લક્ષ્મણ રેખા એટલે શું ?
આજે આપણે વાત કરવાનાં છીએ લક્ષ્મણ રેખા વિશે ! નામ વાંચી એમાં શું વાત હશે એમ વિચારી જો આ લેખ અહીથી જ અધૂરો મૂકી જવાનું વિચાર્યું હોય તો અમે ખાતરી આપીએ છીએ કે તમે એક વિશેષ જ્ઞાનની વાત ચૂકી જશો એની ખાતરી અમે આપીએ છીએ ! લક્ષ્મણ રેખા વિશે વાત શરૂ કરીએ એ પહેલાં એક સંવાદ વિશે વાત કરીએ ! આજે કોઈ બે વ્યક્તિ વાત કરતાં હોય અને અચાનક બન્ને વચ્ચે કોઈ બાબત પર ડખો થઈ જાય તો એમાંથી એક એમ બોલે કે ભાઈ , છાનો માનો હાલતો થા ! તો બીજી કહે કે ભાઈ તો તું પણ તેલ લેવા જા ! હવે સેંકડો વર્ષ પછી કોઈ આ સંવાદ વાંચે અને તેલ લેવા જા વાંચી એવો અર્થ કરે કે ભાઈ આ તો ખાવાનું તેલ તેલ લેવા જવાની વાત કરી રહ્યા છે ! મોટી બબાલ માત્ર તેલ લેવા જવા જેવી સામન્ય વાત લાગે ! કેમકે એ સમયે આ સમયે ઉપયોગમાં લેવાયેલા શબ્દો પાછળનો ભાવાર્થ ખ્યાલ ના આવે તો આવા ભગા થવાના જ ને ! હવે આ તો માટે સેંકડો વર્ષ કહ્યા આપણે જ્યારે અનાદિ કાળથી અસ્તિત્વમાં રહેલા સંસ્કૃત ગ્રંથો ( ગ્રંથ કહી વાસ્તવમાં તો એ મહાન કૃતિઓનું અપમાન જ કર્યું કહેવાય છતાં અહીં આમારી આ વાત ચલાવી લો !) માં કહેવાયેલી વાત સંસ્કૃત નો સ પણ નાં જાણનાર કઈ રીતે સમજી શકવાના ? આજે એવા જ એક શબ્દ લક્ષ્મણ રેખા વિશે આજે ફોડ પાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ! આશા છે કે તમામને ઉપયોગી બનશે !
શરૂઆતમાં જ ફોડ પાડી દઈએ કે ટીવી માં આવતી રામાયણ કે મહાભારત સિરિયલ જેવું વાસ્તવમાં રામાયણ કે મહાભારતમાં બધું જ નથી ! કેમકે વાસ્તવિક રીતે તેનો અભ્યાસ કર્યા વિના તેની વિશે વાત કરવી એ એલિયનને જોયા વિના તેની સુંદરતા વિશે વાત કરવા જેવું છે ! રામાયણમાં લક્ષ્મણ રેખા ની વાત કરીએ તો શ્રી રામ પિતાની આજ્ઞા માની વનમાં સીતાજી અને લક્ષ્મણ સાથે જાય છે! સોનેરી હરણ પાછળ શ્રી રામ જાય છે ત્યારે માતા સીતાની આજ્ઞાથી લક્ષ્મણજી પણ શ્રી રામ પાસે જાય છે પણ જતા જતા લક્ષ્મણ પોતાના તીરથી જે ઝૂંપડીમાં તેઓ રહેતા હતા તેની આસપાસ એક રેખા દોરી દે છે ને માતા સીતાને એ રેખાની બહાર નીકળવાની મનાઈ કરે છે ! હવે આ તીરથી જે રેખા દોરાઈ તેને આપણે લક્ષ્મણ રેખા કહીએ છીએ પણ શું વાસ્તવમાં લક્ષ્મણ રેખા આવી હતી ? ચોખ્ખા શબ્દોમાં કહીએ તો બિલકુલ નહિ ! તો ?
તો વાંચો હવે !
વાત એમ છે કે લક્ષ્મણ રેખા વાસ્તવમાં કોઈ ધરતી પર દોરવામાં આવતી રેખા નહિ પણ વિદ્યા હતી જેનું પ્રાચીન નામ છે સોમતિતી વિદ્યા ! જેવી રીત ગણિત , ચિત્ર , જ્યોતિષ , બાણવાળી વગેરે વિદ્યાઓ છે એવી જ ! પણ આ સોમતિતી વિદ્યા ખૂબ દુષ્કર હતી ! આખી પૃથ્વી પર માત્ર ચાર ગુરુકુળમાં જ તે શિખવવામાં આવતી હતી ! અને એ ચાર ગુરુકુળ હતાં…મહર્ષિ વિશ્વામિત્ર નાં ગુરુકુળમાં , મહર્ષિ વશિષ્ઠનાં ગુરુકુળમાં , મહર્ષિ ભારદ્વાજનાં ગુરુકુળમાં અને ઉદ્દાલક ગૌત્રના આચાર્ય શિવકામકેતુના ગુરુકુળમાં ! હવે આ વિદ્યા ત્યારે જ હતી એવું નથી ! આ વિદ્યાનો ઉલ્લેખ વેદોમાં છે ! એક વેદમંત્ર છે ,”
सोमंब्रही वृत्तं रत: स्वाहा वेतु सम्भव ब्रहे वाचम प्रवाणम अग्नं ब्रहे रेत: अवस्ति …! હવે અમે કોઈ સંસ્કૃતના જ્ઞાની નથી ! પણ એટલી માહિતી છે કે આ વેદમંત્ર આજના સ્માર્ટફોનમાં આવતા લોક કોડ જેવો જ કોડ છે ! કેમકે આ અમે નહીં શ્રૃંગી નામના મહાન ઋષિ કહે છે . આ મહાન ઋષિ કહે છે કે આ વેદ મંત્ર વાસ્તવમાં સોમના કૃતિક યંત્ર છે ! જી , તમે સાચું સમજ્યા અમારા બુદ્ધિશાળી વાચક મિત્ર ! આજના જેવું જ યંત્ર પણ અત્યંત જટિલ ! આ યંત્ર પૃથ્વી અને બૃહસ્પતિ ( ગુરુ ) વચ્ચેના અંતરિક્ષમાં કોઈ જગ્યાએ ( આ વિદ્યા જાણનારા જ જાણી શકતા કે આ જગ્યા કઈ ? અમે નથી જાણતા તો ભાઈ અમને નાં પૂછતા , દુઃખ લગાડવા બદલ માફ કરશો ! ) જ્યાં તેનું કેન્દ્ર છે ત્યાં સ્થાપિત ( ઇન્સ્ટોલ યું નો ) કરવામાં આવતું ! વાત અહીં પૂરી નથી થતી હોં! વાંચવાનું શરૂ જ રાખો ! તો અહીં આ સોમના કૃતિક યંત્ર સ્થાપિત કર્યા બાદ થતું એવું કે આ યંત્ર જળ ,વાયુ અને અગ્નિનાં પરમાણુ ( ફરી વાંચો પરમાણુ ) પોતાની અંદર શોષી લેતું ! હવે આ યંત્રમાં ગોઠવેલો કોડ ( શ્લોક ) ઉલટો કરી દો તો એક ખાસ પદ્ધતિથી અગ્નિ અને વિદ્યુતના પરમાણુ બહાર ધકેલતું ! જેને આજની ભાષામાં લેજર કહેવામાં આવે છે ! રામાયણમાં ઉલ્લેખ છે કે જ્યારે મહર્ષિ ભારદ્વાજ ભ્રમણ કરતાં કરતાં મહર્ષિ વસિષ્ઠના આશ્રમમાં આવ્યા તો તેમણે વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે રાજકુમારોની શિક્ષા અને વિદ્યા કેવી ચાલી રહી છે તો વશિષ્ઠ મહર્ષિ જણાવ્યું કે આ બ્રહ્મચારી રામ છે ને તેણે તો આગ્નેયાસ્ત્ર, વરુણાસ્ત્ર, બ્રહ્માસ્ત્રનું સંધાન કરતા શીખી લીધું છે , ધનુર્વેદમાં પણ તે પારંગત થઈ ગયો છે અને આ લક્ષ્મણ છે ને એ મહર્ષિ વિશ્વામિત્ર પાસે દુર્લભ અને દુષ્કર સોમતિતી વિદ્યા શીખી રહ્યો છે ! રામાયણમાં આગળ શ્રૃંગી ઋષિ વાત કરે છે કે લક્ષ્મણ સોમતિતી વિદ્યામાં પારંગત થઈ ગયા છે ને અન્ય બ્રહ્મચારીઓ પણ તેમાં નિપુણ બની ગયા છે. શ્રુંગી ઋષિ કહે છે કે सोमंब्रहि वृत्तं रत: स्वाहा वेतु सम्भव ब्रहे वाचम प्रवाणम अग्नं ब्रहे रेत: अवस्ति ..! આ મંત્રને સિદ્ધ કરવાથી લક્ષ્મણ સોમના કૃતિક યંત્ર ચલવવાની વિદ્યા જાણતા હતાં! આ મંત્રને સિદ્ધ કરી ( વિદ્યા શીખી ) આ યંત્ર ને ચલાવી શકો ! જેમાં સોમના કૃતિક યંત્ર માં શોધાયેલા પરમાણુમાં આકાશીય વિદ્યુત મેળવી તેની એક રચના બનાવવામાં આવતી ! પછી આ યંત્રને એકિતવેટ કરી તેની મદદથી પૃથ્વી પર લેજર બીમ જેવી રેખા પૃથ્વી પર ગોળાકાર બનાવી દો તો એમાં રહેલી ચીજ યા વ્યક્તિ અંદર સુરક્ષિત રહેશે ! અંદર રહેલી વ્યક્તિ અંદરથી બહાર આવી શકે પણ જો બહારથી કોઈ બળજબરી અંદર પ્રવેશ કરે તો તેને અગ્નિ અને વિદ્યુતનો એવો ઝટકો લાગશે કે તે ત્યાં જ રાખ બની જાય ! બ્રહ્મચારી લક્ષ્મણ આ સોમતિતી વિદ્યાના એવા જાણકાર અને વિદ્વાન બની ગયા કે સમય જતા આ વિદ્યા સોમતિતી નામનાં બદલે લક્ષ્મણ રેખાનાં નામથી ઓળખાવા લાગી ! બોલો ! ક્યાં આધુનિક ટેકનોલોજીનો શરમાવે એવી મહાન વિદ્યા અને ક્યાં રામાયણ સિરિયલમાં , રામકથામાં અને આપણાં મનમાં રહેલી લક્ષ્મણ રેખા ! તો ગર્વ અનુભવો તમે એ મહાન વિભૂતિઓનાં દેશ ભારતના નાગરિક છો !
એવું નથી કે માત્ર લક્ષ્મણ જ આ સોમતિતી વિદ્યા જાણતા હતા ! મહર્ષિ દધીચિ , મહર્ષિ શાંડિલ્ય પણ આ વિદ્યા જાણતાં હતાં ! કહેવાય છે કે યોગેશ્વર ભગવના શ્રી કૃષ્ણ આ વિદ્યા જાણનારા અંતિમ હતાં! તેમણે કુરુક્ષેત્રના ધર્મ યુદ્ધના મેદાનમાં ચારે તરફ આ વિદ્યાથી રેખા ખેંચી દીધી હતી જેથી યુધ્ધમાં જેટલા ભયાનક શસ્ત્રોનો ઉપયોગ થાય તેની અગ્નિ તેનો તપ યુદ્ધ ક્ષેત્ર સિવાયના વિસ્તારોમાં બીજાં પ્રાણીઓને અસર નાં કરે !
હવે એક આડવાત મુગલો અને વિદેશીઓ દ્વારા કરોડો કરોડો ભારતીય ગ્રંથ સળગાવી દેવામાં આવ્યા , અંગ્રેજો દ્વારા મહત્વપૂર્ણ ગ્રંથો ચોરી જવામાં આવ્યા તેના કારણે આવી તો કેટલીય અદભુત વિદ્યાઓ જે આપણાં પૂર્વજોએ શોધી હતી લુપ્ત થઈ ગઈ ! પણ તોય હા , તોય હજી અનેક વિદ્યાઓ બચી છે ! બસ હવે તેને સાચવવાનો અને તેનો અભ્યાસ કરી ભારત અને વિશ્વનું કલ્યાણ કરવા માટે યુવાનો પ્રયત્નશીલ બને એવી આશા રાખીએ !
સંદર્ભ સ્ત્રોત
– રામાયણ ( વાલ્મીકિ કૃત )
– સ્વામી સૂર્યદેવ ( ફેસબુક વોલ )