રામાયણ કેટલું પ્રાચીન છે ?

રામાયણ કેટલું પ્રાચીન છે ?

રામાયણનો રચના કાળ

રામાયણના રચના કાળની વાત કરીએ તો રામાયણ વરુણપ્રચેતનાં પુત્ર ભૃગુ અને તેમનાંથી પ્રસિદ્ધ થયેલા ભાર્ગવ કુળમાં જન્મેલા વાલ્મીકિ દ્વારા લિખિત રામાયણ દાશરથિ રામનાં સમયમાં રચાયેલ ! હવે ભગવાન રામના સમયની વાત કરીએ તો રામનો સમય ત્રેતા અને દ્વાપર યુગનાં સંધિ કાળમાં હતો ! આ વાત થઈ સવંત પ્રર્વતક વિક્રમથી લગભગ ૫૨૦૦ વર્ષ પહેલાની ! કદાચ એનાથી પણ વધુ પ્રાચીન એનાથી ઓછી તો નહિ જ ! આજે જે બ્રાહ્મણ ગ્રંથ ઉપલબ્ધ છે તેમાંથી સૌથી પ્રાચીન મનાતા બ્રાહ્મણ ગ્રંથ વિક્રમથી લગભગ ૩૪૦૦ થી ૩૫૦૦ વર્ષ પહેલાં પ્રર્વચિત થયેલા ! એનાથી પણ લગભગ ૧૭૦૦ વર્ષ પહેલા વાલ્મીકિ મુનિ રામાયણની રચના કરી ચુક્યા હતાં !

રામાયણ ની પ્રાચીનતા વિશે પાશ્ચાત્ય મત ( પહેલો )

પશ્ચિમનો રામાયણ કાલ્પનિક છે એ સૌથી પહેલો મત છે ! જેનું કારણ કેટલાક વિદ્વાનો છે જેમણે બધાંને આ વાત ઠસાવી મોટો હોબાળો કરતા ગયા ! કેટલાકને જોઈએ ! 

મેકડોનલ  : આ ભાઈ નું કહેવું છે કે The Ramayana ( is the chief of representative ) of the later ( group ) ( Kavya of artificial epic.પૃષ્ઠ નંબર – ૨૮૯ ) દેશી ભાષામાં કહીએ તો રામાયણ આર્ટિફિશિયલ ( કાગળના ફૂલ જેવું ) કાલ્પનિક કથા છે !

હાપકીન્સ – આ ભાઈ ‘ કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ‘ નામના પુસ્તકમાં લખે છે કે ‘ ગ્રંથ રૂપી  રામાયણ મહાભારત પછીની રચના છે ! ( કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા , પ્રથમ ભાગ  પૃષ્ઠ નંબર – ૨૫૯ )

ઉપરોક્ત કથનનું સમર્થન ભારતીય વિદ્વાન ( જે પાશ્ચાત્ય મતના અનુયાયી છે ) રખાલદાસ બંદોપાધ્યાયે કર્યું !

ઉપર ઉલ્લેખ કરેલા બંનેની પગલીઓ પર ચાલેલા અધ્યાપક પ્રબોધચંદ્ર સેનગુપ્તા ચાલ્યા અને તેમણે ગોળી ફોડી કે રામાયણ ગ્રંથનો રચનાકાળ ઈ.સ. પૂર્વ ૪૫૦ થી વધુનો નાં હોઈ શકે ! ( The modern work Rāmāyana cannot be dated earlier than about 450 A.D. Ancient Indian Chronology, Calcutta, 1947, Introduction, p. ix. )

રામાયણ ની પ્રાચીનતા વિશે પાશ્ચાત્ય મત ( બીજો )

જેમ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેવી જ રીતે કેટલાક પશ્ચિમી વિદ્વાનો પણ છે જે પોતે સત્ય વાત રજૂ કરતા હતા અને બની બેઠેલા પશ્ચિમી વિદ્વાનોનું ખંડન કરતાં હતાં. તેમના વિશે પણ જાણવું જરૂરી છે. કેમકે આવા વિદ્વાનોના કારણે જ આજે ભારતીય ઇતિહાસમાં નવા નવા અધ્યાય ઉમેરાઈ રહ્યા છે.

જર્મન અધ્યાપક યકોબી અને વિન્ટરનિટ્ઝનો મત છે કે આજના મહાભારતના રૂપ પહેલાં જ રામાયણ ગ્રંથ પોતાનું આજની સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો ! આ મત અનુસાર હાપકિન્સ અને રખાલ્ડાસના મતનું ખંડન થાય છે. વિન્ટરનિટ્ઝ તો ફરી લખે છે કે મહાભારત રામોપાખ્યાન રામાયણનું જ સંક્ષિપ્ત રૂપ છે ! ( The Rāmāyaṇa must already “have been generally familiar as an ancient work, before the Mahabharata
had reached its final form.” Winternitz, H.I.L., page 503. Jacobi is so sure about the Rāmāyana being the older poem, that he even takes for granted that the Mahabharata only became an epic under the influence of the poetic art of Vālmiki. ibid, p. 506. )

પાશ્ચાત્ય મતની ચકાસણી

કાશ્મીરીક આનંદ વર્ધન , પ્રસિધ્ધ કવિ ભવભૂતિ , આચાર્ય શંકર , ભાણકાર કવિ શ્યામિલક , બૌધ્ધ મત વિધ્વંસક ભટ્ટ કુમારિલ , સુબંધુ , નિરુક્ત વ્યાખ્યાનકાર દુર્ગ  , શકારી ચંદ્રગુપ્તનો સમકાલીન કવિ હરશેણ કાલિદાસ , ભદન્ત અશ્વઘોષ  અને મહાકવિ ભાસ વગેરે તમામ કવિગણ રામાયણના પ્રસંગો લઈ પોતાનાં ગ્રંથો માટે સંદર્ભ લઈ રચનાઓ રચતા આવ્યા છે. આમાંથી કલિ સવંત ૩૭૪૦માં શતપથ ભાષ્યની રચના કરનાર હરિસ્વામીનાં ગુરુ ઋગ્વેદ ભાષ્યકાર સ્કંદ સ્વામીનાં પણ પૂર્વવર્તી આચાર્ય દુર્ગ પણ વાલ્મીકિ રામાયણ ના શ્લોક ઉદ્ધૂર્ત કરતાં આવ્યા છે.

ભાદન્ત અશ્વઘોષ વિક્રમ સવંતથી પણ અનેક સદીઓ પહેલા બુદ્ધ રચિતમાં રામાયણને મહર્ષિ ચ્યવનનાં પુત્રની રચના માને છે . મહાભારતના વિરાટપર્વ ૨૦|૭ અનુસાર ચ્યવન વલ્મિકભૂત હતો આથી તેનો પુત્ર વાલ્મીકિ નામ વાળો થયો. એટલું જ નહિ  આરણ્યક પર્વ માં સુકન્યા આખ્યાન ૯૨૨|૩ માં  स वल्मीकोऽभवदर्षिः નો આખો પાઠ ઉપલબ્ધ છે ! આથી જ અશવઘોષના કથનમાં કોઈ શંકા નથી રહેતી કે રામાયણ વાલ્મીકિની રચના છે !

ભારતીય સાહિત્યથી પરિચિત એવા અશ્વઘોષના સંદર્ભ સામે ખ્રિસ્તી વિચારકોના કથનની કિંમત એક પૈસોય નથી.

જર્મન શિક્ષક લુડર્સ અનુસાર, સુત્રાલંકરમાં રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ છે, અને બુદ્ધચરિત રામાયણના પછીનો સમયગાળો છે.’

રામાયણના અનુકરણકર્તા, વ્યાસ – રામાયણના ઘણા શ્લોકો, શ્લોકો અથવા શ્લોકોના ચતુર્થાંશ, ઉપરોક્ત તમામ લેખકોથી હજારો વર્ષ પહેલાં વ્યાસે ઘણીવાર એ જ માર્ગ લીધો છે કારણ કે મહાભારતના નળાખ્યાનમાં આવા ઘણા શ્લોકો જોવા મળે છે. સંવત ૧૯૬૬ના અંતમાં મહાભારતના સંપાદક શ્રી વિષ્ણુ સીતારામ-સુકથંકર, જેઓ પરલોક સુધારવા સક્ષમ હતા, તેમણે ખૂબ જ ખંતથી બે લેખો લખ્યા. દુર્ભાગ્યે કહેવું પડે છે કે તે લેખ અંગ્રેજી ભાષામાં છે. પહેલો લેખ નળાખ્યાન અને રામાયણ વિશે છે. એવું કહેવામાં આવ્યું છે કે મહાભારતના આરણ્યક પર્વનાં નળાખ્યાનના ઘણા શ્લોકો વાલ્મીકિ રામાયણ સુંદરકાંડના શ્લોકોની પ્રતિલીપીમાત્ર છે.

બીજો લેખ આરણ્યક પર્વમાં રામોપાખ્યાનની ઉત્પત્તિ રામાયણને કહે છે. લેખકે આવા 86 શ્લોકો આપ્યા છે જે મહાભારતના રામાયણમાંથી લેવામાં આવ્યા છે. આ લખાણોથી તે તદ્દન સ્પષ્ટ છે કે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ, જે ચોક્કસપણે આરણ્યક પર્વના કર્તા હતા ને તે વાલ્મીકિના ઋણી છે.પ્રસિદ્ધ કવિ રાજશેખર પરંપરાગત સત્ય જાણતા હતા કે વ્યાસે વાલ્મીકિનો અભ્યાસ કર્યો હતો.

વાલ્મીકિની કૃતિનું સ્મરણ કરનાર વ્યાસ- મહાભારત વનપર્વ ૧૪૬|૯૯માં રામાયણ નું સ્પષ્ટ નામ જોવા મળે છે. રામાયણ યુદ્ધ કાંડ ૮૧|૨૮ શ્લોક મહાભારતના દ્રોણપર્વ અધ્યાયનાં 28 માં શ્લોકને મળતો આવે છે.

अपि चायं पुरा गीतः श्लोको वाल्मीकिना भुवि । न हन्तव्याः स्त्रिय इति यद् ब्रवीषि प्लवङ्गम ।। ८५ ।।
श्लोकश्वायं पुरा गीतो भार्गवेण महात्मना । शान्तिपर्व ५६ । ४० । ।

પરાશર્ય વ્યાસ માટે રામ-રાવણ યુદ્ધ પ્રાચીન કાળની દૃષ્ટાંત બની ગયું હતું- यादृशं हि पुरावृत्तं रामरावणयोर्मृधे । द्रोणपर्व ६६ । २८ ।।

વ્યાસ અને તેમના શિષ્યો, ઋષિઓએ વર્તમાન બ્રાહ્મણ ગ્રંથોનું પ્રવચન કર્યું. વ્યાસ વાલ્મીકિ અને તેમના કાર્યથી પરિચિત હતા. તેથી, હાલના બ્રાહ્મણ ગ્રંથો પહેલાં રામાયણ ગ્રંથની રચના કરવામાં આવી હતી. પશ્ચિમ
આ અકાટ્ય સત્યનો પરિચય કર્યા વિના જ મહાભારતના રચયિતા વ્યાસ ઐતિહાસિક વ્યક્તિ ન હતા તેવો ખોટો પ્રચાર કર્યો અને અફસોસ કે ભારતીય વિદ્વાનો પણ એ જ અપ પ્રચાર ને વિદ્વતા સમજી તેનું અનુકરણ કરતા રહ્યા અને આજે પણ કરી રહ્યા છે.

રામાયણની શાખાઓ

હાલમાં રામાયણનો ગ્રંથ ત્રણ મુખ્ય ગ્રંથોમાં ઉપલબ્ધ છે. એક લખાણ દક્ષિણાત્ય અને બીજું વાગ્મય છે. ત્રીજું લખાણ અગાઉ અપ્રકાશિત હતું. પં. રામલભૈયાજીએ પંડિત ભગવદ્ત સત્યશ્રવાનું ધ્યાન ત્રીજા પાઠ તરફ દોર્યું. તેઓ આ લખાણનો શબ્દકોશ લઈ આવેલા અને રામ કૃષ્ણ કૈથલથી વકીલ લઈ આવ્યા. તે પછી, કાશ્મીરથી પૂના સુધીની મુસાફરી કરી ઘણા બ્રાહ્મણોના ઘરોની મુલાકાત લીધી.  આ સિવાય આ લખાણની લગભગ ચાલીસ હસ્તલિખિત ગ્રંથો પ્રાપ્ત કાર્ય અને તેમના આધારે પં. રામલભયજીએ અયોધ્યાકાંડ અને મેં બાલકાંડ અને આરણ્યક કાંડનાં મોટા ભાગને સંપાદિત કર્યા. આ ત્રણેય ગ્રંથોના સંપાદનથી રામાયણની ઘણી બાબતો સ્પષ્ટ થઈ શકે છે.

જેમકે મૂળ પાઠ – ત્રણ ઉપલબ્ધ ગ્રંથોના સંવાદનું પરિણામ એ છે કે મૂળ લખાણ તેમનાથી બહુ અલગ ન હતું. તે સંક્ષિપ્ત પણ નહોતું. તેથી, ‘જૂના સંસ્કરણ’ના આધારે, સંપૂર્ણપણે અલગ પ્રસ્તુત લખાણ બનાવવામાં આવ્યું છે, આ બધી અટકળો અને કપોળ કલ્પિત વાતો પાયાવિહોણી છે તેનો કોઈ આધાર જ નથી !

यवन होमर का भाग्य ( ભારત સાથે સમાનતા )

આ સંદર્ભમાં એ ઉલ્લેખ કરવો જરૂરી કેમકે કે યુરોપમાં હોમરનું ભાગ્ય પણ વાલ્મીકિ અથવા વ્યાસની જેમ જ બનેલું છે ! એક રીતે કહીએ તો બન્ને કોપી પેસ્ટ જ છે. જોકે વાલ્મીકિ અને વ્યાસ શુદ્ધ અને મૂળભૂત છે જ્યારે હોમર વિશે તમે જાતે જ આગળના અવતરણો વાંચી લો ! જે આ વિષયને ખૂબ જ સ્પષ્ટ કરશે, અને અમારી સત્યતામાં મદદ કરશે–

Homer’s Illiad and Odyssey have from time to time afforded a first class battle-ground
for scholars. In the nineteenth century in particular, German critics were at endless pains to show, not only that the two works are not the product of a single brain, but that each is a piece of intricate and rather ill-sewn patchwork. In this process Homer disappeared.

By now he has been firmly re-established on his throne and his readers may feel that
they are in one man’s hand as they do when they turn to As You Like It after reading King john.
These things stayed till at the end of the eighteenth century, a German scholar F.A.Wolf, ‘made a 1793’ for Homer as a Frenchman put it-a regular French revolution, with a guillotine cutting up the great poem. For a century no scholar could profess belief in a single Homer, it was the rule to detect additions and alterations, and to discover an original Illiad. The mood of the time has changed, and there is a feeling that a great poem implies a great poet and not a big syndicate.

( અમારી જેમ જેમને અંગ્રેજીમાં ટપ્પો નાં પડતો હોય એમના માટે ગૂગલ translet કરેલું આ રહ્યું વાંચી લો ત્યારે !!!

હોમરના ઇલિયડ અને ઓડિસીએ સમયાંતરે પ્રથમ કક્ષાનું યુદ્ધ મેદાન આપ્યું છે વિદ્વાનો માટે. ખાસ કરીને ઓગણીસમી સદીમાં, જર્મન વિવેચકો એ દર્શાવવા માટે અનંત પીડા અનુભવતા હતા, એટલું જ નહીં કે બંને કાર્યો એક જ મગજની ઉપજ નથી, પરંતુ તે દરેક જટિલ અને ખરાબ રીતે સીવેલા પેચવર્કનો એક ભાગ છે. આ પ્રક્રિયામાં હોમર ગાયબ થઈ ગયો.

અત્યાર સુધીમાં તે પોતાના સિંહાસન પર પુનઃસ્થાપિત થઈ ચૂક્યો છે અને તેના વાચકોને કદાચ એવું લાગશે જ્યારે તેઓ કિંગ જ્હોન વાંચ્યા પછી એઝ યુ લાઈક ઇટ તરફ વળે છે ત્યારે તેઓ એક માણસના હાથમાં છે.
આ વસ્તુઓ અઢારમી સદીના અંત સુધી રહી હતી, એક જર્મન વિદ્વાન એફ.એ. વુલ્ફે હોમર માટે ‘1793’ બનાવ્યું હતું કારણ કે એક ફ્રેંચમેન તેને નિયમિત ફ્રેન્ચ ક્રાંતિ તરીકે રજૂ કરે છે, ગિલોટિન દ્વારા મહાન કવિતાને કાપી નાખવામાં આવે છે. એક સદી સુધી કોઈ વિદ્વાન એક જ હોમરમાં વિશ્વાસ વ્યક્ત કરી શક્યો ન હતો, તે ઉમેરાઓ અને ફેરફારો શોધવાનો અને મૂળ ઇલિયડ શોધવાનો નિયમ હતો. એ સમયનો મિજાજ બદલાઈ ગયો છે અને એવી અનુભૂતિ થઈ રહી છે કે મહાન કવિતા એક મહાન કવિ સૂચવે છે, મોટી સિન્ડિકેટ નહીં. )

સૂર્યવંશની વંશાવળી – આ ત્રણ ગ્રંથોમાં, સૂર્યવંશના પ્રાચીન વંશના કેટલાક ભાગને થોડું વિકૃત કરવામાં આવ્યું છે. આ વિકૃતિ લગભગ બે હજાર વર્ષ પહેલા આવી હતી.

ઉત્તરકાંડ – રામાયણ છ કાંડની હતી. આજે પણ છઠ્ઠો કાંડ પૂરો થતાં જ જેમ સત્ય નારાયણ ની કથા પૂરી થાય ત્યારે કહેવાય છે ને કે અથ શ્રી કથા પૂરી થાય છે અને સત્ય નારાયણ ભગવાન સૌનું કલ્યાણ કરે એવી જ રીતે છઠ્ઠા કાંડ બાદ રામાયણમાં આવી રીતે અંત કરવામાં આવેલો છે. અર્થાત્ મૂળ રામાયણ છ કાંડની જ હતી !  ‘પ્રપચ હ્રદય ‘ પૃષ્ઠ નંબર પર  47 પર આ વાત લખેલી છે. આમાં, ઉત્તરકાંડ એ જ પ્રકારનું છે જે રીતે સુશ્રુત વગેરેમાં ઉત્તરકાંડ છે. રામાયણની ઉત્તરકાંડની કથાનું મૂળ પણ ઘણું જૂનું છે.
છે. વાલ્મીકિ દ્વારા મૈથિલી-વનવાસ અને રામપુત્રોનો ઉછેર અશ્વઘોષ જાણતો હતો.

સાર

ભારતીય ઈતિહાસમાં રામાયણની ઉપયોગીતા – રામાયણમાં મહાસાગર મંથન, દેવતાઓ, વાંદરાઓ, રાક્ષસો વગેરેનું યુદ્ધ, વિશ્વના પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને રામના દિવ્ય ચરિત્ર જેવી માનવ જાતિનો ઉલ્લેખ છે. રામાયણ આર્ય-ગૌરવનો જીવતો જાગતો પુરાવો છે. દુનિયા ધર્મ પર આધારિત છે, અને પ્રજા-રંજન એ રાજાનું પ્રથમ કર્તવ્ય છે, આ તો રામાયણ પરથી જ જાણી શકાય છે. ભાઈ, ભાઈને નફરત ન કરો, રામાયણ આ વેદનું જીવંત ઉદાહરણ છે. રામાયણ વિશ્વના ઈતિહાસમાં એક અનોખો ગ્રંથ છે. આ એ પુસ્તક છે, જે ઇતિહાસ અને કવિતાને જોડનાંરું વિશ્વનો પ્રથમ ગ્રંથ છે,  જે મહાકાવ્ય છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે !

સંદર્ભ સ્ત્રોત

મૂળભૂત રીતે લેખ પંડિત ભગવદ્ત સત્યશ્રવા રચિત બૃહદ ભારત કા ઇતિહાસ ( પૃષ્ઠ નંબર ૮૦ થી ૮૪ સુધી ) નો છે તના પરથી થી આ લેખ સંપાદિત કરવામાં આવેલો છે !

1 thought on “રામાયણ કેટલું પ્રાચીન છે ?”

Leave a Comment