સિંધુ ખીણની સભ્યતા ( ભારતીય સભ્યતા )

સિંધુ ખીણની સભ્યતા ( ભારતીય સભ્યતા )

સિંધુ ખીણની સભ્યતા વિશે આજે આપણે જાણીશું ! લેખ થોડો લાંબો અને કદાચ તમને વધું પડતો વિસ્તૃત લાગે પણ આજે સિંધુ ખીણની સભ્યતા એટલે કે ભારતીય સભ્યતાની પ્રાચીન વિરાસતની વાત કરીશું !

સૌથી પહેલાં એક વાત જાણી લો કે ભારતને નીચું દેખાડવા માટે પશ્ચિમના વિદ્વાનો (?) અને ઇતિહાસકારો ભારતનો ઇતિહાસ ભગવાન બુદ્ધથી શરૂ કરતાં કેમકે તેમનું માનવું હતું કે ભારતમાં ભગવાન બુદ્ધથી પ્રાચીન કોઈ અવશેષ મળતા નથી આથી ભારતનો ઇતિહાસ ભગવાન બુદ્ધથી પ્રાચીન નાં હોઈ શકે પણ જ્યારે પુરાતત્વીય અવશેષો ધરતી ફાડી બહાર આવવા લાગ્યા તો ઈ બધાં મુંજાણા કે હવે ભારતને પ્રાચીન સાબિત થતાં કઈ રીતે અટકાવીએ તો ઈ મારા હાહરાનાઓએ કીધું કે ભાઈ આ અવશેષો તો આર્ય લોકોના છે જે પ્રાચીન સમયમાં બહારના પ્રદેશોમાંથી ભારતમાં આવ્યા અને ભારતમાં રહેલી જંગલી જાતિઓને હરાવી અને આજની ભારતીય સભ્યતા વિકસિત કરી ! બોલો ! કરી કમાલને ? મોટી વાત ઈ કે આ ગોપગોટો ને પ્રફુલ મોટો બધાય ભારતના વિદ્વાન (?)ઇતિહાસકારોએ સ્વીકાર્ય કરી લીધો ને પછી ત્યારથી ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકોમાં આ જ બઘડાટી બોલતી આવી છે ! જોકે આપણેય બઘડાટી જ બોલાવવા આવ્યા છીએ તો ચાલો આજે સિંધુ ખીણની સભ્યતા જાણીએ !

વાત શરૂ થાય છે સન 1921-22 થી ! આ વર્ષ વર્ષ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસ માટે એક ગૌરવશાળી વર્ષ તરીકે ગણાય કેમકે આ વર્ષમાં રખાલદાસ બેનર્જી નામના ભારતીય પુરાતત્વવિદ્ દ્વારા સિંધના એક વેરાન પ્રદેશમાં આવેલા પુરાતન બૌદ્ધ સ્તૂપના સંશોધન અર્થે ખોદકામ કરતા સિંધુખીણ સભ્યતાની શોધ કરવામાં આવી હતી. આ અગાઉ એવું માનવામાં આવતું હતું કે વૈદિક કાળ પહેલા ભારતનો કોઈ પ્રાચીન ઈતિહાસ નથી. પણ ભારતની પ્રથમ નગરીય સભ્યતા એવી સિંધુખીણની સભ્યતા બહાર આવ્યા બાદ તેને વિશ્વની અતિ પ્રાચીન ગણાતી મિસર, સુમેર, બેબિલોન અને ચીન વગેરે જેવી પ્રાચીનતમ અને સમકાલીન સભ્યતાઓમાં તેને મહત્વનું અને ગૌરવશાળી સ્થાન આપવું પડ્યું ! કેટલીક બાબતોમાં તો આ સભ્યતા અન્ય સમકાલીન સભ્યતાઓ કરતાં પણ વધુ ચડિયાતી સાબિત થઈ. સિંધુ ખીણની સભ્યતાનો ઉદ્ભવ સિંધુ નદી અને તેની સહાયક નદીના કિનારાના સપ્તસિંધુ પ્રદેશમાં થયો હોવાના પુરાવા મળી આવ્યા છે જે વર્તમાનમાં ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના કેટલાંક ક્ષેત્રોમાં સ્થિત છે. સિંધુ સભ્યતા એ એક નગરીય સભ્યતા હતી કારણ કે તેના પુરાતત્વીય અવશેષોમાંથી પરિવહન, વેપાર, ટેક્નોલોજી, ઉત્પાદન તથા એક સુયોજિત નગર વ્યવસ્થાના પુરાવા મળી આવ્યા છે. હવે આગળની વાત એ કે મુખ્ય ઈતિહાસકાર હરિપ્રસાદ શાસ્ત્રીએ આપેલી નોંધ મુજબ તેમણે જણાવ્યું છે કે, ”એક જમાનો એવો હતો જ્યારે વિશ્વના ઈતિહાસમાં ભારતનું પ્રકરણ માત્ર બુદ્ધ અને મહાવીરના સમયથી શરૂ થતું હતું. પરંતુ હડપ્પા અને મોહેંજો દડોના ખંડેરોના ખોદકામ પછી ભારતની એક એવી સમૃદ્ધ પુરાતન સભ્યતાની શોધ થઈ છે કે હવે તેની પુરાતન સભ્યતાનું પ્રકરણ ઉમેરાયું છે.” તેની ગણના વિશ્વની આદ્ય ઐતિહાસિક સભ્યતાઓમાં થાય છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિના ઈતિહાસમાં પણ એક ગરવી સભ્યતા છે. આ સમયમાં શિકાર અને રસોઈ કરવાના સાધનો મુખ્યત્વે પથ્થર અને તાંબાના બનેલા હોવાના કારણે તેને ‘તામ્રપાષાણ યુગ’ તરીકે ઓળખવામાં આવે છે. તાંબુ અને કલાઈ (ટીન)માંથી બનેલા કાંસાની ધાતુનો પણ આ યુગમાં ઉપયોગ કરવામાં આવતો હતો. તાંબુ એવી પહેલી ધાતુ હતી જેનો ઉપયોગ માનવ પ્રજાતિએ ઓજાર બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. નવપાષાણયુગ દરમિયાન ભારતમાં કૃષિ ક્રાંતિ થઈ જે માનવ જીવનના સ્થાયીકરણની ઘટના તરીકે ગણવામાં આવે છે કારણ કે તેનાથી માનવીના વિચરતા જીવનનો અંત આવ્યો હતો. પશ્ચિમોત્તર ભારતમાં કૃષિની શરૂઆત થઈ હોવાથી સૌપ્રથમ સ્થાયી વસાહતોની શરૂઆત ત્યાં જોવા મળે છે. જોકે અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે માત્ર આ સમયગાળામાં જ તાંબુ વપરાતું અને અન્ય ધાતુ વપરાતી નહિ એવું બિલકુલ નથી ! કેમકે આનાથી પણ પ્રાચીન સમયમાં બનેલા ઓજારો મળી ચૂક્યા છે. જોકે આપણી વાત પર પરત આવીએ અને જાણી લો કે આજે તો ભારતમાં સાડા પાંચસો કરતાં પણ વધારે સિંધુ સભ્યતાના નગરોનું ઉત્ખનન કરવામાં આવ્યું છે. આ સમયમાં મળેલી તથા જાહેર અન્નાલયો આજના આધુનિક યુગમાં પણ મહત્વ ધરાવે છે. જોકે અહીં આ લેખમાં અમે થોડી થોડી અન્ય વાત પણ વણી લેવાનાં છીએ જેથી આપ સંપૂર્ણ રીતે સિંધુ ખીણની સભ્યતા વિશે જાણી શકો !

સભ્યતાનું નામકરણ

સૌથી પહેલાં તો સિંધુ ખીણની સભ્યતાનું નામ કઈ રીતે પડ્યું એ જાણી લઈએ તો સિંધુ નદી અને તેની આસપાસના પ્રદેશમાંથી આ સભ્યતાના મહત્વના ઘણા સ્થળો મળી આવ્યા હોવાથી, તેને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે. વાત કલિયર ? હાં , તો આગળ ચાલીએ ! નાં ? તો ફરી વાર વાંચો ! બીજું શું ? વળી, આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હોવાના કારણે તેને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

સિંધી ખીણની સભ્યતાનાં શોધખોળનો ઈતિહાસ

હવે વાત કરીએ કે આ સિંધુ ખીણની સભ્યતાની શોધખોળ કઈ રીતે થઈ ? તો વાત શરૂ થાય છે ઈ.સ.1826 થી ! આ વર્ષમાં ચાર્લ્સ મેસન નામના અંગ્રેજ અધિકારીએ પશ્ચિમ પંજાબ (હાલ પાકિસ્તાન)માં હડપ્પા નામના ગામની મુલાકાત લઈ ધ્યાન ખેંચે તેવી દીવાલો અને ઘણી જૂની વસાહતોના મિનારાની નોંધ કરી. તેમનું માનવું હતું કે આ શહેર એલેકઝાન્ડરના સમયનું હોવું જોઈએ. ત્યારબાદ ઈ.સ. 1856માં પંજાબમાં રેલવે લાઈન નાંખતી વખતે તેના ખોદકામ દરમિયાન જનરલ કનિંગહામે હડપ્પાના ખંડેરોની સૌપ્રથમ શોધ કરી. આ પ્રદેશની આજુબાજુના લોકોએ ઊંચા ટેકરા હજારો વર્ષના જૂના શહેરનો એક ભાગ છે તથા અહીંના રાજાની ક્રૂરતાને લીધે તેમને જણાવ્યું કે હડપ્પાના આ શહેરનો નાશ થયો છે. કનિંગહામે આ પ્રદેશના કેટલાંક પુરાતત્વીય અવશેષો ભેગા કર્યા પરંતુ તેઓ નક્કી ન કરી શકયા કે ઈતિહાસના કયા સમયગાળાના આ અવશેષો છે. તેઓ માત્ર એટલું જ સમજ્યા કે આ અવશેષો કદાચ ભારતની બહારના હશે. હવે આવો ઉલ્લેખ કરી આપણાં પાઠ્યપુસ્તકો એવું વિચારબીજ રોપવા પ્રયાસ કરે છે કે આ બધું બહારના લોકોએ અહી આવી આ રચનાઓ બનાવી ગયા ! હવે આ મૂર્ખ શિરોમણી જેવી વાત છે પણ પુસ્તકોમાં બહુ સાલુંકાઈથી આ ગપ્પો ગળે નીચેથી ઉતારી દે છે. જોકે આ ભુરો પણ માન્યો કે આ શહેર લગભગ 1000 વર્ષ જૂનું હશે. ત્યારબાદ જ્યારે સર જ્હોન માર્શલ હિંદના પુરાતત્વ ખાતાના મુખ્ય અધિકારી બન્યા, ત્યારે આ સ્થળના ખોદકામની શરૂઆત ઈ.સ.1921માં દયારામ સાહનીના સંચાલન હેઠળ થઈ. ત્યાં માધોસ્વરૂપ વત્સે અને ડૉ. વ્હીલરે પણ ખોદકામ કરાવ્યું હતું. આ સભ્યતાના બીજા મહત્વના કેન્દ્ર મોહેં-જો-દડોની શોધ ઈ.સ. 1922માં રખાલદાસ બેનર્જીએ કરી હતી. રખાલદાસ બેનર્જીએ બૌદ્ધ સ્તૂપ નામે આવેલી પ્રખ્યાત ઈમારતનું ખોદકામ કરાવ્યું ત્યારે તે સાથે સિંધુ ખીણની સભ્યતાને મળતી આવતી ઈંટો તથા મુદ્રાઓમુદ્રાંકનો વગેરે હાથ લાગ્યાં. તેમાં પણ સર જ્હોન માર્શલે ઊંડો રસ લઈને મોટા પાયા ઉપર ખોદકામ કરાવ્યું હતું. ઈ.સ. 1924માં જ્હોન માર્શલે હડપ્પા વિશે નોંધ્યું કે આ સભ્યતા ઘણા લાંબા સમયથી ભૂલાઈ ગયેલી સભ્યતાની શોધ છે. આ સભ્યતા ઈજિપ્ત અને મેસોપોટેમિયાની સભ્યતા જેટલી જ જૂની છે. ત્યારબાદ મોટા ટેકરાનું ઉત્ખનન કાર્ય માધોસ્વરૂપ વત્સ અને કે.એમ.દીક્ષિતે આગળ ધપાવ્યું હતું. સાથે સાથે એક આડવાત પણ જાણી લો કે આ ઉત્ખનન કાર્યમાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા સિક્કા પણ મળી આવ્યા હતાં પણ તેનો ઉલ્લેખ જ ટાળવામાં આવ્યો કેમકે આ સિક્કા ભારતના ઇતિહાસને છેક રામાયણ કાળ સુધી પ્રાચીન સાબિત કરે એટલા સક્ષમ હતાં! આ સિક્કા આજે પણ વિદેશોમાં ઊંચી કિંમતોમાં વેચવામાં આવી રહ્યા છે અને અવારનવાર તેનો ઉલ્લેખ છાપાઓમાં કરવામાં આવતો રહે છે.

ઈ.સ. 1925-26માં હારગીવસ , માધોસ્વરૂપ વત્સ અને કે.એમ.દીક્ષિતની મદદથી જહોન બાઇલે મોટા પાયા ઉપર ખોદકામ કરાવ્યું હતું, ઈ.સ. 1926-27 માં અર્નેસ્ટ મેક અને દયારામ સાહનીએ મોહેં જો દડોમાં ખોદકામ કરાવ્યું હતું. અર્નેસ્ટ મેકેની દેખરેખ હેઠળ ચાર વર્ષ સુધી તેનું ખોદકામ ચાહું અને મહત્વના અવશેષો મળી આવ્યા. ઇ.સ. 1947માં હિંદના ભાગલા પડયા પછી પાકિસ્તાનના પુરાતત્વ ખાતાએ પણ તેમાં ખોદકામ કરાવ્યું.

સિંધુ ખીણની સભ્યતાનો સમય

હવે ભારતમાં પ્રાચીન સભ્યતાના અવશેષ મળી આવ્યા એટલે વિદેશીઓના અને એમાંય ખાસ કરી યુરોપિયનોનાં મનમાં એના પ્રત્યે દ્વેષ ભાવના હોવી સામન્ય વાત છે. આથી એના સમયગાળા વિશે વિવિધ મત હોવાનાં જ. અને નાં હોય તો કંઇક આશ્ચર્ય થાય ! આથી સિંધુ ખીણની સભ્યતાના સમયગાળા વિશે વાત કરીએ તો પુરાતત્વવિદોમાં અનેક મત પ્રચલિત છે પણ એક મત સામન્ય છે કે આ સભ્યતા ઇજિપ્ત ની સભ્યતાની સમકાલીન અનેક કેટલાક પાસાઓમાં તેનાથી પણ પ્રાચીન અને ઉન્નત છે. હવે આ વિદ્વાનો જુદી જુદી વસાહતો કેટલી જની છે તે શોધવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેના આધારે તેઓ સભ્યતાનો સમયગાળો નક્કી કરે છે. આ મુજબ વાત કરીએ તો કિંનંગહામના મતે હડપ્પન સભ્યતા લગભગ એક હજાર વર્ષ જૂની છે પરંતુ જ્હોન માર્શલ હડપ્પન સભ્યતા લગભગ પાંચ હજાર વર્ષ જૂની છે એવા નિર્ણય ઉપર આવ્યા છે. તેમણે સિંધુ લિપિમાં લખાણવાળી મહોર મુદ્રાઓ, મુદ્રાંકનો, લેખિત લિપિ અને કલાના પુરાવાઓ હડપ્પા સ્થળેથી શોધ્યાં. આ જ પ્રકારના અવશેષો સિંધ પ્રાંતના લારખાના જિલ્લાના મોહેં–જો–દડો નામના સ્થળેથી પ્રાપ્ત થયા હતા. આ અવશેષો કુષાણ સમયના બૌદ્ધ મઠની નીચે મોહેં–જો–દડોની વસાહત હોવાનું બહાર આવ્યું હતું. માર્શલ શોધી શક્યા કે બૌદ્ધ મઠ નીચેનાં મકાનો કુષાણ સમય કરતાં પણ વધારે જુનાં હોવાં જોઈએ. આ વસાહતમાં વસતા લોકોને લોખંડના ઉપયોગની જાળકારી ન હતી. હવે આ થોડો વિચારવા જેવો મુદ્દો છે. અહી વિશાળ ભવનો અને નગર સભ્યતા છે અને કાટકોણ સુધીની માહિતી હતી પણ લોખંડ વિશે માહિતી નહોતી ! મજાક જેવું નાં લાગે ? હવે જરા વિચારો કે મોહેંજોડદોમાંથી શ્રીરામની આકૃતિવાળા સિક્કા મળી આવ્યા છે તો એ સિક્કા બનાવવા કે અન્ય પ્રવૃત્તિઓમાં લોખંડ નહિ વપરાયું હોય ? વળી , આ જ પુસ્તકો આગળ જણાવે છે કે અહીથી ટાંકણી જેવા સાધનો મળી આવ્યા છે તો શું લોખંડ વિના ટાંકણી બને ખરી ? જોઈએ જ! પણ પાઠ્ય પુસ્તકમાં આ જ વાત કહેવામાં આવે છે. અને તે મુજબ આ શહેરો એ સમયનાં હતાં કે જ્યારે લોખંડનો ઉપયોગ થતો ન હતો. લોખંડનો વપરાશ ઈ.સ.પૂર્વે 2000ની શરૂઆતમાં થયો હશે એવો ઉલ્લેખ પાછાં આપણાં જ પુસ્તકો કરે છે. અર્થ તેમાંય કોઈ નિશ્ચિતતા નથી ! મેસોપોટેમિયાનાં શહેરો ઈ.સ.પૂર્વે 3000માં અસ્તિત્વમાં આવ્યાં હતાં. આ રીતે મેસોપોટેમિયાનાં પ્રાચીન શહેરોમાંથી હડપ્પન સભ્યતાની અનેક ચીજવસ્તુઓ મળી આવી છે માટે એ સ્પષ્ટ હતું કે હડપ્પાના લોકો આ સમયગાળામાં રહેતા હતા. સિંધુ ખીણ સભ્યતાનો સમય નક્કી કરવા ‘રેડિયો કાર્બન ડેટિંગ’ (Radio Carbon Dating) નામની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે એ નથી ખબર તો જાણી લો કે પુરાતત્વીય અવશેષોનો સમય નક્કી કરવા માટેની પદ્ધતિને રેડિયોકાર્બન ડેટિંગ વૈજ્ઞાનિક પદ્ધતિ કહે છે. જેમાં રેડિયોએકિટવ સમસ્થાનિક(Isotope) કાર્બન-14(C-14)નો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ સજીવોમાં કાર્બનનું પ્રમાણ વત્તા ઓછા અંશે રહેલું હોય છે. પરંતુ જ્યારે તેઓ અવસાન પામે છે ત્યારે કાર્બન-12ની માત્રા સ્થિર રહે છે. જ્યારે કાર્બન-14 ક્રમશઃ ઘટતું જાય છે. 1940માં અમેરિકન રસાયણશાસ્ત્રી બિલાર્ડ ફ્રેંક લિી દ્વારા રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કરી જે બદલ તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જીવિત અવસ્થામાં મનુષ્ય, પશુ, પક્ષી એ કાર્બન−14 ગ્રહણ કરે છે અને અમુક માત્રામાં તેમનું રેડિયોકાર્બન પ્રક્રિયાનાં કારણે કાર્બનનું બાષ્પ સ્વરૂપે રૂપાંતર થાય છે. મૃત અવસ્થામાં ઉપરના બધા જ જીવ કાર્બન ગ્રહણ કરતા નથી અને અમુક સમય પછી કાર્બન નાશ પામે છે. જેટલું ઓછું કાર્બનનું પ્રમાણ તેટલો તેનો સમયગાળો નક્કી થાય છે.

• વિદ્વાનોનાં સંશોધન અનુસાર સિંધુ સભ્યતામાં 4 પ્રજાતિઓ નિવાસ કરતી હતી. જેમાં ભૂમધ્યસાગરીય, પ્રોટોઑસ્ટ્રેલૉયડ, અલ્પાઈન અને મંગોલૉઈડ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જોકે એ અલગ વાત છે કે આ જ સભ્યતાના ભારતીયોના ડીએનએ રિપોર્ટ કંઇક અલગ જ પ્રકારનો નિર્ણય આપે છે અને એ નિર્ણય એ કે અહીંના લોકોનું ડીએનએ ઉપર જણાવ્યા મુજબની જાતિઓ સાથે કોઈ જ પ્રકારનો સબંધ નથી ! બોલો , શ્રી કૃષ્ણ ભગવાન કી જય !

સિંધુખીણ સભ્યતાનો વિસ્તાર

હવે વાત કરીએ કે આ સિંધુ અથવા હડપ્પા સભ્યતા એ સમયે કેટલાં વિસ્તારમાં ફેલાયેલી હતી ! આશ્ચર્યની વાત છે કે આ સભ્યતા પ્રાચીન સમયથી જ બહુ મોટા ભૂ ભાગમાં ફેલાયેલી હતી ! આ સભ્યતા તામ્રપાષાણ સભ્યતાઓથી જૂની તો છે જ પણ સાથે સાથે એ સભ્યતાઓથી વધુ વિકસિત છે. આજના વિદ્વાનો એવું માને છે કે આ સભ્યતાનો ઉદય તામ્રપાષાણિક પૃષ્ઠભૂમિમાં ભારતીય ઉપમહાદેશના પશ્ચિમોત્તર ભાગમાં થયો હતો. પણ સાથે સાથે જી. ડી. બક્ષી જેવા વિદ્વાનો દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી જ્યારે સેટેલાઇટની મદદથી આ વિસ્તારને ચકાસવામાં આવ્યો તો સામે આવ્યું કે આ જ વિસ્તારના હ્રદયસ્થ વિસ્તારમાં સરસ્વતી નદી વહેતી હતી જેની આસપાસ આ સભ્યતા વિકસી હતી ! અને આ નદીની આસપાસ મળેલા અવશેષો ઓછામાં ઓછાં 75,000 વર્ષ જૂના છે ! બોલો ! પણ પાઠ્ય પુસ્તકો આ સંદર્ભ સ્ત્રોત ધ્યાનમાં લેતા નથી !

હવે પાછાં મૂળ લેખ શરૂ કરીએ ! આપણે તેના વિસ્તાર વિશે વાત કરતાં હતાં તો ઘણાં બધાં સ્થળો પૂર્વ હડપ્પીય સભ્યતાનાં કેન્દ્રીય ક્ષેત્રો બન્યાં. પરિણામ સ્વરૂપ તે સભ્યતા પરિપકવ થઈને સિંધુ અને પંજાબમાં શહેરી સભ્યતાના રૂપમાં પરિણમી. આ પરિપકવ હડપ્પા સભ્યતાનું કેન્દ્ર સ્થળ પંજાબ અને સિંધમાં મુખ્યત્વે સિંધુમાં આવે છે. અહીંથી જ તેનો વિસ્તાર દક્ષિણ અને પૂર્વે તરફ થયો. આ રીતે હડપ્પા સભ્યતા અંતર્ગત પંજાબ, સિંધ અને બલૂચિસ્તાનના જ ભાગી નહીં પરંતુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના સરહદી ભાગોનો પણ સમાવેશ હતો. આ સભ્યતાનો ફેલાવો ઉત્તરમાં જમ્મુથી લઈને દક્ષિણમાં નર્મદાના મૂળ સુધી અને પશ્ચિમમાં બલૂચિસ્તાનના મકરાણ સમુદ્રના કિનારાથી લઈને ઉત્તરપૂર્વમાં મેરઠ સુધીનો હતો. હવે આ ક્ષેત્રને તમે માપો તો ખબર પડે કે આ ક્ષેત્ર પાકિસ્તાનથી તો મોટું છે જ, પરંતુ પ્રાચીન મિસર અને મેસોપોટેમિયાની સભ્યતાના ક્ષેત્રફળથી પણ મોટું છે. હડપ્પા સભ્યતાનું સંપૂર્ણ ક્ષેત્ર ત્રિભુજાકાર છે. દુનિયાની તમામ પ્રાચીન સભ્યતાઓમાં જમીન ભાગની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે. લંબાઇ પહોળાઇની વાત ઉત્તરનાં સ્થળથી દક્ષિણનાં સ્થળની વાસ્તવિક લંબાઈ લગભગ 1100 કિ.મી. તથા પશ્ચિમથી પૂર્વની લંબાઈ લગભગ 1550 કિ.મી. થી પણ વધારે છે. જરા વિચાર કરો કેટલા મોટા ક્ષેત્રમાં આ સભ્યતા ફેલાયેલી હતી !

હવે જરા વાત આડે પાટે ચડી જવાની છે તો ધ્યાન રાખજો ! પાઠ્ય પુસ્તકોમાં ઉલ્લેખ છે કે સિંધુ ખીણની સભ્યતા ઉપરોક્ત વિસ્તારમાં ફેલાયેલી હતી પણ આગળ આ જ પુસ્તકો એમ જણાવે છે કે હાલ ભારતમાં અનેક સ્થળોએ શોધખોળ કરતા કરતા લગભગ પૂરા ભારતમાં આ સભ્યતાના અવશેષો મળી આવ્યા છે ! જેની શરૂઆત ઇસ્વીસન 1974માંથી થઈ ! કેમકે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં પરવારા નદીના ડાબા કિનારે આવેલા દૈમાબાદમાથી પણ એક બે નહીં ચાર ચાર કાંસ્ય આકૃતિઓ મળી આવી જે સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલી છે ! બોલો , કરો કલ્યાણ ! આખા દેશમાં સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તો એને માત્ર ઉપરોક્ત વિસ્તારની સભ્યતા કહેવાય કે આખા ભારતની ભારતીય સભ્યતા ! ખેર , જવા દો એ વાત ! પણ એટલું યાદ રાખો કે અત્યાર સુધીમાં હડપ્પા સભ્યતાના લગભગ 1500 જેટલા સ્થળોની જાણકારી મળી છે. આંકડો હાલ પૂરતો સમજવો ! કેમકે દર થોડા સમયે એ આંકડામાં ઉત્તરોતર વધારો થતો જ રહે છે. જોકે એમાંય આ વિદ્વાનો ભાગ પાડે છે ! વિદ્વાનો માને છે કે આ સ્થળોમાં કેટલાક સ્થળોએ સભ્યતા પરિપકવ અવસ્થાની અને કેટલાક સ્થળોએ ઉત્તર(પાછળની) અવસ્થાની છે ! હવે આ બાબત વિદ્વાનો મળી આવેલા અવશેષો જેવા કે માટીના નમૂના , મકાન અને અન્ય પુરાતત્વીય અવશેષોના આધારે કહે છે ! પણ એક વાત મને સમજાતી નથી કે શું એક જ શહેરમાં અલગ અલગ વિસ્તાર નથી હોતા ! જેમકે આજના મુંબઈમાં એક વિસ્તારમાં મોટા મોટા બંગલાંછે ને ધારાવી જેવા ઝૂપડપટ્ટી વિસ્તાર પણ છે તો શું સેકંડો વર્ષ પછી ખોદકામ કરો તો શહેરી વિસ્તાર ઉન્નત ને પરિપકવ કહેવાય ને ઝૂપડપટ્ટી વિસ્તાર અપરિપકવ ! ભાઈ બન્ને અવસ્થાવાળા અવશેષ એક જ સમયે હોય શકે ! જોકે આ બાબત આપણે વિદ્વાનો પર છોડી દઈએ ! ને આગળ વધીએ ! હા તો વાત કરતા હતા પરિપકવ અને પાછળની અવસ્થાવાળા સ્થળોની તો એમાં પરિપકવ અવસ્થાવાળા સ્થળોની સંખ્યા મર્યાદિત છે. એમાંય બે સૌથી મહત્વનાં નગરોનો સમાવેશ થતો હતો જે પંજાબનું હડપ્પા અને સિંધનું મોહેં–જો–દડો છે. આ બંને હાલમાં પાકિસ્તાનમાં સ્થિત છે. એકબીજાથી 483 કિલોમીટર દૂર છે અને એ સમયે સિંધુ નદી દ્વારા જોડાયેલા હતા. એવું નથી કે માત્ર બે જ શહેર હતા ! આ સિવાય ત્રીજું નગર સિંધમાં મોંહે-જો-દડોથી 130 કિ.મી. થી લગભગ દક્ષિણમાં ચાન્કુદડો સ્થળ પર હતું , ચોથું નગર ગુજરાતમાં ખંભાતના અખાત પર લોથલ સ્થળે હતું , પાંચમું નગર ઉત્તરી રાજસ્થાનમાં કાલીબંગન (અર્થાત કાળા રંગની બંગડીઓ) અને છઠ્ઠુ નગર બનાવાલી હરિયાણાના હિસાર જિલ્લામાં હતું. કાલીબંગનની જેમ આ સ્થળે પણ પૂર્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ એમ બે સભ્યતાની અવસ્થાઓ જોઈ હતી. કાચી ઈંટના ચબૂતરાઓ, સડકો અને મોરીઓના અવશેષો ઉત્તર હડપ્પા કાળના છે. આ છ સ્થળોએ પરિપકવ અને ઉચ્ચ પ્રકારની હડપ્પા સભ્યતાના દર્શન થાય છે.

સુતકાન્જેન્ડોર અને સુરકોટડાના સમુદ્ર કિનારાના નગરો છે ! ભાઈ ભાઈ ! ત્યાં પણ પરિપકવ અવસ્થા જોવા મળે છે. અહીં એક એક નગર–કિલ્લો હોવો એ આ બંને નગરોની વિશેષતા છે. તેના સિવાય ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં સ્થિત ધોળાવીરામાં પણ કિલ્લો છે અને આ સ્થળે હડપ્પા સભ્યતાની ત્રણે અવસ્થા જોવા મળે છે. અમે કહ્યું એમ ભાઈ એક જ જગ્યાએ એક જ સમયે એક સાથે અનેક અવસ્થાઓ હોય શકે ! અહી ત્રણે ત્રણ અવસ્થાઓ છે તો આવી જ સ્થિતિ રાખીગઢીમાં પણ જોવા મળે છે ! આ શહેર હરિયાણામાં છે અને તે ઘગ્ગર નદી પર આવેલું છે ! ને આપણાં ધોળાવીરાથીય મોટું છે. ઉત્તર હડપ્પા અવસ્થા ગુજરાતના સૌરાષ્ટ્રના પ્રદેશમાં રંગપુર અને રોજડી સ્થળોએ પણ જોવા મળે છે.

સભ્યતાના મહત્વના સ્થળો અને ત્યાંથી મળી આવેલા અવશેષો

હડપ્પા

હડપ્પા વિશે આપણે ઘણું સાંભળ્યું છે આજે તેની વાત કરીએ તો આ સ્થળની શરૂઆત વર્ષ1921માં થઈ ! જ્યારે તે દુનિયા સામે આવ્યું ! તેની કેટલીક અલપ ઝલપ માહિતી જોઈ લઈએ ! યાદ રાખજો હોં કે !

 • શોધખોળનું વર્ષ : 1921
 • સ્થળ :– રાવી નદીના કિનારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં
 • શોધક :– દયારામ સાહની
 • ઉત્ખનન :– જ્હોન માર્શલ અને કર્નલ મેકેન ના નેતૃત્વમાં દયારામ સાહનીએ વર્ષ 1923-24 માં ઉત્ખનન કર્યુ. ત્યારબાદ માધો સ્વરૂપ વત્સ તથા 1946માં માર્ટીન વ્હીલરે ઉત્ખનન કર્યુ.
 • વિશેષતા :– હડપ્પા કોઈ સામન્ય નગર નથી ! તે આજના મુંબઈની જેમ એક વહીવટી નગર હતું એવું માનવામાં આવે છે. હડપ્પામાં ઉત્તર તથા પશ્ચિમ દિશામાં પ્રવેશ તથા બહાર નીકળવા માટે બે દરવાજા રાખવામાં આવ્યા હતા.
 • ઉપનામ :– હડપ્પાને GATEWAY CITY તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરને સ્ટુઅર્ટ પિગ્ગટે ‘અર્ધ–ઔધોગિક નગર’ કહ્યું છે. આ ઉપરાંત હડપ્પા અને મોહેં–જો–દડોને એક વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની પણ કહ્યું છે. માર્ટીન વ્હીલરે ૠગ્વેદમાં વર્ણન કરવામાં આવેલા હરિયૂપિયૂની ઓળખ હડપ્પા સાથે કરી છે. આવી ગયા ને ઋગ્વેદમાં ! હવે જાવ ઋગ્વેદમાં વર્ણિત સરસ્વતી નદીનાં આજના આધુનિક સંશોધન વાંચો ! તમને નવાઈ લાગશે કે આ સમયગાળો લગભગ 2,00,000 વર્ષ સુધી પાછળ તમને ખેંચી જશે !

હડપ્પાના મહત્વપૂર્ણ પુરાવાઓ

ઇસ્વિસન 1826માં ચાર્લ્સ મેસ દ્વારા સૌપ્રથમ હડપ્પાના ટીંબાનો ઉલ્લેખ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અનુક્રમે 415 મીટર લાંબો અને 195 મીટર પહોળો કિલ્લો જે નગરની રક્ષા માટે નાવ્યો હતો. આ કિલ્લો જે ટીંબા પર આવેલ છે તેને માર્ટીન વ્હીલરે ‘માઉંડ એ–બી’ (MOUND [ A-B) નામ આપવામાં આવ્યું છે. અહીંથી જ બીજો પણ એક ટીંબો પણ મળી આવ્યો હતો જેને MOUND-F નામ આપવામાં આવ્યું છે. જેના પર પર અનાજના 18 જેટલા વૃત્તાકાર ચબૂતરા પંદર ભાગો ધરાવતા શ્રમિક આવાસો તથા 6-6 ખાના ધરાવતા 2 પંકિતના 12 જેટલા અનાજના કોઠારો મળી આવ્યા છે. જેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવી છે.અનાજ દળવાની ઘંટી પર બળી ગયેલા ઘઉં તથા જવના નમૂના પણ પ્રાપ્ત થયા છે. પરથી જ ફરી વાંચજો હોં , એ સમયે પણ અનાજ દળવાની ઘંટી હતી ! જરા યાદ કરો તો હમણાં 1988 સુધીનાં જન્મેલા કેટલાં બાળકોના ઘરે ઘંટીમાં જ અનાજ દળવામાં આવતું હતું ! તો આ સભ્યતા બીજી કોઈ કે ભારતીય સભ્યતા જ તે ! આ અનાજના કોઠારોના દરવાજા ઉત્તર દિશામાં નદી તરફ હતાં. હવે આના પરથી અનુમન છે કે આ અનાજ અન કોઠારો સભ્યતામા કર ઉઘરાવવામાં આવતો હશે.
હડપ્પા શહેરની બહારના ભાગમાં એક કબ્રસ્તાન મળી આવ્યું છે જેને R-37 નામ આપવામાં આવ્યું છે.લાલ પથ્થરમાંથી બનાવેલ પુરુષનું માથા વિનાનું ધડ અને તાંબુ ગાળવાની ભઠ્ઠી મળી આવેલ છે.હડપ્પામાંથી મળેલ મહોર પર દર્શાવેલ એકશૃંગી પશુને મહત્વનું સ્થાન મળ્યું છે.
ભોજનને તૈયાર કરવા માટે કાંસાની ધાતુનું વિશાળ પાત્ર મળેલ છેશ્રમિક વસાહત, સ્વસ્તિક અને ચક્ર તથા મેસોપોટેમિયા સાથેનો વેપારના પુરાવાઓ મળી આવ્યા છે.

મોહેં-જો-દડો

મોહેં-જો-દડો નામની એક મહા ભંગાર ફિલ્મ પણ આવી હતી ! પણ એ નાં જુવો તો તમારું કલ્યાણ થશે એની ખાતરી અમે આપીએ છીએ! આજે આપણે સિંધુ ખીણની સભ્યતાનાં પ્રાચીન નગર મોહેં-જો-દડો ની આપણે વાત કરવાના છીએ! તો આ નગરની શરૂઆત થઈ એટલે કે તેની માહિતી મળી ઇસ્વીસન 1922 થી ! અલપ ઝલપ જોઈ લઈએ ??? !!! જોઈ લઈએ !!!

 • શોધખોળનું વર્ષ : 1922
 • શોધક : રખાલદાસ બેનર્જી
 • ઉત્ખનન :જ્હોન માર્શલના નેતૃત્વમાં રખાલદાસ બેનર્જીએ વર્ષ 1922-27માં ઉત્ખનન કર્યુ.
 • વિશેષતા : તે એક આધ્યાત્મિક નગર હોવાનું માનવામાં આવે છે. ફરી વાંચો ભાઈ ! એક જ સભ્યતામાં એક નગર હડપ્પા વહીવટી એટલે કે આર્થિક રીતે ઉન્નત નગર કહેવામાં આવે છે ને એ જ સમયના મોહેં-જો-દડો ને આધ્યાત્મિક નગર કહેવામાં આવે છે ! એક જ સમયે આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરનાર આ વિશ્વમાં ભારત સિવાય છે કોઈ ? તો આ ભારતીય સભ્યતા જ છે ! મોહેં-જો-દડો
 • હડપ્પાકાલીન સભ્યતાનું આ સૌથી પ્રાચીન સ્થળ છે.
 • ઉપનામ – મોહેં–જો–દડો(સિંધી ભાષાનો શબ્દ)ને ‘મરેલાનો ટેકરો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ શહેરને ‘સ્તૂપોનું શહેર’(રાજા કનિષ્ક નિર્મિત ચૈત્ય અહીંથી મળી આવેલ હોવાથી) પણ કહેવાય છે. પણ એમાં લોચો છે કેમકે સ્તૂપની રચના જ હમણાં આવી તો તેને પ્રાચીન નગર સાથે જોડવું વાસ્તવમાં લોકોને ઉલ્લુ બનાવવાનું કાર્ય છે. આ સિવાય મોહેં-જો-દડોને ‘રણપ્રદેશનો બગીચો’ તથા
 • ‘સિંધના બગીચા’ નાં નામથી પણ ઓળખવામાં આવે છે.


મોહેં–જો–દડોના મહત્વપૂર્ણ પુરાવાઓ

કપાસનું સૌથી વધુ ઉત્પાદનનું પ્રાચીન પ્રમાણ મેહરગઢમાંથી મળે છે પરંતુ સૌથી વધુ સુતરાઉ કાપડના ઉત્પાદનનું પ્રમાણ આ સ્થળેથી મળી આવે છે.વિશ્વમાં વણાટ કાપડનું પણ પ્રાચીન સ્થળ મોહેં–જો–દડો હતું. મતલબ કપડાનો આવિષ્કાર કરનારા જ ભારત છે ! બાકી તો તમે સમજી જાવ ભાઈ !ચાંદીની વીંટી તેમજ કળશના પુરાવા
જાહેર સ્નાનાગાર જેની ફર્શ (તળિયા)પર બીટુમીન કોલસાનું પ્લાસ્ટર છે જેથી પાણી શોષાઈ જાય નહીં.શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણી નિકાલ (મોરી)ની વ્યવસ્થા છે તેની ચારે બાજુ ઓરડાઓ મળી આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ ભાગે જવા માટે સીડી પણ બનાવવામાં આવેલી છે. આ સ્નાનાગરનું માપ 12 મીટર × 7 મીટર × 3 મીટર છે.વધારાના અન્નનો સંગ્રહ કરવા માટે ભંડારો જે સિંધુ સભ્યતાની સૌથી મોટી ઈમારત માનવામાં આવે છે.
મોહેં–જો–દડોની નગર વ્યવસ્થા અને ગટર વ્યવસ્થા સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનોવિશ્વનું સૌથી મોટું વોટરપ્રુફીંગનું ઉદાહરણમકાન અંગ્રેજીના L આકારના છે. જે મુખ્યત્વે યાત્રીઓને રહેવા માટેનું સ્થાન હશે એવું માનવામાં આવે છે.
ઈંટોનો ચબૂતરો અને સ્ટીએટાઈટ(શેખડી) માંથી બનેલું એવું માનવ પૂતળું મળી આવેલ છે .જાણે સુતરાઉ કાપડનું વસ્ત્ર ધારણ કર્યું હોય એવું લાગે છે ! ઇતિહાસકારો તેને પુરોહિત માને છે. અનિમિલિત આંખ તથા નીચલા હોઠ પ્રમાણમાં મોટા છે. મસ્તક પર ગોળ અલંકાર ધારણ કરેલ છે.સૌથી મોટી ઈંટના અવશેષોકાંસાની ધાતુમાંથી બનેલી નર્તકીની મૂર્તિ મળી આવેલી છે. તાંબુ અને ટીનનું મિશ્રણ કરીને કાંસુ બનાવવામાં આવતું !
અહીંયાથી પ્રાપ્ત થયેલી એક મુદ્રામાં એક વ્યકિત બે વાઘ સાથે લડાઈ કરતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. તેમજ ટેરાકોટામાંથી બનાવેલ વાંદરાના રમકડાના અવશેષ મળેલ છેસૌથી વધુ માનવ કંકાલ મોહેં–જો–દડો માંથી પ્રાપ્ત થયા છે.એકશૃંગી પશુના પ્રતીકવાળા ચાંદીની મહોર મળેલ છે. તો બીજી મુદ્રામાં હોડીનું પ્રતીક જોવા મળે છે.
મોટી સંખ્યામાં કૂવાઓ અહીંયાથી પ્રાપ્ત થયા છે.પ્રાપ્ત થયેલી મહોરમાં અંકિત સાત લોકો લાઈનમાં ઉભા હોય તેવું પ્રતિત થાય છે, જે સપ્તર્ષિ અથવા તો સપ્તમાતૃકા હોવાનું પ્રમાણ મળે છે. જુવો ભાઈ ! આ સપ્તઋષિ એ જ છે જેમણે પ્રલય થયા બાદ વેદોનો પ્રચાર કર્યો ! અનાદિ કાળથી ચાલી રહેલી ભારતીય સભ્યતાનો વધુ એક પુરાવો !કાંસાની ધાતુની કુહાડી, કાંસાની ધાતુની નર્તકી અને પશુપતિનાથની મહોર મળેલી છે. હાથી દાંતમાંથી બનેલી પુરુષની આકૃતિ જેમાં તે ટોપી અને લંગોટ ધારણ કરેલું જોવા મળે છે, જેમના બંને હાથ કમર પર રહેલા છે.

લોથલ

લોથલ ! ગુજરાતમાં આવેલું એક એવું સ્થળ જે વાસ્તવમાં તો લોકો માટે ખૂબ મહત્વનું હોવું જોઈએ પણ ઘણા ગુજરાતીઓ એવા પણ હશે જે ક્યારે પણ લોથલ ગયા પણ નહિ હોય ! જોકે એનાથી એનું મહત્વ કંઈ ઘટી નથી જતું ! કેમકે ભલે ગુજરાતી લોથલના બદલે દીવ વધારે જતા હોય લોથલ તો લોથલ જ રહેવાનુંને ભાઈ ! કેમ , તમારું શું કે’વું ! તો શરૂ કરીએ ? ચાલો કરીએ !

 • શોધખોળનું વર્ષ :- 1954
 • સ્થળ :- ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામે ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે
 • શોધક – એસ. આર. રાવ
 • ઉત્ખનન કરનાર : એસ.આર.રાવે વર્ષ 1957-58માં
 • વિશેષતા :– આ સ્થળ એક વેપારી નગર હતું તથા તે મોહેં–જો–દડો સાથે ગાઢ સંબંધ ધરાવતું હતું. એસ.આર.રાવે અહીંના ‘સિટાડેલ’ (શાસકોનું રહેઠાણ)ને એક્રોપોલિશનું ઉપનામ આપ્યું છે. ‘લોથલ’ નો શાબ્દિક અર્થ ‘ મરેલાનો ટેકરો’ અથવા ‘લાશોનો ઢગલો’ થાય છે.
 • ઉપનામ :– આ સ્થળને ‘લઘુ હડપ્પા’ કે ‘ઘુ મોહેં–જો–દડો’ તરીકે ઓળખવામાં આવે છે.

લોથલના મહત્વપૂર્ણ પુરાવાઓ

પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હતું. છેક મેસોપોટમીયા , યુરોપ , આફ્રિકા સાથે તેનો વેપાર હતો ! ભારતના અમથાય ગાજ્યા જાય એવા તો નથી ! ઇ ગમે ત્યાં જાય ને ત્યાં એનો વિજય પરચમ લહેરાવતા આવ્યા છે.વિશ્વનું સૌથી પ્રાચીન વેપારી બંદર અને એક ઔધોગિક નગર.લોથોમાંથી સૌથી પ્રાચીન ધક્કો (Dock-Yard), જહાજવાડો (Workshop) અને વહાણ લાંગરવા માટેનું લંગરના પુરાવા મળી આવ્યા હતાં. આ પરથી અનુમાન
લગાવી શકાય કે તે સમયે આ સ્થળ આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પ્રખ્યાત હશે.
લોથલનો મિસર તથા મેસોપોટેમિયા
સાથે સીધો વેપાર
મણકા (Bcads બીડસ)
બનાવવાની અને તે શારવાની ફેકટરી
લોથલ નગર બે વિભા વહેંચાયેલું
હતું.
(1)ઉપલું નગર(શાસકોનો નિવાસ)
(2)નીચલું નગર (સામાન્ય પ્રજાનો નિવાસ)
ગોળ અથવા ચોરસ આકારના અગ્નિકુંડો ઘંટીના અવશેષોના પુરાવા મળી આવ્યા છે જે બીજા કોઈ સિંધુ ખીણ સભ્યતાના સ્થળો પર મળી આવ્યા
નથી.
એક શિંગડાવાળા બળદની આકૃતિ તેમજ અકીક ઉદ્યોગોના અવશેષો
ચોખાની ખેતીના પુરાવા મળી આવ્યા છે. આ ઉપરાંત કપાસનું પણ મહત્વનું કેન્દ્ર હતું.મુદ્રાઓ, શતરંજ જેવી રમત, માપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હાથીદાંતની પટ્ટીઓમાટીના રમકડાં તથા ધાતુના વાસણો પર ચિત્રકામ અને નકાશીકામ
એકબીજાને કાટખૂણે મળતા પહોળા રસ્તાઓ, મોટા મકાનોમાં કૂવાની સગવડ, રસ્તાઓ પર ભૂગર્ભ ગટર વ્યવસ્થા વગેરે આયોજનોસિંધુ લિપિમાં કોતરાયેલ મુદ્રાઓ અને છાપો મળી આવ્યા છે જે હજુ સુધી ઉકેલી શકાયા નથી.સિંધુ લિપિના 95 ચિહ્નો
કાંસાની માપપટ્ટી, પકવેલ માટીનું ઘોડાનું રમકડું, તાંબાનો કૂતરો, દિશા શોધક યંત્ર અને ફારસની મહોરના અવશેષો21 જેટલા માનવ હાડપિંજરો મળી આવ્યાં છે તે પૈકી ફકત અહીંથી જ યુગ્મ (સ્ત્રી અને પુરુષ)ના માનવ કંકાલો મળી આવ્યા છે. લોથલમાંથી મળી આવેલ હાડપિંજરો પરથી માનવામાં આવે છે કે, ત્યાં અંતિમક્રિયાઓ માટે અગ્નિ સંસ્કાર અને દફનવિધી બંને પ્રચલિત હશે.બાળકના શબની કાણાવાળી ખોપડી મળી આવી છે. એસ.આર.રાવે આ ખોપડીને મગજની શસ્ત્રક્રિયાનો સૌથી પ્રાચીન પુરાવો તરીકે ગણાવ્યું છે. બોલો એ સમયે પણ ભારતમાં આરોગ્ય ક્ષેત્રમાં શસ્ત્ર ક્રિયા થતી હતી !
સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું એવા પુરાવાહડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનોકેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં લોથલ ખાતે મેરીટાઈમ હેરીટેજ મ્યુઝિયમ

ચાન્હુદડો

નામ થોડું વિચિત્ર લાગે એવું નામ છે પણ ખૂબ જ મહત્વનું છે ! ચાલો જાણીએ !

 • શોધખોળનું વર્ષ :-1931
 • સ્થળ : સિંધુ નદીના સિંધ પ્રાંતમાં મોહેં–જો–દડોના દક્ષિણભાગમાં
 • શોધક : એન.જી.મજૂમદાર
 • ઉત્ખનન : અર્નેસ્ટ મેકે દ્વારા 1935માં
 • વિશેષતા : આ સ્થળને સિંધુખીણ સભ્યતાનું
 • ઔદ્યોગિક શહેર તરીકે ઓળખવામાં આવે છે.

ચાન્હુદડોના મહત્વપૂર્ણ પુરાવાઓ

મણકા બનાવવાનું કારખાનું તથા ભઠ્ઠીલિપસ્ટિક, કાજળ, પાવડર જેવી કોસ્મેટીક કીટ તથા વક્રાકાર ઈંટ અને શાહીના ખડીયાતાંબાનો માછલી પકડવાનો હૂક, ભાલો ફેંકતા પુરુષની ખંડિત મૂર્તિ તથા ટેરાકોટાની ગાડીના અને કાંસાના બળદગાડાના રમકડા
છીપલાં, મણકાં તથા મુદ્રા બનાવવાનું મુખ્ય કેન્દ્રરમકડાં બનાવવાનું કારખાનુંબિલાડી–કૂતરાના પંજા, મોતી બનાવવાનું કારખાનું, શિલ્પ કારીગરીના નમૂના, માનવ બલીનું પ્રમાણ.

કાલીબંગન

 • શોધખોળનું વર્ષ : 1952
 • સ્થળ : ઘગ્ગર અથવા હાકરા (લુપ્ત સરસ્વતી) નદીના કિનારે રાજસ્થાનના ગંગાનગર જિલ્લા ખાતે
 • શોધક : અમલાનંદ ઘોષ
 • ઉત્ખનન : બી.બી.લાલ અને વી.કે.થાપર દ્વારા
 • વિશેષતા : કેટલાક વિદ્વાનો દ્વારા તેને સિંધુખીણ સભ્યતાની ત્રીજી રાજધાની હોવાનું માનવામાં આવ્યું છે.

કાલીબંગનના મહત્વપૂર્ણ પુરાવાઓ

કાળા રંગની બંગડીઓ અહીંથી મળી આવી હતી તેના પરથી આ નગરનું નામ કાલીબંગન પડયુંટેરાકોટા, શંખ અને
શેલખડીની વિવિધ પ્રકારની બંગડીઓ માટે પ્રસિદ્ધ
મકાનો, ચબૂતરાઓ અને કિલ્લાઓના નિર્માણ માટે કાંચી ઈંટોનો ઉપયોગ , આ કારણથી તેને ‘ગરીબોની નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાલીબંગન નગર બે ભાગમાં વિભાજીત હતુંઃ પશ્ચિમે કિલ્લાવાળું ઉપલું નગર અને પૂર્વમાં નીચલું નગર.સિંધુખીણ સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથકખેડેલા ખેતરનો પુરાવો તથા એક જ ખેતરમાં બે પાકો ઉગાડવાના પુરાવા મળ્યા છે.
તાંબાના અનેક વિવિધ ઓજારોનું નિમાર્ણસજાવટી ઈંટકેટલાક ટીંબાઓ પર 7 જેટલા ચોરસ અગ્નિ કુંડ
બલિ આપવા માટેનો ( આ વાત આજે પણ અધૂરી ને ગુમરાહ કરનારી છે ! ) પણ એક કુંડશલ્યક્રિયાઓ અને ભૂકંપના પુરાવા તથા ઊંટની અસ્થિ. શબના પુરાવા પરથી અંતિમ સંસ્કારની ત્રણ વિધિઓના ઉલ્લેખના પુરાવા મળેલ છે. શબને ગોળાકાર અને ચોરસ કબરમાં દફનાવવામાં આવતા હતા.

ધોળાવીરા

ફરી ગુજરાતમાં ! ગુજરાત પણ ભારતની જેમ કંઇ આજકાલનું થોડું છે ! અનાદિ કાળથી છે! તેનો આધુનિક સમયના વિદ્વાનો સ્વીકારે એવા પૂરવાનું બીજું નામ એટલે ધોળાવીરા ! ધોળાવીરા ખૂબ પ્રાચીન સમયની નગર સભ્યતા છે જે પણ ભારતીય સભ્યતાનો જ ભાગ છે! ચાલો તેના વિશે માહિતી મેળવીએ !

 • શોધખોળનું વર્ષ :– 1967-68
 • સ્થળ :-ગુજરાતમાં લૂણી નદીના કિનારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટ ખાતે
 • શોધક :–જે.પી. જોશી
 • ઉત્ખનન :– 1967-68 માં જે.પી. જોશી અને 1990-91 માં ડો. આર. એસ. બિસ્ટ દ્વારા
 • વિશેષતા : ભૌગોલિક રીતે ધોળાવીરા સ્થળ કર્કવૃત્ત પર આવેલું છે. ધોળાનો અર્થ ‘સફેદ’ તથા વીરાનો અર્થ ‘કૂવો’ થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સિંધુ ખીણ સભ્યતાનું બીજા ક્રમનું સૌથી મોટું નગર છે.સ્થાનિક લોકો ધોળાવીરાને ‘કોટડા’ તરીકે ઓળખાવે છે.પુરાતત્વવિદ્દો ધોળાવીરાને Lake City તરીકે ઓળખાવે છે.

ધોળાવીરા નગરના મહત્વપૂર્ણ અવશેષો

વર્ષ 1990-91માં ડો. આર. એસ. બિસ્ટ દ્વારા ત્યાં ઉત્ખનન કર્યું જે દરમિયાન અહીંથી કબરો મળીગુજરાતનું રંગપુર પરિપકવ હડપ્પીય સભ્યતામાંથી ઉત્તર હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવેહડપ્પા સભ્યતાનું એકમાત્ર સ્ટેડિયમ (૨મતનું મેદાન)
રમત-ગમતના વિશાળ મેદાનોધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય જોવા મળતું નથી. એ સમયે પણ આજના મંદિરોમાં જોવા મળતી કોતરણી થતી હતી !સિંધુ લિપિમાં લખાયેલું 10 અક્ષરનું એકમાત્ર સાઈનબોર્ડ મળી આવેલું છે. જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન ધરાવે છે.
એક માતૃદેવીની પ્રતિમા નગરનો આકાર સમાંતરભુજ ચતુષ્કોણ છીપની એક ગોળાકાર રીંગ પણ મળી આવી છે જેના ઉપરના ભાગમાં 6 અને નીચેના ભાગમાં 6 ઊભા કાપા છે. વિદ્વાનો તેને પંચાંગની 12 રાશિઓનું પ્રતીક હોવાનું માને છે.
તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો, ઘરેણાં, મણકા અને બંગડીહોડી આકારની કુલડીના અવશેષોઅગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને અહીં દફનાવવામાં આવતા .
કચ્છમાં આવેલું ધોળાવીરા ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું પ્રાચીનનગર. નગરના મધ્યમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ (વરસાદી પાણીના સંગ્રહ માટેની પ્રણાલી) માટે 16 થી વધુ કૃત્રિમ જળાશયો, કૃત્રિમ ડેમ, ન્હાવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અહીં જોવા મળે છે. વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી વિશ્વની સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રયોગ માનવામાં આવે છે.મહેલમાં એક મોટો ટાંકો છે જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા
કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા 10 શિલાલેખો મળી આવ્યાં છે જે સિંધુલિપિમાં કોતરાયેલાં છે.સભ્યતાની પ્રથમ ખગોળીય પ્રયોગશાળા
ધોળાવીરામાં
દેશનું પ્રથમ Open Air Amphi Theatre
ભારત સરકાર દ્વારા ધોળાવીરા હડપ્પન શહેરને વર્ષ 2020ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં બનાવવાની સમાવેશ કરવા માટે નામાંકન કરાયુંકેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં ધોળાવીરામાં પુરાતત્વીય સંગ્રહાલય બનાવવાની જાહેરાત

સુરકોટડા

કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ! કચ્છમાં આવેલું સુરકોટડા પણ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં રહેલું નગર છે . અહી ઇસ્વિસન 1967 માં શોધખોળ થયેલી ! પછી આ નામ ઇતિહાસના પુસ્તકોમાં આવવા લાગ્યું .

 • શોધખોળનું વર્ષ :- 1967
 • સ્થળ :-ગુજરાતમાં કચ્છ જિલ્લામાં
 • શોધક :–જે.પી. જોશી
 • વિશેષતા : સુરકોટડામાં એક મોટી શિલાથી ઢંકાયેલી કબર મળી આવી છે જે નવીન પ્રકારની શબની અંતિમવિધિ દર્શાવે છે.

સુરકોટડાના મહત્વપૂર્ણ પુરાવાઓ

ઘોડાના અવશેષો ,
ઘોડાના અવશેષો ઈ.સ. પૂર્વ 2000ના સમયના
અગ્નિકુંડહળ વડે ખેડાયેલા ખેતર સહિત અલગ આકારની ક બરો
ગોફણ પથ્થરો , જેના પરથી સ્થાયી સૈન્ય હોવાનું અનુમાનસફેદ રંગની ચિત્રકારી ધરાવતી તથા કાળા અને લાલ રંગની એક નવીન પ્રકારની માટી કામની પરંપરાકચ્છના રાપર તાલુકામાં આવેલુ કેન્દ્રમાં

રંગપુર

અમદાવાદના ધંધુકા પાસે આવેલું નાનું અમથું ગામ રંગપુર કોઈ ધૂળિયા જમાનાની યાદ દેવડાવે એવું છે પણ વાસ્તવમાં એ પ્રાચીન ભારતીય સભ્યતાની ધરોહર છે. ઇસ્વીસન 1931 માં અહીથી પ્રાચીન ભારતીય સભ્યતા ( હડપ્પા ) નાં અવશેષો મળી આવ્યા ! જોઈએ આખી વાત !

 • શોધખોળનું વર્ષ : 1931
 • સ્થળ :– ગુજરાતમાં સૂકભાદર નદીના કિનારે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ખાતે
 • શોધક :– ડૉ. માધોસ્વરૂપ વત્સ
 • ઉત્ખનન : 1931 માં માધોસ્વરૂપ વત્સે, 1949 માં કે. એમ. દિક્ષીત અને 1953માં એસ.આર.રાવ દ્વારા
 • વિશેષતા : ગુજરાતમાં શોધાયેલું સૌપ્રથમ હડપ્પીય સ્થળ, ગુજરાતનું રંગપુર પરિપકવ હડપ્પીય સભ્યતામાંથી ઉત્તર હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે.
 • છે.

રંગપુરના મહત્વપૂર્ણ પુરાવાઓ

ચિત્રિત માટીના પાત્રો, ચળકતી પટારીઓ, માટી અને તાંબાની બંગડીઓપકવેલ માટીના વાસણો, પથ્થરના ઘનાકાર વજનિયાં, મણકા બનાવવાનું કારખાનું, વીંટીઓ, અનાજની ભૂસીનો ઢગલો (ચોખાના ફોતરાં)પકવેલ માટીના સ્નાનાગાર તેમજ ગટર વ્યવસ્થા
હાથીદાંતની વસ્તુઓહાથીદાંતની વસ્તુઓકાચી ઈંટનો કિલ્લો, માટીના વાસણો અને પશુઓનો ચારા
મનુષ્યનું પથ્થરનું શિલ્પકોઈપણ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી આવી નથી.ગુજરાતમાંથી આઝાદી પછી હડપ્પીય સભ્યતાના સૌથી વધુ અવશેષો રંગપુર ખાતેથી મળી આવ્યાં

મેહરગઢ

મેહરગઢના મહત્વપૂર્ણ પુરાવાઓ

મેહરગઢ પ્રાચીન ભારતનું સૌપ્રથમ ગામમેહરગઢ ઈસુના જન્મ પહેલાના સાત હજાર વર્ષ જૂની પ્રવૃતિઓ , હાલ આ નગર પાકિસ્તાનમાંસંભવત સૌપ્રથમ ઘઉં, જવ ઉગાડવાનું અને ઘેટાં–બકરા પાળવાની શરૂઆત
પ્રાણીઓનાં હાડકાં મળ્યાં છે જેમાં ઘેટાં, બકરાં અને ગાયનાં હાડકાઓ વધુઅહીના લંબચોરસ ઘરોને ચાર કે તેથી વધુ ઓરડાઓ હતા લોકો માટીના ઘરમાં રહેતા.
એક કબરમાં મૃતકની સાથે બકરીને દફનાવવામાં આવી હોવાના પુરાવાપ્રથમ પાલતુ પશુ કૂતરોમહારાષ્ટ્રના ઈનામગામ પાસેથી મળેલા બાળકોના મૃતદેહોના અવશેષો, ગોળ આકારના ઘરો, પશુપાલન, બાજરી
અને જવ જેવા પાકોના પુરાવા મેહરગઢના પુરાવાને મળતા આવે છે.
અનાજના સંગ્રહ માટે માનવીએ માટીના માટલાં, ઘડાંઅનુક્રમે ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ પરિવર્તન થયું.પથ્થર નિર્મિત ખેતીના ઓજારો જેવા કે, ખુરપી, છીણી અને દાતરડા

રાખીગઢી

રાખમાંથી ઉભુ થયું હોય એવું રાખીગઢી નગર હરિયાણામાં આવેલું છે. પૂરી વાત નીચે મુજબ છે.

 • શોધખોળનું વર્ષ : 1969
 • સ્થળ : ઘગ્ગર અને હકરા નદીના કિનારે હરિયાણાના ઝીંદ તાલુકા ખાતે
 • શોધક : સુરજભાણ ભગવાનદાસ
 • ઉત્ખનન : 1997 માં અમરેન્દ્રનાથ અને ડૉ. વસંત શિંદે દ્વારા

વિશેષતા : ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ, પૂર્વ, પરિપકવ અને ઉત્તર હડપ્પા કાળના અવશેષો ધરાવતું સ્થળ.

રાખીગઢીના મહત્વપૂર્ણ પુરાવાઓ

પથ્થરો ગરમ કરવાની ભઠ્ઠીઓલખાણ વગરની મહોરઈંટોનો કુવો
ચિહ્નો સાથેના માટીના વાસણોટેરાકોટાના બનેલા ઘૂઘરાપૈડાવાળી ગાડીના રમકડા
હાડકાની બનેલી સોંયT આકારના અગ્નિકુંડમણકા બનાવવાનું કારખાનું
હાથીદાંત તથા હાડકાની બનેલી વસ્તુઓના સ્પષ્ટ પુરાવાઓએક યુગ્મ કંકાલમે, 2012માં ગ્લોબલ હેરિટેજ ફંડ દ્વારા તેને એશિયાના એવા 10 ‘વિરાસત સ્થળો’ ની સૂચીમાં સમાવેશ , જેનો ભવિષ્યમાં નાશ થવાનો ખતરો છે.

બનાવલી

 • શોધખોળનું વર્ષ :-1973-74
 • સ્થળ :-રંગોઈ નદી કિનારે હરિયાણાના હિસાર જિલ્લા ખાતે
 • શોધક : આર.એસ. બિસ્ટ
 • ઉત્ખનન : આર.એસ. બિસ્ટ દ્વારા

વિશેષતા :– પૂર્વ, પરિપકવ અને ઉત્તર હડપ્પા કાળના અવશેષો ધરાવતું સ્થળ, કૂવા, સ્નાનાગાર અને જળનિકાસ માટે પાકી ઇંટોનો ઉપયોગ થયેલો છે.

બનાવલીના મહત્વપૂર્ણ પુરાવાઓ

માટીના હળપથ્થરના વજનિયાંમાર્ગો તારાંકિત ભાગોમાં વહેંચાયેલ
મકાનમાં રસોઈઘર, શૌચઘર, સ્નાનાગાર, મહોરના પુરાવાઝવેરીના મકાનમાંથી સોનુ, શેલખડી, કાર્નેલિયન, સોનાનો ઢોળ ચડાવેલ માળા તથા લાપીસ લાઝુલીના મણકાના પુરાવાસમૃદ્ધ લોકોનું શહેર
મકાનોમાં અગ્નિકુંડજવનું પ્રમાણમાટીનું હળ
વોસ બેસીનટેરાકોટાનું પૈડું અને ટેરાકોટાની મુદ્રાઓ , (આગમા પકવેલ માટીને ‘ટેરાકોટા’ કહેવાય છે.)

અલ્લાહદીનો

 • શોધખોળનું વર્ષ :- 1982
 • સ્થળ : પાકિસ્તાનના કરાંચી પાસે
 • ઉત્ખનન : ફેયર સર્વિસ

અલ્લાહદીનાં મહત્વપૂર્ણ પુરાવાઓ

ઉત્તર પૂર્વીય ભાગમાં કાચી ઈંટોથી બનેલ મહત્વનું મકાન , જ્યાં એક સાથે ત્રણ કૂવાઓ મળેલા છે, જેના જળનો ઉપયોગ કૃષિ માટે કરવામાં આવતો. ટેરાકોટાથી બનેલી રમકડાંની ગાડીમોટી સંખ્યામાં તાંબામાંથી બનેલ વસ્તુઓ

કોટદીજી

 • શોધખોળનું વર્ષ : 1935
 • સ્થળ : પાકિસ્તાનના ખેરપુર
 • શોધક :– જી.એસ. ધુર્ય
 • ઉત્ખનન : ફઝલ અહમદ

કોટદીજીનાં મહત્વપૂર્ણ પુરાવાઓ

સામુદાયીક અગ્નિ સ્થળ , જેના પરથી ખ્યાલ આવે છે કે તે નગરનો અંત ભયંકર અગ્નિકાંડથી થયો હશે !ટેરાકોટા આધારિત શિંગવાળા દેવતાની મૂર્તિપથ્થરના પાયા સાથેના ઘરના અવશેષો
ગેંડાની અસ્થિ માત્ર અહીંથી મળે છેસાદી અને રંગીન કાંસાની ચૂડીપથ્થરમાંથી બનાવેલા બાણ અને માતૃદેવીની મૂર્તિઓ

સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન

હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર–આયોજન છે. પુરાતત્વવિદો મોર્ટીમર વ્હીલર અને સ્ટુઅર્ટ પિગટનું માનવું છે કે સિંધુ ખીણની સભ્યતાના નગરોમાં નોંધપાત્ર રીતે સામ્યતા જોવા મળે છે. હડપ્પા, મોહેં–જો–દડો અને કાલીબંગનની વસાહતોના આયોજનમાં સામ્યતા જણાય છે. જાણે બને એક જ માળાના અલગ અલગ મોતી હોય એવી બન્નેમાં સામ્યતા જોવા મળે છે.

 • અહીનગરો બે ભાગમાં વિભાજિત છે. પશ્ચિમમ ભાગમાં ઊંચાઈ ધરાવતા ભાગ પર શાસકોનો કિલ્લો (Citadel) છે. પૂર્વ ભાગ જેને નીચલું નગર (Lower Town) કહેવામાં આવે છે ત્યાં સામાન્ય લોકોનો વસવાટ હતો. સામાન્ય રીતે સમગ્ર હડપ્પીય સભ્યતાનાં નગરો આ પ્રકારનું નગર આયોજન ધરાવતા હતાં. આ સિવાય અનાજ સંગ્રહ કરવાના કોઠારો તથા રક્ષણ માટે કિલ્લેબંધી કરવામાં આવી છે. ત્રણ ચાર ઓરડાવાળા પકવેલી ઈંટોના મકાનો, કૂવો, રસોડું, સ્નાનાગાર અને ચબૂતરા મળી આવ્યા છે.
 • મકાનોની વિશેષતા મુખ્ય દરવાજો માર્ગ પર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે છે. ફકત લોથલમાં ઘરના દરવાજા મુખ્યમાર્ગ પર ખુલતાં. સામાન્ય રીતે મકાનો એક માળથી ત્રણ માળ સુધીનાં જોવા મળે છે. નાના મકાનમાં ચાર–પાંચ ઓરડા અને મોટા મકાનોમાં આઠ–દસ ઓરડા રાખવામાં આવતા.
 • મોટા ભાગનાં મકાનોમાં ન્હાવાના, રાંધવાના અને નોકરોના અલાયદા ઓરડા રાખવામાં આવતા.
 • મકાનને સપાટ છાપરાં રાખવામાં આવતાં. લગભગ દરેક મોટા મકાનમાં કૂવા કે કૂઈની સગવડ કરવામાં આવતી ! ગંદા પાણીના નિકાલ માટે ખાળ કે મોરીની વ્યવસ્થા હતી.
 • ચણતરમાં માટી અને ઈંટોનો ઉપયોગ થતો. આ ઈંટો અલગ-અલગ પ્રકારની હતી જેમાં સૌથી વધારે પ્રચલિત 4 : 2 : 1 આકારની ઈંટો હતી.
 • આ નગરોનું મહત્વપૂર્ણ લક્ષણ ભૂગર્ભ ગટર યોજના છે. ગટર પર પથ્થરના ઢાંકણા રાખવામાં આવતા. જેથી કોઈ પણ જીવાણુ ફેલાઈ ન શકે.
 • રસ્તાની બંને બાજુ રાત્રિ પ્રકાશ વ્યવસ્થા ( આજની સ્ટ્રીટ લાઈટ ) અને પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો 40 ફૂટ પહોળો રાજમાર્ગ ( રીંગ રોડ ) નગરની વિશેષતારૂપ છે.
 • ઘરમાં કૂવા અને પાકી ઈંટોનો પ્રયોગ આ સભ્યતાની વિશેષતા છે.
 • કિલ્લો માટીની ઈંટોના મોટા ટીંબા ઉપર બંધાયેલો હતો. આ કિલ્લામાં વિશાળ ઈમારતો હતી. કદાચ તે વહીવટી ધાર્મિકક્રિયા માટેના કેન્દ્રો હોવાની સંભાવના છે. શહેરનો નીચાણ ધરાવતો ભાગ રહેણાક માટેનું સ્થાન હતું.
 • મોહેં–જો–દડો અને હડપ્પામાં કિલ્લો ઈંટોની દિવાલોથી ઘેરાયેલો હતો. તેના રસ્તાઓ ઉત્તરથી દક્ષિણ અને કાટખૂણે એકબીજાને કાપતા હતા. આ પ્રકારના રસ્તાની અને ઘરોની હારબંધ ગોઠવણી સુનિયોજિત નગર-આયોજનનો ખ્યાલ આપે છે.
 • જો કે તે સમયના નગર–આયોજકો પાસે સાધનો મર્યાદિત હશે એવું માનવામાં આવે છે.
 • આ પ્રકારની ધારણા મોહેં–જો–દડો અને કાલીબંગનમાંથી મળેલા અવશેષોને આધારે કરવામાં આવી છે. કાલીબંગનમાં કિલ્લો અને તેનો નીચેનો ભાગ દીવાલથી ઘેરાયેલ હતો. ત્યાં રસ્તાઓ એક હારમાંથી બીજી હારમાં અનિયમિત છે એટલે કે વ્યવસ્થિત નથી.
 • મકાનોની તેમજ રસ્તાઓની હાર પણ મોહેં–જો–દડોના એક ભાગમાંથી બીજા ભાગ કરતાં અલગ છે.
 • મોહેં–જો–દડોની જુદા જુદા તબક્કામાં રચના થઈ હોવાની શકયતા છે.
 • હડપ્પા અને મોહેંજો દડોમાં મકાનોમાં પકવેલી ઈંટો વાપરવામાં આવતી હતી જ્યારે કાલીબંગનમાં માટીની કાચી ઈંટો મકાનોના બાંધકામમાં વાપરવામાં આવતી હતી.
 • અમે આ વિશે અગાઉ પણ કહ્યું છે કે આજે પણ મુંબઈમાં મુકેશ અંબાણીનું કરોડો રૂપિયાનું મકાન છે તો આ જ સમયે પૂર્વ ભારતમાં ઘાસમાંથી બનેલા કુબા જોવા મળે છે તો શું બન્ને અલગ અલગ સમયના છે કે આજના સમયના જ ! બસ ઇતિ !

આગળ જોઈએ તો ગુજરાતમાં લોથલમાં પણ અલગ પ્રકારનું નગર આયોજન જોવા મળે છે. લોથલ નગર બે વિભાગમાં વહેંચાયેલું હતું.
(1) ઉપલું નગર(શાસકોનું નિવાસ)
(2) નીચલું નગર(સામાન્ય પ્રજા).

 • લંબચોરસ વસાહતો પણ ઈંટોની દીવાલથી ઘેરાયેલી હતી.
 • લોથલમાં એકબીજાને કાટખૂણે મળતા પહોળા રસ્તાઓ, મોટા મકાનોમાં કૂવાની સગવડ, રસ્તાઓ પર ભૂગર્ભ ગટર વ્યવસ્થા વગેરે આયોજનો જોવા મળે છે.
 • લોથલ એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું.
 • અહીંથી ધક્કો (Dock-Yard), જહાજવાડો (Workshop) અને વહાણ લાંગરવા માટેનું લંગર તેને આંતરરાષ્ટ્રીય બંદર તરીકે માન્યતા આપે છે.
 • ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે કયાંય જોવા મળતું નથી.

ધોળાવીરાના નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

 1. મુખ્ય મહેલ કે જેને ‘સિટાડેલ’ (શાસકોનું રહેઠાણ) કહે છે જેનું મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું છે.
 2. મધ્ય નગર (Middle)
 3. નીચલું નગર (Lower)

મધ્ય અને નીચલા નગરમાં સામાન્ય નગરજનો વસવાટ કરતા હતા. કચ્છના સૂરકોટડામાં બે સરખા વિભાગ છે.

 • હડપ્પા, મોહેં–જો–દડો અને કાલીબંગનમાં કિલ્લેબંધીના વિસ્તારમાં કેટલીક મોટી ઈમારતોનો સમાવેશ થતો હતો. આ ઈમારતો માટીની ઇંટોના ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવી હતી.
 • આ ઈમારતોમાં મોહેં–જો–દડોનો પ્રખ્યાત ‘મોટા સ્નાનાગાર’નો સમાવેશ થતો હતો.
 • આ ઈંટોની બાંધેલી ઈમારતનું માપ 12×7 મી. હતું. તેમાં બંને બાજુએથી નિસરણીનાં પગથિયાં વડે જઈ શકાતું હતું.
 • સ્નાનાગારનું તળિયું બીટુમીન (Bitumen) કોલસાના પ્લાસ્ટરનું બનેલું હતું જેથી પાણી શોષાઈ જાય નહીં . સ્નાનાગરનું માપ 12 મીટર x 7 મીટર × 3 મીટર હતું.
 • બાજુના ઓરડામાંના કૂવામાંથી તેમાં પાણી પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણી નિકાલની (મોરી) વ્યવસ્થા છે .
 • તેની ચારેબાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. ઉત્તર અને દક્ષિણ ભાગે ઊતરવા માટે સીડી બનાવવામાં આવી હતી.
 • સ્નાનાગારને ફરતે બંધ છત અને ઓરડાઓ પણ હતાં.
 • પુરાતત્વવિદો મુજબ આ જગ્યા ધાર્મિક વિધિના સ્નાન માટે રાજાઓ કે પુરોહિતોને માટે ઉપયોગમાં લેવાતી હશે.
 • મોટા સ્નાનાગારની બાજુમાં એક મોટું મકાન (250×78 ફૂટ) હતું તેને ઉચ્ચ અધિકારીના નિવાસ સ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે. તેની આગળ 33 ફીટનો ચોરસ ખુલ્લો ભાગ છે ત્યાં ત્રણ ખુલ્લા વરંડા છે.
 • બીજું મહત્વનું મકાન તે સભાખંડ છે તેમાં પાંચ ઇંટોની ઓટલીની ચાર હરોળ છે જેના ઉપર લાકડાના થાંભલા ઊભા કરેલા હતા. આ ઓરડાઓની હરોળની પશ્ચિમ બાજુએ બેઠેલા પુરુષની મૂર્તિ મળી આવેલી છે.
 • બીજી અગત્યની ઈમારત મોહેં–જો–દડોના કોટ વિસ્તારમાં અનાજના કોઠારની શોધ હતી. તેમાં ઈંટોનાં 27 જૂથ અને તેમાં હવાઉજાસ માટે જરૂરી જાળિયાં જેવો રસ્તો છે.
 • કોઠારની નીચે ઈંટોનું પ્લેટફોર્મ (ઓટલા જેવું) ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી અનાજ કિલ્લામાં લાવીને એકત્ર કરી શકાય.
 • કેટલાક નિષ્ણાતોએ આ ઈમારતને કોઠાર કહેવા માટે શંકા વ્યક્ત કરી છે પરંતુ એ ચોક્કસ છે કે આ મોટી ઈમારત કંઈક અગત્યના કામ માટેની હશે.
 • આ ઉપરાંત, હડપ્પાના જાણીતા મકાનોમાં મોટો કોઠાર છે તેમાં ઘણાં ઈંટોનાં પ્લેટફોર્મ છે. તેનાથી 6 કોઠારની 2 હરોળ બને છે.
 • કોઠારની દક્ષિણ બાજુએ વર્તુળાકાર ઈંટના પ્લેટફોર્મની હરોળ મળી છે તેનો ઉપયોગ લણણી (કણસલાંમાંથી અનાજના દાણા છૂટા પાડવા) માટે થતો હતો જેમાં ઘઉં અને જવનાં ડૂંડાંના અવશેષોના પુરાવા ભોંધળિયાની ફાટમાંથી મળી આવ્યા છે.
 • મોહેં–જો–દડો અને હડપ્પાની તુલનામાં કાલીબંગન વધારે નાનું શહેર હતું,
 • અહીંની મહત્વની શોધ અગ્નિની વેદીઓ હતી. ઘણાં ઈંટોનાં પ્લેટફોર્મ મળી આવ્યાં છે તેમાંના 7 જેટલી અગ્નિકુંડની હાર મળી આવી છે.

મકાનોની પદ્ધતિ

 • સામાન્ય લોકો શહેરના નીચાણ ધરાવતા ભાગના ઘરોમાં રહેતાં જણાય છે.
 • અહીં પણ મકાનોનાં કદમાં વિવિધતા જણાય છે. જો એક જ ઓરડાનું ઘર હોય તે ગુલામો જેવાના રહેઠાણ માટે હશે. તેના જેવાં રહેઠાણ હડપ્પામાં કોઠાર પાસેથી મળ્યાં છે.
 • બીજા કેટલાક ઘરો જેમાં આગળ ખુલ્લો ચોક અને લગભગ 12 જેટલા ઓરડા મળી આવ્યા છે.
 • મોટા ઘરોમાં ખાનગી કૂવાઓ અને શૌચક્રિયાની વ્યવસ્થા હતી.
 • આ જાતનાં મકાનોનો નકશો એક જ પ્રકારનો – ચોરસ પટાંગણ અને તેને ફરતા ઓરડાઓ, ઘરમાં પ્રવેશવા માટે નાની શેરી હતી તે રસ્તાઓને કાટખૂણે અલગ પાડતી હતી.
 • ઘરની બારીઓ રસ્તાઓ ઉપર ન હતી
 • ઘર રસ્તાની બાજુ હોય તેને ઇંટોની દીવાલોની હાર રહેતી હતી,
 • હડપ્પન સભ્યતાનાં નગરો અને શહેરોનાં વર્ણનો ઉ૫૨થી સમજી શકાય છે કે કેટલાક લોકો મોટા મકાનોના માલિકો હતા.
 • માત્ર કેટલાક જ સ્નાનાગારમાં સ્નાન કરતા. જેઓ મોટા મકાનમાં રહેતા તે ધનિક વર્ગના અને જે નાની ઓરડીઓમાં રહેતા તે શ્રમિકો જેવા ચાકરી કરતા વર્ગના હોવા જોઈએ.
 • નિમ્ન શહેરનાં મકાનોમાં કેટલાંક કારખાનાં હતાં.
 • કુંભારની ભઠ્ઠીઓ, રંગારાઓની ટાંકીઓ, ધાતુકામના કારીગરોની દુકાનો, શંખના આભૂષણો તેમ જ પારા બનાવનારની દુકાનો વગેરેના પુરાવાઓ આ બાબતનું પ્રમાણ છે.

સિંધુ ખીણની સભ્યતાની આર્થિક પરિસ્થિતિ

કૃષિ

 • સિંધુ ખીણની સભ્યતાની આર્થિક સમૃદ્ધિ ખેતીવાડી, શિલ્પ સ્થાપત્ય, કલા-કારીગીરી અને વ્યાપાર ઉદ્યોગ પર આધારિત છે.
 • સિંધુનદી તટની જમીન ફળદ્રુપ કાંપવાળી હોવાથી સૌપ્રથમ આ સભ્યતામાં કૃષિનો વિકાસ થયો હતો. આ સમયે એક સાથે બે પ્રકારના પાકો ઉગાડવામાં આવતા, તેથી ખેત પેદાશોની ઉપજનું પ્રમાણ વધુ રહેતું હતું. તેના કારણે સિંધુ સભ્યતાના સ્થાનિક નિવાસીઓને આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરના ઉદ્યોગ ધંધાઓને વિકસાવવામાં મદદ મળી હતી.
 • કૃષિમાં મોટા પ્રમાણમાં તાંબાના ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. કૃષિની સાથે સાથે પશુપાલન ઉપર પણ સિંધુ સભ્યતાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર રહેલો હતો.
 • હડપ્પા, મોહેં–જો–દડો, ધોળાવીરા અને લોથલ જેવા સ્થળોથી મળી આવેલા કોઠારો પરથી સાબિત થાય છે કે ત્યાં અનાજનો ઉપયોગ લોકો જીવન નિર્વાહ સિવાય સંગ્રહ માટે પણ કરતા હતાં.
 • કૃષિના કામોમાં વપરાતા ઓજારોને લગતી. કોઈ માહિતી મળી આવી નથી, તેમ છતાં રાજસ્થાનમાં સ્થિત કાલીબંગાનમાં એક ખેડેલું ખેતર, હળ ચલાવવાના કે બળદ જોતરવાના કેટલાક ચિહ્નો જોવા મળ્યા છે.
 • ખેતર ખેડવા માટે લાકડાના હળનો ઉપયોગ કરવામાં આવતો જેમાં નીચેના ભાગે તાંબાની ખુરપી હતી.
 • હરિયાણાના હિસાર જિલ્લામાં બનાવાલી ખાતેથી માટીના હળ મળી આવ્યા છે.
 • અહીં કૂવા અને નહેરો દ્વારા સુક્ષ્મ અને સઘન સિંચાઈ ઘતી હોવાનું જાણવા મળ્યું છે.
 • અહીં મુખ્યત્વે ઘઉં, જવ, વટાણા અને રાઈ જેવા પાક લેવાતા હશે.
 • અહીં જાડા ધાન્યોની 6 પ્રકારની જાત ઉગાડવામાં આવતી.
 • રાગી, સાંવા, કોદોં તથા વિવિધ પ્રકારના ખજૂર તથા વિવિધ પ્રકારના ફળોની પણ ખેતી થતી.
 • તેઓ શેરડીના પાકથી અજાણ હતા. ગુજરાતમાંથી બાજરીના પણ પુરાવા મળ્યા છે.
 • ગુજરાતના રંગપુર અને લોથલમાં માટીના વાસણમાં અનાજ ભરતી વખતે બચેલા કણ ઉપરથી અહીં ડાંગરનો પાક થતો હોવાના પુરાવા મળ્યા છે.માટે કહી શકાય કે આ સભ્યતાના મુખ્ય પાકોમાં ઘઉં, જવ, તલ અને કઠોળ મુખ્ય છે.
 • સૌથી અગત્યનો પાક કપાસ હતો, તે ઉપરાંત, માછલી અને પશુઓનું માંસ પણ સિંધુ સભ્યતાના લોકોના ખોરાકનો એક ભાગ હતો.

પશુપાલન

 • સિંધુ સભ્યતા દરમિયાન ત્યાંના લોકોએ ખેતીની સાથે જ પશુપાલનની શરૂઆત કરી હતી.
 • પશુપાલનના ઘણાં અવશેષોના પુરાવા અહીંથી મળી આવ્યા છે.
 • તે સમયનું નેસડી સ્થળ હડપ્પીય પશુપાલન મથક તરીકે જાણીતું હોવાના પુરાવા મળ્યા છે.
 • લગભગ બધા જ અહિંસક પ્રાણીઓને ત્યાંના લોકો પાળતા હશે તેવું જણાય છે.
 • ખુંધવાળા ઊંટ અને બળદ ત્યાંના મુખ્ય પ્રાણી હશે. આ દરમિયાન મોહેં–જો–દડો અને લોથલની એક ટેરાકોટા મૂર્તિ પરથી ત્યાં ઘોડાનું પ્રમાણ જાણવા મળે છે.
 • તે ઉપરાંત ખેતીવાડી, વાહન, આહાર અને રોગોના ઉપચાર માટેની ઔષધિઓમાં પશુઓનો ઉપયોગ થતો.
 • પાળેલા પશુઓમાં ખૂંધવાળા સાંઢ, પાડો, ઘેટું, ડુક્કર, ગધેડાં, ઊંટ, હરણ, હાથી, ઘરિયાલ, માછલી, કૂતરો અને ઘેંટાના અવશેષો મળ્યા છે. આ લોકો પંખીઓને પણ પાળતા હશે એમ પણ માનવામાં આવે છે.
 • આ સમયે ઘણી બધી જગ્યાએથી ઊંટના હાડકાઓ મળ્યા છે પરંતુ કોઈપણ મુદ્રા પર ઊંટનું ચિત્ર મળતુ નથી.
 • લોથલ , સૂરકોટડા, કાલીબંગન વગેરે જગ્યાએ ઘોડાના હાડકા મળ્યા છે પરંતુ થોડાનું કોઈ સ્પષ્ટ ચિત્ર કોઈપણ મુદ્રા પર જોવા મળ્યું નથી.
 • 2021 માં સિંધુ ખીણની સભ્યતાના શોધખોળના 100 વર્ષ પૂર્ણ થતા ભારતીય અને કેનેડિયન પુરાતત્વોવિદ્દોએ આ સભ્યતામાંથી ઈ.સ.પૂર્વે 2500 વર્ષના ડેરી ઉદ્યોગના નમૂનાઓ પ્રાપ્ત કરેલા છે. જે ગુજરાતના કચ્છના કોટડા ભાદલીમાંથી ડેરીના અવશેષો પ્રાપ્ત થયા. જ્યાંથી મળેલા રસોઈના વાસણોમાં જોવા મળી નિશાની દૂધની હાજરી સૂચવે છે. દૂધની પ્રક્રિયાને વિવિધ સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે.

સિંધુ ખીણની સભ્યતાની સામાજિક પરિસ્થિતિ

સિંધુખીણની સભ્યતા માતૃપ્રધાન હતી , કેમકે સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે.પૂજારી, વેપારી, ખેડૂત અને કારીગરના વ્યવસાયિક જૂથો જોવા મળે છેકારીગરો, મજૂરો અને ધનિકોના મકાનો ત્રણ ભાગમાં મળી આવે છે
સોંય અને ટાંકણી મળી આવી છે જે વણાટ અને કાંતણ કાર્યની જાણકારી દર્શાવે છેલોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ભોજન ગ્રહણ કરતાંમનોરંજન માટે તેઓ ચોપાટ અને પાસા જેવી રમતો રમતા
નૃત્ય અને સંગીતનો આનંદ માણતા, લોકોને ગણિત, તોલમાપ પ્રણાલી, ધાતુશાસ્ત્રી, ગ્રહનક્ષત્ર, મોસમવિજ્ઞાન વગેરેની જાણકારી હતી.ગણિત, તોલમાપ પ્રણાલી, ધાતુશાસ્ત્રી, ગ્રહનક્ષત્ર, મોસમવિજ્ઞાન વગેરેની જાણકારી
સ્ત્રી અને પુરુષ બંને સોના, ચાંદી, તાંબા અને કાંસાના આભૂષણોનો શોખ રાખતા હતા.લોકો સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ કરતાં હતા.તેઓ શાંતિ પ્રિય હતા.

રાજકીય પરિસ્થિતિ

 • આ સભ્યતામાં મુખ્ય ત્રણ પ્રકારના લોકોનો વર્ગ હતોઃ શાસક વર્ગ, વેપારી વર્ગ અને પુરોહિત વર્ગ.
આયોજનબદ્ધ નગર રચના, ગટર યોજના, કાટખૂણે મળતા રસ્તાઓ, મકાનો અને કિલ્લાબંધીની યોજના તથા એક સરખા તોલમાપના સાધનો સગઠિત, કાર્યક્ષમ, કડક અને કેન્દ્રીય શાસનનું સૂચનઅહીંના લોકો વૃક્ષ અને મૂર્તિપૂજાના ઉપાસકલિંગ અને યોનિપૂજાની ઉપાસના કરતા
માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. સ્ત્રીના ખોળામાં બાળક અને ગર્ભમાંથી એક છોડ ઊગી નિકળતો એટલે આ પ્રતિમા ધરતીમાતાની હોય એવું જણાય છે.યોગ મુદ્રામાં માથા
પર શિંગડાવાળો મુગટ ધારણ કરેલા પુરુષ દેવતા, પશુપતિનાથ (આદિશિવ) હોવાનું
મનાય છે.
અહી આખલા અને પીપળાના વૃક્ષની પૂજા પ્રચલિત હતી.પશુઓ, વૃક્ષ, પવિત્ર પ્રતિકો, જળ અને અગ્નિપૂજા કરતાંફકત કાલીબંગન અને લોથલમાંથી અગ્નિવેદીઓ કે હવનકુંડ મળે છે જે યજ્ઞ (હવન) માટે હોવાનું જણાય છે.
મૃતકને દાટવાની અને અગ્નિ સંસ્કારની બંને રીતો પ્રચલિતહડપ્પામાં મૃતકોને દફનાવવાની જ્યારે મોંહે-જો -દડોમાં દહન પ્રથા હતીલોથલ અને કાલીબંગનમાંથી યુગ્મ સમાધિઓ મળી છે.
મૃતક સાથે માટીના વાસા, બંગડી, મોતી, તાંબાના દર્પણ મુકતા. તેઓ પુર્નજન્મમાં
વિશ્વાસ કરતા હશે એવું જણાય છે.

સિંધુખીણ સભ્યતાની લિપિ

 • 400 શબ્દો ધરાવતી આ લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી. જોકે આ લિપિને ઉકેલી શકાઈ નથી છતાં, ચિત્રલિપિ હોવાનું મનાય છે.
 • સિંધુ સભ્યતાની લિપિ ભાવચિત્રાત્મક છે જેને ‘બેસ્ટ્રોકેડસ લિપિ’ પણ કહેવાય છે.
 • આ લિપિમાં પ્રથમ પંક્તિ જમણી બાજુથી ડાબી બાજુ અને બીજી પંક્તિ (લાઈન) ડાબી બાજુથી જમણી બાજુ લખવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રજા ‘બ્રાહુઈ’ ભાષા બોલતી હતા.
 • ઈ.સ.1853માં એલેઝાન્ડર કનિંગહામ દ્વારા સિંધુ લિપિને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
 • સિંધુ લિપિએ હડપ્પાકાલીન અનેક મુદ્દાઓ ઉપર જોવા મળે છે.
 • એલેઝાન્ડર કનિંગહામના મત અનુસાર સિંધુ લિપિ એ બ્રાહ્મી લિપિને મળતી આવે છે.
 • આ લિપિમાં કુલ 64 મૂળ અક્ષર અને 250-400 ચિત્રપ્રતીકો (Pictograph) છે.
 • ચિત્રના રૂપે લખાયેલ દરેક અક્ષર કોઈ ધ્વનિ, વસ્તુ કે ભાવનો સૂચક છે.
 • સૌથી વધારે ચિત્ર ‘U’ અને માછલીનો આકાર પ્રાપ્ત થયા છે,

શિલ્પ અને ઉદ્યોગ

 • સિંધુખીણ સભ્યતાની પ્રજા શિલ્પ અને ઉદ્યોગમાં પથ્થર, તાંબુ અને કાંસાનો મુખ્ય ધાતુ તરીકે ઉપયોગ કરતી હતી તથા તેઓ લોખંડથી અજાણ હતા,
 • તેઓ સોના–ચાંદીની વસ્તુઓ (દાગીના) બનાવતા હતા. સોનાની વસ્તુઓમાં મોતી, બાજુબંધ તથા સોય જેવા ઘરેણાંનો સમાવેશ થતો હતો. પરંતુ સોના કરતા ચાંદીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હતો.
 • ઘણાં સ્થળો પરથી મોટા પ્રમાણમાં ચાંદીના દાગીનાના પુરાવા મળી આવ્યા છે.
 • અહીંથી તાંબાના ઓજાર તેમજ હથિયારો પણ ઘણા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે.
 • સામાન્ય ઓજારોમાં કુહાડી, સિંધુ સભ્યતાના આભૂષણો ખારો, છીણી, ચાકુ, ભાલા તથા તીરનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના કૃષિ સાથે સંકળાયેલા ઓજારો મળ્યા છે.
 • જો કે તલવાર જેવા શસ્ત્રો મળતા નથી એ મહત્વપૂર્ણ છે.
 • સિંધુ સંસ્કૃતિની શિંગડાવાળી દેવીની છબીવાળો ઘડો પાદરી નામના સ્થળેથી મળી આવ્યો હતો.
 • સિંધુ સભ્યતાની પ્રજા પથ્થરમાંધી બનેલા ઓજારોનો પ્રમાણમાં વધુ ઉપયોગ કરતી હતી.
 • તાંબુ મોટાભાગે રાજસ્થાનના ખેતડી નામના સ્થળેથી મેળવવામાં આવતું હતું જ્યારે સોનું હિમાલયની નદી કિનારાના વિસ્તારોમાંથી અને દક્ષિણ ભારતમાંથી મેળવવામાં આવતું હતું. આ ઉપરાંત, ચાંદી મુખ્યત્વે મેસોપોટેમિયા (વર્તમાન ઈરાક)થી આયાત કરવામાં આવતી હતી.
 • તાંબા અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાંસુ બનાવવાની કલાના તેઓ જાણકાર હતા. જેનું ઉદાહરણ મોહેં–જો–દડોથી મળી આવેલી કાંસાની નર્તકીનો પુરાવો છે. તેનું માથું પાછળની બાજુ ખેંચાયેલું, નીચે ઢળતી આંખો, જમણો હાથ કમર નીચે અને ડાબો હાથ નીચે લટકતો બતાવે છે કે આ આકૃતિ નૃત્યની મુદ્રામાં છે, તેના વાળની લટગૂંથેલી છે. આ ઉપરાંત, તેણે ઘણી બધી બંગડીઓ પહેરેલી પણ દેખાઈ આવે છે. આ સિંધુખીણ સભ્યતાનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. જેને કાંસ્ય નૃત્યાંગનાની મૂર્તિ પણ કહે છે.
 • મણકા બનાવવાની કલા એ અહીંની મુખ્ય શિલ્પકલા માનવામાં આવે છે.
 • કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પો બનાવવામાં આવતા હતા.
 • અકીક અને માણેક જેવા રત્નોમાંથી મોતી બનાવવામાં આવતા હતા જ્યારે મોતી અને મુદ્રાઓ બનાવવામાં સ્ટીએટાઈટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
 • ચાન્યુદડો અને લોથલમાં મોતી બનાવવાના કારખાનાના ઘણાં પુરાવા મળી આવ્યાં છે.
 • અહીંથી સોના–ચાંદીના મણકા પણ મળી આવ્યા છે,
 • હાથદાંતથી નકશીકામ અને મોતીના બાજુબંધ તથા અન્ય સુશોભિત ચીજવસ્તુઓ પર મીનાકારી કરવાની પ્રથા પણ હતી. આના પરથી અનુમાન લગાવી શકાય કે સિંધુખીણ સભ્યતાની પ્રજા શિલ્પકામ અને કલાકારીગરીમાં નિપુણ હતી.
 • સિંધુખીણ સભ્યતાની મોહેં–જો–દડો સ્થળેથી મળી આવેલ દાઢીવાળા પુરુષની પથ્થરની એક પ્રતિમા એક પ્રસિદ્ધ કલાકૃતિ છે. તેની આંખો અર્ધખુલ્લી હોવાથી તે ધ્યાન મુદ્રામાં હોવાનું જણાય છે. તેણે ડાબા ખભે ભરતકામ કરેલી શાય ઓઢેલી લાગે છે, કેટલાંક વિદ્વાનોને મતે આ મૂર્તિ કોઈ સંત-પૂજારી કે ધર્મ પ્રચારક અથવા તો પુરોહિતના ધડની હોવી જોઈએ.
 • હડપ્પન વસાહતોમાંથી 3000 થી વધુ મુદ્રાઓ મળી આવી છે. પ્રાચીન કારીગીરી ક્ષેત્રે આ મુદ્દાઓ સિંધુ સભ્યતાનો મહત્વનો ફાળો ગણાવી શકાય. આ મુદ્દાઓ સામાન્ય રીતે ચોરસ (ચતુષ્કોણીય) છે અને તે શેલખડીની બનાવેલી છે પણ કેટલીક વર્તુળાકાર મુદ્રાઓ પણ મળી આવી છે. કેટલીક મુદ્દાઓમાં માત્ર લિપિ છે, જયારે કેટલીકમાં માનવ અને અર્ધમાનવ આકારો છે.
 • કેટલીક મુદ્રાઓમાં ભૌમિતિક ડિઝાઈનો જણાય છે. તત્કાલીન સમયમાં મુદ્દાનો ઉપયોગ આધ્યાત્મિક હેતુ માટે તાવીજ તરીકે કરવામાં આવતો હતો.
 • પુરુષના ધડના બે નાના શિલ્પો હડપ્પામાંથી મળી આવ્યા છે. એમ માનવામાં આવે છે કે તે ઉત્તર હડપ્પીય સમયના છે. આ શિલ્પોનો આબેહૂબ અને સુંદર નમૂનેદાર માંસલદે અદ્ભુત છે.
 • હડપ્પના લોકોએ પોતાની કલાત્મક કૃતિઓ માટે પથ્થર કે ધાતુનો મોટા પાયે ઉપયોગ કરેલો જણાતો નથી. આવા અવશેષોની પ્રાપ્તિ વિરલ છે.
 • હડપ્પાના ઘણા બધા સ્થળેથી પુરુષો, મહિલાઓ અને પશુઓની માટીમાંથી બનેલી અસંખ્ય મૂર્તિઓ મળી આવી છે. આમાં મહિલાઓની મૂર્તિઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે. તેથી એમ માની શકાય કે આ સભ્યતાના લોકો માતૃદેવીની પૂજા કરતાં હશે તથા આ સંસ્કૃતિ માતૃપ્રધાન સંસ્કૃતિ હશે. આ
 • ઉપરાંત પશુ-પક્ષીઓ જેવા કે વાંદરા, કૂતરાં, ઘેટા, પાલતુ પશુઓ, ખૂંધવાળા બળદ વગેરેની અનેક પ્રકારની પ્રતિમાઓના પુરાવા પણ મળી આવ્યા છે. તેમ છતાં આ સંદર્ભે સૌથી નોંધપાત્ર પુરાવો પકવેલી માટીમાંથી બનાવવામાં આવેલી બળદગાડી છે. આ આકૃતિઓથી એ સ્પષ્ટ થાય છે કે આજના જમાનામાં જે બળદગાડાં વપરાય છે તેના પૂર્વજો જેવા પૂર્વ સ્વરૂપ જેવા આ નમૂનાઓ છે.
 • તે ઉપરાંત ઈજિપ્તના મમીને મળતી આવતી પકવેલી માટીમાંથી બનાવેલી આકૃતિઓ પણ મળી આવેલ છે.
 • પશુઓની આકૃતિઓમાં ભારતીય જંગલી પાડો (Bison), વૃષભ, ગેંડો, વાઘ અને હાથી જણાય છે.
 • આ સભ્યતાના લોકો સામાજિક જીવનમાં ઘોડાથી અપિરિચત હતાં.
 • નરપશુના સંયુક્ત સ્વરૂપો અથવા વિવિધ પશુઓની એક સંયુકત આકૃતિઓ બનાવેલી છે.
 • મુદ્રાઓનો ઉપયોગ દૂરના શહેરના માલસામાનના વિનિમય માટે થતો હશે.
 • મોહ–જો–દડોમાંથી મળી આવેલ મુદ્રાઓમાં ત્રણ શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ છે, જેને ઇતિહાસકારો પશુપતિના” (શીવજી)નું સ્વરૂપ માને છે, કારણ કે આ દેવતાની આસપાસ જમણી તરફ હાથી, વાઘ અને ડાબી તરફ ગેંડો, ભેંસ જેવાં પશુઓ અંકિત થયેલા છે.
 • આ સભ્યતાની શિલ્પકલામાં માટીકલા સૌથી ઉત્કૃષ્ટ જણાય છે.
 • માટીના વાસણો કુંભારના ચાક પર ચઢાવી ને બનાવવામાં આવતા હતા. તેના પર લાલ અને કાળા રંગથી વિવિધ ભૌમિતિક આકારના ચિત્રોથી સજાવટ કરવામાં આવતી હતી.
 • તે સમયના માટીના વાંસણો પર પશુ, પક્ષી, વૃક્ષ, માછલી અને વૃક્ષના પાનના ચિત્રો પણ જોવા મળે છે.

વેપાર અને વાણિજ્ય

 • ગુજરાતના પુરાતત્વશાસ્ત્રી ડો. હસમુખ સાંકળિયાના મતે ‘લોથલ ફક્ત ગુજરાતનું જ નહિ પણ ભારતનું પ્રાચીનત્તમ બંદર હતું.’હડપ્પીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ગણી શકાય.
 • સિંધુખીણની સભ્યતાના નિવાસીઓની નગરીય અર્થવ્યવસ્થાની એક મહત્વપૂર્ણ ખાસિયત એ હતી કે ‘દેશનું આંતરિક (પ્રાદેશિક) તેમજ બાહ્ય (વિદેશ સાથે) એમ બંને પ્રકારનું વ્યાપારિક માળખું’,
 • નગરની વસતી પોતાની ખાઘસામગ્રી તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે પોતાની આસપાસનાં ગામડાઓ પર નિર્ભર રહેતી હતી. તેથી ગામડાં અને નગરો વચ્ચે પારસ્પરિક સંબંધો સ્થાપિત થયા અને એક વેપારી ઊભો થયો જેણે વિદેશો સાથે પણ ખાસ કરીને મેસોપોટેમિયા સાથે વ્યાપારની શરૂઆત કરી હતી.
 • લોથલ અને તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, કાર્નેલિયન અને અકીક તેમજ શેલખડીનું ઉત્પાદન સવિશેષ થતું હતું.
 • તે ઉપરાંત શિલ્પીઓને પોતાની ચીજ વસ્તુઓ બનાવવા માટે અનેક પ્રકારની ધાતુઓ તેમજ બહુમુલ્ય રત્નોની જરૂર પડતી હતી. પરંતુ તે સ્થાનિક કક્ષાએ મળતી ન હોવાને કારણે તેને બહારથી મંગાવવી પડતી હતી. પોતાના ઉદ્દગમ સ્થળથી દૂર આવા કાચામાલની જરૂરિયાતને કારણે એવું જણાયું છે કે એવી ચીજ વસ્તુઓ ચોક્કસપણે એ સ્થળોએ વસ્તુ વિનિમયની પ્રક્રિયા થકી જ પહોંચી હશે.

નોંધ : આ સભ્યતાના લોકો દ્વારા પોતાની વચ્ચે વેપાર અને વિનિમય માટે માપ અને તોલની એક સરખી પતિ તેમણે અપનાવવી હતી. તેમનું તુલ્તાત્મક પ્રમાણ 1, 2, 4, 8 થી 64 અને 160 સુધી અને દશાંશમાં ગુણાકો 16 થી 320, 640 , 1600, 3200 વગેરે દ્વિગુણ પધ્ધતિ અપનાવતાં. તેમાં 16 અને 32 ના તોલના સાધનો વધુ પ્રમાણમાં મળી આવે છે. તોલ માટેના વજનિયાં ચૂનાના પથ્થર, શેલખડી વગેરેના બનેલા જોવા મળે છે જે સામાન્ય રીતે ઘનાકાર ધરાવે છે.

 • તે સમયમાં મુદ્રા અને તેના ઉપર દર્શાવાતા મુદ્રાંકનો મોટી સંખ્યામાં સિંધુ સભ્યતાની વસાહતોમાંથી મળી આવ્યા છે, જે તેની માલિકીના હકનું ચિહ્ન છે, આ મુદ્રાંકનોનો ઉપયોગ ત્યાંના સ્થાનિક લોકો પોતાનો માલ દૂરના પ્રદેશોમાં મોકલવા માટે તે માલની ગુણવત્તાની જામીનગીરીના ચિહ્નરૂપે કરતા હતાં. જેના અવશેષો મુદ્રાંકનો ઉપર રહેલી દોરડાની છાપ તથા તેની પાછળની બાજુ શણના કે ઘાસના તાંતણા પરથી પ્રાપ્ત થાય છે.
 • રાજસ્થાનના ખેતડી ખાતે તાંબાનું વધુ ઉત્પાદન થતું હોવાથી લોકો અહીં આવેલી તાંબાની ખાણોમાંથી તાંબુ મંગાવતા હશે.
 • કર્ણાટક ખાતેની કોલારની સોનાની ખાણો તેમજ હિમાલયની નદીઓના તટપ્રદેશથી મોટેભાગે સોનું મળી રહેલું હોવાની સંભાવના છે.
 • ચાંદીનો ઉપયોગ સોનાના પ્રમાણમાં વધુ થતો હોવાને કારણે મેસોપોટેમિયા પાસેથી ચાંદી મંગાવવામાં આવતી હશે.
 • મોતી બનાવવા માટે જરૂરી કિંમતી રત્નો–નીલમ અને લાપીઝલાઝૂલી (વૈર્યમણિ) જેવા કિંમતી પથ્થરો અફઘાનિસ્તાનની ઉત્તરે સ્થિત બદકશાનની ખાણોમાંથી મેળવવામાં આવતા હશે.
 • ચાન્હેંદડોમાંથી પથ્થરના મણકાની નિકાસ થતી હતી.
 • ફિરોઝા અને પન્ના એ મધ્ય એશિયામાંથી આયાત કરાતા રત્નો હતાં.
 • ગોમેદ, સ્ફટિક, કાર્નેલિયનની આયાત પશ્ચિમ ભારતથી કરવામાં આવતી હતી.
 • છીપલાં અને શંખ વગેરે ગુજરાત તેમજ નજીકના સમુદ્રિતટ પ્રદેશોમાંથી આવતાં હશે.
 • સારા પ્રકારનું ઈમારતી લાકડું તથા બીજાં કેટલાક વન્ય ઉત્પાદનો મોટેભાગે જમ્મુ-કશ્મીર જેવા ઉત્તરના વિસ્તારોથી આવતા હશે.
 • સિંધુ સભ્યતાના નિવાસીઓ મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે વિદેશ વ્યાપાર ઓમાન અને બહેરિન દ્વારા લોથલ અને સુતકાન્જેન્ડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી કરતા હતા.
 • સુસા, ઉર અને મેસોપોટેમિયાનાં શહેરોમાંથી બે ડઝન જેટલી હડપ્પીય મુદ્રાઓ તથા માટીના વાસણો અને કિંમતી પથ્થરો મળી આવ્યા છે જેના પરથી કહી શકાય કે, ઈરાની અખાતના ઓમાન, સુસા, બહેરિન, ક્રિસ તથા ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો હશે.
 • જોકે તે વિસ્તારોની કલાકૃતિઓ સિંધુ સભ્યતાના સ્થળોએથી પ્રમાણમાં ઓછી મળી હોવા છતાં પશ્ચિમ એશિયાના પારસીઓની (ઈરાની) એક મ્હોર (મુદ્રા) લોથલ ખાતેથી મળી આવી છે. જેના પરથી આવા વિદેશ સંબંધોનો ખ્યાલ આવે છે.
 • મેસોપોટેમિયામાંથી અક્કડના રાજા સારાગોનનો એક શિલાલેખ મળી આવ્યો છે જેમાં દિલમુન, મેલુહા અને મુગન સાથે પોતાના દેશનો સમુદ્ર વેપાર હોવાની વાત કરવામાં આવી છે. આ શિલાલેખમાં વપરાયેલ શબ્દ મેલુહાએ હડપ્પીય સભ્યતા માટે વપરાયેલો છે.
 • મુગન, મકરાણ તટ વિસ્તાર માટે તેમજ દિલમુન બહેરીન માટે વપરાયેલો શબ્દ છે. તે સમય દરમિયાન મેલુહામાંથી (હડપ્પીય સભ્યતા) મેસોપોટેમિયામાં તાંબુ, કપાસ, કિંમતી પથ્થરો, અકીક, કાર્જેલિયન, હાથીદાંત, છીપલાં, વૈમિણી, મોતી તથા અખનૂસ વગેરે ચીજ વસ્તુઓ મોક્લવામાં આવતી હતી. તેમજ મેસેપોટેમિયાથી હડપ્પા ખાતે આયત કરવામાં આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર વસ્ત્રો, ઉન, અત્તર, ચામડાની બનાવટો તથા ચાંદી અને ટીન મુખ્ય હતી. ચાંદી સિવાય ઉપરોકત તમામ ચીજો ઝડપથી નષ્ટ થઈ જાય તેવી હોવાને કારણે હડપ્પા ખાતેથી એના કોઈ વિશેષ અવશેષો મળી આવ્યા નથી.

સિંધુખીણ સભ્યતાના પતનનાં કારણો


અલગ અલગ વિદ્વાનો દ્વારા સિંધુખીણ સભ્યતાના પતનનાં કારણો ઈ.સ.પૂર્વે 2200 થી અલગ અલગ બનાવવામાં આવેલા છે. જે નીચે મુજબ છે. જોકે એક વાત ખાસ યાદ રાખજો કે અ તમામ માત્ર અનુમાન છે, સચોટ કારણ આજ સુધી જાણી શકાયું નથી

આર્યોનું આક્રમણ : માર્ટીમર વ્હીલર, રામપ્રસાદ ચંદ્રા અને ગાર્ડન ચાઈલ્ડના મત મુજબ સિંધુ સભ્યતા પર આર્યોનું આક્રમણ થયું હોવાનું મનાય છે. મોહેં–જો–દડોમાંથી પ્રાપ્ત થયેલા 42 નર કંકાલોને આધારે માર્ટીમર વ્હીલરના મત મુજબ આર્યોનું આક્રમણ મુખ્ય કારણ ગણે છે. પ્રોફેસર મીડોના મત મુજબ સિંધુ સભ્યતામાં સૌથી મોટું સંઘર્ષ વિદેશી પ્રજા સાથે થયું હોવાનું માનવામાં આવે છે. જોકે આજે આ આર્યોની ભારતમાં આવવાની વાત જ ખોટી સાબિત થઇ ગઈ છે તો આર્યોનું આક્રમણ થવાની વાતો કોઈ ઉલ્લેખ કરવો જ મૂર્ખતા છે.

સમુદ્ર તટનું ભૂમિમાં સ્થળાંતર : એમ.આર.સહાનીના મત મુજબ સિંધુ સભ્યતાનું પતનનું મુખ્ય કારણ મોટા પ્રમાણમાં જળપ્લાવિત વિસ્તારમાં ફેરવાય જવું હતું. રોબર્ટ રાઈકસના મત મુજબ મોહેં–જો–દડોની આજુબાજુ અરબ સાગરના કિનારા પર થયેલી ગતિવિધિને જવાબદાર ગણવામાં આવે છે.

કુદરતી સંશાધનનો બેફામ ઉપયોગ : સિંધુ સભ્યતાના લોકો કૃષિના વિકાસ માટે પ્રાકૃતિક સંશાધનો તથા માનવ વસાહત માટે ઈંટોના બનાવટ માટે પ્રાકૃતિક સંશાધન પર વિપરીત અસર થઈ. જેના પરિણામ સ્વરૂપે માટીની ગુણવત્તામાં ઘટાડો, પૂરની સ્થિતિમાં વધારો તથા માટીમાં ક્ષારતાનું પ્રમાણ વધવા લાગ્યું. આમ માનવ અને કુદરતી સંશાધનો વચ્ચેની અસમતુલા પણ એક કારણ ગણી શકાય.

નદીઓના માર્ગમાં પરિવર્તન : એચ.ટી.લેબ્રીક, માધો સ્વરૂપવત્સના મત મુજબ મોહેં–જો–દડો, હડપ્પા અને કાલીબંગાનનું પતનનું મુખ્ય કારણ અનુક્રમે સિંધુ, રાવી અને ઘગ્ગર નદીઓના માર્ગ પરિવર્તનને ગણવામાં આવે છે. ભૂગર્ભ શાસ્ત્રીના મત મુજબ યમુના અને શતલજ નદી પહેલા ઘગ્ગર (લુપ્ત સરસ્વતી) નદીને મળતી હતી. પરંતુ ભૂગર્ભીય પરિવર્તનને કારણે યમુના ગંગાતંત્ર અને સતલજ સિંધુ નદી તંત્રમાં પરિવર્તિત થઈ. જેના કારણે ઘગ્ગર નદીનો જળપ્રપાત ઓછો થયો અને આજુબાજુનો વિસ્તાર દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડયો.

ગરમીનું વધુ પ્રમાણ : તાજેતરમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંયુકત સંશોધાનનાં પરિણામ સ્વરૂપે સિંધુ સભ્યતાનું પતનનું કારણ મોસમમાં આવેલો અચાનક બદલાવને ગણવામાં આવે છે, જે મુજબ 200 વર્ષ સુધી સતત ગરમીનો આ પ્રજાએ સામનો કર્યો હતો.

નદીમાં આવેલું પૂરઃ એસ.આર.રાવ, જ્હોન માર્શલના મત મુજબ મોહેં–જો–દડો, ચાહુદડો અને લોથલમાં આવેલા પૂરને કારણે આ સભ્યતાનું પતન થયું હોવાનું મનાય છે. વિદ્વાનોના મત મુજબ સિંધુ સભ્યતાના મોટા ભાગના નગરો નદી કિનારે વિકસ્યા હોવાને કારણે અવાર નવાર પૂરનો સામનો કરતા હતા.

જળવાયુ પરિવર્તનઃ અમલદાનંદ ઘોષ, ગુરુદીપ સિંહના મત મુજબ જલવાયુ પરિવર્તનને કારણે પ્રદૂષિત વાતાવરણની સાથે સાથે વેપારની ગતિવિધિઓ પર વિપરીત અસર થઈ. જેને લીધે આર્થિક વ્યવસથા પર
નકારાત્મક અસર થઈ.

આંતરિક વિગ્રહ : જ્હોન માર્શલના મત મુજબ ટોળાશાહી વ્યવસ્થામાં ટોળાનો કે જૂથનો મુખિયો બનવા માટે આંતરિક વિગ્રહ થયા. જેમાં બળિયાના બે ભાગની સ્થિતિ સર્જાતા મોટા ભાગના લોકોનો વિનાશ થયો.

સિંધુ ખીણની સભ્યતા ( ભારતીય સભ્યતા ) લખવાનું કારણ

સિંધુ ખીણની સભ્યતા ( ભારતીય સભ્યતા ) લખવાનું કારણ આ લ્ર્ખ્માં જ આવી ગયું છે. આખી સભ્યતામાં જે પુરાવાઓ મળી આવ્યા છે એ આજે પણ ભારતીય સભ્યતામાં વિદ્યમાન છે. પુરાતન પુરાવાઓમાં ખપી જતા માતૃ મૂર્તિઓ , પશુપતિનાથ મહાદેવ , સ્વસ્તિક , અનાજ દળવાની ઘંટીઓ , સ્ત્રી મહત્વ , વ્યાપાર અને અન્ય વસ્તુઓ આજે પણ ભારતીય સભ્યતામાં વિધ્યામાન છે તો સિંધુ ખીણની સભ્યતા અન્ય સભ્યતા નાં હોવાને બદલે ભારતીય સભ્યતા જ છે .

2 thoughts on “સિંધુ ખીણની સભ્યતા ( ભારતીય સભ્યતા )”

 1. ખુબ જ સરસ રીતે ભારતની વાસ્તવીકતા બતાવી છે. જે આપણા પુસ્તકો આપડાથી છુપાડી રહ્યા છે. આપણી સંસ્કૃતીને આપડાથી છુપાડી છે. જે ચોક્કસથી ભારતના દરેક નાગરિકને ખબર હોવી જોઈએ પણ આ બધું તો આપડી સરકાર જાગે અને પુસ્તકોને સુધારવાનું કામ શરૂ કરે તો જ ખબર પડે.

  Reply

Leave a Comment