આર્યોની જ્ઞાતિપ્રથા વ્યકિતઓના આર્થિક કાર્યના આધારે હતી. કોઈ એક જ કુટુંબના વ્યકિતઓ અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલા હતા, એવો ઉલ્લેખ ઋગ્વેદના શ્લોકમાંથી મળે છે.વૈદિક કાળમાં રસોઈ બનાવવાના વાસણો કે ખેતીમાં વપરાતા સાધનો મુખ્યત્વે તાંબાની ધાતુમાંથી બનેલા જોવા મળે છે. લોખંડનો ઉલ્લેખ આ સમયમાં જોવા મળતો નથી. વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો. ઋગ્વેદ કાળ પછી લોખંડનો ઉલ્લેખ ‘શ્યામ આયસ’ કે ‘કૃષ્ણ આયસ’ તરીકે ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
ઉત્તરવૈદિક યુગ
ઉત્તરવૈદિક આર્યોનું ભૌગોલિક ક્ષેત્ર
ઉત્તવૈદિક કાળમાં આર્યોના પ્રસારનું વર્ણન ‘શતપથ બ્રાહ્મણ’ ના ‘વિદેહ માધવ’ ની કથામાં મળે છે. શતપથ બ્રાહ્મણમાં રેવા (નર્મદા)નદીનો ઉલ્લેખ છે. ઉત્તરવૈદિક સાહિત્યોમાં ત્રિકબુદ, કૌચ્ચ, મૈનાક વગેરે પર્વતોનો ઉલ્લેખ છે, જે પૂર્વી હિમાલયમાં આવેલ છે. આ ઉપરાંત ગંગાયમુના દોઆબ, વિંધ્યાચલ વગેરેનું વર્ણન પણ મળે છે. કેટલાક વિદ્વાનોના મતે સપ્તસિંધુ પ્રદેશમાંથી ઉત્તરવૈદિકકાળમાં આર્યોનું ગંગા-યમુના દોઆબના ક્ષેત્રમાં સ્થળાંતર થયું, આ દરમિયાન આર્યો સાથે તે ક્ષેત્રના કેટલાક સ્થાનિક અનાર્યો સાથે સામાજિક સંબંધો પ્રસ્થાપિત થયા તો કેટલાક અનાર્થો (કે જેને આર્યો દાસ/ દસ્યુ કહેતા હતા)ની સાથે સંઘર્ષ થતાં તે અનાર્યો દક્ષિણ ભારત તરફ સ્થળાંતરીત થયાં. આ રીતે ઉત્તરવૈદિક આર્યોનું મુખ્ય ભૌગોલિક ક્ષેત્ર સિંધુ-ગંગાનો મધ્ય ભાગ, ગંગાના મેદાનનો ઉત્તર ભાગ તથા ગંગાચમના દોઆબ હતું.
ઉત્તરવૈદિકકાલીન રાજવ્યવસ્થા
ઉત્તર–વૈદિક કાળમાં આર્યોની રાજનીતિક સ્થિતિમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. આ સમય દરમિયાન નાના નાના જન પ્રદેશો મળીને તેઓ રાષ્ટ્ર(જનપદ)માં પરિવર્તિત થયાં, આમ ઉત્તરવૈદિક આર્યોની રાજ્ય વ્યવસ્થા સમાંતર રીતે જુદા જુદા પાંચ ભાગોમાં વિભાજીત હતી. 1. કુલ 2, ગ્રામ 3. વિશ 4, જન 5, રાષ્ટ્ર,
રાજા : એતરેય બ્રાહ્મણમાં સૌપ્રથમ રાજાની ‘દેવી ઉત્પત્તિ સંબંધિત સિદ્ધાંત’ મળે છે. ઉત્તરવૈદિક કાળમાં રાજાનું પદ વંશાનુગત થવા લાગ્યું. ઉત્તર વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી સંસ્થાઓનું નિયંત્રણ ઓછું થવા લાગ્યું અને રાજા વધુ શક્તિશાળી બની ગયો. આ કાળમાં યુદ્ધ માત્ર ગાય માટે જ નહિં પરંતુ ક્ષેત્રો માટે પણ થવા માંડયા. આ સમયમાં રાજાના અધિકારોમાં વૃદ્ધિ થતાં અલગ અલગ દિશાઓમાં રાજાના નામો અલગ અલગા થવા લાગ્યા, જેમ કે મધ્ય દેશમાં રાજા, પૂર્વમાં સમ્રાટ, પશ્ચિમમાં સ્વરાટ્, દક્ષિણમાં ભોજ. જે રાજા ચારેય દિશાઓમાં વિજય પ્રાપ્ત કરી લેતો હતો તેને ‘એકરાટ્’ કહેવામાં આવતા. એતરેય બ્રાહ્મણમાં વિવિધ પ્રકારના રાજ્યોનો પણ ઉલ્લેખ છે. જેમ કે, ભૌજ્ય– આ રાજ્યના શાસક રાજા કહેવાતા, તો મહારાજ્ય- આ રાજ્યના શાસક સમ્રાટ કહેવાતા અને વૈરાજ્ય – જ્યાં કોઈ રાજા ન હોય તેવુ ગણરાજ્ય.
શતપથ બ્રાહ્મણમાં | ઉલ્લેખિત ૧૨ રત્નીઓ |
પુરોહિત | રાજાનો ધાર્મિક સલાહકાર |
સેનાની | સેનાનો પ્રધાન |
યુવરાજ | રાજાનો ઉત્તરાધિકારી |
ક્ષતા | રાજકુટુંબનો વહીવટદાર |
સંગ્રહિતા | કોષાધ્યક્ષ |
અક્ષવાપ | આવક–જાવકનો હિસાબ રાખનાર અમલદાર તથા ધૂત ક્રીડામાં રાજાનો સહયોગી |
મહિષી | મુખ્ય રાણી (પટરાણી) |
સૂત | સારથી કે ૨ઠ ચલાવનાર |
ગ્રામણી | ગામનો મુખી |
પાલાગલ | રાજદૂતની ફરજ બજાવનાર વિદુષક |
ભાગધ | કર વસૂલનાર |
ગોવિકર્તન | ગવાધ્યક્ષ |
રાજાઓ દ્વારા થતા યજ્ઞ | યજ્ઞની વિશેષતા |
રાજસૂય યજ્ઞ | રાજાના રાજ્યાભિષેક સમયે |
પુરુષમેધ યજ્ઞ | રાજનૈતિક વર્ચસ્વ માટે વિદ્વાન તથા સ્વાસ્થ્ય પુરુષની બલી આપવા માટે |
અગ્નિષ્ટોમ યજ્ઞ | પાપનો નાશ કરવા અને સ્વર્ગ તરફ આગળ વધવા માટે |
સૌત્રામણિ યજ્ઞ | પશુ તથા મદીરાની આહુતિ { આ મુદ્દો આજે પણ સંશોધન માગી લે છે. } |
વાજપેય યજ્ઞ | રાજા દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કરવામાં આવતી રથ દોડ |
અશ્વમેઘ યજ્ઞ | સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ જેમાં રાજા દ્વારા તેના સામ્રાજ્યની સીમામાં વૃદ્ધિ કરવા માટે અશ્વને સ્વતંત્ર છોડવામાં આવે છે. |
આ સમયમાં લોકભાગીદારીનો ખ્યાલ રાજયતંત્ર સાથે જોડાયેલો હતો. રાજયનું સ્વરૂપ કબીલાઈ હતું. રાજ્યનો વિસ્તાર વધતાં તેના અલગ-અલગ વિભાગો પાડી અધિકારીઓની નિમણૂક કરાતી. જેમ કે 100 ગામોના વિભાગ પર શતપતિ’ની નિમણૂક થતી તેમજ અનાર્યોના પ્રદેશમાં સ્થપતિ નામના અધિકારીની નિમણૂક થતી. ઉત્તરવૈદિકકાળમાં રાજ્ય વયવસ્થામાં મુખ્યત્વે નીચે મુજબના પરિવર્તનો થયાં
શાસન ક્ષેત્રમાં પરિવર્તન
ઋગ્વેદિક આર્યોની રાજસત્તા સપ્ત-સિન્ધુ ક્ષેત્ર સુધી સીમિત હતી પરંતુ હવે તેઓ પંજાબથી લઈને ગંગાયમુનાના દોઆબમાં સ્થિત સમસ્ત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગયા હતાં. ભરત અને પુરુ નામના બે મુખ્ય કબીલાઓ એકત્ર થયા અને તેમને કુરુ –જન કહેવામાં આવ્યાં. શરૂઆતમાં તેઓ દોઆબના ક્ષેત્રોમાં સરસ્વતી અને દ્રુશતી નામની બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. પરંતુ કુરુઓએ દિલ્હી અને દોઆબના ઉત્તરના ભાગ અધિકાર સ્થાપ્યો જે ક્ષેત્રેને ‘કુરૂદેશ’ કહેવામાં આવ્યું. ધીમેધીમે આ લોકો પાંચાલોની સાથે મળતા ગયા. પાંચાલ રાજ્ય તે સમયે બરેલી, બદાયું અને ફર્દુખાબાદ જિલ્લાઓમાં ફેલાયેલું હતું, તે સમયે પાંચાલ રાજ્ય પોતાના દાર્શનિક રાજાઓ અને બ્રાહ્મણ પુરોહિતો માટે પ્રસિદ્ધ હતું, જેના પરિણામે કુટૂ–પાંચાલોનો અધિકાર દિલ્હી અને ઉત્તર તથા મધ્ય દોઆબ સુધી સ્થપાયો. તેમણે પોતાની રાજધાની મેરઠ જિલ્લાના હસ્તીનાપુર નામના સ્થળને બનાવી. મહાભારતના યુદ્ધની દ્રષ્ટિએ કુટૂ–જનનું ઈતિહાસમાં ખૂબ મહત્વ રહેલું છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવોની વચ્ચે થયું હતું. આ બંને કુટૂ–જનના સદસ્યો હતાં. જેના પરિણામે લગભગ સંપૂર્ણ કુર-જન નાશ પામ્યું હતું. સમય જતાં આર્યોએ દક્ષિણ ભારતમાં પોતાની સભ્યતા તથા સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો.
ઉત્તરવૈદિકકાળના અંતિમ ચરણમાં લગભગ ઈ.સ.પૂર્વે 600ના સમયગાળા દરમિયાન વૈદિક લોકોએ દોઆબની પૂર્વ તરફ કૌશલ (પૂર્વીય ઉત્તરપ્રદેશ) અને વિદેહ (ઉત્તરી બિહાર)માં પોતાના પ્રદેશનો વિસ્તાર કર્યો.
ઉત્તર વેદિક યુગ પછી 16 મહાજન પદો અને એકતંત્રી રાજ્ય વ્યવસ્થાનો ઉદય થયો. રાજ્યની જમીન લાલસાને લીધે મહારાજ્યોનું સર્જન શરૂ થયું.
રાજ્યની શક્તિમાં વધારો
રાજ્યની પ્રક્તિઓમાં વૃદ્ધિ આવશ્યક હતું. જ્યારે વૈદિક કાળમાં રાજ્યનો આકાર ખૂબ નાનો હતો. પરંતુ ઉત્તર વૈદિક કાળમાં મોટા મોટા રાજ્યોની સ્થાપના થતાં રાજા પહેલાથી ઘણા શક્તિશાળી બન્યાં. રાજા પોતાના પ્રભાવમાં વૃદ્ધિ લાવવા માટે રાજસૂય, વાજપેય, અશ્વમેઘ જેવા યજ્ઞો કરવા લાગ્યા. રાજાને દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવતું. રાજાની આજ્ઞાનું પાલન કરવું રાજાનું પદ વંશાનુગત હતું. આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રક્રિયાનો પણ આરંભ થઈ ચૂકયો હતો, પરંતુ ચૂંટણી રાજવંશ સુધી સીમિત હતી.
જનપદ અને રાષ્ટ્રની ધારણાનો ઉઠય
કબીલાનો અધિકાર અમુક સીમા સુધી સિમીત હતો. જ્યારે રાજાનું શાસન ઘણા કબીલાઓ પર હતું. પરંતુ આર્યોના પ્રમુખ કબીલાઓએ નાના કબીલાઓ પર પોતાનો અધિકાર સ્થાપ્યો હતો. શરૂઆતમાં જે તે પ્રદેશના નામ પરથી કબીલાનું નામ આપવામાં આવતું. જેમ કે, પાંચાલ એક કબીલાનું નામ હતું પરંતુ પાછળથી તે પ્રદેશના નામે ઓળખાવા લાગ્યું. રાષ્ટ્ર શબ્દ પ્રદેશનું સૂચક માનવામાં આવે છે. આ શબ્દનો પ્રથમવાર પ્રયોગ આ કાળમાં જ થયો હોવાનું માનવામાં આવે છે. આ સમયે ઉત્તર ભારતમાં સોળ જનપદો ઉદ્દભવ થયો હોવાની માહિતી મળે છે.
સીમિત રાજતંત્ર
આ કાળમાં રાજા ૠવૈદિક કાળની અપેક્ષાથી વધારે નિરંકુશ થઈ ગયા હતાં પરંતુ રાજા પર પુરોહિતોનું નિયંત્રણ આજ્ઞાઓ માનવા માટે બાધ્ય ન હતાં. કેટલીક વખત પુરોહિત રાજા વિરુદ્ધ વિદ્રોહ પણ કરતા લેવડાવવામાં આવતી કે, તે પુરોહિતો સાથે કયારેય દગો કરશે નહીં. રાજ્યના નિયમોનું પાલન તથા બ્રાહ્મણોની રક્ષા કરવાનો રાજાનો પરમધર્મ માનવામાં આવતો હતો. આ રીતે રાજાને ધર્માનુકૂળ(ધર્મને શાસન કરવું પડતું હતું.
પદાધિકારીઓમાં વૃદ્ધિ
ઉત્તર વૈદિક કાળમાં વૈદિક કાળની અપેક્ષાએ પદાધિકારીઓની સંખ્યામાં તથા તેમના અધિકારોમાં વૃદ્ધિ થઈ હતી. ઋગ્વેદિક કાળમાં મુખ્ય ત્રણ પદાધિકારીઓ પુરોહિત, સેનાની તથા ગ્રામણીનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ પાછળથી સ્થપતિ, નિષાદ–સ્થપતિ, શતપતિ વગેરે પદાધિકારીઓનો ઉલ્લેખ જોવા મળે છે. સ્થપતિ રાજ્યના એક ભાગનો શાસક હતો જેને શાસન ઉપરાંત ન્યાયિક કાર્ય પણ કરવા પડતા હતાં. નિષાદ–સ્થપતિ પદાધિકારી આર્યોએ વિજય મેળવેલા આદિવાસીઓ પર શાસન કરતા હતાં. શતપતિ પદાધિકારી 100 ગામો પર શાસન કરતા હતાં. રાજા યુદ્ધ ક્ષેત્રમાં ઓછા જવા લાગ્યા તેમના બદલે ‘સેનાની’ સેનાનું સંચાલન કરતો હતો. ઉત્તર વૈદિક કાળમાં રાજાની કોઈ સ્થાયી સેના ન હતી.યુદ્ધના અવસર પર જનમાંથી સૈનિક ટુકડીઓ એકત્ર કરવામાં આવતી હતી.
સભા તથા સમિતિના અધિકારોમાં ઘટાડો
સભા તથા સમિતિનું અસ્તિત્વ ઉત્તર વૈદિક કાળમાં પણ બની રહ્યું પરંતુ તેના અધિકારો અને પ્રભાવમાં ઘટાડો થતો ગયો. સમિતિને મોટી સંસ્થા તથા સભાને નાની સંસ્થા માનવામાં આવતી હતી. રાજા પોતાના નિર્ણય પોતે જ લેવા લાગ્યા જેના કારણે સભાના મહત્વમાં ઘટાડો થતો ગયો.
ન્યાય વ્યવસ્થામાં સુધારો
ઉત્તરવૈદિક કાળની ન્યાય વ્યવસ્થા ઋગ્વેદિક કાળની ન્યાય વ્યવસ્થા કરતાં વધારે સુદ્રઢ અને વ્યાપક બની હતી. રાજા પોતાના ન્યાયિક કાર્યોમાં વધારે રુચિ લેતા થયા પરંતુ રાજા પોતાના પદાધિકારીઓને ન્યાયિક અધિકારો આપતા થયા. ગામોના વિવાદોનો નિર્ણય ‘ગ્રામ્યવાદીની’ કરતા હતાં જેને ગામનો ન્યાયાધીશ કહેવામાં આવતો હતો. બ્રાહ્મણોને મૃત્યુદંડ આપવામાં આવતો ન હતો. દિવાની કેસોનો નિર્ણય પંચો દ્વારા કરવામાં આવતો હતો.
જનપદ રાજ્યોનો આશ
ઉત્તરવૈદિક કાળમાં જનપદ રાજ્યનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગોધનની પ્રાપ્તિ સિવાય ભૂમિ પર અધિકાર માટે પણ યુદ્ધો થવા લાગ્યા. કૌરવો અને પાંડવો સમયગાળા દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. વચ્ચે થયેલું મહાભારતનું યુદ્ધ આ
રાજ્યની ભેટ વ્યવસ્થા
વૈદિક કાળનો પશુપાલક સમાજ હવે ખેડૂત બની ગયો હતો. તેઓ પોતાના રાજાને ભેટ આપવામાં સમર્થ બન્યાં હતાં. ખેડૂતોની વૃદ્ધિને કારણે રાજાઓની શક્તિમાં વધારો થયો. શૂદ્રોના નાના સમુદાયોનું કામ સેવા કરવાનું હતું.
કર વ્યવસ્થા
ૠવૈદિક કાળમાં કર આપવાની પ્રથા સ્વૈચ્છિક હતી, જે ઉત્તરવૈદિકકાળમાં ફરજિયાત બની. આ સમય દરમિયાન ભાગદૂધ નામના અધિકારી દ્વારા વસૂલાયેલા કરોને સંગ્રહિતા નામના અધિકારી પાસે જમા કરવામાં આવતા હતાં. આ કરને બલિ, શુલ્ક કે ભાગ પણ કહેવામાં આવતો.
ઉત્તરવૈદિકકાલીન સામાજિક જીવન
બ્રાહ્મણવર્ણ શિક્ષણ અને કર્મકાંડ સાથે સંબંધિત હતા. ક્ષત્રિયવર્ણ વહીવટતંત્ર અને રાજયવ્યવસ્થા સાથે સંકળાયેલા હતા. આ કાળ દરમિયાન રાજા એ અન્ય ત્રણ વર્ણો પર પોતાનો અધિકાર સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એતરેય બ્રાહ્મણમાં રાજાની સાપેક્ષે બ્રાહ્મણને જીવિકા—ખોજી અને દાનગ્રહણ કરવાવાળા કહ્યા છે. વૈશ્યને દાન લેવાવાળા કહેવામાં આવ્યા જેનું રાજા દ્વારા ઈચ્છાપૂર્વક દમન કરવામાં આવતું હતું. શૂદ્રોને બીજાના સેવક અને બીજાના આદેશ પર કામ કરવાવાળા કહેવામાં આવ્યાં છે અને કોને જનોઈ કે શિક્ષણ મેળવવાની પરવાનગી ન હતી જ્યારે અન્ય ત્રણ વર્ગો જેવાં કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરેને આ પરવાનગી મળતી હોવાથી તેમને ‘ટ્વીજ’ તરીકે ઓળખવામાં આવતા જેનો અર્થ બે વખત જન્મ લેનાર એવો થાય છે એટલે કે એક વખત જન્મીને જ્યારે બીજી વખત જનોઈ ધારણ કરીને નવો જન્મ લેનાર.
ઉત્તરવૈદિક કાળમાં કુળનું મહત્વ વધ્યું, સમાજ પિતૃપ્રધાન હતો. વેદોમાં પુત્રપ્રાપ્તિ માટેની અનેક પ્રાર્થનાઓ દર્શાવે છે કે, પુરુષનું મહત્વ સમાજમાં વધ્યુ હતું. આ સમય દરમિયાન પિતા તેના પુત્રને ઉત્તરાધિકારથી વંચિત કરી શકતો હતો.
વૈદિક કાળની સાપેક્ષો ઉત્તરવૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ ખરાબ થઈ. આ સમયમાં સ્ત્રીઓના ઉપનયન સંસ્કાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તથા તેમના રામા અને વિદથમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ કરવામાં આવ્યો. ઐતરેય બ્રાહ્મણમાં પુત્રીને બધા જ દુઃખોનુ કારણ માનવામાં આવેલ છે. આ સમયમાં બાળવિવાહ પણ થવા લાગ્યા. વૈદિક કાળની જેમ જ આ રામયમાં પણ સ્ત્રીઓને સંપત્તિમાં અધિકાર પ્રાપ્ત ન હતો અને નિયોગ પ્રથા પ્રચલિત હતી.
પરંતુ સ્ત્રીઓની સ્થિતિ સંપૂર્ણપણે ખરાબ હતી તેવું કહી શકાય નહિ, કારણ કે શતપથ બ્રાહ્મણમાં સ્ત્રીને અર્ધાંગિની કહેવામાં આવેલ છે. ઉપરાંત આ સમયમાં યાજ્ઞવલ્કયની પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયની તેમજ ગાર્ગી, સુભલા, વેદવતી જેવી ઘણી વિદુષી સ્ત્રીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે,
ગોત્ર પ્રથા
ઉત્તરવૈદિકકાળમાં ગોત્ર પ્રથા શરૂ થઈ, ગોત્ર એટલે એક મૂળ પુરુષમાંથી ઉત્પન્ન થયેલ લોકોનો સમૂદાય. છે. આ સમયના એક જ ગોત્રના લોકો વચ્ચેના વિવાહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
આશ્રમ વ્યવસ્થા
ઉત્તરવૈદિકકાળમાં આશ્રમ વ્યવસ્થા શરૂ થઈ. ઉત્તરવૈદિક ગ્રંથોમાં માત્ર પ્રથમ ત્રણ આશ્રમોનો જ ઉલ્લેખ છે. જાબાલોપનિષદમાં સર્વ પ્રથા ચાર આશ્રમોનો ઉલ્લેખ જોવા મળે છે.

આશ્રમ વ્યવસ્થા | ઉદેશ્ય | અર્થ – હેતુ |
બ્રહ્મચર્યાશ્રમ (ઉંમર 1 થી 25) | ધર્મ | ધર્મ અથવા સાત્વિકતા |
ગૃહસ્થાશ્રમ (ઉંમર 26 થી 50) | અર્થ | સાંસારિક જીવનમાં ઉપલબ્ધિઓ |
વાનપ્રસ્થાશ્રમ(ઉંમર 51 થી 75) | કામ | સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવી |
સન્યાસાશ્રમ(ઉંમર 16 થી 100) | મોક્ષ | ઈચ્છાઓથી મુકિત,આત્માનો પરમાત્મામાં વિલય |
ગૃહસ્થાશ્રમમાં નીચે મુજબના પંચમહા યજ્ઞનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે નીચે દર્શાવ્યા છે. આશ્રમ વ્યવસ્થા પૈકી ગૃહસ્થાશ્રમને સર્વોચ્ચ માનવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં મનુષ્ય દ્વારા ત્રણ ઋણોમાંથી મુકત થવાનું જરૂરી હોવાનું દર્શાવેલ છે.
1. ઋષિ ઋણ – વૈદિક ગ્રંથોનું અધ્યયન
2. પિતૃ ઋણ – પુત્રની ઉત્પતિ
3. દેવઋણ – યજ્ઞ કરવા
માનવીએ કરવાના | મહાયજ્ઞ |
બ્રહ્મયજ્ઞ | વેદોનું પઠન અને બ્રહ્મની પૂજા તથા સ્મરણ કરવામાં આવે |
પિતૃયજ્ઞ | શ્રાદ્ધ અને તર્પણ દ્વારા પિતૃઓની પૂજા |
મનુષ્યયજ્ઞ | આતિથ્ય સત્કાર દ્વારા માનવીની પૂજા |
દેવયજ્ઞ | દેવોને પ્રસન્ન કરવા અગ્નિમાં ઘી અને સુગંધિત દ્રવ્યો હવનમાં હોમવામાં આવતા |
ભૂતયજ્ઞ | ભૂતોને પ્રસન્ન કરવા ભોજ્નાન્ન દ્વારા તેમની પૂજા |
ઉત્તરવૈદિકકાલીન આર્થિક જીવન
ઉત્તરવૈદિક કાળમાં જમીનનું મહત્વ વધ્યું. લોખંડની શોધ થતા કૃષિકાર્ય સરળ થયું. આ રીતે આર્યોના ભટકતા જીવનનો અંત થયો અને તેમનું સ્થાયીકરણ થયું તેની સમાજ, ધર્મ અને અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન થયાં. ભારતનું બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું. આ સમયમાં આર્યોએ પશુપાલનના બદલે કૃષિને મુખ્ય વ્યવસાય બનાવ્યો આ સમયમાં કૃષિ સિંચાઈ માટે તળાવો, કુવા અને નહેરોનો પણ ઉપય શરૂ થયો. અથર્વવેદમાં પાકની રક્ષા કરવા માટેના મંત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. વિશેષતા વેદોનું પઠન કરીને બ્રહ્મની પૂજા અને સ્મરણ કરવામાં આવતું. શ્રાદ્ધ અને તર્પણ દ્વારા પિતૃની પૂજા કરવામાં આવતી. આતિથ્ય સત્કાર કરીને મનુષ્યની પૂજા કરવામાં આવતી. દેવતાઓને પ્રસન્ન કરવા માટે અગ્નિમાં ઘી અને સુગંધિત દ્રવ્યો હવનમાં પધરાવવામાં આવતા. ભૂતોને પ્રસન્ન કરવા માટે ભોજન–અન્ન દ્વારા તેમની પૂજા કરવામાં આવતી. આ ઉપરાંત, આ સમયમાં આર્યો સમુદ્રથી માહિતગાર થયા, જેનાથી વેપાર-વાણિજ્યનો વિકાસ થયો.
ઉત્તરવૈદિકકાલીન ધાર્મિક જીવન
આર્યોની વિધિઓ અનાર્યોએ અપનાવી અને અનાર્યોના સાંસ્કૃતિક મૂલ્યો આર્યોએ સ્વીકાર્યા. અથર્વવેદમાં તેના સ્પષ્ટ ઉત્તરવૈદિકકાળમાં આર્યોના ધાર્મિક જીવનમાં મુખ્યત્વે ત્રણ પરિવર્તનો થયા.
1. દેવતાઓના મહત્વમાં પરિવર્તન – વૈદિક યુગના દેવતાઓ ઈન્દ્ર, અગ્નિ, વરુણનું મહત્વ ઘટયું અને તેના સ્થાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મહત્વ વધ્યું. ઋગ્વેદના રુદ્રદેવ કલ્યાણ કરનાર શિવ સ્વરૂપ બન્યાં તેમજ ભગવત ગીતાના ઉપદેશક એવા શ્રીકૃષ્ણનું સ્થાન ઊંચું થયું. જેના કારણે અનુવૈદિક યુગમાં ભાગવત અને શૈવધર્મની શરૂઆત થઈ.
2 . આરાધનાની પદ્ધતિમાં પરિવર્તન – ઉત્તરવૈદિકકાળમાં વૈદિકકાળની સાપેક્ષે યજ્ઞોનું મહત્વ વધ્યું. આ સમયમાં ઘરેલું અને સાર્વજનિક એમ બંને રીતે વિવિધ પ્રકારના યજ્ઞો પ્રચલિત થયા તથા યજ્ઞમાં પશુબલિની પ્રથા પણ શરૂ થઈ. જોકે આ વાત નિરાધાર છે. યજ્ઞ કરાવતા બ્રાહ્મણો પુરોહિત કહેવાતા અને તેમને વેદોના શ્લોકોના ઉચ્ચારણ માટે સહાયકો મદદરૂપ થતા. યજ્ઞ આ ઉપરાંત, યજ્ઞ કરાવતા બ્રાહ્મણોને દક્ષિણા સ્વરૂપે ગાયો, દાસો, સોના, કપડાં અને ઘોડાઓ આપવાનું શરૂ થયું.
3. ધાર્મિક ઉદ્દેશોમાં પરિવર્તન – શતપથ બ્રાહ્મણમાં સૌપ્રથમ પુર્નજન્મના સિદ્ધાંતનો ઉલ્લેખ જોવા મળે છે. આથી કહી શકાય કે, આ સમયમાં આર્યોના લૌકિક ઉદ્દેશોની સાથેસાથે પરલૌકિક ઉદ્દેશોનું પણ મહત્વ વધ્યું.