આશ્વલાયન ઋષિ

આશ્વલાયન ઋષિ

આજે પણ આપણાં દેશમાં એવા ઘણાં લોકો હશે જેમણે આ નામનાં ઋષિ હતાં એ વિશે પેઢીઓમાં કોઈએ સાંભળ્યું પણ નહીં હોય ! આજની આધુનિક પેઢીમાં કોઈએ આ શબ્દ સાંભળ્યો પણ નહીં હોય ! અને આ માટે ઘણાં કારણો જવાબદાર છે. હવે આ લેખમાં આશ્વલાયનનું નામ વાંચી ગૂગલ કરવા ના બેસી જતાં. કેમકે ગૂગલ બાબા પાસે પણ તમને આ મહાન ઋષિ વિશે માત્ર એક બે વાક્ય જ જાણવાં મળશે ! કેમકે આ ઋષિ વિશે માહિતી જ બહુ થોડી મળેલી છે ! નાં, એવું નથી કે માહિતી નથી ! છે જ ! પણ લોકો સુધી પહોંચાડવામાં નથી આવી ! તો ચાલો જાણીએ ભારતનાં આ મહાન ઋષિ આશ્વલાયન વિશે ! જોકે અમારી પાસે વિસ્તૃત માહિતી આજે ઉપલબ્ધ નથી ! શોધ શરૂ છે. સંદર્ભ પ્રાપ્ત થતા આ લેખ અપડેટ કરવામાં આવશે !

સૌથી પહેલી વાત એ કે આશ્વલાયન ઋષિ ખૂબ પ્રાચીન સમયમાં થઈ ગયા ! કલિ સંવત ૨૦૦ આસપાસ આ મહાન ઋષિ થઈ ગયા ! બૌધાયન મુનિ પહેલાં લગભગ ૩૦-૪૦ વર્ષ પહેલાં શૌનક ઋષિના તેઓ શિષ્ય હતાં. તેમણે ગુહ્ય સૂત્ર લખ્યું છે જે ઋગ્વેદ પર આધારિત છે અને આજે આશ્વલાયન શ્રોત સૂત્ર કહેવાય છે. ઋગ્વેદની ૨૧ શાખાઓમાં તે અંતિમ શાખા છે! તેમાં ૧૨ અધ્યાય છે ! આશ્વલાયન પોતાના ગુહ્ય સૂત્રમાં લખે છે કે – प्राचीनावीती सुमन्तु-जैमिनि-वैशम्पायन-पैल-सूत्र-भाष्य-महाभारत धर्माचार्या तृप्यन्तु । ३ । ३।५ ।। ( હરદત્ત મિશ્ર કૃત અનાવિલા સહિત, ત્રિવેન્દ્રમ સંસ્કરણ પૃષ્ઠ નંબર ૧૫૪ ) આશ્વલાયન ગુહ્યનાં અનેક કોશ આજે ઉપલબ્ધ છે. જેમાં મહાભારતની પ્રાચીનતા વિશેના ઉલ્લેખ છે જેનો ઉલ્લેખ અમે અગાઉ કરી ચૂક્યા છીએ. આશ્વલાયન મુનિ સૂત્ર , ભાષ્ય , ભારત , મહાભારત અને ધર્મ શાસ્ત્રોમાં મહાન જ્ઞાતા હતા. જોકે ભારતમાં પ્રાચીન ઋષિ મુનિઓ વિશે ટીકા કરનારા પશ્ચિમની દાસતા સ્વીકાર કરનારા આશ્વલાયનને પ્રાચીન માનતા નથી ! જેમકે પ્રોફેસર રાય ચૌધરી આશ્વલાયન ઋષિને  બૌદ્ધ કાળના માને છે ! હવે વાસ્તવમાં આશવલાયન બૌધ્ધ કાળના નહિ પણ શૌનક અને કાત્યાયન તથા પાણિનીનાં સમકાલીન હતાં. જે ભારત યુધ્ધ થયા બાદ લગભગ 200-300 વર્ષ બાદ થઈ ગયા !

Sharing Is Caring:

Leave a Comment