પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના અલિખિત સ્ત્રોત
પ્રાચીન ભારતનાં ઇતિહાસની વાત કરીએ તો તેનાં વિશે એટલી બધી પ્રચુર માહિતી ઉપલબ્ધ છે કે એને અવગણવા માટે આપણાં સૌની ખૂબ જ મોટી સહાયતા વિદેશીઓને પ્રાપ્ત થઈ છે. જેમકે તાજમહલ વિશે આપણે બધા જ જાણીએ છીએ પણ અજંતા ઇલોરાની ગુફાઓ વિશે આપણે મૌન થઈ જઈએ છીએ ! જ્યારે પશ્ચિમી વિશ્વમાં શિલ્પકળા પા પા પગલી ભરી રહી હતી ત્યારે અહીં ભારતમાં આખે આખો પહાડ ચીરીને મંદિર બનાવવાની કળા વિકસિત થઈ ગઈ હતી ! પણ આ વિષય આજે પણ ઇતિહાસનાં પુસ્તકોમાંથી બહાર જ રાખવામાં આવ્યો છે!
પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનાં સ્ત્રોતમાં સમાવિષ્ટ અલિખિત સ્ત્રોત વિશે સૌપ્રથમ જાણીએ !
અલિખિત સ્ત્રોત
સૌથી પહેલાં તો અલિખિત સ્ત્રોત શું છે એ જાણી લઈએ ! કહેવાય છે કે જ્યાં શબ્દો અટકી જાય છે ત્યાં લાગણી અને ચેતનાની શરુઆત થાય છે ! માનવી પહેલેથી જ પોતાનાં ભાવ અને લાગણી દર્શાવવા અલિખિત સ્ત્રોતનો ઉપયોગ લેતો આવ્યો છે અને આ સ્ત્રોત લિખિત સ્ત્રોત કરતાં પણ વધું બોલકા હોય છે. અલિખિત સ્ત્રોતોમાં પ્રાચીન પથ્થર , ધાતુઓ , માટીના વાસણો , મુદ્રાઓ , હાડપિંજર અને અન્ય નૃવંશશાસ્ત્રીય સાધનોનો સમાવેશ કરવામાં આવે છે ! ભારતના ઇતિહાસનાં પુસ્તકોમાં સૌથી પ્રાચીન અલિખિત સ્ત્રોત તરીકે સમ્રાટ અશોકનો શિલાલેખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આજે આપણે પ્રચલિત અને પરંપરાગત સ્ત્રોત વિશે તો જાણવાના જ છીએ પણ સાથે સાથે એ અલિખિત સ્ત્રોત વિશે પણ માહિતી મેળવીશું જે હજારો વર્ષથી આપણાં દેશમાં અડીખમ ભારતીય ઇતિહાસની ધરોહર બની ઊભા છે પણ આપણે એ દિશામાં ક્યારેય ગયા જ નથી !
૦૧ અભિલેખ અને શિલાલેખ
આજે તો પથ્થર પર લેખન કરવા અનેક સાધનો ઉપલબ્ધ છે પણ જરા વિચારો કે જ્યારે માનવ પાસે હથોડી અને છીણી જેવા પ્રાથમિક સાધનો જ હતાં એ સમયમાં ભારતના અનેક પ્રદેશોમાં અભિલેખ બનાવવામાં આવતા ! આશ્ચર્ય એ વાતનું છે કે આ અભિલેખો એટલા બધા ઉચ્ચ કક્ષાનાં છે એને જોતાં જ લાગે કે આ કક્ષાનું કલા સ્થાપત્ય કઈ રીતે બનાવ્યું હશે ??!!! જેમકે અજંતા અને ઈલોરાની ગુફાઓ , એલીફંટાની રચનાઓ ખૂબ સંકીર્ણ અને પ્રાચીન હોવા છતાં કળાથી ભરપુર છે !
પ્રાચીન ભારતના અનેક અભિલેખ , શિલાલેખ , સ્ત્મભો , તામ્રપત્ર , દીવાલો અને મૂર્તિઓ ઇતિહાસની સાક્ષી પૂરે છે ! અભિલેખની વાત કરીએ તો માટી, પથ્થર, ધાતુ, લાકડું વગેરે પદાર્થો ઉપર કોતરેલું લખાણ તે ‘અભિલેખ’ અથવા કોતરલેખ એટલે અભિલેખ ! એશિયાના માઈનોર ( મધ્ય એશિયા )માં આવેલા બૉગઝકોઈ નામના સ્થાનેથી મળેલો ઈ.સ. પૂર્વ ૧૪૦૦ નો બોગઝકોઈ શિલાલેખ સૌથી પ્રાચીન માનવામાં આવે છે ! જોકે હડપ્પા ( ભારતીય ) સંસ્કૃતિની પથ્થરની મુદ્રાઓ શીલા કે પથ્થર પર બનાવવામાં આવેલા સૌથી પ્રાચીન આભિલેખ ગણવામાં આવે છે. જોકે આ અભિલેખોમાં હાલમાં જ સંશોધિત થયેલાં તારનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ! જેમાં વારાણસી નગર સૌથી પ્રાચીન નગર સાબિત થયું છે ! તેનો એક અભિલેખ લગભગ ૧૦,૦૦૦ વર્ષ જેટલો જૂનો સાબિત થયો છે ! અર્થાત્ બોગઝકોઇ કરતાં લગભગ ૬૫૦૦ જેટલો પુરાતન ! એટલું જ નહિ ગુજરાતમાં દરિયામાં આવેલી દ્વારકા નગરીના અવશેષ 12000 થી ૩૨,૦૦૦ વર્ષ જેટલા પ્રાચીન જણાયા છે .
તો દક્ષિણ ભારતનો રામસેતુ તો ૧૮, ૪૦૦ વર્ષ પ્રાચીન સાબિત થયો છે.
પણ તેમની પ્રાચીનતા આપણાં પાઠ્યપુસ્તકો ધ્યાનમાં લેતાં નથી એ અલગ વિષયનો અને ચર્ચાનો વિષય છે. આ સિવાય ભારતના બીજા અનેક સ્થળો સંશોધનની રાહ જોઈ બેઠાં છે ! જો સાચી નીતિ અને પ્રયાસથી આ સંશોધન કાર્ય થાય તો ભારતનો ઇતિહાસ લોકો સુધી પહોંચી શકે ! જે કામ આપણે સંશોધકો વિચારકો પર છોડી આગળ વધીએ !
હવે પાઠ્યપુસ્તકોમાં જે અભિલેખનો સમાવેશ થાય છે એનું લીસ્ટ પણ જોઈ લઈએ !

ઓડિશામાં આવેલ આ અભિલેખમાં સૌપ્રથમ ‘ભારતવર્ષ’નો ઉલ્લેખ છે. અભિલેખમાંથી કલિંગ રાજા ખારવેલના શાસનની ઘટનાઓનું ક્રમબદ્ધ વિવરણ મળે છે. ખારવેલ દ્વારા જૈન ધર્મ સ્વીકાર કર્યાનો પુરાવો મળે છે.

સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ છે. આ અભિલેખમાંથી શક શાસક રુદ્રદામાના વિજયો, વ્યકિતત્વ અને કાર્યોનું વર્ણન મળે છે.

ચુડાસમા રાજાઓની વંશાવળી મળે છે.

કૃષ્ણ રુકમણિના વિવાહનું વર્ણન મળે છે.

આ અભિલેખમાંથી ગૌતમી પુત્ર સાતકર્ણીની સૈન્ય સફળતાઓ, સાતવાહન શાસકો વિશે જાણકારી મળે છે.
સાતવાહન શાસક ગૌતમીપુત્ર સંરક્ષક ‘અદ્વિતીય બ્રાહ્મણ’ કહેવાયો છે.

સાતકર્ણી પ્રથમના શાસનકાળની જાણકારી મળે છે.

આ સ્તંભલેખ સમુદ્રગુપ્તના રાજકવિ હરિષણ દ્વારા ઉત્કીર્ણ કરાયો છે જેમા સમુદ્રગુપ્તના વિજયો અને નીતિઓનું સંપૂર્ણ વિવેચન જોવા મળે છે.

આ અભિલેખને રવિકીર્તિ દ્વારા ઉત્કીર્ણ કરાયો છે. આ અભિલેખમાં હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીયના યુદ્ધનું વર્ણન મળે છે.

આ અભિલેખમાંથી યશોવર્મનની સૈન્ય ઉપલબ્ધિઓ તથા રેશમ વણકરની શ્રેણીઓની જાણકારી મળે છે.

આ અભિલેખમાંથી ગુર્જર–પ્રતિહાર શાસકોમાં ખાસ કરીને રાજા ભોજની જાણકારી મળે છે.

આ અભિલેખમાં હૂણોના આક્રમણની જાણકારી તથા સ્કંદગુપ્તના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણકારી મળે છે.

આ અભિલેખમાંથી વિજયસેનના શાસનની મહત્વપૂર્ણ જાણકારી મળે છે

આ સ્તંભલેખ મધ્યપ્રદેશના બેસનગર (વિદિશા)માંથી મળલ છે. તેના પરથી મધ્યભારતમાં ભાગવત ધર્મના વિકાસનું પ્રમાણ મળે છે. આ અભિલેખ ગ્રીક રાજદૂત હેલિયોડોરસનો છે.આ એક બિન સરકારી અભિલેખ છે.

આ અભિલેખ મધ્યપ્રદેશના એરણથી મળેલ છે. સતીપ્રથાનો પ્રથમ લેખિત પુરાવો મળે છે. આ અભિલેખમાં ઈ.સ. 510 નો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.

ચોલકાળની સ્થાનીય સ્વશાસનની જાણકારી મળે છે.

ચંદ્રગુપ્ત બીજાના વિજયોની જાણકારી મળે છે.

કુમારગુપ્ત સુધીના શાસકોની વંશાવલીની માહિતી મળે છે.

પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવેલા બે અશ્વમેઘ યજ્ઞોનું વર્ણન છે.
૦૨ સ્મારક અને ભવન
ભારતના સ્મારકની વાત કરીએ ત્યારે આખાં ભારતમાંથી માત્ર તાજમહેલનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે તાજમહેલ ને સાવ બાળકોનું બાંધકામ સાબિત કરે એવા મંદિર , ભવન અને સ્મારકોની ભારતમાં કોઈ કમી નથી ! હાં , એ વાત ખરી કે એમનાં વિશે આપણી કોઈ જિજ્ઞાસા , તૈયારી , લાગણી કે સમજ નથી એ વાત અલગ છે !

સૌથી પહેલાં તો સૌથી પ્રાચીન ભવનની વાત કરીએ તો હડપ્પા ( ભારતીય ) સંસ્કૃતિનાં પ્રાપ્ત થયેલાં ૫૫૦૦ વર્ષ જૂના ભવન વિશે જાણીએ !
આ મકાનની રચના એટલી વૈજ્ઞાનિક અને સચોટ છે કે આજનાં સંશોધક પણ માથું ખજવળતા રહી ગયા છે કે આટલા પ્રાચીન સમયમાં અને એ પણ ભારતમાં ( ? ) આટલાં પ્રાચીન બાંધકામ કઈ રીતે હોઈ શકે ? પણ સત્ય તો બહાર આવે જ છે ને ? જોકે ૧૨,૦૦૦ થી ૩૨,૦૦૦ વર્ષ જૂની દ્વારકામાંથી પણ ભવન અને સ્મારક મળી આવ્યા છે . જોકે એનો ઉલ્લેખ કરવામાં આવતો નથી ! દ્વારકાની જેમ ભારતના અનેક સ્થાનો સંશોધનની રાહમાં છે ! ખેર , જવા દો એ વાત ! હાલની વાત કરીએ તો ભારતમાં અને ભારતની બહાર અનેક સ્થળોએ મંદિર , ગુફાચિત્રો , તામ્રમૂર્તિ મળી છે જે ભારતની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે !
૦૩ મંદિર
ભારતમાં મંદિર ! મંદિર છે શું ? આ વિષય આજે પણ સંશોધન માંગી લે છે ! કેમકે મંદિર આજે તો માત્ર પૂજા આરાધના માટેનું સ્થળ છે પણ પ્રાચીન સમયમાં મંદિર ખૂબ જ વિશાળ અર્થમાં છે ! જોકે આજે આપણે ભારતમાં આવેલાં મંદિરો વિશે જાણીશું !

ભારતમાં આવેલાં મંદિરની વાત કરીએ તમે આશ્ચર્યચકિત થઈ જશો કેમકે જ્યારે દુનિયામાં જ્યારે એક્સ રે મશીન પણ નોહ્તું શોધાયું ત્યારે ભારતના મંદિરોની દીવાલો પર ગર્ભ બાળકની સ્થિતિ વિશે મૂર્તિઓ બનાવવામાં આવેલી છે ! હાં , આ કોઈ ગપગોળો નથી પણ વાસ્તવિકતા છે ! આ મંદિર છે કુંડાદમ વડક્કુનાથ સ્વામી મંદિર ! જે કોયંબતુરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આવેલું છે . મંદિરની દિવાલો પર આ મૂર્તિઓ બનાવવામાં આવેલી છે ! અહી કેટલીક તસવીરો મૂકી છે ! આ સિવાય આખે આખો પહાડ ચીરીને બનાવેલું ઈલોરાનું કૈલાસ મંદિર તો આખી દુનિયામાં ક્યાંય જોવા સાંભળવા નાં મળે એવું મંદિર છે ! આશ્ચર્ય એ વાતનું છે કે આ મંદિર ઈ.સ. ૭૫૬ થી ઈ.સ. ૭૭૫ ની વચ્ચે બનાવવામાં આવેલું ! કોઈ મોટી ટેકનોલજી વિના આવું મંદિર બનાવવું શક્ય નથી ! આ સિવાય અનેક મંદિરો છે જેને જોઈ તમે તમારા ઇતિહાસનાં પુસ્તકને શંકા ભરી નજરે જોવા મજબૂર બની જશો ! હવે કેટલાક પ્રસિધ્ધ મંદિરના નામ જોઈ લઈએ !
- ૦૧ દેવગઢનું દશાવતાર મંદિર ( ઝાંસી )
- ૦૨ ભીતરગાવનું મંદિર ( કાનપુર )
- ૦૩ મૈસૂરના ગુફા મંદિર ( હિમાચલ પ્રદેશ )
- ૦૪ અમરનાથ મંદિર ( કાશ્મીર )
- ૦૫ વરાહ ગુફા મંદિર ( તમિલનાડુ )
- ૦૬ કનેરી ગુફા ( મહારાષ્ટ્ર )
- ૦૭ બદામી ગુફા મંદિર ( કર્ણાટક )
- ૦૮ ઈલોરા ગુફાઓ ( મહારાષ્ટ્ર )
- ૦૯ અજંતા ગુફાઓ ( મહારાષ્ટ્ર )
- ૧૦ એલીફંટા ગુફાઓ ( મહારાષ્ટ્ર )
- ૧૧ ઉદુગીરી અને ખંડગિરિ ગુફાઓ ( મધ્ય પ્રદેશ )
- ૧૨ પાંચ રથ ( મહાબલીપુરમ )
- ૧૩ સૂર્ય મંદિર ( પાટણ , ગુજરાત અને કોર્ણાંક )
- ૧૪ કાશી વિશ્વનાથ ( ઉત્તર પ્રદેશ )
- ૧૫ બેલુમ ગુફા મંદિર ( કુરનુલ , આંધ્ર પ્રદેશ )
ભારતનાં મંદિરો વાસ્તવમાં એક જ છે પણ એની બનાવવાની પદ્ધતિ અલગ અલગ છે ! સ્તંભ , ગર્ભગૃહ અને શિખર આ ત્રણ બાબતો ભારતનાં દરેક મંદિરમાં સામન્ય છે ! પણ એ સિવાય પોતાની સ્થાનિક રુચિ મુજબ ઉત્તર ભારતમાં નાગર શૈલી , દક્ષિણ ભારતમાં દ્રવિડ તેમજ બેસર શૈલીનાં મંદિરો બનેલા જોવા મળે છે ! ઉપર તો મંદિરોના માત્ર નામ આપ્યા છે ! દરેક નામ પોતાનો ઇતિહાસ લઈ બેઠું છે ! સાથે સાથે કંબોડિયા આવેલું વિષ્ણુ મંદિર , તુર્કી સુધી મળેલા મંદિરના અવશેષો , દક્ષિણ અમેરિકામાં આવલા ગણેશ મંદિર , રોમના ઘરના દરવાજે મળેલી ગણેશની મૂર્તિઓ જેવા અનેક સાક્ષ્ય વિશેની ચર્ચા બીજા કોઈ લેખમાં કરીશું !
૦૪ સ્તૂપ અને ગુફાઓ
ભગવાન બુદ્ધ બાદ મંદિરો જેવા સ્તુપોનું ચલણ આવ્યું ! જેમાં સ્તૂપ અને વિહારનો સમાવેશ થાય છે ! આ સ્તૂપ અને વિહાર માત્ર ભારતમાં જ નહિ પણ અગ્નિ એશિયા તેમજ છેક જાપાન સુધી તેની અસર જોવા મળે છે ! તે બધામાંથી ઉત્તર પ્રદેશમાં આવેલ પિપરવા સ્તૂપ સૌથી પ્રાચીન એટલે કે જૂનું માનવામાં આવે છે . આ સ્તૂપ મૌર્ય સમયનું મનાય છે. ભારતનાં મહાન સમ્રાટ અશોકના સમયનું સાંચીનું સ્તૂપ પણ પ્રાચીન માનવામાં આવે છે.

૦૫ સિક્કાઓ
નાના બાળકોને વાલી બે રૂપિયાનો સિક્કો આપી કહે છે કે લે બેટા ભાગ ખાજે ! સામાન્ય લાગતી આ બાબત ખૂબ મોટો ઇતિહાસ ધરાવે છે ! કેમકે નાનો લાગતો સિક્કો મોટો ઇતિહાસ છુપાવી રહ્યો છે. વેદોમાં દુનિયાનો સૌપ્રથમ સિક્કાનો ઉલ્લેખ મળે છે. સિક્કાનું અભ્યાસ કરતું શિક્ષણ મુદ્રાશાસ્ત્ર કહેવાય છે ! જોકે આજે એમાં આપણે નહિ જઈએ પણ સિક્કા વિશે જાણવાના છીએ ! ભારતમાં મળેલા સૌથી પ્રાચીન સિક્કા ઈ.સ. પૂર્વે પાંચમી સદીના છે ! ભારતના પ્રાચીન સિક્કાઓ ‘ આહત ‘ કે પંચમાર્ક ‘ કહેવામાં આવતા ! પ્રાચીન ભારતનાં સિક્કા થપ્પા મારીને બનાવવામાં આવતાં ! ‘ આહત ‘ નામના સિક્કા કાષાપર્ણ તરીકે ઓળખવામાં આવતાં ! આ સિક્કા કોઈ લખાણ નોહ્તું લખાતું ! જોકે રામાયણ , મહાભારત , પ્રાચીન સંસ્કૃત ગ્રંથો માં પણ ધન અને સિક્કાઓ વિશે વર્ણન છે પણ એ માન્ય નથી ગણવામાં આવતું !
વાત આજનાં સમયની કરીએ તો સિક્કા પર આકૃતિ વાળા સિક્કા ગ્રીક સમયથી શરૂ થાય છે . ગુપ્ત સામ્રાજ્યમાં સમુદ્રગુપ્તનાં સમયમાં વીણા વગાડતા હોય એવા સિક્કા મળી આવે છે ! જ્યારે સ્કંદ ગુપ્તનાં સમયમાં મોરની આકૃતિવાળા સિક્કા બનાવવામાં આવતા ! સાતવાહનનાં સમયમાં વહાણની આકૃતિ વાળા સિક્કા બનાવવામાં આવતા ! કુષાણ વંશના કનિષ્કનાં સમયમાં પહેલી વાર શુદ્ધ સોનાના સિક્કા ચલણમાં મુકાયા એવું માનવામાં આવે છે પણ મહાભારતમાં સુવર્ણ મુદ્રાઓ વિશે લેખ લખવાનું ટાળવામાં આવે છે ! જોકે આજે એવું માનવામાં આવે છે કે સૌથી વધુ સોનાના સિક્કાઓનું ચલણ ગુપ્ત શાસકોના સમયમાં થયું ને સૌથી વધું સિક્કાઓ મૌર્ય કાળ બાદ બન્યા ! જેમાં મુખ્યત્વે સીસું , ચાંદી , તાંબુ અને સોનું વપરાયું ! સાતવાહન રાજાઓએ સીસાના સિક્કા વધુ બનાવ્યા ને ગુપ્તશાસકોએ સોનાના સિક્કા વધુ બનાવ્યા ! સિક્કા પર લેખ લખવાની પ્રથા યવન રાજાઓએ કર્યું ! દક્ષિણ ભારતની વાત કરીએ તો પલ્લવોના સમયમાં શ્રીભાર અને શ્રીનિધી સિક્કાઓ પર રાજાઓના માત્ર નામ અને બિરુદ મળી આવે છે ! એક બાબત ખાસ યાદ રાખો કે સ્તૂપ અને મંદિર બન્ને ભિન્ન છે ! મંદિર ખૂબ જ પ્રાચીન છે જ્યારે સ્તૂપ અને વિહાર ભગવાન બુદ્ધ નાં સમયના છે ! જોકે એનું પણ ઐતિહાસિક મહત્વ છે !
સ્તુપના નામ યાદ રાખવા હોય તો સાંચીનો સ્તૂપ , તક્ષશિલાનો ધર્મરાજીકા સ્તૂપ , સિંઘનો મીરપુર ખાસ સ્તૂપ , સારનાથનો ધમેખ સ્તૂપ અને આંધ્ર પ્રદેશનો અમરાવતી અને નાગાર્જુનકોંડાનાં સ્તૂપ મહત્વના છે !
૦૬ મૂર્તિઓ

ભારતની મૂર્તિઓ ખૂબ કલાત્મક અને પ્રાચીન છે ! ભારતનાં મંદિરોમાં બેનમૂન મૂર્તિઓ અને કલાત્મક રચનાઓ જોવા મળે છે જે આપને મંદિરોના વિભાગમાં જોયું ! હવે પ્રાચીન મૂર્તિની વાત કરીએ તો મોહેં – જો – દડો ( ભારતીય સંસ્કૃતિનું ૪૦૦૦ વર્ષ કરતા પણ પ્રાચીન શહેર ) માંથી મળેલી ત્રિભંગ અવસ્થાની નર્તકીની મૂર્તિ ખૂબ ખાસ છે ! સાથે સાથે પશુપતિ નાથ ચિત્રિત રચના પણ મહત્વની છે ! મૌર્ય કાલીન સમયની મૂર્તિઓમાં ગાંધાર શૈલી અને મથુરા શૈલીની મૂર્તિઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે ! સાંચી , અમરાવતી , ભારહુત , અને બોધગયા માંથી મળેલી મૂર્તિઓ ભારતીય ઇતિહાસની ઝાંખી કરાવે છે. આ તમામ મૂર્તિઓ સ્વદેશી શૈલીની છે ! જોકે યુરોપીય પ્રજાના આગમન બાદ તેમનો પ્રભાવ ભારતીય મૂર્તિ શૈલીમાં પડ્યો હતો !
૦૭ ચિત્રકલા

ચિત્રકલાનો ઇતિહાસ માનવી જેટલો જ પ્રાચીન છે. કેમકે માનવીએ પોતાની લાગણી , ભાવ અથવા જ્ઞાન તમે જે ગણો તેની અભિવ્યક્તિ માટે માનવીએ ચિત્રોનો જ સહારો લીધો હતો ! ભલે આજના ચિત્રકલા જેટલી એ વિકસિત ન હતી પણ એનો ઉદ્દેશ્ય અભિવ્યક્તિ જ હતો ! પ્રાચીન ચિત્રકલાની વાત કરીએ તો ભારતમાં ભીમબેટકા ( નર્મદા ખીણ , મધ્ય પ્રદેશ , ભારત ) નાં ગુફાચિત્રો ૩૦,૦૦૦ વર્ષ કરતાં પણ પ્રાચીન છે !
જેમાં મનુષ્યો શિકાર કરતાં હોય તેવા ચિત્રો વિશેષ છે ! સીધી વાત છે કે ભારતમાં છલ્લા ૩૦,૦૦૦ વર્ષ કરતાં વધુ સમયથી માનવ વસવાટ છે ! જોકે ઇતિહાસનાં પુસ્તકો આ વિશે વધુ માયતી આપતાં નથી ! ગુપ્ત કાળના ચિત્રોમાં ‘ માતા અને બાળક ‘ અને ‘ મરણોત્તર રાજકુમારી ‘ જેવા ચિત્રોથી ભારતમાં થયેલી ચત્રિકલાની ઉન્નતિ જોઈ શકાય છે ! ભારતમાં પોશાક , આભૂષણ , પશુ પંખી અને રાજ દરબારનાં ચિત્રો વધું જોવા છે. ભારતના ચિત્રો કાગળ પર આ ચિત્રો નથી પણ કાળમીંઢ પથ્થર પર બનાવવામાં આવેલા છે . જેમાં મધ્ય પ્રદેશની બાઘ ગુફામાં ગુફાચિત્રો , અજંતા ઈલોરાની ગુફાઓમાં આવેલા ચિત્રો દુનિયામાં ચિત્રકલાના સર્વોચ્ચ ખૂબ જ શિખર છે અને એથી જ પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે ! અજન્તાનું બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર એની ઓળખાણ છે ! આ સિવાય બિહાર , બંગાળ અને ગુજરાતમાં બૌધ્ધ ધર્મના લઘુ ચિત્રો તો ઓરિસામાં હિંદુ ધર્મના લઘૂચિત્ર મહત્વના છે !
આ થયા ભારતનો ઇતિહાસ જાણવાનાં અલિખિત સ્ત્રોત ! એવું બિલકુલ નથી કે માત્ર આટલાં જ સ્ત્રોત છે ! આ સિવાય પણ પ્રાચીન હાડપિંજર , નૃવંશ પુરાવાઓ , પથ્થર , ધાતુઓ અને વાસણોનો સમાવેશ થાય છે ! જેની માહિતી જેમ જેમ ઉપલબ્ધ થશે તેમ તેમ આ લેખ અપડેટ કરવામાં આવશે !
સંદર્ભ સ્ત્રોત્ય
https://www.deccanchronicle.com/nation/current-affairs/310118/ram-setu-18400-years-old-study.html
I like the valuable information you supply to your articles.
I’ll bookmark your blog and test again here frequently.
I’m reasonably certain I’ll be told many new stuff right right here!
Good luck for the following!