કલિ સંવત

કલિ સંવત

અમારા અગાઉના લેખમાં અમે ઘણા રચયિતાઓનો સમયગાળો કલિ સંવત કાળમાં આપેલો છે ! આ સવંત વિશે હજી ઘણાં ભારતીયો બહુ ઓછું જાણે છે અને આજની નવી પેઢીએ તો કદાચ આ નામ પણ નહીં સાંભળ્યું હોય ! જોકે ભારતીય માટે આ સવંત શબ્દ નવો નથી ! કેમકે અંગ્રેજી કેલેન્ડર સાથે ભારતીયોનું પોતાનું કેલેન્ડર છે જે ખૂબ શુદ્ધ ગણિત પર આધારિત છે. જોકે અંગ્રેજી ગયા બાદ આપણે પોતે અંગ્રેજો બની આંધળી દોટ મૂકી અંગ્રેજીયત જીવતી રાખી છે. આજે ભારતના એક પ્રાચીન સવંત વિશે જાણીએ જેનું નામ છે કલિ સવંત !

કલિ સવંત આજનાં જાણીતાં વિક્રમ સંવત કરતાં ખૂબ જ પ્રાચીન છે ! ગૂગલમાં સર્ચ કરશો તો પણ આ સંવત વિશે તમને એક બે ફકરા કરતાં વધું માહિતી નહિ મળે. જોકે અહીં આજે આ લેખમાં કલિ સંવત વિશે વિસ્તૃત માહિતી જાણવાના છીએ. કેમકે અગાઉના લેખની જેમ આધાર વિના તો લેખ લખાય જ કેમ ? તો કલિ સંવતની વાત શરૂ થાય છે છેક મહાભારત કાળથી ! હાં , મહાભારતથી! મહાભારત યુધ્ધ થયું ત્યાં સુધી ભારતીય ઇતિહાસમાં ક્યાં ક્યાં સવંત ચાલતાં હતાં એ વિશે વાત કરવી થોડી મુશ્કેલ છે કેમકે ઘણી હસ્તપ્રતો આજે પણ વિદેશીઓના કબજામાં છે અને બાકીની અહીં આવનારા જડભરત જેવા લૂંટારા અને ચોરોએ નાશ કરી દીધી ! છતાં આજે પણ જે ઉપલબ્ધ છે એનાં આધારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ભારત યુદ્ધ દ્વાપર અને કળિયુગની સંધિ કાળમાં થયું એ નિર્વિવાદ સત્ય છે! મહાભારતના જ અનેક પર્વોમાં આ સત્યની સાબિતી આપતાં અનેક શ્લોક છે! જોકે જેમણે મહાભારતની સિરિયલ જ જોઈ છે એમના માટે તો આ બાબત ૪૪૦ વોલ્ટનો ઝટકો જ સમજી લો ! જોઈએ !

૦૧. अन्तरे चैव संप्राप्ते कलिद्वापरयोरभूत् । समन्तपञ्चके युद्धं कुरुपाण्डवसेनयोः ।।
૦૨. एतत् कलियुगं नाम अचिरायव्यवर्तते । युगानुवर्तनं त्वेतत्कुर्वन्ति चिरजीविनः ।
૦૩. अस्मिन्कलियुगेऽप्यस्ति… ।
૦૪. अप्ययं नः कुरूणां स्याद् युगान्ते कालसंभृतः । दुर्योधनः कुलाङ्गारो जघन्यः पापपूरुषः ।।
૦૫. तथा त्रीणि सहस्राणि त्रेतायां मनुजाधिप । द्विसहस्रं द्वापरे तु ते तिष्ठति संप्रति ।
૦૬. संक्षेपो वर्तते राजनूद्वापरेऽस्मिन्नराधिप । गुणोत्तरं हैमवतं हरिवर्षं ततः परम् ।।
૦૭. द्वापरस्य युगस्यान्ते आदौ कलियुगस्य च । सात्वतं विधिमास्थाय गीतः संकर्षणेन यः ।।
૦૮. द्वापरस्य कलेश्चैव सन्धौ पार्यवसानिके । प्रादुर्भावः कंसहेतोर्मथुरायां भविष्यति ।

સંવતઆ આઠે આઠ શ્લોક ગળું ફાડી ફાડીને કહી રહ્યા છે કે ભારત યુદ્ધ દ્વાપર નાં અંત અથવા કળિયુગ દ્વાપરની સંધિ કાળમાં થયું ! કળિયુગના આરંભ સાથે જ કલિ સવંતનો આરંભ થયો એ પણ નિર્વિવાદ છે ! જોકે ભારતની પ્રાચીનતા સાબિત ન થાય એ માટે આજે પણ અનેક સંસ્થાઓ અને દેશ પોતાનું એડી ચોટીનું જોર લગાવતા રહે છે જેમાં વિદેશીઓ આજે પણ અગ્રેસર છે ! આ કલિ સવંત ફૂટ સાબિત થાય માટે એ માટે ફ્લીઇ જેવાઓએ તો મહાન પ્રયાસો કરેલાં છે. જોકે સત્યને ગમે ત્યાંની વછોડો એ આખરે તો સત્ય જ સાબિત થાય છે! જેઓ કહેતા કે કલિ સવંત જેવું કંઈ હતું જ નહીં એમના માટે અને એ  ભારતીય માટે જેમણે હજી પોતાનાં દેશના ઇતિહાસ વિશે જાણવા માંગે છે એમના માટે પ્રસ્તુત છે કલિ સવંત વિશેનાં પ્રાચીન આધાર ! 

કલિ સંવતનો આરંભ ભારત યુધ્ધ બાદ શ્રીકૃષ્ણ દેહાંત બાદ એટલે કે ૩૬માં વર્ષે થયો ! વાયુ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે – यस्मिन् कृष्णो दिवं यातस्तस्मिन्नेव तदा दिने । प्रतिपन्नः कलियुगस्तस्य संख्यां निबोधत।।
અર્થાત્ જે દિવસે શ્રીકૃષ્ણએ દેહનો ત્યાગ કર્યો તે દિવસથી જ કલિનો પ્રારંભ થયો ! આ ઘટનાના કેટલાક મહિના સુધી હસ્તિનાપુરમાં રાજા યુધષ્ઠિરનું રાજ્ય રહ્યું ! અલબેરુનીનો મત જોઈએ તો આશ્વ યુજના ૧૩મી એ કલિનો આરંભ થયો ! હવે આજે ઉપલબ્ધ પ્રાચીન લેખમાં ઉલ્લેખિત કલિ સંવત વિશે વાત કરીએ તો…

૦૧ કલિ સંવત ૩૪૧૮ – કોચિન નાં રાજા ચેરનો પત્ર !
૦૨ કલિ સંવત ૩૪૨૬ – તેલુગુ પ્રદેશમાં નંદિદુર્ગ નામનું એક ગ્રામ હતું ! ત્યાં કોઈ કૃષ્ણ દેવરાય દ્વારા બનાવેલું શિવ મંદિર હતું જેના એક દાન પત્ર હતો ! તેલુગુ ભાષામાં લખાયેલા આ પત્રની એક પ્રતિલિપિ મદ્રાસનાં રાજકીય ભંદરના હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહમાં આજે પણ સુરક્ષિત છે ! જેમાં લખ્યું છે – नन्दिदुर्गास्वये
ग्रामे सोमशंकररूपिणाः । कल्पूर्ति आगम गुणेष्वब्देषु जगतीपतेः ।।
टीका- जगतीपतेः परमेश्वरस्य कलिसम्बन्धिषु षडूविंशत्युत्तरचतुःशतोत्तरत्रिसहस्रात्मसंवत्सरे-“
અર્થાત્ કલિના સંવત ૩૪૨૬ માં આ મંદિરનું નિર્માણ થયું !
૦૩. કલિ સંવત ૩૬૩૭ – ચાલુક્ય કુળના સત્યાશ્રય પુલકેશીનો શિલાલેખ ! આ શિલાલેખમાં કલિ સવંત વિષયક પંક્તિઓમાં અનેક (ક) લેખકોને સંશય થયો હતો. એક બની બેઠેલા વિદ્વાને તો તેનો અર્થ ૩૩૭૫ કલિ સવંત કરે છે ! અમે નથી જાણતા કે આ આંકડો એમણે કઈ રીતે કાઢ્યો પણ જોઈએ આખરે સત્ય શું છે? શિલાલેખમાં લખ્યું છે કે – 
त्रिंशत्सु त्रिसहस्रेषु भारतादाहवादितः । सप्ताब्दशतयुक्तेषु शतेष्वब्देषु पञ्चसु ।
पञ्चाशत्सु कलौ काले षट्सु पञ्चशतासु च । समासु समतीतासु शकानामपि भूभुजाम् ।।

હવે આ સાદું સરળ સંસ્કૃત પણ અનેક લોકોએ પોતાની બુધ્ધિ મુજબ સમજ્યું છે ! એક એક ને જોઈ લઈએ !

સંવતકિલહાર્ન નો અર્થ – ૩૦+૩૦૦૦+૭૦૦+૫=૩૭૩૫ , પણ અહીં કલિ સવંત અને ૫૦+૬+૫૦૦= ૫૫૬  શક ભૂભૂજોના અર્થમાં છે. કિલહાર્ન ભાઈના અર્થમાં शतेष्वब्देषु નું પાઠમાં गतेष्वब्देषु થઇ ગયું છે ! જે ખોટું છે ! વાસ્તવિક આર્થ આમ થાય – ૩૦+૩૦૦૦+૧૦૭+૫૦૦=૩૬૩૭ !  કલિ વર્ષ જ્યાં સુધી શક ભુભૂજોના ૫૫૬ વર્ષ વ્યતીત થઈ ગયા ! આ સુધી ભારત યુદ્ધ સાથેની ગણના છે ! એટલે કે કલિથી ૩૭ વર્ષ પહેલાં !
૦૪. કલિ સવંત ૩૭૪૦ – ઋગ્વેદ ભાષ્યકાર આચાર્ય સ્કંદસ્વામીનાં શિષ્ય ઉજ્જયીનીમાં રહેનારા  શતપથ બ્રાહ્મણનાં ભાષ્યકાર હરિ સ્વામી લખે છે કે – यदाब्दानां कलेर्जग्मुः सप्तत्रिंशच्छतानि वै । चत्वारिंशत्समाश्वान्याः तदा भाष्यमिदं कृतम् ।।३
૦૫. કલિ સંવત ૩૮૭૧ – પાંડ્ય દેશના એક લેખમાં ઉત્કિર્ણ છે કે –
कलेः सहस्रत्रितयेब्दगोचरे गतेष्टशत्यामपि सैकसप्ततौ ।
कृतप्रतिष्ठो भगवानभूत्क्रमाद् इहैव पौष्णेहनि मासि कार्त्तिके ।।४
૦૬. કલિ સંવત ૩૬૭૬ – ગ્રંથોની વાત કરીએ તો ભવિષ્યોત્તર પુરાણનાં શિવ રહસ્યનાં ૧૭માં અધ્યાયમાં શ્લોક છે કે – कल्यादौ (ब्दे?) च चतुःसहस्रसहिते यत्रैकविंशोनके पुष्ये मासि विलम्बिनाम्नि खम् अगादष्टप्रजो मौद्गलः ।
पञ्चम्यां सितपक्षके भृगुदिने सत्यात्मजोदक्तटे कंसग्रामनिवासिभिः सुदर्शनः सार्धं विमानोज्ज्वलः ।
૦૭. કલિ સંવત ૪૦૪૪ – ચોલ દેશના એક તમિલ લેખમાં લખેલું છે કે – कलियुग वर्ष नालायिरतु ।
૦૮. કલિ સંવત ૪૦૬૮ – દક્ષિણ ભારતના મેંગ્લોર પાસે કદરી મંજીરનાથ મંદિરની લોકેશ્વરની મૂર્તિ વિશેના લેખમાં લખેલું છે કે –

कलौ वर्षसहस्राणामतिक्रान्ते चतुष (ष्ट) ये । पुनरब्दे गते चैव अप्यष्टषष्ट्या समन्विते । ७ ।।
गतेषु नवमासेषु कन्यायां संस्थिते गुरौ । पश्चिमेऽहनि रोहिण्याम्मुहूर्ते शुभलक्षणे ।। ८ ।।

૦૯. કલિ સવંત ૪૦૭૮ – દેવી શતકની વિવૃતિમાં કાશ્મીરક કય્યટ દ્વારા પોતાના સમય કાળ વિશે લખેલું છે કે –
वसुमुनिगगनोदधिसमकाले याते कलेस्तथा लोके । द्वापञ्चाशे वर्षे रचितेयं भीमगुप्तनृपे ।। અર્થાત્ ભીમ ગુપ્ત રાજાના રાજ્યમાં જ્યારે
કલિ સંવતનાં ૪૦૭૮ વર્ષ વીત્યા હતા !
૧૦. કલિ સંવત ૪૦૮૦ = શક ૬૦૯ !  S.I. I., Vol III, part III, No. 135.
૧૧. કલિ સંવત ૪૦૮૩ – E.I., XXII, 219. Annual Report on South Indian Epigraphy, 1907, No. 265. S.I. I. Vol. III, part III, No 138.
૧૨. કલિ સંવત ૪૯૫૯ – ભાટેર , સિલ્હટ જિલ્લો – આસામ નાં એક લેખમાં લખ્યું છે કે  – पाण्डवकुलाविपालाब्द ४१५१ जेट
૧૩. કલિ સંવત ૪૨૬૦ – સર્વાનંદ પોતાના अपरटीकासर्वस्व માં લખે છે કે-इदानीं चैकाशीतिवर्षाधि-कसहस्रैकपर्यन्तेन शकाब्दकालेन (१०८१) षष्टिवर्षाधिक हि चत्वारिंशच्छातानि कलिसन्ध्याया भूतानि (४२६०) । तथा च गणितचूडामणौ श्रीनिवासः- कलिसंध्याया ख-समय-कृत वर्षाणि (४२६०) ।।
૧૪. કલિ સંવત ૪૨૭૦ –  शास्त्रीये संवत् ४ (५) चैत्रवति वशम्यां कलेर्गतवर्षाणि ४२७० खसितम् ४२७७३० उबहौ कलिप्रमाणं ४३२००० परम भट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीमद्  अजयपालदेव  प्रवर्धमानकल्याण-विजयराऐतरेय संवत।

સંવત૧૫. કલિ સવંત ૪૬૯૪ – ઐતરેય બ્રાહ્મણના ટીકાકાર षड्गुरुशिष्य પોતાની કૃતિમાં લખે છે કે  – गर्वगाथा च मुख्येति कलिशुद्धदिने सति । वृत्तिः षाड्गुरवी जाता ब्राह्मणस्य सुखप्रदा।।’

અર્થાત્ કલિ દિન સંખ્યા ૧૫૬૭૪૪૩ માં સુખપ્રદા કૃતિ લખવામાં આવી . ૩૬૫ દિવસનું વર્ષ ગણીએ તો ૪૨૬૪ વર્ષ થાય !
૧૬. કલિ સંવત ૪૩૧૫ – દક્ષિણ ભારતના અન્ય એક લેખમાં લખ્યું છે કે  – कलियुग वरिस ४३१५।
૧૭. કલિ સંવત ૪૩૪૮ – ઓરિસ્સાના એક અર્કેશ્વરનો લેખ !
૧૮. કલિ સંવત ૪૪૮૪ – ફરી દક્ષિણ ભારતના એક લેખમાં લખ્યું છે કે –  कवरूष १३०६ कलियुग ४४८४७
૧૯. કલિ સંવત ૪૫૨૬ – નારાયણ કૃત તંત્ર સમુચ્ચય ૧૨/૨૧૬ માં !
૨૦. કલિ સંવત ૪૭૮૧ – મહાભારત ભીષ્મ પર્વની એક હસ્તલિખિત પ્રતિના અંતિમ લેખમાં લખ્યું છે કે – संख्याते
द्विजराजसिद्धऋषिवरोपायैः (४७८१) कलेर्हायने, लोके सप्तगुणर्षिरूपकमिते (१७३७) काले शकघ्ने सति ।
आनन्दस्य कृतिः श्रुतिस्मृतिमिता गीता गिरां पञ्चकात्, कर्मज्ञाननसमुच्चयोदयधिया भूयाच्छिवप्रीतये ।।

ચતુર વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ લેખમાં વિક્રમ કાળને શકઘ્ન કાળ લખેલું છે. આ તમામ લેખથી સાબિત થાય છે કે સવંત ૩૪૦૦ થી લઈને કલિ વર્ષનાં પ્રયોગના પ્રમાણ તેલુગુ , પાંડ્ય , ચૌલ , ઉજ્જયીની અને કાશ્મીર આદિ અનેક પ્રદેશોમાં આજે પણ ઉપલબ્ધ છે ! જ્યારે વધુ પ્રાચીન ગ્રંથ , શિલાલેખ અને તામ્રપત્ર પ્રાપ્ત થઈ જશે ત્યારે કલિ સંવત નો સમય ગાળો આનાથી પણ વધુ પ્રાચીન સાબિત કરી શકાશે ! આથી ફ્લીટ જેવા કહેવાતા મહાન વિદ્વાનોનો મત કલ્પિત ને નિરાધાર સાબિત થાય છે ! હાં , ફ્લીટ મહાશયનાં દેશમાં કોઈ પ્રાચીન સંવત તો હતું નહિ તો એમણે વિચાર્યું કે બીજાનાં સંવતને પ્રાચીન શા માટે માનવું ? યાદ રાખો કલિ સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૩૦૪૪ વર્ષનો તફાવત છે ! જોકે વર્ષની વાત કરીએ તો એમાંય વિભિન્ન વર્ષ આવે છે જેમકે નાક્ષત્ર વર્ષમાં ૨૭*૧૨=૩૨૪ દિવસ આવે , તો ચાંદ્ર વર્ષમાં ૩૬૦ દિવસ હોય છે ! આથી દરેક નાક્ષત્ર વર્ષ ચાંદ્ર વર્ષ કરતા ૩૬ દિવસ નાનું હોય છે. આ રીતે ૧૦ નાક્ષત્ર વર્ષ બરાબર ૬ ચાંદ્ર વર્ષ થાય ! 

ખરેખર , ભારત રહસ્યથી ભરેલો રહસ્યમય દેશ છે જે આજે પણ આધ્યાત્મિકતા અને પ્રાચીનતમ સંસ્કૃતિની ધરોહર સાચવીને બેઠો છે !

સંદર્ભ સ્ત્રોત

– મહાભારત

– ભારતનો બૃહદ ઇતિહાસ ( ભાગ ૧ )

Sharing Is Caring:

Leave a Comment